RSS

Monthly Archives: December 2013

તારી ને મારી વાત

1476029_692584690776298_1169383054_n
ક્ષણોને પત્રમાં નહી લખાય, છે તારી ને મારી વાત
જમાનાભરનો થશે ઇતિહાસ,છે તારી ને મારી વાત

વહેતી સંવેદના બધી અંતરોના માપમાં નહી મપાય
સૌંદર્યના શમણાઓ થી પર,છે તારી ને મારી વાત

આભ તણો લંબાતો પ્રેમ નરી નજરે નહી દેખાય
પાતાળ જેટલી ઊંડાઈ ત્યાં,છે તારી ને મારી વાત

ગ્રંથમાં નહિ લખાય ગઝલ કે કવિતામાં નહી સમાય
હા! મહાગ્રંથોમાં થશે સમાવેશ, છે તારી ને મારી વાત

ફૂલોના ઢગલા મા કે અનેક ઉધાનોમાં પણ નહી માય
જઇ આખા ચંદન વનમાં મહેકે,છે તારી ને મારી વાત

હાર જીતની ખાલી પોકળ સમજણથી નહી સમજાય
શંકાથી તે કદીયે નહી બંધાય, છે તારી ને મારી વાત

રેખા પટેલ (વિનોદિની )
12/19/13

 

બાળગીત ….

હળવા મૂળમાં રચેલ એક બાળગીત :

એ જળમાં ખીલ્યા તે પોયણા ,ને
મારે આગણામાં મહોર્યા એ મોગરા …

લાગ્યા ચોતરે બેઠાં બહુ ઠાવકા ,ને
ઓટલે ત્યાં નાચતા કુદતા એ છોકરા …

ઓલ્યા આભે ઉડયા તે પારેવા ,ને
તળાવ મહી દોડતા તરતા એ માછેરા ..

લીલુડી વેલ’ને કડવા લાગ્યા કારેલા ,ને
ઓલી કાંટાળી બોરડીને મીઠા એ બોરા ..

પાણીમાં ડૂબતા લે પથરા ગર્વીલા ,ને
તો હલકા તરતા તહી ફૂલડાં એ જરા ..

રેખા પટેલ ( વિનોદિની )

 

હું છું અફાટ રણ….

હું છું અફાટ રણ…
ના હીરા મોતીની જરૂર મુજને,
ભરબપોરે અમસ્તુય હું ચમકી ઉઠું છું,
ના નદી નાળાની જરૂર મુજને,
મૃગજળના આભાસે હું છલકી ઉઠું છું
.. હું છું અફાટ રણ…

ના ફૂલોના શોખ કાયમ મુજને,
કાટાળાં થોરે ચોમેર હું સજી ઉઠું છું,
ના હાથી ઘોડાની સાહ્યબી મુજને,
વાંકાળા ઊટડે હું ધમધમી ઉઠું છું
.. હું છું અફાટ રણ….

ના મહેલો બંગલાની આદત મુજને,
પથ્થરિયા રહેઠાણે હું શ્વસી ઉઠું છું,
ના લાલી પાવડરના ચસકા મુજને,
તારા છુંદણાના શણગારે શોભી ઉઠું છું
.. હું છું અફાટ રણ….

ના વસંતના પાનખરનો ડર મુજને
વંટોળિયાના વલયે ઘૂમી ઉઠું છું,
ના મળે સ્વજનો કેરી હૂફ મુજને
દિવસે તપું રાતે હાથે કરી ઠરી ઉઠું છું
.. હું છું અફાટ રણ….
-રેખા પટેલ(વિનોદિની)

 

મોકલ્યો છે અજંપો

આજ ખુલ્લી આંખોને અડાડીને તમને મોકલ્યો છે અજંપો
વિરહની આગમાં બરોબર તપાવીને પકાવ્યો છે અજંપો

થોડાક સોણલાને આંખોના ભેજ સાથે ભળ્યો છે અજંપો
ચપટીક નાખી વેદના,પછી મસોટીને ચોળ્યો છે અજંપો

થોડી આશ,થોડી પ્યાસ,ધીરજથી મીઠો બન્યો છે અજંપો
વાયદા કેરા વઘારની મીઠી સોડમથી પ્રસર્યો છે અજંપો

સહેજ સ્મિત કેરી પાંદડીઓ નાખીને શણગાર્યો છે અજંપો
તમે ચાખ્યા નૈનોના નીર,ને તમોને પણ ચડ્યો છે અજંપો?

ભાંગી હૈયા કેરી ભૂખ,ને થોડી રાહતથી ધટયો છે અંજપો
ચાખ્યો ને ચખાડ્યો તો કહો તમે કેવો લાગ્યો છે અજંપો?

