RSS

Monthly Archives: November 2020

પ્રસન્નતાનો પ્રકાશ

પ્રસન્નતાનો પ્રકાશ” – રેખા પટેલ(વિનોદિનીડેલાવર

લગ્ન પછી સુચિત્રાની જીંદગી સાવ પલટાઈ ગઈ હતીમાતાપિતાના ઘરે હતી ત્યારેએક બાજુ સવારે તેના પપ્પાનોકરી ઉપર જવા નીકળતા અને બીજી બાજુ સુચિત્રા એક કલાક અગાસીમાં આભમાં હળુંહળું ઉગતા સુરજનીસાખેપંખીઓની ચહેકાટ વચ્ચે હાર્મોનિયમ સાથે રાગ આલાપતી રિયાઝ કરતીત્યારે ખુશીથી તેનો ચહેરોચમકતો.

હજુ  વાતને વર્ષ પણ નથી થયું અને આજે તેનાથી તદ્દન વિરુદ્ધઆવી દરેક સવારમાં સુચિત્રા બે હાથ વડે બનેતેટલા કામ ઝડપથી આટોપી લેવાની ગણતરીમાં આમથી તેમ ભાગતી રહેતીકારણ હવે તે પણ આલાપ સાથેખભેખભા મિલાવી કામ કરતી વર્કિંગ વુમન હતીબહુ સમજાવટ પછી સાસરીમાં તેને નોકરી કરવાની રજામંદી મળીહતોનશીબ જોગે તેને એક ગવર્મેન્ટના સંસ્થામાં નોકરી મળી ગઈ હતીપરંતુ લગભગ કાયમ બીમાર રહેતાસસરાની જવાબદારી હોવાથી નોકરી ઉપર જતા પહેલા તેમની માટે બધું તૈયાર રાખીને જવું પડતું બધામાં તેનીસવાર અટવાઈ ગઈ હતી.

આખાય દિવસની  દોડાદોડીમાં સુચીત્રાના રાગ આલાપ ક્યાંય ખોવાઈ ગયા હતા. “કોલેજની દરેક મ્યુઝીકકોમ્પીટીશનમાં  જ્યારે અવ્વલ આવતી ત્યારે મિત્રો સાથે શિક્ષકોના માથાં ગર્વથી ટટ્ટાર થઇ હતાપરંતુ આનાથીવિરુધ્ધ ઘરમાં પપ્પાની એકજ રોકટોક રહેતી,

”  બધામાં ઘ્યાન આપ્યા કરતા ભણવામાં ઘ્યાન આપવાનું રાખપરણીને સાસરે જઈશ ત્યારે  બધુ કામમાંનથી આવવાનું.”

જોકે અંદરથી  પોરસાતા હતા તે વાત ખુબ પાછળથી મમ્મીએ તેને જણાવી હતીએક રીતે પપ્પાની વાત પણ ક્યાંખોટી હતી આજે તેના ઘરસંસારની ગાડીને દોડતી રાખવા માટે તેનું ભણતર કામમાં આવ્યું હતું.”

તે દિવસોમાં મમ્મી બધાથી છુપાવીને તેના શોખમાં સાથ આપતીસ્કુલ પૂરી થયા પછી ત્યાંજ સંગીત શિક્ષક પાસેવધારાનું જ્ઞાન લેવાની મમ્મીએ છૂટ આપી હતી જે પપ્પાની જાણ બહાર હતી.

સુચિત્રા નાનપણનાં  સ્વપ્નાને  દિવસોમાં પોષતીમનને સમજાવતી કે સંગીતનો  અધુરો શોખ પતિનાસાનિધ્યમાંતેના સાથમાં પૂરો કરશેપરંતુ અહીની પરિસ્થિતિ જોતા તેને સમજાઈ ગયું કે તેનું સ્વપ્નુંજવાબદારીઓનાં ભાર નીચે ઢબુરાઈ ગયું છેવધારામાં આલાપનાં નામ પ્રમાણે ગુણ જરાય નહોતાતેને સંગીતમાંકોઈજ રસ નહોતો. “કોણ જાણે તેની ફોઈએ તેનું નામ આલાપ ક્યા કારણોસર રાખ્યું હશે!” આમ વિચારતીસુચિત્રા એકલતામાં ગીત ગુનગુનાવી સંતોષ માની લેતી.

આવાજ  દિવસોમાં અચાનક એવું કંઇક બની ગયું કે સુચિત્રાની જીંદગી બદલાઈ ગઈસુચિત્રા જે ગવર્મેન્ટ સંસ્થામાંકામ કરતી હતી ત્યાંની ઓફિસમાં કોઈ નેતાના સન્માનમાં નાનકડી પાર્ટી આયોજિત કરવાની યોજના નક્કી થતીહતીઅહી સુચિત્રાને સ્વાગત ગીત ગાવાનો અવસર સાંપડયોતેના અવાજની મીઠાશ અને સ્વરના આરોહઅવરોહથી ગવાએલા  ગીતે ઓફીસના સ્ટાફ સાથ નેતાજીને સંમોહિત કરી દીઘા.

” સુચીત્રાજી શહેરમાં આવનાર ગીતમાલા કોમ્પીટીશનમાં તમે ભાગ લો તો કેમઆના કારણે આપણી સંસ્થાનુંપણ નામ આગળ આવશે” પ્રમુખશ્રી  નિવેદન કર્યું.

” જરૂર પરંતુ મારે  બાબતે મારા પતિની મંજૂરી લેવી જરૂરી છે.” કહી સુચિત્રાએ વાતને ત્યાં અધુરી છોડીછતાંતેના સ્વપ્નાઓ ઉપર જાણે શીતલ જળનો છંટકાવ થયો હોય તેવું લાગ્યું.

