RSS

“કાળીની રાણી”

“કાળીની રાણી ”
સામાન્ય છોકરીથી રૂપથી ઉતરતી અને શ્યામવર્ણી એવી વીસ વર્ષની ઉમરની શાલીનીના લગ્ન મિત જેવા દેખાવડા અને સારી નોકરી કરતાં ત્રીસ વર્ષનાં યુવાન સાથે નક્કી થયા ત્યારે શાલીનીનાં કુંટુબીજનોથી લઇને એનાં આડોસી પાડૉસી સહીત બધા મ્હોમાં આગળાં નાખી ગયા હતા.બધા વિચારવાં લાગ્યા કે દેખાવડી રૂપાળી છોકરી સાથે શ્યામવર્ણા છોકરનાં લગ્ન નક્કી થાય ત્યારે એમ કહેવાય કે,”કાગડૉ દહીંથરૂં લઇ ગયો.”જ્યારે અહીંયા સાવ ઉલટું બન્યું છે,એક હંસલો જાણે કાગડીનો લઇ ગયો.”

મિત સુંદર,દેખાવડો અને છ ફૂટ લંબાઇ ધરાવતો એકદમ ગોરો સાથે એમબીએ થયેલો હતો.જ્યારે આ શાલીની તેની આગળ રંગે ખાસ્સી કાળી.શાલીની રંગે કાળી જરૂર હતી પણ એના દેખાવમાં તનવીશ્યામાં જેવી વ્યાખ્યામાં એવી નમણી ભીનાશ તરવરતી હતી .સગાવહાલાં બધા વિચારમાં પડી ગયા કે આમ કેમ કરીને બન્યું ? ચોક્કસ આ મિતકુમારમાં કોઈ ખામી હોવી જોઇએ અથવા એ ચોક્કસ છેતરાયા હશે?

ગમે તે કારણ હોય પણ શાલીનીને સાસરું સારું મળ્યું.પ્રેમાળ સાસુ સસરા હતા સુંદર મઝાનું અમદાવાદની પોળમાં બાપીકું ઘર હતું.આ હરીફાઇના જમાનામાં પોતાની નોકરીમાં સારી પોસ્ટ મેળવવાની લાલચમાં મિતની ઉંમર ત્રીસી વટાવી ગઈ હતી.પાછલા વર્ષોમાં મિતનાં માતા પિતા એને લગ્ન માટે સમજાવતાં ત્યારે એક ચોક્કસ બહાનું આગળ ધરીને કહેતો,”હવે તમારો જમાનો નથી રહ્યો,નોકરી કરતા અને સારા પગાર મેળવતાં યુવાનો મોટે ભાગે સારી પોસ્ટ મેળવ્યા પછી અઠાવીશ કે ત્રીસ વર્ષે લગ્ન કરે છે.”મિતની દર વખતે આ વાત સાંભળી એનાં માતા પિતાને મનને મનાવી લેતાં હતાં.

મોટે ભાગે આપણા સમાજમાં કોઇ છોકરી વધુ છોકરાઓ જુએ છે ત્યારે એને સમજાવવામાં આવે છે કે,”વરનાં ખિસ્સાનો વજન જોવાઇ,એ કેટલા કમાય છે એ જોવાય છે એની ઉંમર કદી ના જોવાઇ.શાલીનીને પણ આ જ રીતે સમજાવીને તેના માં બાપુએ મિતથી દસ વર્ષ નાની શાલિનીને ખુશી ખુશી મિત સાથે વળાવી દીઘી અને હાશકારો અનુભવ્યો.

લગ્નની પહેલી જ રાત્રીએ શાલીનીએ અનુભવ્યું કે મિત તેનાથી દુર ભાગી રહ્યા છે.કશું બોલ્યા ચાલ્યા વિનાં કે સુહાગરાતની પુરુષ સહજ જે પ્રતિક્રિયા હોય મિતે ફકત એટલું કહ્યુ કે,”હું આજે બહુ થાકી ગયો છું.લગ્નની પહેલી રાત્રે પડખું ફેરવી સુઈ ગયો.ફૂલોથી સજાવેલા પલંગ ઉપર અવાચક બનેલી શાલીની આખી રાત પડખા ફેરવતી રહી અને વિચારતી રહી કે,” મિતે કોઈ દબાણ હેઠળ આ લગ્નની હા કહી હશે ? કે પછી સાચેજ થાકી ગયા હશે.આવા અનેક વિચારોમાં ખોવાયેલી શાલીનીની આંખ મીચાઈ ગઈ.

સવારે શાલીનીનાં સાસુસરલાબેને બારણું ખખડાવ્યુ અને ઘડીયાળમાં સમય જોયો ત્યારે મજાયુ કે આજે પહેલા દિવસથી જ પોતે મોડી પડી છે.જલ્દી જલ્દી પરવારી શરમને માથે ચડાવી સાસુ સસરાને પગે લાગી.કહેવાય છે કે,”પુત્રના લક્ષણ પારણે અને વહુના લક્ષણ બારણે” પરખાઈ જાય છે.

લગ્ન થયાં પછીના થોડા મહીનાઓમાં શાલીની સમજી ગઈ કે ભગવાન તુલ્ય અને માતા પિતા જેવા પોતાને વહુને બદલે દીકરી સમજે એવા સાસુ સસરાની શીતલ છાંય માથા ઉપર છે,પણ વરનો સ્નેહ જીતવામાં હજુ સમય લાગશે .

