RSS

Monthly Archives: July 2015

અંતરાત્માં ડંખે એવું કરો છો?

unnamed8

 • વ્હાલી મમ્મી ,
 • તારો પત્ર જ્યારે પણ મળે છે મને તારી નજીક હોવાનો અહેસાસ થઇ આવે છે ,અને એટલેજ નાની મોટી વાત તને કહેવાની આદત આ આઘુનિક ડીજીટલ યુગમાં પણ જાળવી રાખી છે. આજે તને એક અલગ વાત લખું છું . ચોરી ગેરવ્યાજબી વાત છે , એ વાત આજેય મારા અસ્તિત્વ સાથે જોડાએલી છે .
  આજે હું શોપિંગ માટે મોલમાં ગઈ હતી ,ત્યાં એક અજબ વાત બની જોઈ હું દંગ રહી ગઈ.  બે સુંદર મજાની સત્તર અઢાર વર્ષની ઘોળી અમેરિકન છોકરીઓ ને મોલની સિક્યોરીટી પોલિસ એક ખુણામાં પકડીને ઉભી હતી . છોકરીઓની આંખમાં કોઈ શરમ દેખાતી નહોતી , મને થોડી નવાઈ લાગી હું બાકીની ખરીદી મુલતવી રાખી ત્યાં નજીક મુકાએલી ખુરશી ઉપર બેસી ગઈ.
  પોલીસ પેલી બંને અમેરિકન છોકરીઓને પૂછપરછ કરી રહી હતી ,  વાતચીત દરમિયાન પેલી બંને છોકરીઓ આંખમાં કે અવાજમાં કોઈ પણ પ્રકારની ગીલ્ટ વિના ગિલ્ટી કબુલ કરી રહી હતી ,એટલે કે ભૂલનો સ્વીકાર કરતી હતી.  તેમના જણાવ્યા પ્રમાણે તેઓ આ ચોરીનું કામ છેલ્લા બે વર્ષ થી કરતી હતી, બંનેના માતાપિતા તેમને જે ખિસ્સા ખર્ચી માટે આપતા તે તેમને ઓછા પડતા હતા આથી તેમની હાઈસ્કુલમાં બીજા બાળકો તેમને જે પણ સ્ટોરમાંથી કઈ પણ વસ્તુ કહેતા તેઓ ચોરી લાવી તે બાળકોને બજાર કરતા ઓછા ભાવે વેચી દેતા , છોકરીઓના જણાવ્યા પ્રમાણે આ તેમને ઘંધો હતો .
  મમ્મી અહી જેને ચોરી કરવી હોય તેની માટે બહુ આસાન રીતો હોય છે, મોટા ભાગે વસ્તુઓ ઉપર ટેગ લગાવેલી હોય છે જેને આસાની થી તોડી શકાય છે ,અને સિક્યોરીટી કોડ લગાવેલા બેલ્ટ ને આ છોકરીઓ નાનકડી પીન વડે ખોલતા શીખી ગઈ હતી ,આવી વસ્તુઓ તે ચેન્જીગ રૂમમાં જઈ પહેરી લેતી અને પછી કઈ પણ ના બન્યું હોય તેમ આરામથી બહાર નીકળી જતી . આજે આમ કરતા એક કોડ તેને પહેરેલા ડ્રેસ સાથે રહી ગયો હતો અને બહાર નીકળતા થયેલા અવાજ થી તે પકડાઈ ગઈ.  તેમની તલાશી લેતા બંનેની પાસે થી ચોરેલી વસ્તુઓ ઝડપાઈ ગઈ.
  અમે નાના હતા ત્યારે તમે હંમેશા કહેતા કે ફાટેલા કપડાને થીંગડું લગાવીને પહેરવાનું થાય તો ભલે થાય પણ ચોરીનો વિચાર મનમાં પણ લાવતા નહિ.  મમ્મી મોટે ભાગે કોઈ પણ માં બાપ બાળકોને અનીતિના રસ્તે ઘકેલાતા નથી ,પરતું બાળકો તેમની જરૂરીયાત પૂરી કરવા કેવા માર્ગે ઘકેલાઈ જતા હોય છે .   વિચારીને પણ દુઃખ થયા છે.
  અમેરિકામાં અહી લગભગ બધીજ જગ્યાએ સસ્તી મોંઘી બધી વસ્તુઓ બહાર હાથવેગી મુકાએલી હોય છે ,છતાં પણ ચોરી થવાના બનાવો બહુ ઓછા બનતા હોય છે. પણ સાવચેતી દરેક જગ્યાએ જરૂરી હોય છે ,માટે અહી દરેક સ્ટોરની કેમેરા સીસ્ટમ બહુ સારી હોય છે,જ્યાં મોટા ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં  મોટાભાગે એક કર્મચારી બેસાડેલો હોય છે જે સતત આ કેમેરાઓ દ્વારા ત્યાં હાજર રહેલા ગ્રાહકો ઉપર ચાંપતી નજર રાખતો હોય છે .
  હું મારી આંખ સામે બનેલો એક બનાવ આજે તને લખું છું. મારી મિત્ર ના એક દુરના માસી તેના ઘરે થોડા દિવસ રહેવા આવ્યા હતા ,અમે તેમને લઇ મોલમાં એક મોટા ડીપાર્ટમેન્ટલ સ્ટોર “જેસીપેની” માં ગયા હતા. ત્યાં જઈને અમે તો શોપીંગમાં બીઝી થઇ ગયા , પેલા માસી અમારી સાથે ફરતાં બધું જોતા હતા ,પહેલી વખત અહી આવેલા આ માસીને બહુ નવાઈ લાગતી કે બધી કિંમતી વસ્તુઓ બહાર ખુલ્લી લટકતી હતી. તે અમારી અને કાઉન્ટર ઉપર કામ કરતા માણસોની નજર ચુકાવી તેમની સાથે લાવેલા મોટા પર્સમાં લટકાવેલી જ્વેલરી અને ઘડીયાળ ભરવા લાગ્યા , તે આ વાતથી તદ્દન અજાણ હતા કે ઉપર છતમાં સંતાડેલા છુપા કેમેરામાં બધું પકડાઈ રહ્યું હતું ,જે ઉપર ઓફિસમાં બેઠેલા ઘ્યાનથી જોતા હતા .
   અમારું બધું શોપિંગ થઇ જતા અમે સ્ટોરમાંથી બહાર નીકળવા જતા હતા ત્યાજ બરાબર ઉપર અમને બધાને ઉભા રાખ્યા.  અમે તો ગભરાઈ ગયા મારી નાની રીના અમારી સાથે હતી  તો મને લાગ્યું રીનાએ મારા થી છુપાવી કઈક લીધું લાગે છે પણ જ્યારે તેમને પેલા માસીને અલગ બોલાવ્યા અને તેમનું પર્સ માગીને સામે મુકેલા ટેબલ ઉપર ઠાલવ્યું  ત્યારે અમે બધા આશ્ચર્યમાં પડી ગયા।  આ શું ? કેટલી બધી વસ્તુ તેમણે ચોરી હતી ,પોલીસ આવી તેમને લઇ ગયા છેવટે ચાર હજાર ડોલર  બેલના ભરી મારી ફ્રેન્ડના પતિએ તેમને છોડાવ્યા.
  મમ્મી તને યાદ છે તું કહેતી હતી કે “એક વાત સમજવા જેવી છે કે કોઈ જુવે કે ના જુવે પણ ઉપરવાળો ચોરી અને શહુકારી બધુજ જુવે છે , ચાર આંખોથી છુપાવી કોઈની પરવાનગી વિના લીઘેલું બધુજ ચોરીનું ગણાય .  આપણો અંતર આત્મા ડંખે તે કામ કદી ના કરવું જોઈએ” .
  મમ્મી આજે તો તમને મેં અહી થતી ઉઠાંતરી ની વાતો લખી છે ક્યારેક તને અહીની પ્રામાણીકતા ની વાતો પણ કરીશ ,કહેવત છે ને કે ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય બસ તો આવુજ કંઈક દરેક જગ્યાએ મળી આવે છે ,છતાં આપણે આપણી પ્રમાણિકતા ને આગળ રાખી રસ્તો કાપીશું તો મંઝીલ સ્પષ્ટ અને સમયસર મળી આવશે.
  હું હવે રજા લઉં છું .. તારી જ પ્રતિકૃતિ
  રેખા વિનોદ પટેલ (યુએસએ )
 

अब भी मनके कौनसे एक कस्तूरी महेक उभर आती है

अब भी मनके कौनसे एक कस्तूरी महेक उभर आती है
निगाहो मे दिख जाती है जब भी वो जिद पर आती है

ना उससे कोई गिला शिकवा ना गमे रंजिशें पाली हमने
जहा जरा जताया प्यार, बिन सावन वो घिर घिर आती है
-रेखा पटेल ( विनोदिनी )

 

જીવનના કોઈ પણ તબકકે જુઠ્ઠું શું કામ બોલવું પડે છે ?