ઘરે આવી સુચિત્રાએ આલાપને  વાત કરીતેની વાતમાં સમર્થન આપવાને બદલે આલાપે શરુઆતથી  માટેસાવ ઘસીને ના પાડી દીધી.

” સૂચી જો  બધું આપણને પોસાય નહિ માટે સમય જોઈએ અને જે તારી કે મારી પાસે નથીપપ્પાનીજવાબદારી તારું પહેલું કર્તવ્ય છે.”

સુચીત્રાને લાગ્યું  એક સોનેરી અવસર છે પોતાના શોખને આગળ વધારવાનોતેણે આલાપને સમજાવવાનો બહુપ્રયત્ન કર્યો.

” આલાપ બસ તને હા કહોબધુજ હું મારી રીતે સમયસર ગોઠવી દઈશતમને કે પપ્પાને કોઈ તકલીફ નહિ પડે

” જો સૂચી હું જરૂર કરતા વધુ કમાઉ છુંએક તો તારે નોકરી કરવાની પણ કોઈ જરૂર નહોતીછતાં તારી ઇચ્છાનેમાન આપી મેં મંજુરી આપી છે હવે પ્લીઝ વધારે કઈ નાં માંગતી.” આમ આલાપ છેલ્લા પાટલે બેસી ગયો.

સમજાવટનું પરિણામ શૂન્ય આવ્યુંસુચિત્રાને લાગ્યું કે તેના સ્વપ્નાઓનો દીપક સદાયને માટે ઓઝપાઈ રહ્યો છેસુચિત્રા આંસુ સારીને ચુપ રહીનાનકડાં ઘરમાં એક વાત બહુ સારી બનતી હોય છે કે ખાસ કશું એકબીજાથીછુપાવી શકાતું નથીતેના સસરા પથારીમાં પડ્યા રહી આખી વાત સાંભળતાં સમજતા હતાતેઓ જાણતા હતા કેસુચિત્રાના અવાજમાં મીઠાશ છે તેનો સ્વર પણ કેળવાએલો છેકારણ તેમણે કામ કરતા સુચીત્રાને કેટલીયે વારગીતો ગણગણતા સાંભળી હતી.

” આલાપ દીકરા સુચિત્રા આપણા ઘરની જ્યોતિ છેતેમાં જો ખુશીનું તેલ ભરવામાં નહિ આવે તો તે ઝંખવાઈ જશેદીકરા તેનું સંગીત મેં સાભળ્યું છે તું તેને મરજી પ્રમાણે જીવાવવાની થોડીક છૂટ આપઅને આપણા ઘરના ઉજાસનેકાયમી જીવંત રાખતેની જીત  આપણી પણ જીત હશેઅને જો હાર થશે તો તેને ભાગ ના લઇ શક્યાનોઅફસોસ જીવનભર નહિ સતાવે.”

પિતાની સમજાવટને કારણે આલાપે સુચીત્રાને ગીતમાલામાં જવાની છૂટ આપીવધારામાં સંગીતના ક્લાસ પણજોઈન્ટ કરાવી આપ્યાકારણ  પણ નહોતો ઈચ્છતો કે તેની હાર થાય.

આખો દિવસની નોકરી સાથે સંગીત ક્લાસનો સમય ગોઠવાતો નહોતો માટે તેની સંસ્થાએ તેને કામમાં થોડીછૂટ કરી આપી બધામાં આલાપે પણ તેને ઘરકામમાં મદદ કરવાની ઉદારતા બક્ષી જેના પરિણામે સુચીત્રાને નવુંજોમ મળ્યુંરાત દિવસ સમય મળતા રીયાઝ કરતીઓફીસના સ્ટાફ તરફથી મળેલા સહકાર અને પતિના સાથનેલઈને સુચિત્રા ખુબ લગનથી તૈયારીઓમાં લાગી ગઈ.

ઘણું નવું શીખવા મળ્યુંપોતાનાજ શહેરમાં યોજાઈ રહેલા  કોમ્પીટીશન માટે તે બરાબર તૈયાર હતીગીતમાલાનાં પાંચ રાઉન્ડ હતા જેમાં એક પછી એક બધા સફળતાથી પાર કરવા લાગીછેલ્લો રાઉન્ડ બાકી હતોતેરાત્રે અચાનક તેને લાગ્યું તેના ગાળામાં દુઃખી રહ્યું છેબે ચાર છીકો પણ આવી ગઈસુચિત્રા ખુબ ગભરાઈ ગઈ.

” આલાપ મને એકએક શું થઇ ગયુંકાલે લાસ્ટ દિવસ છે નહિ ગવાય તો શું કરીશમારું ગળું દુઃખે છે. ” તેબોલતા ઢીલી થઈ ગઈ.

બેટા તેમાં શું ચિંતા કરે છોચાલો આજે હું તારો ડોક્ટર બનીશ.” કહેતા સસરા લાકડીના ટેકે રસોડા તરફ ચાલ્યા.

” પપ્પા  શું કરો છો તમે આરામ કરો હું તેને મદદ કરીશ” આલાપે પપ્પાને સમજાવતા કહ્યું.

” અરે નાં બેટા તું મને મદદ કર ચાલ સુચિત્રા માટે આપણે દવા બનાવી દઈએતેની માટે હું એવો કાઢો બનાવીશ કેસવારે તો તે બિલકુલ સાજી થઇ જશે બધું તારી મમ્મીએ મને શીખવ્યું હતું.” બોલતા ફટાફટ દેશી વસ્તુઓનાનામ કહી માંગવા લાગ્યા.