શાલીનીને યાદ આવ્યું લગ્ન પછી સામે ચાલીને એના સાસુ સસરાએ બંનેને થોડા દિવસ હનીમુન માટે બહાર ફરવાનું દબાણ કર્યું તો ત્યારે પણ મિતે બેફીકરાઇથી જવાબા આપ્યો કે,”હમણા નોકરીમાં બહુ કામ છે.”આમ કહીને હનીમુન ઉપર જવાની પણ નાં પાડી દીધી.

લગ્ન થયાં પછી મિત સવારે વહેલો ઘરેથી નીકળી જતો અને રાત્રે પણ મોડો ઘરે આવતો અને મોટાભાગે બહાર જમીને આવતો હતો અને બહુ થાકી ગયો છું કરી તરત સુઈ જતો.

શરુઆતનાં એક બે મહિના શાલીની બહુ પૂછપરછ કરતી નહોતી.કોઇ પણ યુવાન કન્યા લગ્ન કરીને આવે ત્યારે એનાં મનમાં ધણા કોડ,ઉમંગો અને આશાઓ પણ એનાં દહેજ સાથે લાવી હોય છે.સારી સારી સાડીઓ અને અવનવા ડ્રેસને શાલીનીએ લગ્ન પછી ભાગ્યે જ પહેર્યા હતા.એ મનોમન વિચારતી કોનાં માટે પહેરૂં જેને પહેરીને દેખાડવાની ખૂશી હોય એ મિતને જાણે મારી કોઇ પરવા જ નથી.

સતત મિત દ્રારા થતી એની સતત અવગણના અને એના ઠંડા પ્રતિસાદ વગેરે સહન ના થતા એક દિવસ શાલીની મૌન તોડતા બોલી,
“મિત તમે મારાથી નારાજ છો કે શું ?”
“નાં એવું કઈ નથી,જેવું તુ સમજે છે,મારી ઓફિસમાં થોડા મહિનાઓથી બહું કામ બહુ રહે છે.”વાતને ટુંકમાં પતાવવા તે બોલ્યો
“હું જાણું છુ કે તમારું કામ પહેલા,પરંતુ ક્યારેક તો ઘર માટે કે મારા માટે તમારે સમય ફાળવવો જોઈએ એવું તમને નથી લાગતું?”
થોડી પળ તો શીવાની વાતની કોઇ અસર ના થઇ હોય પોતાનાં લેપટૉપમાં ઓફિસનું કામ કરતો રહ્યો.મિતની આવી બેપરવાઇ શીવાનીથી સહન ના થતા,એ મિતની લગોલગ આવીને એનાં હાથને પકડીને બોલી,”હું તમને પુછું છું મિત,મારી વાતનો જવાબ તો આપો?”

” જો શીવાની…..,મારી પાસે આવી કોઇ પ્રકારની આશા નાં રાખીશ.આ ઘર તારું છે.ઘરમાં મમ્મી પપ્પા છે.બસ તું તારી રીતે શાંતિથી રહે મને મારું કામ કરવા દે.”કહીને અત્યાર સુધી સુખરૂપ ચાલતી જીંદગીમાં વમળો ઉત્પન્ન કરવા બદલ આજે તે શાલિનીને “દોષિણી” સમજતો મિત પડખું ફરી સુઈ ગયો.

મિતની આ રીત અવહેલનાં જોઇને શાલીની થોડી સમસમી ગઇ પણ પોતાની જાત પર કાબું રાખતા મિતને ઢંઢૉળતા બોલી,”મિત….., હું પરણીને તમને આવી છું માત્ર ઘરને નહી.હા મમ્મી પપ્પા છે અને મને તેમનો અઢળક પ્રેમ મળે છે પણ સાથે સાથે તમારો સ્નેહભર્યો સાથે અને પ્રેમ બધું જોઈએ છે.” શાલીની એકદમ શાલિનતાથી અને થોડા દબાયેલા અવાજે બોલી.

બંને સંવાદો પૂરા થયા પછી લાંબી ચુપકીદી છવાએલી રહી.છેવટે શાલીની થાકીને આડી પડી.છાનાં છાના ડુસકા ભરતી મોડી રાત સુધી ઓશિકું ભીજવતી રહી.મોડી રાત સુધી રડીને સવારે ઉઠી ત્યારેતેની સૂજેલી આંખો બરાબર ખાતી હતી.

જેવી શાલીની પરવારીને પોતાનાં ઓરડાની બહાર આવી ત્યારે સરલાબેન એની આંખ જોઇને કૈક બન્યું છે એ કળી ગયા અને શાલીની પ્રેમથી માથે હાથ ફેરવતાં પુછયુ,”શાલીની બેટા…..,કશું થયું તને? તારી આંખો આમ લાલ કેમ છે?”

સાસુના સ્નેહને જોતા શાલીનીને માં યાદ આવી ગઈ અને અચાનક બધા બંધન છૂટી ગયા અને તે બે હાથોમાં મ્હો છુપાવી રડી પડી.

આમ તો સરલાબેન આ બધી અંદરખાને બનતી ઘટનાઓથી સાવ અજાણ તો નહોતા.ઘણી વખત એનાં સગાઓ મારફત શાલીનીની સમજના બહુ વખાણ સાભળ્યા હતા.એ જ આશાએ શાલીની પર પોતાની પુત્રવધું તરીકે પસંદગતી ઉતારી હતી કે તેમના પુત્રને સાચા માર્ગે લાવવા માટે આવીજ સુશીલ અને ગુણિયલ કન્યા મદદરૂપ થશે અને આ જ કારણે તેમણે કંકુ અને કન્યા માગી હતી.