જીવનના કોઈ પણ તબકકે જુઠ્ઠું શું કામ બોલવું પડે છે ?

મોટે ભાગે આ  પ્રશ્નનો  સાચો જવાબ કોઈની પાસે નથી અને દરેક માણસ પાસે  એક જ જવાબ સાંભળવા મળે છે કે,” કોઇને નુકસાન ન થતું હોય તેવું અસત્ય ઉચ્ચારવામાં કોઈ વાંધો નથી,અથવા કોઇનું હિત જળવાતું હોય તો એક બે વાર અસત્ય બોલવું પડે છે.

હકીકતમાં આ આપણા મનને તથા જે તે વ્યકિત માટે આપણે અસત્યનો આસરો લેવો પડે છે એ વ્યકિતને રાજી રાખવાની વાત છે.બાકી કોઈ પણ પરિસ્થિતમાં ઉરચારાયેલું અસત્ય કદીય સત્યના ત્રાજવે તોલી શકાતું નથી.કારણકે સત્ય એ સૂરજ જેવું છે અને અસત્યનાં  તારા માફક એ ખરી પડવાનો ભય હોતો નથી.

રોજે રોજનાં વ્યવહારમાં આપણે કેટલું સાચું બોલીએ છીએ અને કેટલું ખોટું બોલીએ છીએ એના વિશે ક્યારેક આપણે શાંતિથી  વિચારવું જોઇએ.

આપણને નાનપણથી વડીલો અને શિક્ષકો પાસે સત્ય બોલવાની શીખ આપવામાં આવે છે.નાના બાળકને મા હંમેશા કહેતી આવે છે” બેટા સાચું કહી દે આ કોણે તોડયું ? આ કોણે લીધું ? જુઠું બોલે તેને ભગવાન પાપ કરે છે… વગેરે વગેરે. સ્કુલમાં શિક્ષકો ગાંધીજીના સત્યતાના પ્રયોગો કહી સંભળાવતા. જુઠ નાં બદલામાં તેમની ડાંટ કે માર મળતો હતો. સમજણ આવ્યા પછી વડીલો શાસ્ત્રોની ભાષામાં સત્યના ઉપદેશ આપતા હતા.

વાત સમજવાની અહી આવે છે કે આપણને સત્યતાના પાઠ ભણાવનાર પોતે જીવનમાં કેટલું ઉતારીને આપણી સમક્ષ આવ્યા હોય છે?અને આપણે પણ આમાંના એક જ છીએ.

મા શું દરેક વખતે સાચું કહેતી?  સૂઈજા નહીતર બાવો આવશે ? શું ખરેખર બાવો આવતો હતો ?

શિક્ષક કહેતા સાચું બોલજે તો શું તે ભણાવતી વખતે પોતાનો સમય બચાવવા ગોટાળા કરી બાળકોને ચાલો પતિ ગયું કહી સમજાવી દેતા તો શું એ વધુ સાચું ગણાય?

સૌથી મોટું અસત્ય તો ઘર્મના નામે આડંબર ચાલે છે.અસત્યને તાર્કિક સત્યનું આવરણ ચડાવીને સ્વર્ગમાં જવાના નુસ્ખા બતાવા છે આ બધામાં સત્ય કેટલું?

“જો આપણે કર્મ અને પાપ પુણ્યમાં વિશ્વાસ રાખતા હોઇએ તો સત્ય અસત્યનું ફળ મળ્યા વિના રહેતું નથી !”

એક અસત્યને છુપાવવા અનેક જૂઠનો સહારો લેવો પડે છે,અને આ કંઈ નાનીસુની વાત નથી આની માટે ગજબની હિંમત જોઈએ.મારો આ બાબત માટે એક જ સવાલ એ છે કે જો એક જૂઠને છુપાવવા આપણે આટલી હિંમત દાખવીએ છીએ તો તેને બદલે એક સત્ય માટે આપણે હિંમત એકઠી કેમ નથી કરી શકતા.?

કદાચ આપણા નૈતિક આત્મબળમાં ખામી રહેલી હોય છે અને આજ કારણે આપણે “એક સત્ય સંતાડવા સો જુઠનો સહારો લેવાનું પસંદ કરીએ છીએ” .

આ વાતને અનુસંધાને એક દાખલો આપું છુ.પરિણીત યુવતી સ્મિતાને એક વખત તેના જુના મિત્રને મળવા જવાનું થયું.તેના પતિને આ સામે કોઈ વાંધો આવે તેમ નહોતો.છતા પણ સ્મિતાને એમ લાગ્યું કે આ વાત મારા પતિને નહી ગમે તો?આવુ વિચારીને બજારમાં કામનું બહાનું કાઢી તે મિત્રને મળી આવી.

ત્યાર બાદ સ્મિતાને બજારમાંથી શું ખરીદી લાવી એના બદલામાં સ્મિતાને જુઠું બોલવું પડયું. તેમાય બીજા દિવસે સ્મિતાના પતિને એના જ કોઇ મિત્રએ સ્મિતાને કોઇ પુરુષ મિત્ર સાથે કોફી હાઉસમાં જોઈ હતી એ વાત કહેતા સ્મિતાના પતિએ વધુ પૂછપરછ કરી અને એક વાતને છુપાવવા માટે બીજા પચાસ જુઠ  બોલવાના થયા.હવે જો એ સાચી વાત જણાવે તો તેને પતિની નજર માંથી ઉતરી જવાની બીક હતી..પરિણામે  સ્મિતા તેના પતિની સામે નજર મિલાવવા અસક્ષમ હતી.એક બોલાએલું અસત્યને છુપાવવા અનેક જૂઠના આશરા લેતા લોકોમાં નૈતિક આત્મબળ રહેતું નથી.એમના ચહેરા પર ભોંઠપ તરી આવે છે.હમેશાં એક વાત યાદ રાખવી કોઇ નજીકની વ્યકિત માટે કોઇ પ્રકારની શંકા કે વાત મનમાં ઉઠે તો સામે વાળી વ્યકિતને ચોખ્ખુ પુછી લેવાની હિમંત કેળવવી જોઇએ.કારણકે સત્ય હમેશાં કડવું હોય છે પણ સરવાળે તો લીમડા જેવું ગુણકારી હોય છે.

હાલમાં ફેસબુક અને વોટસએપસ જેવાં માધ્યમોનાં કારણે સ્કુલનાં સમયનાં મિત્રોથી લઇને એક સમયનાં નજીકનાં મિત્રોને દુર વસતાં હોઇએ છતાં પણ રોજ બરોજનું કનેક્ટ રહેવું આસાન બની ગયું છે.પતિ અને પત્ની બંને પાસે આધુનિક મોબાઇલ હોવાથી ફેસબુક અને વોટસએપની સુવિધા ધરાવતાં હોય છે. ઘણી વાર એવું બને કે પતિ અથવાં પત્ની કોઇ એનાં મિત્ર સાથે ફેસબુક કે વોટસએપ પર લાંબો સમય વાતો કરતાં હોય અને કોઇ એકનાં ધ્યાનમાં આવી જતાં પુછે કે આટલી વાર કોનાં સાથે તું બિઝિ હતી કે બિઝિ હતો? આવી પરિસ્થિતિમા ઘણી વાર કોઇ પણ પાત્ર અસંતોષકારક જવાબ આપી શકે છે, અને આમ થતા સામે વાળાના મનમાં જરૂર ક્ષણભર માટે પણ શંકા ઉત્પન્ન થાય છે . પતિ અથવાં પત્નીએ પોતાનાં નજીકનાં મિત્રોની જાણકારી ચોક્કસ એક બીજા સાથે આપલે કરવી જોઇએ જેથી આવી પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા ના રહે અને ક્ષણીક જુઠનો આસરો ના લેવો પડે.

