મેરી ક્રિસમસ અને હેપ્પી ન્યુયર
ક્રિસમસ નો તહેવાર આવે અને તું યાદ નાં આવે તેતો કેમ બને! ડીયર ફ્રેન્ડ તારા કારણે જ આ ફેસ્ટીવલને સહુ પ્રથમ નજીક થી માણ્યો હતો. બાકી આજથી ત્રીસ વર્ષ પહેલા નાના ટાઉન માં બધાને ઈદ,દિવાળી મનાવતા જોયા હતા, મારી માટે ક્રિશ્ચયન મિત્ર તરીકે તું પહેલી આવી હતી. તારા પપ્પાની નવસારી થી બદલી થતા તું મારા ટાઉનમાં રહેવા આવી તે પછી પહેલી ક્રિસમસ તારા ઘરે જોઈ હતી જ્યાં તમે ઘર બહાર રંગબેરંગી ફાનસ માં દીવડા મુક્યા હતા, અને ઘરમાં ચારેબાજુ કેન્ડલ સળગતી હતી તેમાય ખાસ તારી મમ્મીએ ઘરે બનાવેલ કેક ખાઈને લાગ્યું હતું કે ક્રિસમસ આવીજ હોય.
યસ ડીયર ક્રિસમસ આવીજ હોય . અહી અમેરિકામાં ડીસેમ્બર મહિનો આવતા પહેલાજ ઘરની અંદર અને બહાર રોશનીનો ખડકાવ થઈ જાય છે . ઘરમાં ક્રિસમસ ટ્રી ને રંગબેરંગી લાઈટ્સ અને અલગઅલગ રમકડાં લટકાવી સજાવે છે , આ ટ્રી શણગારવાની પણ એક મઝા હોય છે . લોકો બહાર લોન માં પણ ક્રિસમસનું ડેકોરેશન અને લાઈટીંગ કરતા જોવા મળે છે. અહી મારા ઘરની નજીક એક કપલ દર વર્ષે તેમનું આખું ઘર અને ગાર્ડન જોવાલાયક રીતે સજાવે છે ,દુર દુર થી લોકો ડ્રાઈવ કરી ખાસ આ ડેકોરેશન જોવા આવે છે ,
હું આ વખતે સ્ટીવનને મળવા ગઈ તો તેમનાં જણાવ્યા પ્રમાણે તેઓ છેલ્લા 30 વર્ષો થી આ રીતે ડેકોરેશન કરે છે , અને ત્યાં બહાર એક દાનપેટી લટકાવે છે જ્યાં જોવા આવનાર પોતાની ઇચ્છાથી જે કઈ મુકે તેનો ઉપયોગ તેઓ અનાથ બાળકો માટે ક્રિસમસની ભેટ દોગાદ ખરીદવા કરે છે. વાતવાતમાં તેઓ કહેતા હતા કે આ બધુ સજાવવા દીકરો અને બીજા મિત્રો હેલ્પ કરવા આવી જાય છે પરંતુ હવે ઈલેક્ટ્રીસીટી બહુ મોંઘી પડે છે છતાય પોતાના અંગત ખર્ચા ઉપર કાપ મુકીને મિત્રોની સહાય થી આ કાર્ય દર વર્ષે કરવા માગે છે.
આમ કરવાનું ખાસ કારણ એ હતું કે તે પતિ પત્નીનો દીકરા એડમને છ વર્ષની નાની ઉંમરે ન્યુમોનિયા થયો હતો તે પણ ક્રિસમસના થોડા દિવસ પહેલા ,ત્યારે તેને ચિલ્ડ્રન્સ હોસ્પીટલમાં દાખલ કરાયો હતો તે વખતે બાજુના બેડ ઉપર જિંદગીના છેલ્લાં શ્વાસ લઇ રહેલા જેમ્સની વાતો સાંભળતાં સ્ટીવન અને તેની પત્ની ની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા હતા
જેમ્સ તેના પેરેન્ટસને કહેતો હતો કે “મોમ ડેડ હવે હું મારા એકઠાં કરેલા ટોયઝ રમવાનો નથી તો તે બધા તમે જેની પાસે નથી તેને આપી આવજો” . અને તેની વાત સાંભળતાં નાનો એડમ પણ બોલી ઉઠયો હતો કે યસ ડેડ હું પણ ક્રિસમસ અહીજ કરવાનો છું તો મારા ટોયઝ પણ જેમ્સ ની જેમ બીજા બાળકોને આપી દેજો .. “બસ નાના બાળકોની વાતો થી તેમની વિચાર સરણી બદલાઈ ગઈ હતી”
મારી દીકરી રીની ની સ્કુલમાં બાળકોને ગીફ્ટ લાવવા માટે ઉત્સાહિત કરવા જે ક્લાસ રૂમમાં સહુથી વધારે ભેટ એકઠી થાય તેમને પીઝા પાર્ટી અપાય છે ,આમ આ બધું એકઠું કરી જરૂરીયાત વાળા સુધી પહોચાડાય છે।.
આ ઉત્સાહ છેક ન્યુ-યર સુધી યથાવત રહે છે. ન્યુયરની આગલી રાત્રે ન્યુયોર્કના મોટા macy’s મેસીસ ડીપાર્ટમેન્ટ સ્ટોર તરફ થી મેસીસ ના ઊંચા બિલ્ડીંગ ઉપરથી 141 ફીટ થી નીચે બરાબર રાત્રે બાર વાગ્યે કાઉન્ટ ડાઉન કરતા બોલ ડ્રોપ થાય છે . જે 12 ફીટ ડાયામીટર અને 11875 પાઉન્ડ વજન ઘરાવે છે. આ સમયે ન્યુયોર્કમાં મીલીયન કરતા પણ વઘુ માણસો ફરતા જોવા મળે છે। આ જયાએ લાઈવ મ્યુઝીકલ પ્રોગ્રામ થતા હોય છે। જેનીષા જીવન માં એકવાર માણવા જેવો આ પ્રસંગ ખરો .
નેહાની મીઠી યાદ
યુએસએ