શાલીનીની ભીની થયેલી આંખોને પોતાના સાડીને છેડાથી લુછતાં સરલાબેન બોલ્યા,”જો બેટા……, હું પણ જાણું છું કે કામના ભારણને લીધે મિત તને પુરતો સમય આપી શકતો નથી.તે પહલેથી પોતાને કામને જ પ્રથમ પ્રાધાન્ય આપે છે.માટે તારે થોડી ધીરજ રાખવી પડશે અને તારા સદ્વ્યવહાર અને પ્રેમને હથિયાર બનાવીને તારે આ લડાઈમાં ફતેહ મેળવવી પડશે.આ કામ માટે હું અને તારા પપ્પા હંમેશા તારો સાથ આપીશું.બસ તું થોડી ધીરજ રાખતા શીખી લે.”સરલાબેન સ્નેહથી વહુની પીઠ પસવારતા બોલતા હતા,ત્યારે જોનારને લાગતું કે એક માં દીકરીને સમજાવી રહી છે.

“બે પારકા ઘરમાંથી આવતી સાસુ અને વહું જ્યારે એકમેકનો સહારો બને ત્યારે ગમે તેવી તુટતી દીવારને પણ સહારો મળે છે.જ્યારે આ જ પારકા ધરમાથી એક સ્ત્રી બીજી સ્ત્રીની દુશ્મન બને ત્યારે ગમે તેવું મજબુત ઘર પણ તૂટી પડે છે”

મિત જે પોળમાં રહેતો હતો એ પોળનાં છેવાડે આવેલા શાહ સાહેબના બંધ ઘરમાં ભાડે રહેવા આવેલી મોના મિતની જ ઓફિસમાં સીનીયર પોસ્ટ ઉપર કામ કરતી મોર્ડન અને બહુ મહત્વકાક્ષી યુવતી હતી.તેના માતા પિતા દુર ગામડે રહેતા હતા અને તે છેલ્લા દસ વર્ષથી અહી શહેરમાં આવીને રહેતી હતી.એક સામાન્ય પોસ્ટથી શરુ કરેલી તેની નોકરીમાં તેણે આ દસ વર્ષમાં સીનીયર મેનેજર સુધી કુદકો બહુ ઝડપથી લગાવ્યો હતો.આમા તેણે તેની જીંદગીના મહત્વના દસ વર્ષો સાથે બીજું ઘણું કુરબાન કર્યું હતું,તેના સંસ્કારોને પણ નેવે મુક્યા હતા. આમ કરતા તે લગ્નની ઉંમર પસાર કરી ચૂઈ હતી.છેવટે તેનામાં રહેલી સ્ત્રીએ તેની જરૂરીયાત માટે બાજુમાં રહેતા કુંવારા મિતને શોધી નાખ્યો હતો.બંને એક જ ઓફિસમાં કામ કરતા હતા તેથી શરૂઆતી દોસ્તીનાં સબંધમાં પ્રેમમાં બદલાતા બહુ વાર નહોતી લાગી. મોના મિત કરતા ચાર વર્ષ મોટી હતી છતાં પણ બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડી ગયા અને સમય જતા એકબીજાની જરૂરીયાત બની ગયા હતા.

મિત અને મોનાના આ છુપા સબંધની ચર્ચા ચાર વર્ષમાં ગાળામાં પહેલા ઓફીસ અને પછી પોળ સુધી ફેલાઇ ગઇ હતી.છેવટે આ બધાથી કંટાળી સરલાબેને દીકરાને મોનાના મોહપાશમાંથી છોડાવવા કોઈ સુશીલ કન્યાની શોધ આરંભી દીધી હતી અને તેના પરિણામ સ્વરૂપે આજે શાલીની મિતની પત્ની તરીકે અહી હતી.

અત્યાર સુધી લગ્નની ના પાડતા મિતને લોકોના મ્હો બંધ કરવા માટે મોના એજ મિતને આ લગ્ન માટે સમજાવ્યો હતો.જેથી આ પતિપત્નીના સબંધની આડમાં તેમનો આ ગેરકાયદેસર સબંધ પાંગરી શકે.કારણ સ્વતંત્ર વિચારશરણી ધરાવતી અને બાળકો અને ઘરને લપ સમજનારી મોના હવે લગ્ન કરી ઘર સંસારની પળોજણ વહોરવા ઈચ્છતી નહોતી.ગામાડાગામનાં બંધિયાર વાતાવરણમાંથી આવેલી મોનાને સ્વછંદી અનેઆઝાદ જીંદગી ફાવી ગઈ હતી.મિતે શાલીની સાથે લગ્ન તો કરી લીધા છતાં તેને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નહોતો.તેને હજુ પણ મોર્ડન મોનામાં જ રસ હતો.તે દિવસનો મોટો ભાગ મોના સાથે જ વિતાવતો બંને સાંજે પણ સાથે રહેતા.અઠવાડીયાનાં એકાદ દીવસ બાદ કરતાં મોટે ભાગે રાતનાં મોડેથી ધરે આવતો હતો.