સામાન્ય રીતે દરેકના દાંપત્ય જીવનમાં પણ અનેક તડકી છાંયડી અને ચઢાવ-ઉતાર આવતા રહે છે. ત્યાં રેલ્વેના બે સમાંતરે ચાલતા પાટા ઓની માફક પતિ પત્નીએ એકબીજાને અનુસરીને ચાલવાનું રહેતું હોય છે.સમય અને સંજોગો ક્યારેક તેમને સત્ય અસત્ય વચમાં લાવીને મૂકી દે છે આવા સમયે પોતાના દાંપત્ય જીવનને મઘમઘતું રાખવું હોય તો તેમનું ખોટું બોલવું જરૂરી થઇ પડે છે.એકાદ જુઠ જો જીવનની સડસડાટ દોડતી ગાડીમાં ઈધણનું કામ કરતી હોય તો અહી કશું જ ખોટું નથી..પણ આને આદત બનાવવું હરગીજ જરૂર નથી.અને એક વાર સાથીદાર સામે જુઠ બોલવાની ટેવ પડી જશે ત્યાર બાદ આ હિમ્મત વધતી જશે.પરિસ્થિતિ અને મોકો અને સમયની નજાકત પ્રમાણે એક વાર બોલાયેલું અસત્ય તો છેવટે તો અસત્ય જ રહેવાનું છે.
                                                            
એટલા માટે જ કારણ વિના સત્યને અસત્યનું આવરણ પહેરાવવાની ભૂલ નાં કરાવી જોઇયે. તડકો અને છાંયડો દરેકના જીવનમાં આવે છે આવા સમયે  પોતાના મક્કમ મનોબળથી રોજના વ્યવહારમાં આવતી અડચણો અને અંતરાયોને સહેલાઇથી પાર ઉતારી શકાય છે અને અહી સત્યના હલેસાં બહુ મદદરૂપ બને છે. “આપણા અંતરનું જ્ઞાન આપણી બુદ્ધિ ,સાદગી અને આંડંબર કે દંભ વિનાઓ વ્યવહાર સત્યના માર્ગે ચાલવા ટેકારૂપ બની રહે છે.”

પરંતુ કહેવત છે કે “સતનો મારગ એ શૂરાનો મારગ ”  આ વાત પણ એટલીજ સાચી છે.  વિષમ પરિસ્થિતિમાં સત્યપાલન કરનારને  તેની પરાકાષ્ઠા સમજાય છે.એને પણ લાગે છે કે માર્ગ જેટલો માનીએ એટલો સહેલો નથી. વાંચવામાં અને સાંભળવામાં આ બધું સહેલું લાગે છે પરંતુ આચરણમાં મુકતી વેળાએ સત્ય ખાંડાની ઘાર છે વાત સમજાઈ જાય છે .

ક્યારેક સત્યનું પાલન કરનારને વધારાનું દુઃખ સહન કરવું પડે છે , વ્યવહારિક લાભોથી તેઓ વંચિત રહી જાય છે. ક્યારેક અન્યાય અને એકલતા સહન કરવા પડે છે. આ વાત તદ્દન સાચી છે “સમય વર્તે સાવધાન” બસ સત્યનું પણ આવું જ છે.જ્યાં સત્ય ઉચ્ચારવાથી હોબાળો મચી જતો હોય એવી પરિસ્થિતિમાં અસત્ય કદી ઉચ્ચારવું નહી એના કરતાં બહેતર એ છે કે ચુપ બેસી રહેવાનું ડહાપણ દાખવવું જોઇએ.

નીરજ તેની ઓફિસમાં એકાઉન્ટ ની નોકરીમાં નવો નવો જોડાયો હતો.નાનપણથી સત્યના પાઠ શીખતો નીરજ અહી પણ એ જ પ્રમાણે વર્તતો હતો. શરૂશરૂમાં બીજા કર્મચારીઓ તેની આ ટેવથી અજાણ હતા.આવા સમયે નવરાશમાં તેઓ બોસની ગોસીપ કરી લેતા.એક વખત અચાનક બોસ ત્યાં આવી જતા બધા ચુપ થઈ ગયા.આ જોઈ તેમણે  નીરજ ને તેમની કેબીનમાં બોલાવી પૂછપરછ કરી અને જોબમાં સત્ય બોલવું વિચારી નીરજે સાચી કહીકત જણાવી દીધી . હવે એક સત્યના બદલામાં તે બોસને વ્હાલો થયો પણ ઓફિસમાં એકલો પડી ગયો.

એવામાં એક વખત ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટમાંથી ઓડીટ આવ્યું.આવા સમયે સત્યનું સત પ્રતિસત પાલન કરનારા નીરજને પૂછવામાં આવેલા બધા સવાલોના જવાબો સાચા આપી દીધા.એના બોસે સંતાડી રાખેલી બધી વાતો અને ફાઈલો સામે ચાલી તેમની હાથમાં મૂકી દીધી.બસ હવે વધારે શું જોઇયે એક સમય સત્યનો સાથ આપી બોસનો વ્હાલો બની બેઠેલો નીરવ નોકરીમાંથી પણ હાથ ધોઈ બેઠો “જેમ શબ્દોની ,ખુશીઓની અને દુઃખને વ્યક્ત કરવાનો એક સમય હોય છે તેવુ જ સત્ય માટે પણ છે.”મોકો જોઇને વાર કરવો જોઇએ એ જ રીતે મોકો જોઇને સત્ય ઉચ્ચારવું હિતાવહ છે.

એક મોટો એવો વર્ગ પણ રહેલો છે જે સત્યને કાયમ અવગણે છે.પ્રામાણિકતાને નેવે મુકીને મૌજ અને મસ્તીમાં જીવે છે,અને આમ કરવા છતાં તેઓ જલસા કરે છે.ત્યારે આપણું  અંતરમન આપણને સવાલ કરે છે કે આમ કેમ?

ત્યારે ચોકકસ સવાલ મનમાં થાય કે”સત્ય કી બોલ બાલા ,અસત્ય કા મુંહ કાલા”શું આ વાત પોકળ છે?એમને ધેર તો લીલા લહેર છે “..અહી આપણે સમજશક્તિ ને આગળ લાવવી પડે છે.ચમકતું હોય એ બધું સોનું નથી હોતું.કારણકે ઉપરછલ્લુ આ દેખાતું તેમનું સુખ હકીકતમાં તેમને અંદરથી એટલું સુખી નહિ રાખતું હોય જે આપણને બહારથી દેખાય છે।  કારણ અસત્ય અને અવિચારી માર્ગથી મળતું સુખ હંમેશા જલ્દી છીનવાઈ જવાની ભીતિ આપતું હોય છે.માટે જેવા છે તેવા જ દેખાવાની ટેવ રાખનારને અસત્યનો આશરો લેવાની જરૂર રહેતી નથી.ખોટા આડંબર,દંભ અને મોટાઈના દેખાડા અસત્ય તરફ ધકેલે છે”.

“આપણી સાચી સફળતાનો આંક માત્ર બાહ્ય સમૃદ્ધિ ઉપરથી નક્કી કરી શકાતો નથી તેની માટે મનની આંતરિક શાંતિ પણ એટલી જ મહત્વની છે. અને આ તોજ મળે છે જો આપણું જીવન કોઈ પણ પ્રકારની ભીતિ થી પરે હોય.

સત્ય એ સુર્ય જેવું છે.તમે એને અસત્યનાં કાળા વાદળો પાછળ ગમે તેટલું છુપાવવાની કોશિશ કરશો એક દિવસ તો આ અસત્યનાં કાળાવાદળો હટી જશે ત્યારે સત્ય સૂર્યની જેમ ઝળહળ થઇને સામે આવશે..                        