ગીત કહો કવિતા કે ગઝલ કહો,શબ્દોમાં બોળ્યો છે અજંપો
કસુંબલ પ્રીત સાથે,શબ્દોની પ્યાલીમાં ઘોળ્યો છે અજંપો
રેખા પટેલ ( વિનોદિની )
12/14/13

 

“યાદ એતો સુગંધનો દરિયો”

ઘણાં વખતથી મનમાં રમતી એક વાતને આજે અક્ષરદેહ આપવાનું મન થયું બહુ પ્રચલિત શબ્દ છે “બેવફાઈ ” જે હજુ સુધી મારી જિંદગીના શબ્દકોષમાં(ડીક્ષનરી) આવ્યો નથી,અને આજિવન આવશે પણ નહી..એ જ કારણસર બેવફાઇ શબ્દનો ઉપયોગ મારી કોઈ કવીતાઓમાં કદી કર્યો નથી.
મોટે ભાગે એક સ્ત્રીની કવિતાઓ કે ગઝલમાં બેવફાઇ શબ્દ ભાગ્યે જ વાંચવામાં આવ્યો છે

એ પછી મીનાકુમારી હોય
कई उलझे हुए ख़यालात का मजमा है यह मेरा वुजूद
कभी वफ़ा से शिकायत कभी वफ़ा मौजूद

એ પછી પરવીન શાકીર હોય
मैं ने जिस लम्हे को पूजा है उसे बस एक बार
ख़्वाब बन कर तेरी आँखों में उतरता देखूँ

કે પછી પારુલ ખખ્ખર હોય
ज़्ख्म दे के नमक लगाना, और उसे तस्कीन कहेना,
मै दुआ-ए-हिज्र मांगु, और तेरा आमीन कहेना.’

ઉર્દુમાં વફા એટલે “પ્રમાણીકતા”,”ઇમાનદારી”

બેવફાઇનો સીધો મતલબ એ જ કે જે વિશ્વાસ તોડે,

-કોઈ પ્રેમ કરે અને આજીવન વિશ્વાસ પૂર્વક નિભાવે અને પ્રેમને જાળવી રાખે તે વફાદારી

-જ્યારે વિશ્વાસ હોય ત્યારે કોઇ જો બેવફાઈ કરે તો એનો અર્થ એ જ કે તેને વિશ્વાસ નથી ,એટલેકે પ્રેમ નથી..
હવે જો પ્રેમમાં વિશ્વાસ નામનું તત્વ જ ગાયબ હોય,જો વફા કે ઇમાનદારી જ નથી તો બેવફા શબ્દ ક્યાંથી આવ્યો ? તેનો અર્થ કેટલો ?

એક સાચો પ્રેમ કરનાર માણસ ક્યારેય બેવફાઈ નથી કરતો,પણ ક્યારેક હાલાત,સાથે પરિસ્થિતિ એવી સર્જાય કે સમય અને સંજોગો સામે ઘુટણીયે પડીને અને જિંદગી સાથે સમજોતા કરીને સામે વાળા પાત્રને તરછોડવા કે તેનાથી દુર જવા મજબુર બની જવું પડે છે.. આ મજબુરીને બેવફાઈ નાં કહેવાય

અને જો કોઇ માણસ જાણી જોઇને આમ કરે તો એનો અર્થ ચોખ્ખો છે એને કદી સાચો પ્રેમ કર્યો જ નથી.
અને જ્યાં પ્રેમ નથી ત્યાં વફા બેવફા શબ્દનો કોઈ મતલબ નથી

પ્રિયપાત્ર દુર હોય હયાત હોય કે હયાત નાં પણ હોય,તો એ પ્રિય પાત્રને જ્યારે પણ યાદ કરો ત્યારે દિલને હમેશા ખુશી થવી જોઈએ..અને યાદો હમેશાં ચહેરા પર સ્મિત લાવે તેવી હોવી જોઇએ.

“પછી એ પ્રિયપાત્ર કોઇ પણ હોઈ શકે છે માં,બાપ,ભાઈ બહેન, મિત્ર કે પ્રેમ..”

એ પ્રિય ક્યારે બને?.. જ્યારે આપણે એને પ્રેમ કરતા હોઈએ.. પ્રેમ કરતા હોય ત્યારે તેની સારી નરસી બાજુ આપણે દિલથી આપણે અપનાવીયે છીએ કે સ્વીકારી લઇએ છીએ…
આપણી ગમતી વ્યકિતઓનું વર્તૂળ હમેશાં સંખ્યાને લક્ષને લઇને નહી પણ આપણે જેને સમય આપી શકીએ એટલી જ વ્યકિતઓનું હોવુ જોઇએ..

જે તે વ્યકિતને કોઇ પણ સમયે જેવા છે એવા જ આપણે અપનાવીએ તો એનો સીધો અર્થ એ જ છે કે તેની દરેક બાબત આપણને પ્રિય છે..હવે જો તે વ્યક્તિ આપનાથી દુર હોય તો તેની દરેક વાતને યાદ કરીને ખુશ થવું જોઈએ.કારણ કે એ તો આપણી ગમતી વ્યકિત હતી! કે આપણી ગમતી વ્યકિત છે..ગમતી વ્યકિતની વાતોને યાદ કરીને દુઃખી કેમ થવાય?