આ બાજુ મિતને પોતાના તરફ ખેંચવા શાલીની પુરતો પ્રયત્ન કરતી રહેતી હતી.શાલીનીએ નક્કી કર્યુ કે મિત આવે પછી એની સાથે જ રાતે જમશે. ઘણી વખત બનતું કે મિત જમીને આવ્યો હોય છતાં પણ રોજ જમવાના સમયે તેની રાહ જોતી બેસી રહેતી.શાલીનીના આવ્યા પછી મમ્મી પપ્પાની કે ઘરની કોઈ જવાબદારી મિતને માથે નહોતી રહી. ઘરની સંપૂર્ણ જવાબદારી તે હસતા મ્હોએ પૂરી કરતી હતી.મિત આ બધું જોતો સમજતો હતો.અંદરખાને ક્યારેક તેને શાલીની પ્રત્યે દયાભાવ આવી જતો ત્યારે મોના સાથે મને કમને શાલીની સાલિનતા અને સંસ્કારની વાતો થતી ત્યારે મોના એની અદાઓના જાદુ ફેલાવી મીતને તેના તરફ વધુને વધુ ખેચી લેતી અને કહેતી કે,”લુક મિત ડાર્લિંગ….,ગરીબ માં-બાપના ઘરેથી આવેલી શાલિનીને અહી ક્યા કોઈ ખોટ છે? ઘરમાં બધું સુખ છે તારા મમ્મી પપ્પાં આટલો પ્રેમ કરે છે તું તેને જોઈતા રૂપિયા આપે છે પછી તેને જોઈએ શું? તું નાહક તેની ચિંતા ના કરે છે અને તું આ બધા માટે તારી જાતને “દોષિત” ના સમજે એ જ તારા માટે સારું છે.” આ રીતે મોના સ્ત્રીચારિત્રનો સચોટ ઉપયોગ કરીને મિતના મનમાં ઉભો થયેલો ગીલ્ટ ભાવ ભગાડી દેતી હતી.

એક દિવસ શાલીનીને મિતની ઓફિસની કર્મચારી ચારું શાલીનીને રસ્તામાં મળી ગઇ અને એને મિત અને મોનાના વ્યભિચારી સબંધોની વાતો શાલીનીને માર્મિક કહી દીધી.એક સ્ત્રી દ્રારા કહેવાલે મર્મ શાલીની બરોબર સમજી ગઇ.આમે પણ શાલીની આજની ભણેલી સમજદાર યુવતી હતી.હવે તેની ધીરજ ખૂટતી જતી હતી,પણ એ સાસુમાના સાથ અને હિંમત ના કારણે ટકી રહી હતી પણ હવે તેણે નક્કી કરી લીધું હતું કે બસ જો આમ જ ચાલતું રહેશે તો,આ દિવાળી પછી તે માં બાપુના ઘરે પાછી ચાલી જશે અને તેમનો સહારો બની જીવન વિતાવશે.

હવે દિવાળી નજીકમાં હતી.શાલીની સવારથી ઘરની સફાઈમાં વ્યસ્ત હતી.તેને મદદ કરવા ઉત્સુક સરલાબેન દોડાદોડી કરતા હતા.સાંજ પાડવા આવી હતી તેવામાં ભીની ફરસ ઉપર સરલાબેનનો પગ લપસી ગયો
“ઓય માડી રે!” કહેતા સરલાબેન ભોંય પર ફસકી પડયા.
સરલાબેન દર્દ ભરી ચીસ સાંભળીને શાલીની પોતાનું કામ પડતું મુકીને,”શું થયુ મમ્મી?” કહેતા દોડી આવી.પાછલા થાપામાં મુંઢમાર લાગવાને કારણે સરલાબેન દર્દથી કણસતાં હતા.
શાલીનીના સસરા બે દિવસ માટે કોઇ કામસર નવસારી ગયા હતાં.

શાલીનીએ માંડ માંડ સરલાબેનને ઉભા કર્યાં બાજુમાં ખૂરસી પર બેસાડી અને તુરત મિતને ફોન જોડયો.રીંગ વાગતી રહી.સામા છેડે ફોન કટ થઈ ગયો. કારણકે મિત આ સમયે મોનાના ઘરે હતો ,અને મોબાઈલના સ્ક્રીન ઉપર શાલીનીનું નામ જોઈ મોનાએ ફોન બંધ કરી બાજુમાં મૂકી દીધો અને મિત જોડે ઝગડો કરી બેઠી અને શાલીની વિશે જેમ ફાવે એમ બોલવાં લાગી,”મિત…..,તારી કાળીની રાણીને આ સમયે જ ફોન કરવાનું યાદ આવે છે…સાવ મેનરલેસ છે તારી કાળીની રાણી..”

સાચી વાત એ છે કે મિત,હવે તને મારામાં રસ નથી રહ્યો.તને તો તારી કાળી કલુટી બૈરી વ્હાલી લાગવા માંડી છે.જો આમ જ ચાલતું રહેશે તો આ ઘરના દરવાજા તારા માટે હંમેશા બંધ કરી દઈશ.”કારણકે મોનાં જાણતી હતી કે આ વાક્ય મિતની કમજોરી હતું.મોનાંને ખબર હતી કે મિતની એ કમજોરી બની ગઇ છે.

ગુમસુમ થયેલો મિતે મોનાનાં બે ગાલ પર પોતાની હથેળી રાખીને પટાવતા બોલ્યો,”જાન…આવું ના બોલ પ્લિઝ,મને તારા કરતા કોઈ પ્રિય નથી.પ્લિઝ મોના ડાર્લિંગ આ વખતે માફ કરી દે.”