પપ્પા અને આલાપે સાથે મળીને સુચિત્રા માટે દેશી દવાનો ઉકાળો બનાવ્યોબંનેને આમ આટલી કાળજી લેતા જોઈતેનો ઉત્સાહ અને હિંમત બેવડાઈ ગયાસવારે તે બિલકુલ સાજી થઇ ગઈઅને સફળતા પૂર્વક પાચમાં રાઉન્ડમાંસહુથી વધારે ગુણ લાવીને  હરીફાઈ જીતી ગઈતેને મળેલી પ્રસિદ્ધિ કરતા થયેલી સ્વપ્નપૂર્તિને કારણે તેનાજીવનમાં પ્રસન્નતાનો પ્રકાશ ફેલાઈ ગયોજે કારણે તેના જીવનના  દરેક વ્યક્તિને તેનો લાભ મળ્યો.

 
Leave a comment

Posted by on November 8, 2020 in Uncategorized

 

અમ્રુતા પ્રિતમ

સ્ત્રી એટલે જીવતી જાગતી ધબકતી લાગણીઓનું મિશ્રણજે મૃદુ સંવેદનાઓને જન્મ આપતું હ્રદય ધરાવે છેબાળપણમાં ઉછળતા ઝરણા જેવા જીવનને સ્વેચ્છાએ યુવાની સુધીમાં નદી જેવું ધીર ગંભીર સ્વરૂપ આપી દે છેજેઆગળ જતા દરિયાની જેમ વિશાળતા ધારણ કરી સંસારનાં બધા સુખદુઃખ અંતરમાં દફનાવી દેતી હોય છે

આવી સ્ત્રી જ્યારે સઘળી ઈચ્છાઉમંગોવેદનાને શબ્દોથી કંડારવા લાગે છે ત્યારે અદભુત રચનાઓ સમાજને મળીઆવે છે.

આવીજ એક સ્ત્રીની જીવનગાથાનામ છે અમૃતા પ્રીતમજેમનો જન્મ ૧૯૧૯,  ૩૧ ઓગસ્ટના રોજ ગુજરાવાલાપંજાબમાં થયો હતોજે આજે પાકિસ્તાનનું એક શહેર છે.

તેમના માતા ગુજરાતી અને પિતા પંજાબી હતામાતાપિતા બંને ઘાર્મિક અને શાંત સ્વભાવના હતાતેમનું એક માત્રસંતાન તે અમૃતાજીનાનપણથી લખવાનો શોખ હતો આથી શરૂવાતમાં પિતા સાથે ભક્તિગીતો રચતા હતા.

અમૃતાજી કિશોરાવસ્થામાં બાલસખાને કલ્પનામાં લાવીને કવિતાઓ કંડારતા હતાત્યારબાદ પંજાબીમાં કવિતાસાથે વાર્તા અને નિબંધ લખતા થયા૧૧ વર્ષના થયા ત્યારે તેમની માતાનું અવસાન થયું અને નાની ઉંમરમાં માતાના પ્રેમથી વંચિત થયાઘરની જવાબદારીઓ આવી છતાં તેમનો લખવાનો શોખ બરાબર રહ્યોજીવનમાંઆવતા ચઢાવ ઉતારને કારણે તેમની કવિતાઓમાં રચનાઓમાં જીવંતતા રહી છે.

જીવનમાં લાગણીઓની સતત ભૂખ ઉંમરના દરેક પડાવે રહી  અનુભૂતિ તેમની રચનાઓમાં જોઈ શકાય છે૧૯૪૭માં દેશમાં પડેલા ભાગલાની વ્યથાઓ તકલીફ પણ તેમની અનેક રચનામાં વ્યક્ત થયેલી છેજે આજે પણખુબ પ્રચલિત રહી છે.

સોળ વર્ષની વયે તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ “અમ્રૂત લહરેં” પ્રગટ થયો તે પછી તેમની ૮૭ વર્ષનાંજીવન સફર દરમિયાન તેમણે અઠ્ઠાવીસ જેટલી નવલકથાઓઅઢાર કાવ્ય સંકલનકેટલીયે લઘુકથાઓઆત્મકથા અને જીવન સંસ્મરણો લખ્યાં

સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન લાહોરના પ્રતિષ્ઠિત પરિવારના યુવક પ્રીતમસિંધ સાથે થયાપ્રીતમસિંધ સ્વભાવેસાલસ અને શાંત હતા જ્યારે અમૃતાજી અગ્રેસીવ અને શોખીન મિજાજના હતાબંનેનાં સ્વભાવની વિમુખતાનેકારણે લગ્ન પછી થોડાજ સમયમાં તેમની વચ્ચે એક દીવાલ બંધાઈ ગઈ હતીછતાં પતિના સ્વભાવની સરળતા પણતેમને છેવટ સુધી સ્પર્શતી રહી

૧૯૪૪ લાહોરના એક મુશાયરામાં સાહિર લુધિયાનવી અને અમૃતાજીની પહેલી મુલાકાત થઇવરસાદી રાત્રે થયેલીપ્રથમ મુલાકાત બંનેના જીવનને ભીંજવી ગઈ હતીપ્રથમ મુલાકાતમાં અમૃતા સાહિરથી ખુબ પ્રભાવિત થઇ ગયાકોઈ અદમ્ય આકર્ષણથી તેઓ પરસ્પર બંધાઈ ગયા.

જિંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત….’

સાહિર સાહેબનું લખેલું  ગીત કલ્પનામાત્ર નહોતું પણ અમૃતાજી સાથેની તેમની પ્રથમ મુલાકાતનું યાદગાર કાવ્યમય વર્ણન હતું

 સમયને યાદ કરતા અમૃતાજીએ પણ નોધ્યું હતું કે

જબ જબ મૈં ઉસ રાત કે બારે મૈં સોચતી હૂંતો મુઝે લગતા હૈ કિ તકદીર ને મેરે દિલ મૈં મોહબ્બત કે બીજ બો દીએ થેજિનમેં બારિશ કે કારન કોંપલ નિકલ આઈ થી…!’

તેમનો પ્રેમ સામાજિક બંધનથી પરે અલગ પ્રકારનો હતોવર્ષો સુધી એકબીજાને ના મળવા છતાંઅનેક ચઢાવઉતારો વચ્ચે પણ તેમના પ્રેમની ધારા અવિરતપણે વહેતી રહી છે.

ભારત પાકિસ્તાનના ભાગલા પછી સાહિર લાહોરમાં અને અમૃતા દિલ્હીમાં સ્થાઈ થયા દરમિયાન તેમની વચ્ચેપત્ર વ્યવહાર રહ્યા હતાસમય જતા સાહિર મુંબઈમાં આવી વસ્યા.

બંનેના લખાણોની ભાષા અલગ હતી સાહિર ઉર્દુમાં લખતા હતા અને અમૃતા પંજાબીમાં છતાં પ્રેમની એકજ ભાષાહતીછેવટે અમૃતા હિન્દીમાં લખતા શીખી ગયાઅમૃતાએ સાહિરને સંબોધી ઘણી રચનાઓ વાર્તાઓ લખી છેતેમાં અઢળક લાગણીઓને વ્યક્ત કરી છે

શબ્દોના સહારે  લેખિકાએ જીવનની દરેક પળોને ભરપુર માણી છેજે પ્રેમની ઉત્કટતા અમૃતાને સાહિર પાસેથીહતી તે સો ટકા પૂરી થઈ શકી નહોતી છતાં તેનો તેમને કોઈ અફસોસ નહોતોબંને વચ્ચે ખામોશીઓનો પ્રેમ હતોપડછાયાની પ્રીત હતીમોરપિચ્છ અને વાંસળી જેવું કોઈ બંધન હતું.

છતાં સળગતા સિગારેટના ઠુંઠાની જેમ તેમનો પ્રેમ અંત સુધી સળગતો રહ્યો અથવા તો સમયની છાજલીમાં પડીરહ્યોબંને ખુબ ઓછું મળતા પરંતુ જ્યારે મુલાકાત થતી ત્યારે શબ્દો થીજી જતા

પ્રેમની પીડામાં સર્જકો વધારે નીખરી ઉઠે છે તેવુજ અમૃતાજી સાથે બન્યું.

કભી તો કોઈ ઇન દીવારો સે પૂછે કી કૈસે મુહબ્બત ગુનાહ બન ગઈ હૈ.

દેખા ઉન્હેં તો જો ઉનકી નઝર થી વહી તો ખુદા કી નિગાહ બન ગઈ હૈ.

બે બાળકોના જન્મ પછી પણ પતિ સાથે સ્વભાવનીઆદતોની વિરુધ્ધતા તેમને માનસિક સંતોષ આપવામાંઅસફળ રહીભારત પાકિસ્તાનના ભાગલા પછી તેઓ પરિવાર સાથે દિલ્હીમાં આવી વસ્યા.

 સમય દરમિયાન સ્વતંત્ર વિચારો ધરાવતા અમૃતાએ સાહિર સાથેના સબંધોને છુપાવવાની ક્યારેય કોશીશનહોતી કરીપ્રીતમસિંધ પણ તેમની  લાગણીઓથી પરિચિત હતાહાલક ડોલક જીવન નૈયામાં વિચારોનીઅસમાનતાને કારણે પતિએ છુટાછેડાની માગણી કરી જે અમૃતાજીએ સ્વીકારી લીધીછેવટે ૧૯૬૦માં તેમના તલાકથઈ ગયા

સાહિર સાથેના સબંધો પણ બરફની માફક ક્યારેક જામી જતા ક્યારેક પીગળી જતા છતાં મુઠ્ઠીમાં ભરાઈ શકતાનહોતાબંને વચ્ચે અતુટ પ્રેમ હોવા છતાં દુર થઇ ગયા વાતનું બંનેને સરખું દુઃખ હતુંસાહિરના જીવનમાં બીજીએક સ્ત્રીનો પ્રવેશ થયો  પછી અમૃતાજી તૂટી ગયા હતા છતાં તેમની લાગણીઓમાં કોઈ ખાસ ફર્ક નહોતોઆવ્યો.

તું જીંદગી જૈસી ભી હૈ વૈસી મુજે મંજુર હૈ,

જો ખુદી સે દુર હૈવાહ ખુદા સે દુર હૈ.

એક સમાચાર મુજબ અમૃતાજીને જ્યારે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો ત્યારે કોઈ પત્રકારે તેમનો ફોટો માગ્યો હતોતેમણે ફોટા ઉપર પોતાના નામ ને બદલે સાહિર એમ લખ્યું એક નામ તેમના લોહીનાં કણેકણમાં ભરાઈ ગયું હતુંતેને સમય જુદા કરી શક્યો નહોતો.. સાહિર તો જીવન પથ ઉપર સાથી તરીકે મળ્યા નહિપરંતુ આનાથી તદ્દનવિરુદ્ધ બીજું એક પાત્ર ઈમરોઝ તેમના જીવનમાં મીઠી વીરડી સમું આવ્યું.

