RSS

Monthly Archives: April 2014

દુઃખને સતત વળગી કદી હળવું ના થવાય

દુઃખને સતત વળગી કદી હળવું ના થવાય
હળવાશ યાદોમા ભરી ને હસતું જવાય

ઉડતી હવામા બુંદને પરપોટો કહો ના
ટીપા સતત પડતા તળાવો કેવા ભરાય

પ્રતિબિંબ સાચૂ આયનો જોવાથી જણાય
ને ખુદને અડવા કાચનું ઘર નડતું કળાય

પગલા મહી પગલા ભરો તો મારગ સરળ છે
અંતિમ પ્રવાસે એકલા એ પગલા પડાય

છલકાય છે એ જ્ઞાન પણ,અધુરપના ઘડામાં
મજધારની એ મૌજ તટ પર ધીમી જણાય

કાવ્યો ગઝલ એમ જ લખો તો ચાલે કદી ના
સમજાય ભાવકને,કલા એ સાચી ગણાય
-રેખા પટેલ(વિનોદિની)

 
Leave a comment

Posted by on April 30, 2014 in ગઝલ

 

અંગત એ પળમા મે પ્રણયના જામની પ્યાલી પિધી હતી

અંગત એ પળમા મે પ્રણયના જામની પ્યાલી પિધી હતી
નાજુક સી નમણી નારને મારા નયનમા મેં જિલી હતી

જુલ્ફો લહેરાતી હતી શ્રાવણની રાતો જેમ આખમાં
કાળી ને કજરારી અષાઢી આખ એ રાતે ખિલી હતી

ગરદન સુરાહી પાત્ર જેવી,હોઠ મયખાના સમા હતા
ને બીજના એ ચંદ્રમા જેવી કમરથી એ ઝૂકી હતી

એ નાભિને ફરતી કમરમા ફૂલની ખૂશ્બૂ ભરી હતી
સુધબુધની સાથે ભાન ભૂલાવીને અંકોડે ભિડી હતી

મસ્તી ભરી એ સંગિનીના સંગ અજવાળી નિશા હતી
બેકાબું બનતા વાર ના લાગે એ મસ્તીમા પિલી હતી

થીરકતી જાતી રાતની સાથે શરમ નેવે મૂકી હતી
અધરોથી અધરોને મિલાવી બેધડક એને ચૂમી હતી
-રેખા પટેલ(વિનોદિની)
ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-લગા

 
Leave a comment

Posted by on April 30, 2014 in ગઝલ

 

ક્ષણોને પત્રમાં નહી લખાય,સાજન!તારી ને મારી વાત

ક્ષણોને પત્રમાં નહી લખાય,સાજન!તારી ને મારી વાત
ઇતિહાસમા પણ નહી સમાય,સાજન!તારી ને મારી વાત

વહેતી સંવેદનાઓને કદીએ
અંતરોના માપે નહી માપો
સૌંદર્યના શમણાઓ ગણાય
સાજન!તારી ને મારી વાત

આભ જેવા અફાટ મારો પ્રેમ,તારી નરી નજરે નહી દેખાય
પાતાળ જેવી ભરી છે ઊંડાઈ,સાજન!તારી ને મારી વાત

ગ્રંથમાં નહિ લખી શકાય કે એ
ગઝલ કાવ્યોમાં નહી સમાય
મહાગ્રંથમા ગણનામાં એ ગણાય
સાજન! તારી ને મારી વાત

ફૂલોના ઢગલામા કે અનેક ઉધાનોનાં સુંગંધી માયાથી પર
આખા ચંદનવન જેવી મહેકાય,સાજન!તારી ને મારી વાત

હાર જીતની પોકળ સમજણથી
પ્રેમની દાવ ખેલો ના તમે
શંકાના બટકણી દોરમા ન બંધાય,
સાજન!તારી ને મારી વાત

ફાગણના ગીતો જેવી ગુનગુનાતી,ને મસ્તીભર્યા રંગ સાથે
અબિલ ને ગુલાલમા રંગાય,સાજન!તારી ને મારી વાત
-રેખા પટેલ (વિનોદિની)
12/19/13

 

अजिब सी लगती है तुं अपनी भी होकर कभी कभी

अजिब सी लगती है तुं अपनी भी होकर कभी कभी
जब तक लगे ना अपने ही कारन ठोकर कभी कभी
हँसती है बाहर से,छुपाती गम को वो घडी धडी
तन्हाई भी दिल से निकलती है रोकर कभी कभी
अनजानी राहे भी खूशीया से भरी लगे कभी
अपनो मे रहके भी नही मिलती पलभर कभी कभी
हो होसला दिल मे तो सपनो की उड़ाने उंची भरो
कदमो मे उस के मंजिले बनती नोकर कभी कभी
बाजार मे बिकती मिलेगी वो शराफते कभी
म्हेंगी चिजे मिलती नही दुनिया घुमकर कभी कभी
-रेखा पटेल (विनोदिनी)
२२११ – २२११ – २२२२२ – १२ – १२
 