-રેખા વિનોદ પટેલ
ડેલાવર (યુએસએ )

 

એક માથાભારે સામાજિક દૂષણ

mail.google.com

પ્રિય નીતા , કેમ છે સખી ?
આજે તને ભારે મનથી પત્ર લખી રહી છું ,હું જાણું છું આ વાત જણાવી તારું મન પણ જરૂર દુઃખી કરીશ પણ શું કરું મારૂ મન હળવું કરવા એક તુજ તો દુર રહીને પણ મારી પાસે રહી છે .
આજે અમેરિકાના સીએનએન ટીવી ચેનલ ઉપર એક ન્યુઝ સાંભળ્યા અને મારા વિચારોમાં એક હલચલ થઇ આવી અને મને તું યાદ આવી ગઈ.  આજે આખી દુનિયા ભરનું એક માથાભારે સામાજિક દૂષણ છે સ્ત્રીઓની થતી છેડતી અને તેમના ઉપર થતા રેપ…
આજના આ ન્યુઝ વાચી મને આ આપણા સમાજના આ દૂષણ પર મારા વિચારો વ્યક્ત કરવાનો મોકો મળ્યો છે.

ન્યુઝમાં આવતી વાત તું જાણીશ તો તને પણ લાગશે કે પાપ ક્યારેક તો છાપરે ચડીને પોકારે છે. મેરીલેન્ડ સ્ટેટમાં આજથી ચાલીશ વર્ષ પહેલા એક અઢાર વર્ષની ઉંમરનો લોઈડ માઈકલ નામના સેક્સ મેનીયાક યુવકે બે સગીર બાળા જે 10 અને 12 વર્ષની ઉમરની હતી તેમની ઉપર બળાત્કાર કરી તેમને મોતના ઘાટ ઉતારી દીધી  હતી। 1975 માં આ બંને બાળકીઓ ઈસ્ટર ના ફેસ્ટીવલ માટે ડેકોરેશન ની વસ્તુઓ ખરીદવા માટે ઘરની નજીક આવેલા મોલમાં ગઈ સવાર નો સમાય હતો. સાંજ સુધીમાં આ બહેનો ઘરે નાં આવી તો માતા પિતાને ચિંતા વધવા લાગી અને તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ યુવક બંનેને પરાણે કારમાં બેસાડી નીકળી ગયો હતો .

 આ બંને બાળાઓને ફોસલાવી લોઈડ તેની કારમાં બેસાડીને લઇ ગયો હતો,  ત્યાર બાદ તેમની સાથે શું થયું તેની કોઈને પણ આજ સુધી ખબર પડી નથી .  અમેરિકા બહુ વિશાળ દેશ છે અહી ઠેર ઠેર જંગલ ઝાડીઓ પથારાએલા છે કોઈને મારીને નાખી દેવાય તો તેની ભાળ સુધ્ધા મળતી નથી.  બસ આ કેસમાં પણ આમજ બન્યું હશે.
એક વીટનેસ  બનેલા માણસે તેનો આછો પાતળો સ્કેચ બનાવ્યો હતો. આ મળેલી બાતમીના આધારે લોઈડ માઈકલની પૂછપરછ પણ થઇ હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે આ સમયે તે અહી હતો જ નહિ અને અપૂરતી બાતમી અને બંને બાળાઓના કોઈ જીવિત કે મૃત પુરાવા નાં મળતા તેને છોડી દેવાયો હતો. બંને નાજુક કુમળી કળી જેવી દીકરીઓ સમય પહેલા મુરઝાઈ ગઈ.
ફરી 2013 માં આજ કેસ કોઈ કારણોસર રી ઓપન થયો અને અત્યારની નવીન ટેકનોલોજી ના કારણે જુના મળેલા સ્કેચ ને લોઈડના ચહેરા સાથે સરખાવી જોયો અને તે મળતો આવતા હવે એફ્બીઆઈ ના ઓફિસર ફરી એક્ટીવ થયા અને છેલ્લા અઢાર મહિનાની ભારે મહેનત પછી આજે લોઈડને ફરી એરેસ્ટ કરાયો અને તેની ઉલટ તપાસમાં જાણવા મળ્યું કે તે બંને છોકરીઓને સાથે લઇ ગયો હતો , વધુમાં જાણમાં આવ્યું કે 1994માં વર્જીનીયામાં તેણે 10 વર્ષની બાળકીને સેકસ્યુઅલી મોલેસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેને 18 મહિનાની સજા પણ થઇ હતી .
અમેરિકાના ન્યાયતંત્ર ને કારણે આટલા વર્ષે કેસ  ફરી રીઓપન થયો છે હવે જો  ગુનો પુરવાર થશે તો તેને ઓછામાં ઓછી 20 વર્ષની સજા થવાના ચાન્સીસ છે .
આપણા દેશમાં અલગ-અલગ શહેરોમાં ગામડાઓમાં થતી બળાત્કારની આવી ઘટના સામે હવે લોકો વિરોધ કરતા થયા છે અને લોકો એકત્રીત થઈને રોષ વ્યક્ત કરવા લાગ્યા છે આ એક નોધપાત્ર ફેરફાર કહી શકાય . હવે કોઈ આવી ઘટના બહાર અવે છે ત્યારે સમગ્ર દેશમાં  ખળભળાટ મચી જાય છે , લોકો જાહેર સ્થાનો ઉપર ખુબજ મોટી સંખ્યામાં એકત્રીત થઇ ન્યાય માટે સુત્રોચ્ચાર કરે છે.  પરિણામે અત્યારનું નિષ્પક્ષ  પ્રમાણિક બની કામ કરી રહેલ મીડિયા ને અંગત સપોર્ટ મળે છે , આથી કરીને પોલીસ તંત્ર સાથે ન્યાય તંત્ર ની આંખો ઝડપથી ખુલી જાય  છે, અને મોટાભાગે ગુનેગારોને સજા મળવાની શક્યતાઓ વધી જાય છે.
સૈકાઓ પુરાણું આ સર્વસામાન્ય સામાજિક દુષણ ગરીબ અને અમીર કોઈને છોડતું નથી . અભણ થી લઇ શિક્ષિત અને સુખી લોકો વચ્ચે વિકરાળ રાક્ષસ બની પ્રસરી રહ્યું છે અને સમાજમાં ફેલાતી આ ગંદકીને કારણે લોકો દીકરીઓને જન્મ આપતા ડરે છે .
“જ્યાં સેક્સનાં જ્ઞાન પ્રત્યે આડી આંખ કરાય છે અથવા તો અધકચરું ઠલવાય છે ત્યાં રેપ જેવા બનાવો બનવાની શક્યતા ઓ વધી જાય છે ”

આજે અમેરિકામાં સ્માર્ટ ફોનમાં એમ્બર એલર્ટ નામની એક એપ શરુ થઇ છે,  જે ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ તરફ થી શરુ કરાઈ છે.   જેમાં આજુબાજુના એરિયામાં કઈ  અજુગતા બનાવો બન્યા હોય તો આ એપ દ્વારા દરેકના ફોનમાં એક એલાર્મ વાગે છે સાથે સાથે જેતે બનાવ વિષે ટેક્સ્ટ આવે છે અને દરેક ને આ રીતે તે બનાવ માટે સૂચિત કરી દેવાય છે. જે તે  એરિયામાં થતા રેપ ,એક્સીડેન્ટ ,ગન સોર્ટ ,ચોરી લુંટફાટ કે પછી “મધર નેચર ઈમરજન્સી “એટલેકે વાવાઝોડા વંટોળિયા કે ભારે વરસાદના કારણે પુર જેવી શક્યતાઓ વગેરે માટે આ એપ કામ કરતી હોય છે.