રાત ઠળતા થોડૉ મોડેથી મિત ઘરે ગયો ત્યારે ઘરમાં કોઈ નહોતું.તેને શાલિનીના મોબાઇલ ફોન ઉપર ફોન કર્યો તો જાણવા મળ્યું કે માના પગમાં ફ્રેકચર થયું છે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે.મિત દોડતો હોસ્પિટલ પહોચી ગયો.શાલીનીને એકલે હાથે ડોકટરો અને દવાઓ વચ્ચે ઝઝુમતી જોઈ તેનું માથું શરમથી ઝુકી ગયું। તેને સમજાઈ ગયું કે શાલીનીએ તેને ક્યા કારણથી ફોન કર્યો હતો.જે કામ દીકરાએ કરવાનું હોય તે કામ વહુ કરતી હતી……

એવામાં સરલાબેનનો અવાજ સંભળાયો.

“બેટા અહી આવતો,જરા મારી પાસે, થોડુ કામ છે! ” આ સાંભળતાં મિત અને શાલીની બંને અંદર દોડ્યા

પણ જાણે માએ મિતને ના જોયો હોય તેમ શાલીનીનો હાથ પકડીને બોલ્યા,”બેટા,તારા પપ્પાને ફોન કરીને આ બધું નહી જણાવતી નહીતર એ દોડતા અહીંયા આવી જશે.

“દીકરા તારી સાસુમાને કહે આ આપણું ઘર છે અને આપણો પરિવાર છે.એકબીજાના દુઃખમાં આપણે આપણુ સુખ ભૂલી જઈયે છીએ” આમ કહેતા શાલીનીનાં સસરા મનુભાઈ પણ અંદર આવી ગયા અને બોલ્યા,”શાલીની જેવી દીકરી રૂપે વહું મળી હોય ત્યાં સુખ જ હોય.દુખ સો ગાઉ છેટું રહે.”

આ બધામાં મિત પોતાને પરાયા પણાનો અનુભવ કરતો ખુણામાં શરમ અનુભવતો ઉભો હતો વિચારતો હતો કે આજ ની સ્થિતિ માટે જવાબદાર કોણ ?

મિતની સામે આજે સચ્ચાઇ આવતા આજે દોષિણી મોના લાગતી હતી અને શાલીની ઘરની રાણી લાગતી હતી.

રેખા વિનોદ પટેલ
ડેલાવર (યુએસએ)

Advertisements
 

વળતો પ્રહાર- રેખા પટેલ(વિનોદિની)

આ શબ્દ અલિપ્ત જેમ બોલવામાં સરળ નથી તેમ તેને અનુસરવું પણ ક્યાં સરળ છે?” કહેવા માત્રથી જો સંપુર્ણપણે અલિપ્ત થઇ શકાયું હોય તો હું ક્યારની આ બધાથી દુર જઈને બેઠી હોત. છતાં પણ બદલાવની શરૂઆત હવે ક્યાંયથી તો કરવીજ પડશે. કારણ અતિશય આસક્તિ માત્ર અને માત્ર દુઃખ આપે છે.” વિચારોમાં ખોવાએલી ધ્વની પડખું ફરી ગઈ.

કારણ બાજુમાં નસકોરા બોલાવતા મંથનથી બને તેટલું દુર જવાનો વ્યર્થ પ્રયાસ કરતી હતી. એકાદ આંચકો કે અણગમતો અનુભવ વિચારોને ફેરવી જવા પુરતો છે. લગ્ન થયા ત્યારથી મંથનની બીજી સ્ત્રીઓ સાથેના સબંધોની વાતો તેના કાને અથડાતી રહેતી. શરૂઆતમાં આ બાબતે પતિ સાથે થોડી ચકમક ઝરતી હતી. પરંતુ તેની વિરોધમાં મંથન સાવ નફફટ બની જવાબ આપતો

” જો ધ્વની હું તો બિન્દાસ જીંદગી જીવવામાં માનું છું. તને તારી રીતે જીવવાનો હક છે. તું તારે મસ્તીથી જીવ. તને અહી કોઈ તકલીફ નહિ પડે. બસ મારી લાઈફમાં દાખલ અંદાજી કરી આપણા સહજીવનમાં આગ ના લગાવીશ.”

છેવટે થાકી હારીને ધ્વનીએ આંખ આડા કાન કરવાનું શરુ કરી દીધું. ઊંડે એક આશા પણ હતી કે સમય જતા સમજણ પરિપક્વ થશે, તેમાય બાળકો થતા પરિસ્થિતિ થાળે પડી જશે. પરંતુ એવું કઈ થયું નહિ. આર્થિક રીતે વધારે સધ્ધર થતા તેની બહાર રખડવાની વૃત્તિઓ પણ વકરવા માંડી.

ધ્વની વધારે કરી બાળકોની પાછળ સમય વ્યતીત કરતી અને બાકીના સમયમાં નજીકની ફ્લાવર શોપમાં ફ્લાવર એરેન્જમેન્ટ માટે જતી. આ તેનો ગમતો વિષય હતો. સમય સરતો જતો હતો. બાકી બીજી કોઈ રીતે ધ્વનીને દુઃખ નહોતું,

બે દિવસ પહેલા મંથન સાથે એક મિત્રની મેરેજ એનીવર્સરીની પાર્ટીમાં જવાનું થયું. અને ત્યાં બનેલી એક ઘટનાથી ધ્વનિની વિચાર શક્તિ બદલાઈ ગઈ. ચારેબાજુ ઉલ્લાસનો માહોલ હતો. તે પોતે પણ ખુબ ખુશ હતી. તેમાય આજે તે વધારે સુંદર રીતે તૈયાર થઈને આવી હતી. આથી દરેકની નજરમાં અહોભાવ વાંચી તે પણ મનોમન પોરસાતી હતી.

