તારો નેહ સતરંગી કમાલ રે,ઓ રંગ રસિયા ,
તારા રંગમાં ઊર્મિ ઝબોળાઈ રે,ઓ સાંવરિયા .
તારા હેતમા હું નીતરી વાદળી રે,ઓ રંગ રસિયા ,
કોરી ચુનરી સંગ તારે ભીજાઈ રે,ઓ સાંવરિયા .
તારી નજરોમા પ્રેમે પોરસાઈ રે,ઓ રંગ રસિયા
મારા હોઠોના ગુલાબે છલકાઇ રે, ઓ સાંવરિયા .
કેસુડો પસરીયો કામણગારો રે ઓ રંગ રસિયા ,
હું તારી પ્રીતિના રંગે રંગાઇ રે ઓ સાવરીયા .
હોળી હોરૈયાની ભાતે સચવાઈ રે ઓ રંગ રસિયા ,
ધ્રુબક્યા ઢોલ ને રુદીયે ઢોળાઇ રે ઓ સાંવરિયા..
આભે ચંદાની પુનમી ચાંદની રે ઓ રંગ રસિયા,
કસુંબલ લાગણીના આસવે પીવાઈ રે ઓ સાંવરીયા.
રેખા ( સખી ) 3/26/13