  આજથી નવ વર્ષ પહેલા ટેક્ષાસમાં એક 9 વર્ષની બાળા સાથે ઘટેલ કિડનેપ અને રેપની આવી ઘટના ને કારણે ત્યાંના જસ્ટીસ ડીપાર્ટમેન્ટ દ્વારા આવી માહિતી માટે ફોનનો ઉપયોગ શરુ કરાયો હતો અને  એમ્બર એલર્ટની શરૂવાત થઈ હતી . હમણાં લોસ એન્જેલસમાં એક 13 મહિનાની બાળકી આજ એમ્બર એલર્ટના કારણે તેમની માતાને પાછી મળી હતી , બાળકી ખોવાઈ જતા માતાએ આ ખાસ ડીપાર્ટમેન્ટમાં ફોન કરી જણાવ્યું અને તરત બધાના ફોનમાં આ મેસેજ પહોચી ગયો , પરિણામે ગભરાઈને અપહરણકર્તા બાળકીને નજીકની ઝાડીઓમાં મૂકીને ભાગી ગયો. આ રીતે એક માસુમ બાળકી તેની માતાને પાછી મળી .
અહી અમેરિકામાં રેપ અને મોલેસ્ટ ના બનાવો બીજા દેશો કરતા પ્રમાણમાં ઓછા જોવા મળે છે. જ્યાંરે દેશમાં આજે ચારેબાજુ આવા બનાવો જોવા સાંભળવામાં આવે છે . જેમ સારા લોકો આપણી આસપાસ રહે છે તેમ વિકૃતિઓ ઘરાવતા માણસો પણ ક્યાંકને ક્યાંક જડી આવે છે , ભારત સરકાર દ્વારા આપણા દેશમાં પણ આવી સુવિધાઓ શરુ થવી જોઈએ કારણ આપણાં દેશમાં પણ ફોનનો વપરાશ બહુ વધી ગયો છે અને હવે સામાન્ય લોકો આવી હાથવેત મળતી સેવાનો લાભ ઉઠાવી શકે તેમ છે ત્યારે ત્યાં આવા બધા એલર્ટ કરતા સાધનોની પણ બહુ જરૂર છે.
નીતા બહેન આજે મન બહુ ભારે થઇ ગયું છે આખરે હું પણ દીકરીની માતા છું ,વિચાર કરતાજ કંપી જવાય છે કે આવા સમયમાં એ માં બાપ ઉપર શું વીતતું હશે ? …. આજે તને નેહાની ભારે મનની યાદ
રેખા વિનોદ પટેલ
 

બધું એમ જ હતું જેવું વર્ષો પહેલા હતું

તૂટેલી ઝાંખી પડી ગયેલી ઇંટોની પાસે જતા
એક અજીબ મહેકથી નાક ભરાઈ ગયું
એક ચુંબક જેમ લોખંડને ખેંચે એ રીતે
હું ઘણી ના ના કરતા ખેચાતી ચાલી

આટલી પાસે આવીજ ગઈ છું તો થયું
એક વાર અંદર ઝાકી લેવાથી શું બગડી જશે?
નાની બખોલમાં ચહેરો અંદર ખોસી
ચોતરફ નજર ફેરવતા આશ્ચર્ય થયું

બધું એમ જ હતું જેવું વર્ષો પહેલા હતું,
તાજગી ભર્યું જીવંતતાથી થનગનતું.
શું કારણ હશે? અહી કોઈ આસપાસ દેખાતું નથી,?
બહાર કરોળિયાના જાળા છે.

ત્યાં તો એક અવાજ ગુંજ્યો,
આવ આ તો તારા આગમન ના એઘાણા થયા છે.
તારા પગલા પડયાને પતઝડ વીતી ગઈ
અને વસંતે ફૂલો વેરી ઓવારણા ભર્યા છે.

આ મારા પડેલા પગલાનું કારણ હશે કે
આ જગ્યા સાથે મારી યાદોનું ભારણ હશે?
નજરોમાં સચવાએલી લીલાશનું કારણે હશે કે
બધું સુંદર અને મહેકતું લાગ્યું હશે.
રેખા પટેલ (વિનોદિની )

 
 

“જેકોબનું એ પોઝિટિવ સપનું”

25 july

વ્હાલા પપ્પા ,
કેમ છો?આજે ખાસ તમારી તબિયત વિશે પૂછવાનું મન થઈ આવ્યું.મારું મન તો હંમેશા એમ જ માનતું હોય છે કે તમે મજામાં હશો.છતાં આજે તમારી યાદ બહુ આવી ગઈ માટે પત્ર લખવા બેસી ગઈ.

આજે આપણી રીનાની સ્કુલમાં એસેમ્બલી હતી.અહીની અમેરિકન સ્કુલમાં મહિનામાં બે વખત એસેમ્બલી ભરાય છે.અહી સ્કુલના તમામ બાળકો એક મોટા હોલમાં એકઠા થાય છે અને દરેક વખતે કઈક અલગ વિષય ઉપર ચર્ચા થાય છે,અને આવા વખતે કોઈને કોઈ બહારથી આવેલી વિશેજ્ઞન વ્યકિત આવે છે જે અહી સ્કુલનાં બાળકોને વિશેષ જ્ઞાન આપે છે.તેથી સ્કુલનાં બાળકો જુદાજુદા વિષયોથી માહિતગાર થાય છે. આજની એસેમ્બલીમાં ઇનામ વિતરણ કરવાનું હતું તેથી બાળકોનાં માતા પિતાને આમત્રિત કર્યાં હતા.પપ્પા….,સાચું કહુ તો   આજનો આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેલા સહુ નાના મોટાની આંખ ભીજવી ગયો હતો.

આજે ગેસ્ટ તરીકે જહોન કોકસ નામનાં એક અમેરિકન ભાઇ આવ્યા હતા. એમની ઉમર પચાસની આસપાસની હતી , એના ચહેરે ટપકતી દયા કારુણા સાથે એમની ભાવવાહી   આંખોમાં ઊંડું દુઃખ સાફ ઝલકતું હતું.

સહુ પ્રથમ બાળકોના સર્ટીફીકેટનું વિતરણ થયું ત્યાર બાદ જહોન કોક્સ ઉભા થયા અને તેમણે સહુ સમક્ષ પોતાની આપવીતી કહી. જેમાં એવી વાત હતી કે તેમના ચૌદ વર્ષના દીકરા જેકોબ કોક્સની જે તેની સ્કૂલનો એક બેસ્ટ એથલીટ  બોય હતો.એ દરેક ખેલમાં સ્કુલમાં આગળ પડતો ખેલાડી હતો.એક દિવસ અચાનક ખબર પડી કે તેને લ્યુકેમિયાનો ભયંકર રોગ લાગુ પડ્યો હતો.તેના આ ખર્ચાળ ઇલાજમાં ઘણા ડોલર વપરાઈ જવાના હતા.

પપ્પા….,અહી એક વાતની બહુ રાહત હોય છે કે આવા કોઈ કેસમાં દરેક પોતાનાથી બનતી મદદ કરે છે.અમારા સ્ટેટ્સમાં આજુબાજુની ત્રીસ સ્કુલના દરેક બાળકો અને શિક્ષકોએ ભેગા મળી તેની માટે ખાસ્સી એવી મોટી રકમ એકઠી કરી હતી.છતાં આ રોગ માંથી જેકોબ બચી ના શક્યો.

હા પાપા,તમને જાણીને નવાઈ લાગશે કે જેકોબનું બ્લડ ગ્રુપ એ પોઝેટીવ હતું અને મરતા પહેલા એને તેને મળેલા ડોલર્સમાંથી એક ઓરગેનાઈઝેશન શરુ કર્યું તેનું નામ આપ્યું “એ પોઝેટીવ”.
મોતને સાવ નજીકથી ઓળખી ગયેલો જેકોબ તેના જેવા બીજા બાળકો માટે એક સોનેરી કિરણ મૂકી જવા માગતો હતો. કારણ તેનો આ રોગ તેને નાનપણ થી ડોલરની મહત્તા સમજાવી ગયો હતો , તેને મળેલી રકમ હવે તેની માટે નકામી છે,તેના દિવસો હવે પુરા થયા હતા એ સચ્ચાઇને આ નાનકડો કિશોર સમજી ગયો હતો . છેવટે તેણે શરુ કરેલા ઓરગેનાઈઝેશન  “એ પોઝેટીવ” ને તેના ડેડીના હાથમાં સોંપી તેને સદાને માટે આંખો મીચી દીધી.

