RSS

રિકોલ …

07 Jul
IMG_0365
ખરાબ કે નુકશાનકારક ચીજોને માર્કેટ માંથી ખોટ સહન કરીને પણ હટાવી લેવામાં આ દેશ જરાય વિલંબ કરતો નથી. તેમાય જ્યારે વાત હેલ્થની વાત આવે ત્યારે અમેરિકામાં આ બાબતનો ખાસ ખ્યાલ રખાય છે. કારણ અહી હેલ્થને વેલ્થ કરતા પ્રથમ મહત્વ આપવામાં આવે છે.
હમણાં થોડાજ સમય પહેલા પંદર જેટલા ઓર્ગેનિક ફ્રોઝન વેજીટેબલ્સ માટે રિકોલ આવ્યા હતા. આ રિકોલ એટલે ખરાબ પ્રોડક્ટને માર્કેટમાંથી ઉઠાવી લેવા માટે વેચેલી વસ્તુઓ ને રીટર્ન કરવા યુ એસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફ થી ફોન દ્વારા અપાતી સુચના. આ વેજીટેબલ્સને કારણે નાના બાળકોને ઇન્ફેકશન થઇ શકે તેમ હતું , ઓલ્ડ પીપલને હાઈ ફીવર, ડાયેરિયા અને વિકનેસ અનુભવાય કે પ્રેગન્ટ વુમનને આ વેજીટેબલ્સને કારણે નુકશાન ઉઠાવવું પડે તેમ હતું .
પરતું સારું હતું કે આ બધું ઓહાયોના રૂટીન ફૂડ ચેક અપ દરમિયાન બહાર આવી જતા કોઈને નુકશાન થયું નહોતું . અને તરતજ દરેકના ઘરે રેકોર્ડીંગ મેસેજ દ્વારા આવા કોઈ ફ્રોજન પેકેટ્સ હોત તો રીટર્ન કરી દેવાની સુચના અપાઈ હતી. એક વાત અહી જરુર શેર કરીશ કે આખી બેગ વપરાઈ ગઈ હોય અને મુઠ્ઠી જેટલાં વેજીટેબલ્સ વધ્યાં હોય તો પણ ફૂલ પેમેન્ટ પાછુ મળી જતું તે પણ વિધાઉટ રીસીપ્ટ .
છતાંય સાંભળવામાં આવ્યા પ્રમાણે વર્જીનીયામાં કોઈ એક લેડીએ કમ્લેન કરી હતી કે તેને ઓરગેનીક ફ્રોઝન કોર્ન ખાઘા પછી બેચેની જેવું ફિલ થયું હતું અને સાથે ડાયેરિયાની અસર થઈ હતી. જોકે તે તરત હોસ્પિટલ ગઈ હતી અને તેને કોઈ ખાસ નુકશાન થયું નહોતું. છતાં પણ હેલ્પ લાઈન ઉપર આ બાબતે કમ્પલેન કરી કે આના કારણે આવી ગયેલી વિકનેસ ને કારણે જોબ ઉપર જઈ શકી નથી. તો તેને બદલામાં આખા વીકનો પગાર ઘરે ચેક દ્વારા મળી ગયો હતો.
આવીજ રીતે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પેન્સીલવેનિયાના નાઈગ્રા સ્પ્રિંગ વોટર બોટલમાં ઇકોલાના બેક્ટેરિયાના એવીડન્સ મળ્યા હતા .આથી આવીજ રીતે રી કોલ  દ્વારા તરતજ માર્કેટ માંથી બધીજ બોટલો ઉઠાવી લેવાઈ હતી. ત્યારબાદ આખો પ્લાન્ટ શટડાઉન કરી ડીસ ઈનફેક્ટ કરાયો હતો.
નાઈગ્રા સ્પ્રિંગ વોટર એક ફેમીલી ઓન કંપની છે.જે પચાસ વર્ષથી આ પ્રોડક્ટ બહાર પાડે છે. તેમના જણાવ્યા પ્રમાણે ડોલર મહત્વના નથી,  જરૂરી છે “કન્ઝ્યુમર સેફટી “. જે લોકો પબલીકની હેલ્થ સાથે ચેડા કરે છે તેમને ખાસ સમજવા જેવી આ બાબત છે.