ધ્વનિની જોડે ઉભો રહીને વાતો કરતો મંથન અચાનક બારણામાં પ્રવેશતી એક મોર્ડન ડ્રેસમાં તૈયાર થયેલી યુવતીને જોઈ તે તરફ ધસી ગયો. તેને ગળે લગાવી હાય મિન્ટી કહી હાથ પકડી પાર્ટીના યજમાન તરફ દોરી ગયો. ત્યારબાદ તે યુવતીની ઘણા બધા સાથે ઓળખાણ કરાવતો રહ્યો. આ તરફ ધ્વની વિચારમાં પડી ગઈ, કે કોણ હશે આ યુવતી જેને તેનો પતિ આટલું બધું મહત્વ આપી રહ્યો છે. છેવટે તે સામે ચાલીને તેમની તરફ ગઈ. સામેથી ત્યાં આવેલી જોતા મંથન માત્ર એટલું બોલ્યો

” મિન્ટી આ ધ્વની છે.” બસ ધ્વની! તેના હૈયે ચીરો પડી ગયો. તે વધુ ઓળખ આપવા જાય ત્યાતો તે તેને બીજા મિત્રો સાથે મૂકી આવ્યો. આજે બહુ વખત પછી ધ્વનીને ફરી લાગી આવ્યું હતું. ઘરે પાછા ફરતા તેણે આ વાતને ફરી ઉખેળી.

“જો ધ્વની તારે સંતોષ માનવો જોઈએ કે રાત્રે ઘરે તો હું તારી સાથેજ આવું છું. બાકી બહાર જે કોઈ મળે તે મારી અંગત વાત છે. બાકી મે તારો પરિચય કરાવ્યો જ હતો. મારે ઘરની અંદર કોઈ આવે તેની સાથે તારી ઓળખાણ કરાવવાની હોય! બાકી તને સાથે પણ પત્ની તરીકે જ લઇને ગયો હતો ને!” આમ તેણે વાતને ત્યાજ ચુપ કરાવી દીધી.

તે રાત ધ્વ્નીએ પડખાં ફેરવતા કાઢી નાખી. બીજા દિવસની સવારે બધું પરવારી ફ્લાવર શોપ ઉપર પહોચી ગઈ. બાળકો વેકેશન હોવાથી મમ્મી પપ્પાને ઘરે ગયા હતા. છેક સાંજ પડી ત્યારે શોપના માલિકના નાનાભાઈને ઘરે મુકવા આવવા તેણે રીક્વેસ્ટ કરી. સામાન્ય રીતે અડધો માઈલ દુર તે ઘરે ચાલતાં આવી જતી. આટલી મોડી સાંજે તેને કોઈ હેન્ડસમ યુવાન તેની બાઈક ઉપર મુકવા માટે આવ્યો હતો. સાથે તેણે જોયું કે બાઈકની ઘરઘરાટીનો અવાજ થતાં મંથન બારી પાસે આવીને ઉભો રહ્યો છે.. કારણ આજે તે આમેય ખાસ્સી મોડી હતી. વધારામાં સેલફોન જાણીને ઘરે મુકીને ગઈ હતી. બાય કહેવા માટે ધ્વ્નીએ જરા વધુ વાર પેલા યુવક સાથે વાત કરી, છેવટે બહુ હસતા ચહેરે ખુશખુશાલ ઘરમાં પ્રવેશી.

” ઓહ આવી ગયા, આજે ઘરે આવતા થોડું મોડું થયું છે તો હું બહારથી ફૂડ લઈને આવી છું. આવો જમી લઈએ.” જાણે કશુજ બન્યું ના હોય તેમ તે અંદર ચાલી ગઈ.

” તને મુકવા આવેલો યુવાન કોણ હતો” મંથને વ્યગ્રતા છુપાવી પૂછ્યું

” ઓહ મારો મિત્ર હતો.તમે જાણીને શું કરશો? એ ક્યા ઘરની અંદર આવ્યો હતો? તમેજ કહો છો ઘરની અંદર આવે તેની ઓળખાણ જરૂરી છે.” ઘ્વનીએ બે-ફીકરાઈથી જવાબ વાળ્યો.

” છતાં પણ એ કોણ હતો જાણવાનો મારો હક છે. તું મારી પત્ની છે.”

“સાવ સાચું , બરાબર એમજ ને કે હું ઘરમાં તમારી પત્ની છું.” ધ્વની પહેલી વાર વ્યંગમાં હસી. અને મંથનનું વર્ષોથી બંધ પડેલું સ્વકેન્દ્રી દ્વાર ખુલી ગયું.

