RSS

Monthly Archives: July 2013

રહેવા દો ….

કઈ બાકી શ્વાસ રહેવા દો
યાદોનો નિવાસ રહેવા દો

કૂમળા ફૂલોમાં કાંટા ઘણા
નજીવી કુમાશ રહેવા દો

છે કોયલડી કાળી ઘણી
રાગમાં મીઠાસ રહેવા દો

મિલન ને જુદાઈ સંગ છે
આંસુની ખારાશ રહેવા દો

જાન આવે ઉઘલતી પાદરે
શૈશવ ની ભીનાશ રહેવા દો

દીવડો ઠરતો થરથર કંપે’
અંતરમાં અજવાસ રહેવા દો
રેખા ( સખી )

 

ક્ષિતિજ ની રેખા…

ક્ષિતિજ ની રેખાને આંબવા આતુર મન મારું
ત્યાં જઈ સ્પર્સાય એવી કોઈ પગદંડી બતાવો

માણસના મન સુધી પહોચું તે એક સપનું મારું
ત્યાં લગી પહોંચાય એવી કોઈ સીડી તો બતાવો

રેખા ( સખી )

એમનું અસ્તિત્વ અને ચોતરફ ખુશાલી
એમની ગેરહાજરી અને એકલતા ખાલી
રેખા ( સખી)

 

ત્યાં ઉઘડી સવાર

999089_618504481517653_1901065720_n

લાગણીઓ ને વાચા ફૂટી ત્યાં ઉઘડી સવાર
રાત આ લંબાએલી છૂટી ત્યાં ઉઘડી સવાર

તમન્ના હતી જિંદગીને, જે શમણું માણવાની
જરાક મોડી આંખ મીચાણી ત્યાં ઉઘડી સવાર

સરતા હતા સોનેરી સપના પતંગિયા ની પાંખે
જ્યાં નખશિખ રંગાયા હૈયા ત્યાં ઉઘડી સવાર

સાચવ્યાં જેને બહુ કાજળ ઘેરી આંખો મહી
સહેજ ગાલે રેલાયું કાજળ ત્યાં ઉઘડી સવાર

ભર નીંદર માં રેલાઈ મૌસમ તમારા રૂપની
જરા જોઈ શરમાયો ચાંદ ત્યાં ઉઘડી સવાર

રાત આખી મહેકતા સગપણ માણ્યા સાથ સાથ
એક અભાવનો ટચાકો ફૂટ્યો ત્યાં ઉઘાડી સવાર
રેખા પટેલ (વિનોદિની )

 

 

 

 

 

ચુંદડી અને ચોખા

66405_618079181560183_947681473_n

તારી યાદ એ સાજન મારે ચુંદડી અને ચોખા
આ જનમે તો ના કદી થાસું આપણ બેવ નોખા

 

સેથો ભર્યો સિંદુરી અંબોડે ગુલાબ કેરા ગોટા
ભાલે ચમકતી ટીલડી ને રંગ ઝલકે અનોખા

 

પાંપણે પ્રસર્યો પ્રેમ,નાં શરમના છે કોઈ જોટા
વિરહે ભીજાય વ્હાલમ મારી આંખોના ઝરોખા

 

કાગળ પત્તર શું લખું બધા શબ્દો લાગે ખોટા
અજનબી રાતો દેતી આ શમણાંઓ ના ઘોખા

 

એકલતામાં લાગે ભેકાર જાણે સુરજ ચાંદ રોતા
સાથ તારે ઉજ્જળ વગડે વસંત ભરેલા પાંખા

સ્પર્શવા તલસતું મન અને ઇચ્છાઓ ના ફોટા
તુ મારે મન આનંદ વિનોદ હુ તારી જીવન રેખા

રેખા પટેલ (વિનોદિની )

 

 

 

ભીના હૈયે વિદાય લઈએ

તારો અને મારો પ્રેમ ….
સ્વફૂરિત જાણે નાયગ્રા નો ધોધ
સ્વરચિત જાણે રામાયણ નો બોધ .

જોનારા સહુ કહેતા આવ્યા ….
આ બે પ્રેમી પારેવા સજોડ
આ શ્વાસ ઉછ્સ્વાસ સજોડ

દુર જતાં તો બનતા આવ્યા …
પ્રેમી હંસલા ની તૂટી જોડ
આ તો ચાંદ ચકોરની તોડ

*સમય નું ચક્ર ફરતું ચાલ્યું *

દોરાહો વચમાં આવ્યો ….
ના ત્યાં હૈયાના સંગમ થતા
ના નદી દરિયો એક થતા

છેવટે એક વિચાર આવ્યો ….
બધું ભીનું સુકાય તે પહેલા
હવે દર્દ વહેચાય એ પહેલા

સ્મૃતિઓ સઘળી સંકેલી ભીના હૈયે વિદાય લઈએ .
હિંમત બધી ભેગી કરી ,ગૌરવ થી વિખુટા પડીએ

રેખા સખી

(આછાંદસ કાવ્ય નો એક નવો ટ્રાય ) કઈ ભૂલ હોય તો સોરી ….