Leave a comment

Posted by on April 29, 2014 in ગઝલ

 

શ્રાવણી વાયરાએ સાદ દિધો ,

વાયરાએ સાદ દિધો,ને સ્મરણોના વાદળૉ ઉમટી આવ્યા,
ને ઘટાટોપ ગોરંભાએલું આકાશ વરસી પડ્યું
સમય એક જ ક્ષણમાં વરસો પાછો સરકી આવ્યો,
જ્યાં કોઇ આકરી ક્ષણે રોપાયેલું વિદાયનું બીજ,
આજે ઘટઘોપ વટવૃક્ષ બનીને બેઠું છે 

તારી વિદાય પછી વિતાવેલી વસમી ક્ષણોના
તાદશ ઉતારા મારી કવિતાના શબ્દોમાં ઉતરે છે.
ફૂલોની ભાષામાં લખેલા તો ક્યાંક પાનખરમાં શ્વસેલા છે.
એક હરણબાળ જેવું અસ્તિત્વ રણમા તરસું બેઠું છે

વીતેલા સમયના પદ્ચીન્હ પર આજે બે ડગલાં ચાલ્યો
યાદોનો આ વેરાન વગડો મને જીવંત લાગ્યો…
કેટલુંક યાદ આવ્યું અને હું મને ભૂલવા લાગ્યો,
તું પણ આ શીળી છાયામાં બે પળ વિતાવી જા….
હું મને ભૂલું તે પહેલા મને મળી જા …
રેખા પટેલ(વિનોદિની)

 

અંતર છે જાળીદાર મારૂ ને તું છે સાજન એક પીપળપાન.

અંતર છે જાળીદાર મારૂ ને તું છે સાજન એક પીપળપાન.
સ્નેહે સજાવેલી એ નકશીદાર જાળીમાં છે તારૂં નામ

છે જાત અત્તરનાં એ વેપારી સમી હું છુ ફૂલનું ઊધાન
ભેગી કરી મારી સુંગંધોમા લખે રાધાનો ગમતો કાન

હું દ્રાક્ષની વેલી સમી ને જાત તારી છે શરાબી જણની
મારા નયનમાથી ભર્યા છે પ્રેમના નામે નશીલા જામ

તાકો સુતરનો હુ,ને ભીનેવાન રંગારા સમો સાજન તું
તારા અનોખા રંગમાં રગાઇને થઇ છે અલગ પ્હેચાન

છે કાચું સોનુ જાત મારી ને તું નવતર ધાટને ઘડનાર
તારા જ હાથે આ ધડાતી જાતને નવતર મળ્યો છે ઘાટ
-રેખા પટેલ(વિનોદિની)
ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાગાલ

 
Leave a comment

Posted by on April 29, 2014 in ગઝલ

 

આ શાંત મનમાં એ ટકોરા રોજ મારીને જગાડે છે,

આ શાંત મનમાં એ ટકોરા રોજ મારીને જગાડે છે,
વાસ્યા’તા એ મન દ્રારને હડસેલતા ભારણ વધારે છે.

વ્હાલીડું એ માને નહી વાતો કદી મારી,ના લે રીશ્વત,
ના ના હું કરતી જાવને એ મન ઉપર કબજો જમાવે છે.

વરસો જુનું છે પણ ધણું,ને લાગતું સાંચ્ચું અને ઉજળું,
આવીને વળગે બાળપણ ધુળમા ફરીથી એ રમાડે છે.

હસતી રહું તો એ રડાવે ને રડીએ તો હસાવે છે,
જાણે છે સઘળી ચાલ ને એ,ચાલ ચાલીને ફસાવે છે.

વાતો બધી મારી એ જાણે છે ને મનડું છે અકળ જેવું,
સામેથી ચાલી ભૂલ મારી માફ સામેથી કરાવે છે.

છે નર્મ દિલ તો કોઇ સંજોગે ના છોડે સાથ મારો એ,
મારી ના ને સમજે છે હા,તેથી બધું ઘાર્યું કરાવે છે.

મન છે કઠણ એનુંને મારો સાથ છોડીને ના જાશે એ,
મારી નાં ને સમજે છે હાં,તેથી એ નાંં ને હાં કરાવે છે.

