RSS

Monthly Archives: December 2016

આજે થાય છે
આ પુરા થતા વરસને
થોડી વાર પકડી રાખું .
પરંતુ
ચડ ઉતર કરતા સમયને
હાથ પગ કે પાંખો નથી,
તેને કેમ કરીને પકડવો?
આ સમયને
આંખો કે કાન પણ ક્યા છે?
છતાં એ આપણાં કર્મોની ગતિ
નિહાળતો રહે છે.
તેને
કેવી રીતે રોકુ કે ટોકું ?

ઓ સમય જરા થંભી જા!
વિતેલા દિવસો ઉપર
જરા નજર માંડવા દે,
મને મારી

ભૂલચૂક સમજી લેવા દે !!!

રેખા પટેલ ( વિનોદિની)

 

 
Leave a comment

Posted by on December 30, 2016 in Uncategorized

 

લો હવે અમે ચાલવાના અને તમારી યાદમાં મહાલવાના
દિવસે ના મળો તો ચાલશે તમને સપનામાં માણવાના

અમારો ખુશીઓ ઉપર કાયમી ઈજારો,ના છોડવાના,
છે એટલો વિશ્વાસ તમે વળતા આજ રાહમાં આવવાના

રાત પછી દિન આવે જરૂર, સઘળા કુદરતને જાણનારા
દુઃખમાં પણ કાયમ હસતા રહેવું, એ વાતમાં માનવાના

બીજ વાવ્યું છે પ્રેમનું, તમેજ સિંચન કરવા આવવાના
મુરઝાઈ જશે તો ખીલશે નહિ, ના હસવામાં કાઢવાના

બહુ થયું હવે આવો કહેવું, જો સમજીને પાછા ફરવાના
આ છે કાચા રેશમની ડોર સાથી જોરાજોરીમાં તોડવાના

રેખા પટેલ ( વિનોદિની)

 

આંખ બંધ રાખવાથી ખાલી અંધકાર જળવાય છે
બંધ ઓરડામાં રહીને કોરા વરસાદમાં રહેવાય છે.

ભલે તારું મન ગાતું રહેતું, હોઠ હલાવ્યા વિના,
શબ્દોની ઝાલર વિના, ના કોઈને સંભળાય છે.

જે ઉગ્યું છે આભમાં, આથમ્યા વિનાં રહેશે નહિ
દરેક જન્મતી જીંદગીને અલવિદા કહેવાય છે

સ્વીકારવા રહ્યા જીવનનાં દરેક રંગોને સ્નેહથી
આ વખતે સમજની સાચી સમજણ પરખાય છે.

પરાણે પ્રેમનું સાચું મિલન નથી થાતું સમજાય છે
ફૂટશે રણમાં કૂંપળ ,જયાં સાચો પ્રેમ વરતાય છે.

રેખા પટેલ (વિનોદિની)

 

મા

15492585_1388538931180867_1318094847320169681_nમારી મમ્મી : માં તે મા બીજા વગડાનાં વા 😊
માના ખોળામાં ઉંમરના કોઈ પણ પડાવે ઠંડક મળે છે. પપ્પા તો બહુ પહેલાં છોડી ગયા, આજે પણ તેમની ખોટ એટલીજ સાલે છે જેટલી ત્યારે લાગતી. છતાંય બહુ ખુશ છું મમ્મીનો સાથ હજુ પણ સાથે છે અને હાથ માથે છે.

મા એટલે વાત્સલ્યની મૂર્તિ. બાળકને જન્મ આપવાથી લઈને તેના લાલનપાલન અને સંસ્કારો આપવા સુધીમાં માનો બહુ મોટો ફાળો રહેલો છે.
કાલે એક સહેલીની મમ્મીનું અવસાન થયું અને તેમના ઘરે જવાનું બન્યું તેમની સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે તે દરરોજ સવાર સાંજ તેમની મમ્મીને ફોન કરતાં અને ખબર અંતર પૂછતાં. છતાં પણ મમ્મી માટે ખાસ નથી કર્યુનો અફસોસ કરતા હતા. હું તેમને કેમ સમજાવું કે તેમણે જે કર્યું એતો બીજા બધા કરતા ઘણું વધારે હતું
મા બાપ પાછલી ઉંમરે માત્ર સમય માગે છે. જે તેમણે રોજની અમૂલ્ય મિનિટો ફાળવી આપ્યો હતો.