દિલ્હીમાં અમૃતાજીની મુલાકાત પોતાના કરતા નાની ઉંમરના ઇન્દ્રજીત એટલે કે ઈમરોઝ સાથે થઇજેમને ભાગલા પહેલા પંજાબમાં હતા ત્યારથી જાણતા હતાઈમરોઝ અમ્ર્રુતાજીની કવિતાઓ લખાણના દીવાના હતાપોતેએક સારા ચિત્રકાર હતાકલાકારો આમ પણ ધૂની કહેવાય છેતેમની ધૂનમાં તે અમૃતાજીને ચાહતા હતા.

પ્રીતમસિંધ સાથેના ડિવોર્સ પછી અમૃતજી બંને બાળકોને લઇ ઈમરોઝનાં ઘરે રહેવા ચાલી ગયાતેમને પહેલી વારપ્રેમ કરતા પણ મજબુર સંબંધ મળ્યોઇમરોઝે અમૃતાજી અને તેમના બંને બાળકોને છેવટ સુધી સાચવ્યા હતાઉંમરના છેલ્લા પડાવે જ્યારે પ્રીતમસિંધ બિમાર પડ્યા ત્યારે અમૃતાજી ભૂતપૂર્વ પતિને અહી લઇ આવ્યા અને છેલ્લીઘડી સુધી તેમની ચાકરી કરી કાર્યમાં ઇમરોઝે પણ સાથ આપ્યો હતો.

દરેક સબંધને જીવતા શીખવું જોઈએજીવન  લાગણીનું ખીચોખીચ ભરેલું વન છેતેમાંથી બહાર નીકળવાનોરસ્તો આગવી સમજ દ્વારા શોધી શકાય છે.”

અમૃતાજીએ લાગણીઓને અલગ અલગ ખાનાઓમાં જગ્યા આપી હતીપ્રેમ દોસ્તી સાથી પતિ દરેકને પોતાનીઅલગ જગ્યા હતીજીવનમાં ઘણું મેળવ્યું છતાં તેમના હ્રદયનો એક ખૂણો ખાલી રહ્યો કદાચ સાહિર લુધિયાનવીનામનું ખાનું પૂરેપૂરું ભરાયું નહોતું.

સાહિરની અડધી પીધેલી સિગારેટના ઠુંઠાચાયનો ખાલી કપબીમારીમાં સાહિરની છાતી ઉપર લગાવેલી વિક્સનીમહેકસાહિરના હસ્તાક્ષર  બધું અડધું અધૂરું જીવનને ક્યારેક ઉણપ વધારતુંક્યારેક ખાલીપાને ભરી દેતુંબધા સમયની વચ્ચે અવનવી કવિતાઓ વાર્તાઓ રચાતી રહી.

પોતાની કૃતિઓ માટે જ્યાં એક તરફ અમૃતાજીએ ખૂબ નામના મેળવી ત્યાં કેટલીક કવિતાઓ અને રચનાઓ માટેતેમને વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતોછતાં તેમની કલમની તાકાત અને મજબુત મનોબળને કારણે તેઓટક્કર ઝીલતાઅમૃતાજીની ભીતર અતિ  સંવેદનશીલ સ્ત્રી જીવતી હતી જેના કારણે સમાજના દરેક પાસાનેસ્ત્રીનીમનોભાવનાને કલમને સહારે હ્ર્દયસ્પર્શી આલેખી શકતા હતા.

તેમણે ભારત પાકિસ્તાનના ભાગલાને આલેખીને  વખતના નરસંહારને દર્શાવતી ઘણી સંવેદના ભરી રચનાઓઅને લેખ લખ્યા હતા.

આજ મૈને અપને ઘર કા નંબર મિટાયા હૈ.

ઔર ગલીકે માથે પર લગાગલીકા નામ હટાયા હૈ

આઝાદ રૂહ કી ઝલક પડેસમઝના વહી મેરા ઘર હૈ.

અમૃતા પ્રીતમએ અંદાજે ૧૦૦ જેટલા પુસ્તકો લખ્યા છેતેમની અનેક કૃતિઓનો અનુવાદ વિવિધ ભાષામાં વિશ્વનીકુલ ૩૪ ભાષાઓમાં થયો છે.  તેમની કેટલીય વાર્તાઓને આધારે ફિલ્મો અને ટીવી સિરીયલો બની ચુકી છેપ્રેમઉપરની કવિતાઓ ભગ્ન હ્રદયની ભાવનાઓ માટે પ્રેમીઓના દિલમાં સદાને માટે કોતરાઈ ચુક્યા છે.

અમૃતાજીને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાંઆવ્યા છેજેમાં પ્રમુખ છે ૧૯૫૬નો સાહિત્ય અકાદમી પુરસ્કારજે મેળવનાર પ્રથમ મહિલા હતા૧૯૮૨ માં ભારતના સર્વોચ્ચ સાહિત્યિકપુરસ્કારજ્ઞાનપીઠ૧૯૮૮માં બલ્ગરિયા વૈરોવ પુરસ્કાર સાથે તે પહેલી પંજાબી મહિલા હતા જેને ૧૯૬૯માં પદ્મશ્રીથીસન્માનિત કરવામાંઆવ્યા હતા૧૯૮૨માં ‘કાગઝ કે કૈનવસ‘ માટે તેમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યોછેલ્લે ૨૦૦૪માં પદ્મવિભૂષણનો પુરસ્કાર મળ્યોસાથે ઘણા એવોર્ડથી તેમની કલમને નવાજવામાં આવી છે.

અમૃતા પ્રીતમ ઓગણીસમી અને વીસમી સદીના પ્રસિદ્ધકવયિત્રીઉપન્યાસકાર અને નિબંધકાર હતા.  પંજાબીભાષાના સર્વશ્રેષ્ઠ કવયિત્રી તરીકે માન આપતા તેમની ૧૦૦ મી જયંતી પર ગૂગલએ ખાસ લેખિકાના અંદાજમાં ડૂડલબનાવી તેમને સમર્પિત કર્યું હતું.

છેવટે ૩૧ ઓકટોબર ૨૦૦૫મા અમૃતાજીનું નિધન થયુંછતાં કવિતા પ્રેમીઓ નાં દિલમાં તે હયાત રહ્યા છે.

મહોબ્બત કી કચ્ચી દીવાર લીપી હુઈપુતિ હુઈ

ફિર ભી ઇસકે પહેલું સે રાત એક ટુકડા ટુટ ગિરા

બિલકુલ જૈસે એક સુરાખ હો ગયા,

દીવાર પર દાગ પડ ગયા….

 
Leave a comment

Posted by on November 1, 2020 in Uncategorized

 

અજાણ્યો હમસફર

 
Leave a comment

Posted by on November 1, 2020 in Uncategorized

 

અજાણ્યો હમસફર

અજાણ્યો હમસફર -રેખા પટેલ (ડેલાવર)

વડોદરાથી મુંબઈ જતી રાતની સાડા અગિયારે ઉપડતી એ એક્સપ્રેસ ટ્રેનમાં જાન્યુઆરીની ગાત્રો થીજાવી દેતી ઠંડીને કારણે બહુ ઓછા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. કાશ્મીરમાં ભારે હિમ વર્ષા થઇ હતી તેની અસર છેક ગુજરાતમાં આટલે દુર થઈ જતી. દિવસે સુરજની ગરમીને કારણે ચહલપહલ જણાતી પરંતુ સાંજે સુરજ આથમતાં ઠંડી તેનો કાળો કામળો ફેલાવી બધી ચહલપહલ તેની હિમાળી પાંખોમાં સંકેલી દેતી.

બહુ ઓછા લોકો પ્લેટફોર્મ ઉપર હતા. રાધિને કંપાર્ટમેન્ટમાં ચડાવી તેના પપ્પાએ સલાહ આપી ” જો વધારે બકવાસ કર્યા વિના જે કામ માટે જાય છે તેમાં રસ દાખવી નિર્ણય કરજે. અને પહોંચીને ફોન કરજે”

હકારમાં માથું હલાવી તે તેની સીટ નંબર જોઈ બેસી ગઈ. ગાડી કોઈ નાના બાળકની પગલીઓ ગણતી હોય તેમ પ્લેટફોર્મ છોડવા લાગી. રાધિએ નારાજગીથી ચહેરો ફેરવી લીધો હતો. જે સામે બેઠેલા મુસાફરે બરાબર નોંધ્યો. પરંતુ વિના ઓળખાણ કઈ પણ કહેવું પૂછવું શિષ્ટતા નથી વિચારી તેના સામાનને ગોઠવવા લાગ્યો.

વડોદરા સ્ટેશનથી ગાડી નીકળી પડી હતી. ફર્સ્ટક્લાસના સ્લીપિંગ કંપાર્ટમેન્ટમાં માત્ર બેજ મુસાફરો હતા. રાધિ અને બીજો ધૈર્ય એકબીજાથી સાવ અજાણ્યા છતાં આજની રાત પુરતા પાડોશીઓ બની સામસામેની સીટમાં ગોઠવાઈ ગયા હતા. હાઈ હલ્લો અને ઔપચારિક હાસ્ય આપી બંને ચુપ રહ્યા. સમય થતા ગરમ ધાબળો અને ઓશિકા આવી ગયા. જેને શરીર ઉપર વીંટાળી રાધિ સુવાની તૈયારી કરતી હતી. છ કલાકની મુસાફરીને ગમેતેમ પૂરી કરવા માટે તેણે લંબાવી દીધું છતાં આંખોમાં ઊંઘનું નામોનિશાન નહોતું. સામેની સીટ ઉપર ધૈર્ય બ્રિફકેસમાંથી પુસ્તક કાઢીને વાંચવાનું શરુ કર્યું. તેને સુવાની કોઈ ઉતાવળ નહોતી.

ટ્રેન પુલ ઉપરથી પસાર થઇ રહી હતી તેના ખટાખટ અવાજથી કંટાળી રાધિ બેઠી થઈ ગઈ. તેને આમ બેચેન બનતા જોઈ ધૈર્ય સામેથી બોલ્યો 

” તમને ઊંધ નાં આવતી હોય તો આપણે સમય પસાર કરવા એકબીજા સાથે વાતો પણ કરી શકીએ તેમ છીએ, મારું નામ ધેર્ય મજમુદાર, બે દિવસ માટે મુંબઈ હું કંપનીના કામ થી જાઉં છું.”

” મારું નામ રાધિ આચાર્ય વડોદરાથી મુંબઈ માસીને ત્યાં અંગત કારણોસર જાઉં છું.” થાકીને સમય પસાર કરવા રાધિએ વાતમાં ઝંપલાવ્યું.

આમતો એ બોલવામાં ઘણી વાચાળ હતી છતાં મુંબઈ પરાણે જવું પડતું હતું, ગુસ્સો અને નારાજગી તેના વર્તનમાં એની ચાડી ખાતા હતા. મનની વાતો મનમાં સંતાળવી રાધિને આવડતી જ નહોતી, છતાં અજાણ્યા સામે ચુપ રહેવાનું ઉચિત સમજી એ બારીની બહાર નજર લંબાવી દોડતાં કાળાં દ્રશ્યોને ઓળખવાનો પ્રયત્ન કરવા લાગી.

” તમે પરાણે મુંબઈ જઈ રહ્યા હોય તેવું કેમ લાગે છે? બાકી મુંબઈ તો નવયુવાનો માટે ડ્રીમ સીટી છે.” સામાન્ય વાતચીતમાં ધૈર્ય રાધિની મનોસ્થિતિ સમજી ગયો હતો.

“તમે સાવ સાચા છો. હું લગ્ન માટે છોકરો જોવા જાઉં છું. એક તો મારે લગ્ન કરવાજ નથી તેમાય અરેન્જ મેરેજ તો જરાય નહિ. લોકો પ્રેમ કરીને પછી પણ લગ્નજીવન સુખેથી નથી જીવી શકતા તો હું સાવ અજાણ્યા જણને જીવનસાથી તરીકે કેમ કરીને માની શકું. લગ્નજીવનને ખેલ સમજનારા મને લગ્ન કરી લેવા દબાણ કરી રહ્યા છે.” સાવ નાના સવાલમાં જાણીતા અજાણ્યાનો ભેદ ભૂલીને રાધિનો બધો ગુસ્સો અને જુસ્સો ઠલવાઈ ગયો. 

“અરે તમે લગ્નપ્રથાની વિરુદ્ધમાં છો કે શું? તો શું લીવ ઇન રિલેશનમાં માનો છો”

” ના હું કોઈ રીલેશનમાં બંધાવા માગતી નથી. શું સ્ત્રી એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે ના જીવી શકે? પુરુષના સંસર્ગ વિના સાથ વિના શું તેનું કોઈ અસ્તિત્વ નથી? મને પુરુષનું અધિપત્ય સ્વીકાર્ય નથી. કોઈની આગળીનાં ઇશારે જીવવું મને માફક નથી.” રાધિના રૂપાળા ચહેરા ઉપર ગુસ્સો અને દુઃખની મિશ્ર રેખાઓ અંકાઈ ગઈ.

ધૈર્ય સમજી ગયો કે નક્કી કોઈ દુઃખ આ ચોવીસ પચ્ચીસ વર્ષની સ્વરૂપવાન યુવતીને દઝાડી રહ્યું છે. કોણ જાણે શું હમદર્દીની ભાવના જન્મી ગઈ કે પોતે પુરુષ હોવા છતાં તેની વાતોને સહેલાથી પચાવી ગયો.

” રાધિ તમારી વાત સાવ સાચી છે, સ્ત્રીને કોઈના સહારાની જરૂર નથી. એ પોતે પુરુષનો સહારો બની ખભેખભા મિલાવી સંસાર તારી શકે છે. સ્ત્રીને કારણે તો સંસાર આગળ ચાલી શકે છે બાકી અમારા જેવા ક્યા ખાનદાન આગળ વધારી શકવાના હતા. પરંતુ આટલા આક્રોશને કોઈક તો કારણ હશે કે તમે લગ્ન જીવનને ધિક્કારો છો.” બહુ શાંતિથી એ બોલ્યો.

તેની સમજશક્તિ થી અંજાઈને કે પછી મનમાં ભરાઈ રહેલા ડૂમાને ગુસ્સાને બહાર કાઢવાની તક મળી એ સમજીને પણ રાધિ સાવ અજાણ્યા પુરુષ સામે હૈયું ખોલી બેઠી.

ત્યાંજ સુરત સ્ટેશન આવતા ટ્રેનની ગતિ ધીમી પડી. બહારના અંધારામાં લગભગ અદ્રશ્ય થઈ ગયેલા દ્રશ્યો દુર શહેરની રોશનીને કારણે આછાપાછા દેખાવા લાગ્યા હતા. ટ્રેન સ્ટેશન ઉપર અટકી પડી. કેટલાક મુસાફરો ટ્રેનમાં ચડવા આગળ આવ્યા પરંતુ કોઈને જાણે આ ડબ્બામાં બેસવું નહોતું. કોઈ અંદર ડોકાયું નહિ. રાધિ પણ નહોતી ઈચ્છતી કે તેની ચાલુ વાર્તામાં કોઈ ત્રીજો સામેલ થાય. કારણ તેના મમ્મી પપ્પાની સરળ ચાલતી જીંદગીમાં ત્રીજી વ્યક્તિ આવી જતા સર્જાએલા ઝંઝાવાતની શિકાર પોતે પણ બની ગઈ હતી.

” હું મારી મમ્મી અને પપ્પા એમ ત્રણ જણાનું સુખી પરિવાર હતું. છેલ્લા દસ વર્ષથી આ માત્ર લોકોની દ્રષ્ટીએ જ સાચું છે પરંતુ અંદરખાને કોઈ ખુશ નથી. મારા પપ્પાની ઓફિસમાં કામ કરતી મનસ્વી જે મારા કરતા માંડ દસ વર્ષ મોટી હશે તેની ખૂબસૂરતીથી અંજાઈને પ્રેમ કરી બેઠા જેનો ભોગ મારી મમ્મી અને હું બની રહ્યા છીએ. દેખીતી રીતે મને તો કોઈ દુઃખ નથી પરંતુ મમ્મીને મે કાયમ પપ્પાના પ્રેમ માટે તરસતી જોઈ છે. 