પપ્પા હવે જહોન કોક્સનું એક જ  જીવંત સ્વપ્ન હતું “એ પોઝેટીવ ” બસ દરેક જાહેર સ્થાનો ઉપર પ્રોગ્રામ કરી,અને જે અલગ અલગ સ્કુલમાં રમતો રમાતી હોય ત્યાં બેક કેક ,બિસ્કીટ બનાવી તેને વેચીને કે અલગ અલગ રમતોનું આયોજન કરીને ફંડ રેઇઝ કરતા એટલે કે ફંડ એકત્રિત કરતા. એક વખત તો ત્રણ દિવસ અને રાત સાયકલ ચલાવી તેમને  બે લાખ ડોલર એકત્રિત કર્યા હતા જે તેમણે એક આઠ વર્ષની બાળકી માટે  વાપર્યા હતા. કોલેજમાં ડાન્સ ચેરીટી પ્રોગ્રામ કે મેરેથોન દોડ કરીને તેમેણે પચીસ લાખ ડોલર ભેગા કરી લીધા હતા તેને તેઓ બાળકોને થતા કેન્સર પાછળ વાપરતા હતા.જે બાળકોનાં માતા પિતા આ ખર્ચાળ રોગને પહોચી વળે તેમ નાં હોય તેમને આર્થિક મદદ કરતા હતા.

વ્હાલા પપ્પા આ વાત મારી આંખો સાથે મનને પણ ભીજવી ગઈ.જે પિતાને પોતાનું બાળકને ખોયાનું દુઃખ સહુથી મોટું હોય છે. તે વાત સાચી પણ તેને ગળે લગાવી ફરવા કરતા તે દુઃખ ને હલકું કરવાનો,આ નવતર રસ્તો બીજા કેટલાય બાળકો માટે જીવતદાન બની ગયો હતો.કંઈક સારું કર્યાનો અહેસાસ દુઃખને અવશ્ય ઓછું કરી દેશે , પપ્પા તમે અમને સમજાવતા હતા કે “દુઃખમાં રડવા કરતા તેના અન્ય દુઃખી જીવોનું દૂખ દૂર કરી સાંત્વન આપો”અને આ કાર્યમાં સમય ફાળવી અને આમ કરવામાં તમે તમારા દુઃખને જલ્દી ભૂલી શકો છો.”આ બધી ઘટનાઓને જોઇને મને લાગ્યુ કે તમારી સાવ સાચી વાત છે.

આજે એક નવીન વાત મારા જાણમાં આવી છે કે અહી સરકારને ભરાતા મોટાભાગ ઘંઘાના ટેક્સમાંથી અમુક રકમ કેન્સર પીડિતો માટે વપરાય છે પણ પપ્પા તમને જાણીને નવાઈ લાગશે કે આમાં મળતી રકમનો ઘણો મોટો ભાગ એડલ્ટ એટલેકે વયસ્કો માટે વપરાય છે અને બહુ ઓછો ભાગ બાળકો માટે અલગ રખાય છે.જેથી બાળકોને આ સવલતનો લાભ બહુ મળતો નથી.આથી હું પણ ઈચ્છું છું કે આવા ઓરગેનાઈઝેશન બાળકો માટે વધુ અને વધુ કાર્યરત થતા રહે.

આજકાલ આ રોગ ઘણો મોટા પ્રમાણમાં વકરી રહ્યો છે ,આ રોગ બહુ દર્દનાક સાથે ખર્ચાળ છે જેમાં દર્દી સાથે દર્દીના સગાઓ પણ હોમાઈ જાય છે.આમાં શરૂવાતમાં થતી બાયોપ્સીથી શરુ કરી ઓપરેશન,કીમો થેરાપી ,રેડીએશન અને ત્યારબાદ લેવાતી દવાઓ સુધીની તમામ પ્રક્રિયા ઓ ખર્ચાળ હોય છે.પપ્પા…,આપણા દેશ કરતા અમેરિકામાં દવાઓ પણ ખૂબ મોંધી હોય છે.
અહી પણ પહેલા અને  બીજા  સ્ટેજમાં  નિદાન થયેલું   કેન્સર મટી શકે છે પરંતુ ત્રીજા સ્ટેજે પહોચેલો રોગ તબક્કા અનુશાર મોતના ઘાટે ઉતારી ઝંપ લેતો હોય છે.

પપ્પા…..,હું તો માનું છું મોટા ભાગે આપણી રોજની ટેવો આ રોગને અપનાવવામાં કારણ ભૂત બનતી હોય છે.આજે વિશ્વમાં પાચ લાખ થી વધુ લોકો મ્હોના કેન્સરનો ભોગ બને છે.જેનું મુખ્ય કારણ છે આડેધડ ચવાતી તમાકુ વાળી પડીકીઓ અને ધૂમ્રપાન.આ ઓરલ  કેન્સર મોટેભાગે પુરુષોને થતું હોય છે. આવી જ રીતે વધારે કરીને  ફેફસાનું  કેન્સર વધુ પડતા ધૂમ્રપાન અને કેફીનાના સેવનને કારણે થાય છે,અને જઠરનું આપણા ખોરાકના કારણે થતું હોય છે.

આ શરીરના એક નાના કોષથી કે એક નાની ગાંઠથી શરુ થએલો રોગ જો પ્રસરીને ફેલાતી જાય તો તે હાડકાના પોલાણ અને લોહીના કણ સુધી પહોચી જાય છે અને બ્લડ કે હાડકાનું  કેન્સર કહેવાય છે.આમ કેટલા બધા અલગઅલગ નામ ઘરાવતો આ રોગ હવે ઠેરઠેર જોવા સાંભળવામાં આવે છે.જે અમે યુવાનીમાં ભણતાં ત્યારે નામ પણ સાંંભળ્યાં નહોતાં.

આપણે બધા જાણતા હોઈએ છીએ કે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ કે ખોરાક યોગ્ય નથી છતાં પણ આપણે કુટેવોથી દુર રહી શકતા નથી આજ આપણી લાચારી છે.

-રેખા વિનોદ પટેલ
(યુએસએ)

 

રાજ રચના (પતિ-પત્ની )

રાજ રચના (પતિ-પત્ની )

આજે તો ઘરે જઈ રચનાને કહું કંઈક મઝાનું જમવાનું બનાવ ,કેટલા દિવસ થઇ ગયા કશું ટેસ્ટી નથી ખાઘુ.

“ઓહ આવી ગયા તમે, હું તમારીજ રાહ જોતી હતી ” રચના મીઠાશ છલકાવતી બોલી.

“હા આવી ગયો જાન ! હું પણ આજે સાંજ થવાની રાહ જોતો સમય પસાર કરતો હતો ” રાજ હસીને રચનાને કમર માંથી પકડતાં બોલ્યો .

“છોડો હવે તમને તો આવીને તરત આવા જ બધા કામ સુઝે છે ” રચના છણકો કરતા બોલી.

“તો સુઝેજ ને ,અને સારું છે કે તારો વર તનેજ પ્રેમ કરે છે, બાકી બહાર કેટલાય મારી રાહ જોતી બેઠી છે “.

” બસ હવે રહેવા દો બણગાં ફૂક્યા વિના, કોઈ નવરી નથી બેઠી તમારી માટે ” હવે રચનાના અવાજની મીઠાશ ઓગળી ગઈ હતી.

“અરે બાબા તું નાહક નારાજ થાય છે ,હું તો મજાક કરું છું. મારે તો તુજ મારી પ્રેમિકા તુજ મારી પત્ની “.

” કહેવાથી કઈ પ્રેમ ના થાય! એ સાબિત પણ કરવું પડે ” હવે રચનાનો મુડ બદલાયો તે મીઠું હસી .

“બોલ ડાર્લિંગ હું તારી માટે શું કરું ?” રાજ લાડ લડાવતા બોલ્યો.

“આજે ખાવા બનાવવાનો કોઈ મુડ નથી ,ચાલો કોઈ સારી રેસ્ટોરાં માં ડીનર માટે જઇયે “.

“પણ રચના આજે મારી ઈચ્છા ઘરે જમવાની હતી ” રાજ ડરતા ડરતા બોલ્યો.