અમેરિકાના કાયદા પણ એટલાજ સ્ટ્રીકટ છે. જે પ્રમાણે કોઈ પણ વસ્તુ કે પ્રોડક્ટ થી બીજાને નુકશાન થાય તો જે તે કંપની કે સ્ટોર ઉપર સુ કરી શકે છે અને થયેલી નુકશાની ના બદલે વધારે બેનીફીટ મેળવી શકે છે. પરિણામે બિઝનેસ કે કંપની ઓન કરતા ઓનરો પબ્લિકની સેફટી બાબતે વધારે સચેત રહેતા હોય છે. અહી નાની વસ્તુને પણ  ઇગ્નોર કરાતી નથી. ફૂડ, મેડીસીન થી લઈને ઈલેક્રોનીક્સ અને ટોયઝ સુધીની દરેક વસ્તુઓમાં નાની પણ બાબત નુકશાનકારક લાગે તો તેને માર્કેટમાંથી ઉઠાવી લેવાય છે અને રીપ્લેસ કરાય છે. સભાનપણે કોઈ પણ ભૂલો સામે આંખ મીચામણા કરાતા નથી.

હાલમાં આવોજ એક રિકોલ આવ્યો છે કારમાં સેફટી માટે યુઝ કરાતી એરબેગ માટેની એક કંપની “ટકાટા એર બેગનો “.  જેમાં છેલ્લા આઠ વર્ષમાં આ કંપનીએ પ્રોડ્યુસ કરી ૩૫ મિલિયન એરબેગ જે અગિયાર જુદી જુદી મેન્યુફેક્ચરિંગ કાર કંપનીઓ માટે સપ્લાય કરી હતી. હવે આ બધીજ એરબેગ માટે રિકોલ છે. કારણ આ એરબેગ એકસીડન્ટ વેળાએ પીપલની સેફટી માટે ફીટ કરાઈ હોય છે. જેમાં કોઈપણ જાતની અથડામણ દરમિયાન લાગતા ઝાટકા થી બચવા માટે કારમાં સ્ટેરીંગ વ્હીલમાં ફીટ કરાએલી એરબેગ ખુલી જાય છે અને ડ્રાઈવર પછડાટ થી બચી શકે છે. પરતું અહી એરબેગ વધારે પડતા ફોર્સ થી ખુલી જાય છે .  જેમાં ડ્રાઈવરને વઘારે પડતા પ્રેસરને કારણે જર્ક લાગે છે અને વાગી જવાની શક્યતાઓ રહે છે. પરિણામે બધી એરબેગ રિપ્લેસ કરાવાઈ છે. જે તેમના જણાવ્યા પ્રમાણે આ રીપ્લેસમેન્ટ ૨૦૧૯ સુધી ચાલશે.
આ એરબેગની ભૂલને કારણે આશરે અગિયાર જેટલા ડેથ નોધાયાં છે અને ૧૦૦ જેટલા ઇન્જર થયેલા છે. પરિણામે આ રીપ્લેસમેન્ટ ખાસ જરૂરી હતું. “આવી રીપ્લેસમેન્ટ કે રીટર્ન પોલીસીમાં કંપનીઓને મીલીયનસ ડોલરની ખોટ જાય છે. છતાં માણસોના જીવ સાથે કરાતી રમત કરતા આ ખોટ સસ્તી કહેવાય”. દરેક જીવનું મહત્વ જીવનમાં હોય છે. આથી તેની સેફટી સાથે થતા ચેડા કોઈ પણ ભોગે ચલાવી શકાય  નહિ. દરેક વ્યક્તિ સંપૂર્ણ સલામતી ભરી લાઈફ ઈચ્છે છે તેની માટે સેફટીને ઘ્યાનમાં લેવી ખાસ જરૂરી છે.
રેખા વિનોદ પટેલ ( યુએસએ)
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: