સંસાર રચેયતા પોતે રચેલી કવિતા વાંચે છે.
રંગીન વાઘા સજી જ્યારે ઈશ્વર કવિતા વાંચે છે
પંખી સૂર તાલ પુરાવે જ્યારે ઈશ્વર કવિતા વાંચે છે
પતંગિયા પાંખો હલાવી ઘીમી તાલી ભરે છે
આભ હવા સંગ ધૂમે જ્યારે ઈશ્વર કવિતા વાંચે છે
ફૂલો પત્તીઓ ઓથે છુપાઈ કળીઓ ખુલે છે
હૈયે હૈયા જોડાય છે જ્યારે ઈશ્વર કવિતા વાંચે છે
અંતરના નાદ આતમના સૂર ને જોડે છે
ઝરણું નિર્ભીક દોડે જ્યારે ઈશ્વર કવિતા વાંચે છે
રેખા