પુરુષ પોતાની મનમાની કરવામાં અને મોજમસ્તીમાં ભૂલી જાય છે કે ઘરમાં એક સ્ત્રી તેની રાહ જુવે છે. જો એ સ્ત્રી બહાર ભટકતી હોય અને પુરુષ ઘરમાં તેની રાહ જોતો રહે ખરો? એ સ્થિતિ તેની માટે કેવી હશે એની એ કલ્પના પણ એ નથી કરી શકતો. આવા પુરુષ પ્રધાન સમાજથી મને નફરત છે. અને એટલેજ મારે લગ્ન કરવા નથી.” રાધિના શબ્દોમાં આક્રોશ હતો.

આતો બહુ ખોટું કહેવાય. જેટલી લગ્ન પછી સ્ત્રીની જવાબદારી અને વફાદારી છે તેટલીજ પુરુષની પણ છે. બંનેના હક અને ભોગ સરખા હોવા જોઈએ. જોકે દરેક પુરુષ એક સરખા નથી હોતા અને દરેક સ્ત્રીઓ તમારી મમ્મીની જેમ સહનશીલતા નથી દાખવી શકતી. આથી તમે એક પુરુષના ભૂલની સજા આખી જાતિને આપી અન્યાય કરી રહ્યા છો.” ધૈર્ય તેને સમજાવતો રહ્યો.

એટલામાં તેના ફોનની રીંગ રણકી ઉઠી. વાતને અધુરી મુકીને ધૈર્ય ફોન ઓન કર્યો. સામા છેડે કોઈ બાળકી રડતી હતી અને કૈક બોલતી હતી. તેની વાત પૂરી થયા પછી એ બોલ્યો.

” મીનું બેટા જો રડ નહિ હું ભાઈને કહું છું તારી પાસે સુઈ જાય. સ્વપ્નમાં ડરવાનું નહિ તું તો મારી બહાદુર પ્રિન્સેસ છે. ચાલ ભાઈને ફોન આપ જો.”

” આશુ બેટા બહેનને સમજાવી તેની સાથેજ સુઈ જજે, અને મમ્મીને જગાડીશ નહિ. હું બે દિવસ પછી પાછો આવીશ ત્યાં સુધી તારે મમ્મી અને બહેનને સાચવાવના છે.” આમ વાતને પતાવી ધેર્યે ફોન પૂરો કર્યો.

“શું થયું તમારા ફેમિલીને તમે નાના બાળકને આટલી જવાબદારીઓ ભરી વાત કેમ કરી?”  રાધિના પ્રશ્નમાં ચિંતા હતી.

“મારી વાઈફને કેલ્સ્યમની ઉણપને કારણે નાની ઉંમરમાં ઓસ્ટીઓપોરોસિસનો રોગ લાગુ પડી ગયો છે. જેના પરિણામે તેને ખુબજ સાચવવું પડે છે. તેના રોજીંદા કાર્યો પણ એ જાતે કરી શકાતી નથી. તેને સતત કોઈના મદદની જરૂર રહે છે. દિવસ દરમિયાન એક બહેન તેની સાથેજ રહે છે, હું જ્યારે ઘરે હોઉં ત્યારે સાંજે નોકરી પછી તેને અને બાળકોને સાચવી લઉં છુ. પરંતુ આ ત્રણ દિવસ તેને જરા તકલીફ પડશે. 

હા મારો મોટો દીકરો દસ વર્ષનો છે છતાં ખુબ સમજદાર છે જરા નચિંત છું. છતાં ચિંતા તો રહેવાની” ધૈર્યના અવાજમાં ચિંતા હતી જે રાધિને સ્પર્શી ગઈ. હવે એ ટેકો દઈ બેસી ગઈ.

“કેટલા સમયથી આવી સ્થિતિ છે એમની”

” મારી નાની બેબી બે વર્ષની હતી, અને તેને કોઈ બીમારી લાગી તેમાં આ હાલત થઇ ગઈ. શરીરથી જરા તકલીફ છે બાકી તેની હથેળીમાં હજુ પણ એટલીજ ઉષ્મા છે જે લગ્નના પહેલા દિવસે હતી. બસ એના એ સાથને કારણે બધાજ દિવસો સુખેથી નીકળી રહ્યા છે. હું બહારગામ જાઉં તો તેની આંખો આજે પણ પહેલાના જેવીજ ટપકી પડે છે. તેમાય આ વખતે તો તેની એકજ શરત છે કે ચાર દિવસ પછી મારે તેની પાસે ઘરે પહોંચી જવું. ” ધેર્યના અવાજમાં સંતોષ હતો.

“એમ એવું કેમ?”રાધિને હવે પ્રેમની વાતોમાં રસ પડવા લાગ્યો

” એ દિવસે અમારી બારમી વેડિંગ એનિવર્સરી છે. પરંતુ એ ગાંડીને ક્યા ખબર છે કે એનો સાથ મારે રોજ એનિવર્સરી છે. એનો સાથ મારા જીવનનો પ્રાણ છે.” આમ કહી બાળક જેવું સ્નિગ્ધ હાસ્ય ફેલાવી તેણે વોલેટમાં રહેલો ફોટો કાઢી ચૂમી લીધો.

લગ્નજીવન આવું પણ હોઈ શકે છે, વિચારતા રાધિના ચહેરા ઉપર સંતોષ અને આશા ફેલાઈ ગયા.

 
Leave a comment

Posted by on November 1, 2020 in Uncategorized