કારી નથી ફાવી શકી મારા ઉપર,ના કોઇ મનમાની,
કામણ કરી એની જ મનમાની એ મારા પર ચલાવે છે.

ગમતું બધું મારૂ કદી એને ગમે એવું નથી,તેથી,
ક્યારેક તો એ એમને ગમતું ઘણુ એવું લખાવે છે.
-રેખા પટેલ(વિનોદિની)

 
Leave a comment

Posted by on April 28, 2014 in ગઝલ

 

પુનમનો ચાંદ જોતા મનને ના લોભાવજે

પુનમનો ચાંદ જોતા મનને ના લોભાવજે
થશે વધઘટ એ ચાંદામાં તું સૂરજ થઇ આવજે

એ પડછાયો થવામાં ક્યા મજા સાચી મળે
ભળીને ભીતરે સાચી મજાને માણજે

ગ્રંથોનુ જ્ઞાન વાંચીને અભણ શું જાણશે?
તું દિવડા જેમ જયોતી જ્ઞાનની ફેલાવજે

ફૂલોની મ્હેકતી મીઠી હવાનો સાથ શુંં?
કરેલા કર્મની સોડમથી જગ મ્હેકાવજે

હે મન,તારો એ દાવાનળ કશા ખપનો નથી
જો જલવું હોય તો દિનનો ચુલો પ્રગટાવજે

અહીયાં કોઇ જો તારૂ નથી તો ગમ ના કર
વિના સગપણ તું સંબંધો હ્રદયથી બાંધજે
-રેખા પટેલ(વિનોદિની)
લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગા

 
Leave a comment

Posted by on April 28, 2014 in ગઝલ

 

હાથ તારો હાથમા ક્યા પકડાય છે

હાથ તારો હાથમા ક્યા પકડાય છે
તું છે પડછાયો છતા ક્યાં સ્પર્શાય છે?

ફૂલની ફોરમ હવામા ફેલાય છે,
હાસ્ય ઝરતા ફૂલનો રવ ક્યાં થાય છે!

મૃગજળમાં હાથ ભીજાવી ના શકું
આ તરસનાં મૃગ બસ રણમાં જાય છે

ખ્વાબમાંં રમતો બધી રમવાની હશે!?
જીતવું કે હારવું ક્યાં દેખાય છે?

એ દુવા સાથે દવા આપે છે મને
મોતનું ઓસડ કદી ક્યાં શોધાય છે

આંખથી આઘે વસીને પણ સાચવે
રીત સંબંધોની સાચી પરખાય છે

શબ્દને સાથી બનાવ્યા છે ત્યારથી
વાત દિલની કાગળૉમાં દોરાય છે

જીવવાંની જિંદગી રાબેતા મૂજબ
પ્યારથી આખા જગતને જીતાય છે

એ જ’રેખા’છે જે પ્હેલા જેવી હતી
કોઇની તકદીર પણ ક્યા બદલાય છે
-રેખા પટેલ(વિનોદિની)
ગાલગાગા-ગાલગાગા-ગાગાલગા

 
Leave a comment

Posted by on April 28, 2014 in ગઝલ

 

सैया जिया जाए ना तुम बिन जिया जाये ना

सैया जिया जाए ना तुम बिन जिया जाये ना
बिना तेरे एक पल मुज से अब रहा जाये ना
सासोंमे भरी है अग्नि फिर भी जला जाए नां
तुम बिन सैया जिया जाये ना..
—-
जैसे पिघल जाये चादनी चाँद की नजर मे
पिघल जाऊँ तुज मे बात ये बहार आये ना
बेज़ुबां लबसे,मुज से कुछ भी कहा जाये ना
तुम बिन सैया जिया जाये ना….
नज़रें जुका के इतराऊ तेरी शोख नजर से
बंध संयम के तोड़ दू तुम लगालो अधर से.
एक तेरे संग के सिवा दुजा कोइ भाये ना
तुम बिन सैया जिया जाये ना….
—-
मेरे रूप का दर्पण आबाद है तेरी नजर से
मै पायल कंगना खनकाउ तेरी हरकत से.
तुम बिन महेका जाये ना,बहेका जाये ना
तुम बिन सैया जिया जाये ना….
—-
दास्ता हमारी कहेते कहेते थक जायेगे दुनियावाले
ऐसी प्रेम कहानी हमारी बाद जग मे आये ना
जिंदगी का प्रेम गीत तेरे सिवा कोइ गाये ना
तुम बिन सैया जिया जाये ना..
रेखा पटेल (विनॉदीनी)