” સોરી ધ્વની , હવે આવી ભૂલ ફરી નહિ થાય.” બધું ભૂલી ધ્વની મંથનને વળગી પડી.IMG_2847

 

અછાંદસ- અફસોસ,
ગઈકાલની ભવ્યતાને યાદ કરી
હું આખું જીવન રડતો રહ્યો.
અને છેક અંત વેળાએ સમજાયું
એ માત્ર દેખાડાથી વધારે કશુંજ નહોતું.
જીવનભર એકાંતના અડાબીડ
જંગલોમાં હું ભટકતો રહ્યો,
આંખ મીંચાય એ પહેલા જણાયું
ત્યાં બધીરતાથી વિશેષ કશુંજ નહોતું.
જીવનનાં તોફાની દરિયાને પાર કરવા
હું રાતદિવસ હલેસાં મારતો રહ્યો.
થાક ચડ્યો ત્યારે ભાન આવ્યું,
એ મૃગજળના દરિયાથી વધુ કશુંજ નહોતું.
આજે સરી ગયેલો એ સમય,
એકાંતનું જંગલ અને ભરેલો રેત દરિયો
દુર ઉભા રહી ખુબ હસ્યાં
મારી પાસે અફસોસથી વધારે કશુંજ નહોતું.
રેખા પટેલ (વિનોદિની)

 

 
 

तुम्हारा मन महकता गुलाब था
लेकिन! तुमने कभी.
इजहार नहीं किया !!

प्यार जताते नहीं
महसूस करते है!
तुमने यही सोचकर ….
मनके मीठे भावों को
मौन तले दबा कर रख दिया .

धीरे धीरे …
वो मौन वटवृक्ष बनकर
अपनी जड़ को
मजबूती से फैलाता गया !!
साथ वो प्यार भी ,
मेरे अंतर्मन की गुफामे
धसता चला गया !

समयको साक्षी मानकर
मैंने अपने ही हाथो ,
गुफाका द्वार बंद कर दिया !!!
जहा मैंने मन को,
बड़ी शिद्दत से छुपाया था,
कल रात वहा से आह सुनाई दी,
गौर सुना,
छोटा सा एक सपना
अबभी छटपटा रहा था
दो लब्जोको ढूढ रहा था.

रेखा पटेल(विनोदिनी

 

 

સ્ત્રીની સાથીદાર સ્ત્રી”- રેખા પટેલ(વિનોદિની) ડેલાવર (યુએસએ)
કાવ્યાને લગ્ન કરીને સાસરીમાં આવ્યાને બે વર્ષ થવા આવ્યા હતા. ચંચલ હસમુખી કાવ્યાનાં મનમાં શરૂઆતના દિવસોમાં અઢળક સપનાઓ હતા. ઘરમાં મનોજ પોતે અને સરીતાબેન જેવા સ્નેહાળ સાસુ, જીંદગી મઝાથી જશે તેવું વિચારતી કાવ્યાને થોડાજ દિવસોમાં સમજાઈ ગયું કે જેવું વિચારતી હતી તેનાથી અહી ઘણું બધું ઉલટું છે. માત્ર સાસુના સ્વરૂપમાં મા મળી એ વાત સાચી હતી. મનોજ કાવ્યાને પ્રેમ તો ઘણો કરતો હતો છતાં નાની વાતમાં પણ ગુસ્સો કરવાની તેને ખરાબ આદત હતી. શક્કી અને મિજાજી મનોજના ડરને કારણે કાવ્યા ખુલ્લા મને હસતાં પણ ડરતી હતી. તેના સાસુ સરીતાબેનની નજરથી આ બધું કઈ અજાણ નહોતું. એ પણ મિજાજી દીકરાના ગુસ્સાથી બચવા માટે , અને નાકમાં દીકરા વહુના સંસારમાં ડખલ નાં કરવું વિચારી આ બધાથી દુર રહી પોતાના કાર્યમાં વ્યસ્ત રહેવાનો ડોળ કરતા રહેતા. છતાં નવી પરણીને આવેલી પારકી દીકરી માટે તેમનો જીવ બળતો હતો. મનોજના ઘરથી બહાર જતાની સાથે તે કાવ્યાને કામકાજમાં પુરતો સહકાર આપવાનો પ્રયત્ન કરતા. પરંતુ એ ખીલતા ફૂલ જેવી કાવ્યા અકાળે મુરઝાઈ ગઈ હતી.
એક દિવસે નાનકડી ભૂલને કારણે મનોજે પોતાનો સંયમ ગુમાવી દીધો અને કાવ્યાને તડાતડ બે લાફા લગાવી દીધા. સરીતાબેનને લાગ્યું હવે પાણી માથાથી ઉપર જઈ રહ્યું છે, તે દિવસે તો તે કશુંજ બોલ્યા વિના ત્યાંથી દુર ખસી ગયા. તે પછી કાવ્યા ખુબ રડી હતી.
બીજા દિવસની સાંજે મનોજ નોકરી ઉપરથી પાછો આવ્યો ત્યારે કાવ્યા તેની પથારીમાં બ્લેન્કેટ ઓઢી સુતી હતી.
” કેમ આજે શું થયું? તું બહાર નથી આવી, ચાલ ચા બનાવી લાવ.” મનોજને ઘરે આવતાની સાથે કાવ્યા સામે આવીને ઉભી રહે તેવું ઈચ્છતો. તેમાય ગઈકાલની બીના બન્યા પછી મનોજને પણ પસ્તાવો હતો. આથી તે કાવ્યાને ખુશ કરવા તેના ભાવતા સમોષા અને ચટણી લઈને આવ્યો હતો.
ત્યાંતો સરીતાબેન ત્યાં આવી ઉભા રહ્યા “મનોજ કાવ્યા સવારે બાથરૂમમાં લપસી પડી હતી. તું કામમાં વ્યસ્ત હશે વિચારી હું જાતેજ તેને હોસ્પીટલમાં લઇ ગઈ હતી. એક્સરેમાં જાણવા મળ્યું છે કે કમરમાં ઝીણી ક્રેક પડી છે માટે હમણાં તેને સંપૂર્ણ આરામની જરૂર છે. હવે તું પણ કાલથી વહેલો ઘરે આવવાનું રાખજે. મારી એકલીથી ઘરનું અને કાવ્યાનું કામ નહિ થાય, હવે મારી પણ તબિયત બહુ સારી નથી રહેતી”.
આ લગ્ન પછીના બે વર્ષમાં મનોજે રાજાશાહી ભોગવી હતી. તેના બદલે હવે ઘરે આવતાની સાથે કાવ્યાની દેખભાળ કરવાનું રહેતું ઉપરાંત માને પણ થોડી મદદ કરવાની થતી. બે અઠવાડિયામાં મનોજ થાકી ગયો હતો.
” મા આ કાવ્યાને ક્યારે સારું થશે? હું તો થાકી ગયો. કાવ્યા સાજી નરવી હતી ત્યારે આપણે કેટલી શાંતિ હતી. મને પાણી માંગતા દૂધ મળતું હતું. અને હવે મારે તેની સેવા કરવી પડે છે”. મનોજ કાવ્યા માટે દુઘ ગરમ કરતાં બોલ્યો.
” હા બેટા સાચી વાત છે. જ્યારે તે સાજી હતી ત્યારે હું પણ તેની મહત્તા સમજી શકી નહોતી. હવે લાગે છે કે એ છોકરી કેટલું કામ કરતી અને તોય તું તેની ઉપર ચિડાતો રહેતો. આજે સમજાય છે કે તેના વગર આપણા સંસારની ગાડી ડગમગવા લાગી છે”.
સાચી વાત છે મા મને લાગે છે હું પણ કાવ્યા સાથે ખરાબ વ્યવહાર કરતો હતો. કદીયે તેની ઈચ્છા સમજવા પ્રયત્ન નથી કર્યો. આજે મને ભૂલ સમજાય છે.”
મનોજ ચુપચાપ ગરમ દુધ લઈને કાવ્યા પાસે ગયો ” કાવ્યા ચાલ આ દૂધ જલ્દીથી પૂરું કરી લે”.
” મનોજ પ્લીઝ મને દૂધ નથી ભાવતું”.
” ડીયર તું જલ્દી સાજી થઇ જા તારા વિના હું અધુરો છું, તને આમ પથારીમાં પડેલી જોઈ લાગે છે હું પણ બીમાર થઈ ગયો છું.” કાવ્યાના માથા ઉપર સ્નેહથી હાથ ફેરવવા લાગ્યો.
બીજા દિવસે મનોજના નોકરી ઉપર ગયા પછી કાવ્યા રસોડામાં આવી ” બા હવે મને લાગે છે આપણે આ નાટકને બંધ કરી લેવું જોઇયે, મારી બીમારીના કારણે મનોજ બહુ દુઃખી લાગે છે. અને તેમને આમ જોઈ મને બહુ દુઃખ થાય છે.”
” બસ બેટા બે દિવસ વધુ. આજે કહીશું ડોક્ટર પાસે જઈને આવ્યા હવે સારું છે. પણ જોયુંને બેટા મારો મનોજ કેવો સુધરી ગયો”. કહી સરીતાબેન હસવા લાગ્યા.
“હા બા તમારા વિના આ ક્યા શક્ય હતું, તમારા સાથને કારણે હું મારા સંસાર સુખને પામી શકી છું”.
” બેટા સ્ત્રી જો સ્ત્રીની સાથીદાર બને તો સઘળા દુઃખ હસતાં દુર કરી શકાય છે. ચાલ હવે મઝાની ચાય બનાવી સાસુ વહુની ટીવી સિરિયલોની મઝા માણીએ”…..
અને આખું રસોડું બંનેના ખીલખીલાટથી ભરાઈ ગયું.

