“માઈક્રોફીક્સન ફ્લેસ”
૧-“ગુમાની પતંગ”
ચડ્યો ત્યારે બહુ ગુમાનમાં હતો , લે પાછો પડ્યોને!”
“હા એતો જે ચડે એજ પડેને!”
“એ બરાબર પણ પડતા પહેલા જો જરાક વિચાર્યું હોત તો આજે ફરી હવામાં ઉડવાનું મળ્યું હોત.”
“પણ એમ હાર માની માથું નમાવવું શું યોગ્ય હતું”
“આ કોઈને હાથ નાં આવુંની જીદમાં તું જઈ ઝાંખરામાં અટવાયો. એના કરતા કોઈનાં લંબાવેલા હાથમાં પહોચ્યો હોત તો ફરી ઉડવાનું સૌભાગ્ય તો પ્રાપ્ત થાય ને!
રેખા પટેલ (વિનોદિની)