પણ હું જાણું છું જેટલું લખવું જેટલુ સહેલું છે તેટલું આચરણમાં મુકવું સહેલું નથી.ક્યારેક મન માંકડું બની જવા મજબુર બને છે..ત્યારે મનને છૂટ આપવી જોઈએ કે”ચાલ આજે તને છૂટ છે તારી લાગણીઓ ને નીચોવી નાખ..પરંતું એક શરત છે કે,આવી છૂટ હું તને રોજ રોજ નહિ આપું ……

આ તો યાદોની વાત કરી,
પણ જો તમારું પ્રિયપાત્ર તમારી પાસે હોય સાથે હોય બસ એ પ્રિય પાત્ર સાથે એટલા ઓતપ્રોત રહો અને એ પ્રિયપાત્ર મય બની રહો
કારણકે દોસ્તી અને પ્રેમ બહું નાજુક ચીજ છે…એમાં હુફાળી મુલાયમતા અને તાજગીનો અહેસાસ હર સમયે હોવો જરૂરી છે

પ્રેમ તેને કોઈ એક વ્યાખ્યા માં બંઘાય નહિ
કોઈના સહેવાસ થી સંતોષની લાગણી જન્મે તે પ્રેમ !
કોઈનો એક સ્પર્સ માત્ર જીવનને ભરપુર કરે તે પ્રેમ !
કોઈનું નાનકડું પદ ચિન્હ રસ્તો બતાવી જાય તે પ્રેમ
પ્રેમના પ્રકાર અનેક ગુણ માત્ર એકજ સ્નેહ તે પ્રેમ !

મારી એક નાની રચના લેખનાં અંતમાં મુકુ છુ

મુબારક તમોને મદીના ને મુબારક અવધની રંગીન શામ
અમે તો છીયે હરહાલમાં ખૂશ,લઇને તમારી મજાની યાદ
નથી જોઇતી મહેલોની રંગત કે ન જોઇએ મખમલી સેજ
પથ્થર કહો કે ફૂલ કહો,બસ નિશાની સમી અમારી જાત

આશા છે કે અલગ વિષય ઉપર લખાયેલો આ લેખ તમોને ચોક્કસ ગમશે..!!
“યાદ એતો સુગંધનો દરિયો”

-રેખા પટેલ(વિનોદિની)
-ડેલાવર યુએસએ

 

સખી તું…દે તાળી

સૂરજ ચાંદો રમે નભમાં સાત તાળી, સખી તું …..દે તાળી
સાંજ નિરાળી પાંપણની પાછળ સમાણી,સખી તું …દે તાળી

1461620_689210031113764_230656778_n
રંગોના ગોટા આભે ચડ્યા ને ઝાલર તાણી,સખી તું….દે તાલી
આભે વાદળાએ માણી રંગોની મિજબાની,સખી તું …. દે તાલી

તને સાતે રંગો ભરી મેં મારી પિચકારી,સખી તું …. દે તાળી
ભીંજાઈ, કોરી ચૂનર તારી સતરંગો વાળી,સખી તું …. દે તાળી

તારા પાયલની ઝંકાર કરે હૈયાની ચોરી,સખી તું…. દે તાળી
મચાવે મનડામાં શોર બરસાનાની ગોરી,સખી તું …દે તાળી

આભેથી નીતર્યાં નીરની છે વાત નિરાળી ,સખી તું ….દે તાળી
હૈયે હૈયું અભડાવવા,જોર જો વાત ફેલાણી, સખી તું …દે તાળી

ના કર મોરે કાના તું મારી સંગે જોરાજોરી ,સખી તું …દે તાળી
હૈયામાં લઇને ફરૂં ,પ્રીતની અસર એકધારી,સખી તું…દે તાળી
રેખા પટેલ (વિનોદિની)
12/10/13

 

ગર્ભ કથા …..

ગર્ભ કથા …..
અનંત વિસ્તરતા જતા સમયના ચક્ર માંથી
હું આવી ભરાયો માંના ગર્ભમાં .
ધેરો અંધકાર અને માથાડૂબ પાણીમાં તરતો હુ,
ચોતરફ ઘેરાએલો શુન્યાવાકાસ .

માં જોડે બાંધેલો તાંતણો એ એકજ આસ
હું છું સલામત તેનો અહેસાસ .
એકલપંડી આરોટતા વીત્યા નવ માસ
અંધકાર થી અજવાળા તરફ નો મારો પ્રયાસ
આજ તાતણ બનશે ગળાની ફાંસ .
માં, કર તારો એક પ્રહાર જે મને દેશે જીવન દાન
મને ત્યજતા માં તારી કારમી વેદનાભરી ચીસ……..
હું પણ રડતો હતો છેલ્લો તાંતણો તોડીને।

અજવાસ ના મોહમાં, લે! હું આવી પટકાયો ,
લોહી થી લથબથ, શાંતિ થી અશાંતિ તરફ ……
રેખા પટેલ (વિનોદિની )

 
)

 
Leave a comment

Posted by on December 20, 2013 in અછાંદસ