હું ઘરે આવી મારા પાછલાં વર્ષોમા નજર નાખવા બેઠી તો લાગ્યું કે બધુજ કાર્ય છતાં લાગે છે મમ્મી માટે ખાસ કશુંજ નથી કર્યું. માનો પ્રેમ નિસ્વાર્થ છે. તેના મનમાં માત્ર પ્રેમની ભાવનાથી વહે છે,અને બદલામાં તે માત્ર પ્રેમ માગે છે.

ક્યારેક હું મમ્મી સાથે કોઈ કારણોસર આરગ્યુ કરું કે ઝઘડી પડું , છતાંય મમ્મી કદીયે મન ઉપર નથી લેતાં. હું મમ્મી સાથે લડું પછી તરત તેમને પટાવી પણ લઉં, કારણ સમય સાથે હવે હું તેમની મમ્મી બની ગઈ છું. બાળપણથી લઈને આજ સુધી મમ્મી સાથે કોઈ ગમે તેમ વર્તે કે ગમે તે બોલે તે સહેજ પણ સહન કરી શકતી નથી. મને ગર્વ છે કે હું મારી મમ્મીના આંસુ નથી જોઇ શકતી.

અમે લકી છીએ મમ્મી છેલ્લા 19 વર્ષથી અમારી સાથે અહીં રહે છે. આટલો સમય સાથે સ્પેન્ડ કર્યો છે છતાંય હમણાં થી કોણ જાણે લાગ્યા કરે છે કે મમ્મીને જોઇતો સમય અને સુખ નથી આપી શકાતું.
ક્યારેક થાય છે કે મમ્મી માંગણી કરે અને હું તેમની કે બધી ઈચ્છાઓ પુરી કરું. પરંતુ એ કોઈજ માંગણી નથી કરતાં. કદાચ કોઈને તકલીફ થાય તેવું તે નથી ઇચ્છતાં.
રેખા પટેલ ✍️

 

15327326_1380398085328285_5670227500910602965_nछोड़ दे सारी फ़िक्रें, नए साज़ सजा लें हम
कल का भरोसा क्या? आओ प्रीत सजा लें हम

तुम थाम लो मेरा हाथ, तो चलतें रहें दिन रात
तेरी आँखों के सपने मेरी आखोंमें आज
अबतो तेरे साये में बीते जीवनकी शाम,
आओ प्रीत सजा लें हम…

भूलके रस्म-औ-रिवाज़, तुमको गले लगा लें हम
कल का भरोसा क्या? आओ मौज मना लें हम

जब तुम अपने संग हो, हर सांस गुलाबी है
तेरे होने से अपना अब हर ठाठ नवाबी है
दिलको जो समजे उसको हर बार सलामी है,
आओ प्रीत सजा लें हम …

चाहे बहारे ढल जाए पर साथ ना छोड़े हम
कल का भरोसा क्या? आओ प्रीत सजा ले हम
आओ प्रीत सजा लें हम ….
रेखा पटेल ( विनोदिनी )

 

 
Leave a comment

Posted by on December 30, 2016 in Uncategorized

 

15241810_1368804539820973_4933738276511715879_n

https://www.gujarat-samachar.com/સમાચાર/ગુજરાત/મધ્ય-ગુજરાત/લેખિકા-રેખા-પટેલના-બે-પુસ્તકો

 

15241366_1366791823355578_630139215929850117_nदेखके तुमको ना देखा करना आँखों को समझा दिया
इस तरहा हमनें भी दिलको अच्छी तरह झाँसा दिया

सच्चाईसे कोई कहा तक भागे यूँ चहेरे पे चहेरा लिए
ये प्यार बड़ा सौदाई है, जिसने रूहको भी रिझा दिया

मुहब्बतकी लगे सच्ची लगन तो बहारें,खजा एक है
कोई पागलपन की ऐसी ही हदने हीर को रांझा दिया

खामोशी अच्छी लगती है जब तक आँखें भीगी नहीं
बहते अश्कोने सबके सामने बंध होठोंको फांसा दिया

आसाँ नहीं था वफ़ा नीभाना,पर बेवफाई कर ना शके
दिलकी बातें दिलमें रखकर इश्कमें अपना साँझा दिया

रेखा पटेल (विनोदिनी)✍

 

પપ્પા…….