“બસ બતાવી દીધોને તમારો પ્રેમ ” છણકો કરતા તે અંદર ચાલી……………

“અરે અરે ડીયર મજાક કરું છું ચાલ ચાય તો બનાવી લાવ હજુ બહાર જવાને તો વાર છે “.

માથું પકડી રાજ બેસી ગયો ” ક્યા આવીને તરત આ પ્રેમના ચેન ચાળા સુઝ્યા મને ” smile emoticon

રેખા પટેલ (વિનોદિની)

 

રબરબેન્ડ

રમતા રમતા એક બાળકના હાથમાં ક્યાક થી સુંદર મજાનું ગુલાબી ફર વાળું એક રબરબેન્ડ હાથમાં આવી ગયું.
બાળકનો ચહેરો તો જાણે કોઈ ખજાનો હાથ લાગ્યો હોય તેમ ખુશખુશાલ થઇ ગયો , બસ હવે તો તે જ્યાં પણ જાય પેલા રબર બેન્ડને હાથની મુઠ્ઠીમાં જકડી રાખે , રખેને કોઈ જોઈ જાય,કોઈ લઇ જાય …….

બાળકની માયા મમતા વધતી ચાલી ,હવે તેને સંતોષ થઈ ગયો કે આ ફક્ત મારુજ છે કોઈ તેને નહિ લઇ જાય, એ તેને હાથનાં કાંડે ભરાવી રાખતો.
નવરાશની પળોમાં તેની સાથે રમવા લાગતો આમ થી તેમ ખેંચી મનફાવે તેવા નવાનવા આકાર બનાવી ખુશ થતો.
બધાએ તેના રબરબેન્ડ ના બહુ વખાણ કર્યા આથી તે ગેલમાં અવી ગયો અને તેને માથે ભરાવી ફરવા લાગ્યો.
આ રમતમાં તે ભૂલી ગયો કે આ એક રબરબેન્ડ છે , રોજની ખેચાતાણ માં એ પોતાનો મૂળભૂત આકાર ગુમાવતું ગયું.
બસ હવે તે તેની લંબાઈ કરતા ઘણું મોટું અને આકાર વિનાનું થઈ ગયું , નાં તે કાંડે રહેતું નાં માથે રહેતું.
બાળક પાછું તેને તેની મૂળ સ્થિતિમાં લાવવા બહુ પ્રયત્ન કરતો રહ્યો ,પણ કઈ કરામત કામ નાં લાગી.
છેવટે એણે ભેંકડો તાણ્યો ……

પણ કોણ સમજાવે તેને કે “આતો ગોફણ માંથી નીકળેલું તીર છે ,આ તૂટી ગયેલો સુતરનો તાંતણો છે આને યથાવત પાછું લાવવું શક્ય નથી ”
સબંધોમાં ,હૃદયની લાગણીઓ અને રબરબેન્ડમાં કેટલો ફર્ક ?

રેખા પટેલ (વિનોદિની)

 

એકલતાં અને વિચિત્ર પ્રાણી પ્રેમ

678

પ્રિય સોહન ભાઈ ,
ઘણા વખતે પત્ર લખું છું ,પણ વાત જ એવી છે કે આજે તમને પત્ર લખ્યા વીના રહી શકતી નથી.  કારણ હું તમારો પ્રાણી પ્રેમ જાણું છું માટે આજે એક વિચિત્ર પ્રાણી પ્રેમની વાત સાંભળતાં તમે યાદ આવી ગયા.

ભાઈ, અહી અમારી બાજુના ટાઉનમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડીંગમાં બનેલી એક સત્ય ઘટના હું તમને લખું છું.  આ એપાર્ટમેન્ટ માં ઘણુંકરી મઘ્યમવર્ગના લોકો રહે છે ,જેઓ દરેક પોતપોતાના રોજીંદા કાર્યોમાં વ્યસ્ત રહેતા હોવાથી આજુબાજુ ના નેબર સાથે તેમના માત્ર હાઈ હલ્લોના વહેવાર રહેતા હોય છે.
આજ એપાર્ટમેન્ટ માં ડેનિયલ એલેન નામના એક વૃધ્ધ એકલા રહેતા હતા . આ દેશની એક કરુણતા છે કે “અહી કુટુંબ ભાવના બહુ નબળી છે પરિણામે વૃધ્ધત્વ અને એકલતાને સીધો સબંધ બંધાઈ જાય છે ” . સરકાર તરફથી મળતી સહુલીયત થી તેમનો જીવન નિર્વાહ ચાલતો હતો ,પોતાને ખાવાના માંડ ઠેકાણા હતા ત્યાં તેમનો પ્રાણી પ્રેમ જુવો કે તેમની સાથે એક મોટો એલીગેટર પાલતું પ્રાણી તરીકે રહેતો હતો . આ એલીગેટર એટલેકે આપણે ત્યાં મગર હોય છે ,તેવું સહેજ નાનું  તેજ ફેમિલીનું પ્રાણી.

અહી લોકો જાતજાતના પ્રાણીઓ પાળતા હોય છે ,ક્યારેક તો નામ સાંભળતાં જ નવાઈ લાગી જાય બિલાડી ,કુતરા, પક્ષીઓ તો જાણે ઠીક છે પણ જ્યારે દેડકા કાચબા ,મગર,અજગર, ગિનિ પીગ , આવા નામ સાંભળવા માં આવે ત્યારે નવાઈ લાગી જાય છે.

આ ડેનિયલ ડાયાબેટીક હતો ,સામાન્ય રીતે તે તેના આ એલીગેટર ને સવાર સાંજ માંસ ખવડાવતો અને પેલો પણ આની આજુ બાજુ ઘૂમ્યા કરતો હતો.  આ દિવસોમાં તેની સુગર બહુ વધી ગઈ અને દવાઓ પણ ખલાસ થઇ ગઈ હતી , એકલો રહેતો હોવાથી તેણે વિચાર્યું હશે કે થોડું સારું થતા તે દવાઓ લઇ આવશે ,આ દિવસે બીમારીના કારણે તે તેના પાળેલા પ્રાણીને ખાવા આપવાનું ચુકી ગયો , સાંજ થતા સુધીમાં શરીરમાં સુગરના વધારાને કારણે તેના શરીરનું હલન ચલન બંધ થઇ ગયું અને તે ઉભો થવા અશક્તિમાન બની ગયો . લગભગ બેભાન અવસ્થામાં તેનો આ બીજો દિવસ હતો . આ તરફ પેલો એલીગેટર પણ બે દિવસ થી ભૂખ્યો હતો ,છેવટે ભૂખ્યા આ જંગલી પ્રાણીએ તેના માલિકને ખાવાનું શરુ કર્યું . ભાઈ વિચારતા કમકમા આવી જાય તેવી આ વાત છે, પણ આ સત્યતાને કેમ છુપાવવી….

બે દિવસ પછી આજુબાજુના રહેવાસીઓ ને કંઈક વિચિત્ર વાસ આવવા લાગી,ત્યારે કોઈકે આ બાબતે પોલીસને ફોન કર્યો અને પોલીસે આવીને ઘણી વાર સુધી બારણું ખખડાવ્યું છેવટે કોઈ પ્રત્યુતર ના મળતા તેમણે બારણું તોડી નાખ્યું અને ત્યારે અંદર જોવા મળેલું દ્રશ્ય બધાને કંપાવી ગયું.  આજ સુધી પોતાને મળતી ટુકી રકમમાંથી મોટા ભાગની ટ્રકમ જે એલીગેટરને માંસ ખવડાવવામાં વાપરી હતી તેજ પ્રાણી તેની ભૂખ નાં સંતોષાતા તેના માલિકને ખાઈ ગયું। અને પેલા વૃધ્ધ તેમના બચાવ કરવા અશક્તિમાન હતા.
આ સાંભળી મારું માથું ચકરાઈ ગયું હતું કેવું કરુણ મોત કહેવાય ….

