એક વરસાદી સાંજ અને પરણેતર નું વહાલ
હું ફરી ફરી મમળાવી લઉં પરણેતર નું વહાલ
બોલાયું મારી પરણેતર નું નામ …
દિન આખો ભાર ચડયો ને ઘેરી થઈ છે સાંજ
લાબા તાણેલ ઘુંઘટમાં જીવતર આખા નું વહાલ
લેવાયું મારી પરણેતર નું નામ ….
એની કોરી કટાક ચુંદડીને ધીમુ ઝરમરતું આભ
પલર્યું જુવાન જોબન પલભર નું એનું વહાલ
ભીજાયું મારી પરણેતર નું નામ …
એની પાયલ નો ખણકાટ જોડે ચુડીનો ચમકાટ
માથે ભરેલુ કંકુ ચપટી ,સાટે જીવતર આખુ વહાલ
ભરાયું પરણેતર નું નામ
રેખા ( સખી )