પપ્પા……

સવારના પહોરમાં

અમે ત્રણેવ ભાઈ બહેનને,

સ્કુલ જવાની ઉતાવળ રહેતી

અને પપ્પાને નીકળવાનો સમય

થોડો મોડ હોય.

એ સવારમાં ઉઠેને, પછી પલંગમાં બેઠાં બેઠાં

ઠંડીમાં એમનો મનગમતો ભાગલપુરી ચોરસો ઓઢી,

હાથમાં ચાયનો કપ પકડી, ઘુંટડા ભરતાં

એ અમારી દોડઘામ અવલોકતા હોય.

હું મનોમન વિચારતી કે

પપ્પાને કેટલી નિરાંત છે.

ત્યારે જાણ નહોતી કે

પછીનો આખ્ખો દિવસ,

તેમને કેટલી દોડધામ રહેતી.

અમારી એ દોડાદોડી, એ ખુશી

એમની કેડનું મોટું ભારણ હતું.

આજે પપ્પાને પૂરો આરામ મળી રહે તેવું બધું જ છે.

પણ પપ્પા ક્યાં?

મને ક્યારેક વિચાર આવે છે કે ,

હું અશાંત છું

શું પપ્પાને તેની જાણ થતી હશે ?

રેખા પટેલ (વિનોદિની)

 

સુખની શોધ

img_8346સુખની શોધ :
સુખમાં રહેવાનું તારણ ભાઈ,રોગને કહેવાનું તું ભારણ ભાઈ
શરીર તો મારું એક બહાનું છે,મન દુઃખનું સાચું કારણ ભાઈ

દરેક વ્યક્તિ જાણે અજાણ્યે સુખની શોધ કરતો રહે છે , આ સુખ તે અસલમાં છે શું? કોઈ વસ્તુસ્થિતિ છે કે મનનો કોઈ ભાવ માત્ર છે ? આ ખરા અર્થમાં કોઈ સમજી શક્યું નથી. છતાય સતત તેની શોધમાં દરેક જણ રાત દિવસ દોડતો રહયો છે.

કેટલાક કહે છે ” સુખી રહેવા નકારાત્મકતાને હઠાવો” સુખી રહેવાની આ પ્રથમ ચાવી છે. પરંતુ આ નકારાત્મકતાને હઠાવવા માટે સહુ પ્રથમ શારીરિક હેલ્થ પાવરફૂલ હોવી જરૂરી છે “.
આમતો આ વાત સાચી છે “જ્યારે માણસ શરીર થી બીમાર હોય ત્યારે નાનીનાની વસ્તુઓ અને આજુબાજુના ઘટના ક્રમનો તેના મન ઉપર નેગેટીવ અસર પડતી દેખાય છે, આવા સમય માં તે વધુ ને વધુ નબળો બનતો જણાય છે “. જો માનવી શરીરથી સુખી હશે તો મનથી પણ આપોઆપ પ્રફુલ્લિત થઇ શકશે. ખુશ રહેવું એ આપણી પોતાની ઈચ્છા ઉપર અવલંબે છે પરંતુ શારીરિક સુખ એ નિરોગી તન અને આંતરિક ચેતના શક્તિ ઉપર આધારિત છે .
આવા સમયે તે વ્યક્તિએ પોતાના માનસિક બળને એકઠું કરવાની તાતી જરૂર પડે છે ,આ સમયે દુઃખ નિરાશા કે ગ્લાની અનુભવવાને બદલે જો થોડા હકારાત્મક વિચારો મનગમતું કાર્ય હાથ ઉપર લેશે તો માનસિક નકારાત્મકતા થી દુર રહી શકશે, આ રીતે ઝડપથી શારીરિક મજબુતાઈ પાછી મેળવી શકાશે . “સારી હેલ્થ માટે સહુ પ્રથમ મેન્ટલ હેલ્થ પાવરફૂલ હોવી જરૂરી છે”. બીમાર માણસનાં મનમાં જો સારા થવાની , જીવન જીવવાની જીજીવિષા નાં રહે તો ગમે તેટલી મોંઘી દવા પણ અસર બતાવતી નથી.