આવો બીજો દાખલો પણ આજ અરસામાં સાંભળવામાં આવ્યો કે જ્યાં જુના એક મોટા ઘરમાં માં અને દીકરો રહેતા હતા ,જે દીકરો મગજથી અસ્થિર હતો ,અને આ જુના ઘરનો મોટા ભાગનો એરિયા બંધ હાલતમાં હતો જ્યાં લગભગ સો બિલાડીઓ રહેતી હતી ,
આસપાસના રહેવાસીઓએ કેટલીયવાર ત્યાંથી બિલાડીઓના કારણે આવતી દુર્ગંધની ફરિયાદ કરી હતી છતાં સરકાર તરફ થી કોઈ ખાસ પગલા ભરાયા નહિ.  એવામાં પેલા અસ્થિર મગજના દીકરાનું અચાનક અવસાન થતા તેનું મેડીકલ ચેકઅપ થયું જેમાં વાત બહાર આવી કે ભેગી રહેતી બિલાડીઓને કોઈ એવો રોગ થયો હતો જેની અસર આ અપંગ બાળકને થઇ ગઈ અને એના કારણે તેનું મોત થયું હતું , ત્યાર બાદ બિલાડીઓ ને ત્યાંથી દુર કરી દેવાઈ અને આખું  મકાન સીલ કરી દેવાયું .
 ભાઈ તમે કહેતા એકલતા બહુ બુરી વસ્તુ છે , એકાંતનો જો યોગ્ય ઉપાય કરવામાં ના આવે તો તે ભલભલાને મનથી તોડી નાખે છે  ” આજના ભારે વ્યસ્તતા ભર્યા જમાનામાં માણસ પોતાની માટે માંડ સમય મેળવે છે ત્યાં બીજા સાથે વાતો કરવા કે સમય પસાર કરવા ક્યાંથી નવરો રહે ,અને ખાસ તો વૃધ્ધો આવા સમયે બહુ એકલતા અનુભવતા હોય છે અને છેવટે તેઓ મૂંગા પ્રાણીઓનો સહારો લેતા હોય છે ,જે તેઓની આસપાસ ફર્યા કરે છે અને તેમને એક અંગતની હુંફનો અનુભવ કરાવતા હોય છે.  પરિણામે આજકાલ પાલતું પ્રાણીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે . તો બસ આજ એકલતા ભાંગવા અહી એકલા રહેતા ઘણા લોકો છે આવા અવનવા પ્રાણીઓને સાથે રાખે છે , જે તેઓ સાથે એક પરિવારની ની ભાવના રાખી રહેતા હોય છે,
હા ! સોહનભાઇ હું એમ નથી કહેતીકે પ્રાણીઓ પ્રત્યે પ્રેમભાવ ના રાખવો।   પંરતુ એ જરૂરી છે કે તેની આજુ બાજુ રહેલા જોખમો વિષેનો વિચાર પણ કરવો જોઈએ , “એવો પ્રેમ કોઈજ લાભનો નથી જે તમારા જીવના જોખમે થતો હોય” , હા કુતરા કે બિલાડી જેવા પાલતું પ્રાણીઓ હશે તો તે તમને એકલતામાં હુંફ, મનોરંજન સાથે સુરક્ષા બક્ષે છે ,પાળેલા પક્ષીઓ પણ તેમના વર્તન થી બોલ્યા વિના માત્ર હાવભાવથી ઘરના સભ્ય જેટલું વહાલ આપે છે.

આપણા દેશમાં આપણે પીગ એટલે ભૂંડને અછૂત પ્રાણી માનીએ છીએ ,પણ દરેક દેશની જેમ સંસ્કૃતિ અલગ તેમ તેમની વિચારસરણી પણ અલગજ હોય છે . આજકાલ અમેરિકા અને યુરોપમાં ઘરના પાળતું પ્રાણી તરીકે ગિનિ પિગે પણ લોકપ્રિયતા હાંસલ કરી છે. આ પ્રાણી સ્વભાવમાં શાંત છે , અને ખોરાક બાબતે પણ તેને પાલવવું સહેલું લાગવાના કારણે, ગિનિ પિગ લોકપ્રિય પાળતુ પ્રાણી બન્યું છે.

“જંગલી પ્રાણીઓનો શોખ આવા કરુણ મોતને પણ આવકારી જાય છે ,કારણ પ્રાણીઓ પણ મનુષ્યોની જેમ તેમના જન્મગત સ્વભાવને છોડતા નથી “

રેખા વિનોદ પટેલ (યુએસએ )
 

પીળું ગુલાબ

કેટલા જતનથી હું બગીચામાં નાના મોટા છોડવાઓ ને સાચવતો હતો,સમયાંતરે પાણી પીવડાવતો, ખાતર આપતો અને એનાથી વધુ હું મારો પ્રેમ પાતો ,પાસે જઈને ગીતો ગાતો …એક માળી ખરોને !
પછી તો તેના ઉપર સુંદર મઝાના ફૂલો લહેરાતા તેમને જોઈ પતંગિયા પણ રંગબિરંગી પાંખો ફરફરાવતા સાદ પુરાવવા આવી પહોચતાં ગીતો ગાતા અને મારા આછી કરચલીભર્યા ચહેરા ઉપર એક ચમક છવાઈ જતી બરાબર એમજ જાણે કે મારી મીરા મારી આસપાસ તેના ખુલ્લા વાળ સાથે તેના પાયલની ઝણકાર સાથે મંડરાતી .

પીળું ગુલાબ મીરાની કમજોરી હતું અને મારી કમજોરી હતી મીરા .
લાગતું હતુ કે ઉપરવાળાને પણ મારી કમજોરી નો ખ્યાલ આવી ગયો હતો. રસ્તોઓળંગવા જતા એક કાર સાથેના થયેલા અકસ્માતમાં મીરાને તેની પાસે તેડાવી લીધી હતી ,મને એકલો કરી એ પોતે તો મંદિરમાં રાધાજીને બાજુમાં બેસાડી ખુશ હતો.

બસ ત્યાર પછી પીળા ગુલાબને હું ક્યારેય તોડતો નહિ તેને જોઇને મનોમન ખુશ થતો , એક સવારે હું જોઉં છું મારા એ છોડ ઉપરથી હમણાં સુધી લહેરાતા પીળા ફૂલ ગાયબ અને સાથે ગાયબ મારું હુંફાળું હાસ્ય ,આંખોમાં લાલાશ તરી આવી .

આજુ બાજુ નજર દોડાવી એક પ્રૌઢ ફૂલોનો ગુચ્છો હાથમાં લઇ દોડતો હતો . એની પાછળ દોડી તેને કોલરેથી પકડી નીચે પાડ્યો , ધૂળથી ખરડાએલો એના ચહેરો આંખોમાં ભીનાશ સાથે મારી સામે યાચકભાવે જોઈ રહ્યો, તેનો એ દેખાવ મને સહેજ પીગળાવી ગયો !

“શરમ નથી આવતી આ ઉંમરે ચોરી કરતા અને તે પણ ફૂલોની??
તે વૃધ્ધ રડમશ અવાજે મારી સામે જોઈને બોલ્યો “માફ કરો ભાઈ આજે મારી પત્નિને ગુજરી ગયે પચાસ વર્ષ પૂરા થયા તેને પીળાં ફૂલ બહુ ગમતા હતા.આજે એટલા પૈસા નથી ખિસ્સામાં કે તેની એક ઈચ્છા પૂરી કરું, આ બગીચાની બાજુના કબ્રસ્તાનમાં તેની કબર છે ત્યાં ઉપર આજે ફૂલો ચડાવવાની લાલચ લાગી ભાઈ માફ કરો ,એની આંખો છલકાઈ પડી.

મેં સહેજ કૂણાં થઈ પૂછ્યું ભાઈ કેટલા વરસોનું લગ્નજીવન હતું કે હજુય આટલું દર્દ ચહેરે ટપકે છે ?
“એક દિવસ નું સમૃદ્ધ લગ્નજીવન “અને બોલતા એક ચમક પથરાઈ ગઈ !!

તેનો આ જવાબ મને રોજ તેને એક પીળું ગુલાબ આપવાનો વાયદો કરાવી ગયો ……rekha patel

રેખા પટેલ (વિનોદિની )IMG_2385

હું રેખા પટેલ પણ કબુલ કરું છું આટલું લખતા મારી આંખો છલકાઈ પડી