 
 

तुम इतनी मोहब्बत करो

66698_616669138367854_587176099_n

तुम इतनी मोहब्बत करो के संभल जाये हम
दम निकले नहीं और जरा सा बहल जाये हम

 

पास हमारे आ जाओ दो पल एक जान हो जाये
ना दो रूह की इतनी गरमी के पिघल जाये हम .

 

तुम्हारे ईन सासों की गुलाबी महक में घुल जाये
कही ऐसा ना हो गुलाबके ढेर में बदल जाये हम

 

अजीब ढूढ़ते हो हमें कही हम गज़लों मिल जाये
सोचलो फिर कही तुम्हारे शेरो में ना ढल जाये हम

 

ये इश्क नहीं आसान ,बहोत आशानीसे बोल जाये
ना फेरलो नज़र हमसें महोबतमें ना जल जाये हम

बस ऐसी मोहब्बत करना के पलमे सादिया जी जाये
चाहे पास हो या दूर रहे मुहब्ब्त ना भूल जाये हम .

 

रेखा पटेल (विनोदिनी )

 

કઈ દોસ્તી ના થાય …

17634_615721725129262_1252471914_n
દરિયા અને ઝરણાં વચમાં કઈ દોસ્તી ના થાય
અણધારી નજરો મળે ત્યાં કઈ દોસ્તી ના થાય

ફૂલોની જવાની ઉપર ભમતા ભમરા ચારો કોર
એ આવારા સમજણ સાથે કઈ દોસ્તી ના થાય

હૈયાનાં પોલાણોમાં શ્વાસો ના ભાડુતી રહેઠાણ
એમની આવન જાવન રોકી કઈ દોસ્તી ના થાય

આલિંગની એકરૂપતા થી ખાલી સમીપતા બંધાય
રોજ રોજની ફરિયાદો સાથે કઈ દોસ્તી ના થાય

લખવાથી વિરહ ગીતો મન થોડું કઈ હલકુ થાય
પણ દર્દ સાથે કાયમ “સખી” કઈ દોસ્તી થાય

રેખા ( સખી ) 7/20/13

 

પાછું વળી જોતા નહોતા

પહેલા તો ક્યાંય એ એકલા કદી છોડતા નહોતા
હવે છોડે છે જ્યારે તો પાછું વળી જોતા નહોતા

દુઃખ માં પિંડ પણ છોડે સાથ,એ સાવ સાચું પડ્યું
મઘ્યાહે તો પોતાના પણ પડછાયા પડતા નહોતા

દુર થી ડુંગરા લાગે રૂપાળા,એ સાવ સાચું પડ્યું
છલકાતા મૃગજળ માં માછલાં કઈ નહાતા નહોતા

દિલમાં પડેલ પગલાં ભુંસાતા નથી,એ સાચું પડ્યું
દર્પણમાં ઝબકેલા ચહેરા ફરી કઈ જડતા નહોતા

હોય કમળો તો બધું પીળું દેખાય,એ સાચું પડ્યું
પાંપણે લટક્યા આસું પાછા કઈ ફરતા નહોતા

રેખા ( સખી ) 7/18/13

 

તમારી યાદ આવે છે

હવે તમે નહિ તમારી યાદ આવે છે
જરા પલકો ઉઠાવું ને ફરીયાદ આવે છે

આંસુ નહિ તો જરા ઉદાસી આવે છે
જરા પલકો ઝુકાવું ને ફરી યાદ આવે છે

ભર બજારે ચોમેર સન્નાટો આવે છે
જરા કાન માડું ને તમારો સાદ આવે છે
રેખા ( સખી ) 7/17/13

 

અસ્થિકુંભ …

1010679_608238462544255_87911999_n

કવિતા અસ્થિકુંભ …

એક શ્વાસ હતો મારી ભીતર મુજને ત્યજી ક્યાં ગયો ?
હથેળીએ દેતો છાંયડા એ આગ તપાવી ક્યાં ગયો ?

ચાર દીવાલોનું ઘર બનાવ્યું રાખ્યા સહુને સાથમાં,
આયખાના બંધ ઓરડે તાળું લગાવી ક્યા ગયો ?

અમ છોરુંઓ ના જીવન મહી બોજ ભારેખમ ભર્યો,
આંસુઓ ની હેલી પાંપણને કોરે ભરાવી ક્યાં ગયો ?

અસ્ત એ સુરજ થયો અને અંધકારના ટોળા ઉમટ્યા
જીવનના સઘળા સાર સહુને સમજાવી ક્યા ગયો?

કાલનો જીવંત ચહેરો,વેરતો કેવા સ્મિત તણાં ફૂલડાં
હાર સુખડનો વીટીને ચિત્રમાં લટકાવી ક્યા ગયો?

આંખમાં દરિયો ભરાવી એ સ્મૃતિમાં રહી ગયા
મુઠી અસ્થિનો કુંભ બે હાથોમાં પકડાવી ક્યાં ગયો?

રેખા પટેલ (વિનોદિની)
મારા વ્હાલા પપ્પાને અને મારા સાસુમાં ને અર્પણ  …