આપણે સહુ જાણીએ છીએ કે” ખુશી ભૂતકાળમાંથી જન્મી વર્તમાન સુધી લંબાય છે”. પરંતુ એનો અર્થ જરાય એવો નથી થતો કે કાલને યાદ કરતા રહીએ અને આજને ભૂલી જઈએ .વર્તમાને ભૂતકાળ ઉપર બહુ નિસ્બત નાં રાખવું ,ભૂતકાળના દુઃખો ને આજના આનંદ ઉપર હાવી થતા રોકવા જરૂરી છે. નહીતર આજને બગડતા વાર નહિ લાગે .
કાયમ હર્યુભર્યુ રહેવા હસવું જોઈએ
કાલ ભૂલી આજમાં જીવવું જોઈએ …
ઉજ્જવળ હોય કે નિરાશાજનક પણ ભૂતકાળ ને ભુલાવામાં ભલાઈ છે,યાદ એટલુજ રાખવું જોઈએ જેના કારણે આપણી પ્રગતિનો માર્ગ ખુલ્લો રહે ,અને આપણી આજ ના બગડે. કેટલાક લોકો કાયમને માટે જુના સુખ અને દુઃખ, જુના સબંધોને ગણી ગણીને યાદ કરી તેમની આજને બગાડે છે. આને કારણે આજની મળતી નાની મોટી ખુશીઓને ગ્રહણ લગાડે છે. ગઈ કાલના સોનેરી સપનાને યાદ કરવામાં આજના અને આવતી કાલના સપનાને નજર અંદાજ ના કરવા જોઈએ. જીંદગીની સાચી મજા તો જીંદગીનાં આજને સ્નેહથી જીવવામાં છે

ક્યારેક કોઈ છૂપો ભય અંદર રહેલી ખુશીઓ નો શિકાર કરી નાખે છે ,અને થાકેલુ અસુખ મન શરીરને થકવી નાખે છે. સામાન્ય રીતે આપણું ઘાર્યું નથી થતું ત્યારે આપણે દુઃખી થઇ જઈયે છીએ આવા વખતે લાગે છે કોઈને આપણી પડી નથી કે કોઈને આપણી માટે ભાવ નથી રહ્યો … અંદરની ખુશી અને સ્થિર રહેતા મનનું સંતુલન ખોઈ બેસીએ છીએ, વધારે કરી વણનોતર્યું દુઃખ વહોરી લઈએ છીએ. નિરાશા કલેશ ,કંટાળો બધું આપણી આજુબાજુ ગોઠવાઈ જાય છે અને આનંદ , પ્રગતિનો રસ્તો રોકાઈ જાય છે. પ્રગતિના સમયમાં આડે આવતા લોકો અને તેમના અણછાજતા વ્યવહારોને નજર અંદાજ કરવામાં ભલાઈ રહેલી છે ,કારણ તેની સામે થવામાં આપણી શક્તિ અને સમય બંને વેડફાઈ જતા હોય છે . આવા સમયે મનમાં રહેલા ધ્યેયને આંખ સામે રાખી આપણે આગળ નીકળી જવું જોઈએ .

અહી મળતા દરેક ભાવ દરેક વ્યવહાર જરૂરી નથી કે આપણી ખુશી માટેજ હોય , જેમ આપણે કોઈ થી દુઃખી થઈયે છીએ તેવીજ રીતે આપણે પણ જાણે અજાણે કોઈના દુઃખનું કારણ જરૂર બની જતા હોઈશું ,માટે દરેક પ્રત્યે સદભાવ રાખવો બહુ જરૂરી છે. દરેકની ભાવનાને સમજવી જરૂરી છે. કોઈ માટે મનમાં રાખેલી કટુતા ક્યારેય સાચી ખુશી નહિ આપે. માટે કાયમ “જીઓ ઓર જીને દો” નો ભાવ રાખવો જોઈએ.

બહુ સહેલાઈથી ખુશીને પોતાની કરવા માટે પોતાની ઉપર વિશ્વાસ રાખવો બહુ જરૂરી બને છે. આ માટે દિવસમાં એકવાર પોતાની કે પોતે કરેલા કાર્યની પ્રસંશા જરૂર કરવી જોઈએ. આમ કરવાથી એક અલગ આત્મવિશ્વાસનો જન્મ થશે. અને આસપાસ એક હકારાત્મક વાતાવરણ રચાશે. જેના કારણે કાર્ય કરવાની ધગશ આપોઆપ વધતી જશે. અને નકારાત્મકતા ઘટતી જશે સાથે ખુશીઓનો વધારો થશે.
રેખા વિનોદ પટેલ (વિનોદિની )
ડેલાવર (યુએસએ )

 
Leave a comment

Posted by on December 13, 2016 in Uncategorized