 

વળતો પ્રહાર- રેખા પટેલ(વિનોદિની)
આ શબ્દ અલિપ્ત જેમ બોલવામાં સરળ નથી તેમ તેને અનુસરવું પણ ક્યાં સરળ છે?” કહેવા માત્રથી જો સંપુર્ણપણે અલિપ્ત થઇ શકાયું હોય તો હું ક્યારની આ બધાથી દુર જઈને બેઠી હોત. છતાં પણ બદલાવની શરૂઆત હવે ક્યાંયથી તો કરવીજ પડશે. કારણ અતિશય આસક્તિ માત્ર અને માત્ર દુઃખ આપે છે.” વિચારોમાં ખોવાએલી ધ્વની પડખું ફરી ગઈ.
કારણ બાજુમાં નસકોરા બોલાવતા મંથનથી બને તેટલું દુર જવાનો વ્યર્થ પ્રયાસ કરતી હતી. એકાદ આંચકો કે અણગમતો અનુભવ વિચારોને ફેરવી જવા પુરતો છે. લગ્ન થયા ત્યારથી મંથનની બીજી સ્ત્રીઓ સાથેના સબંધોની વાતો તેના કાને અથડાતી રહેતી. શરૂઆતમાં આ બાબતે પતિ સાથે થોડી ચકમક ઝરતી હતી. પરંતુ તેની વિરોધમાં મંથન સાવ નફફટ બની જવાબ આપતો
” જો ધ્વની હું તો બિન્દાસ જીંદગી જીવવામાં માનું છું. તને તારી રીતે જીવવાનો હક છે. તું તારે મસ્તીથી જીવ. તને અહી કોઈ તકલીફ નહિ પડે. બસ મારી લાઈફમાં દાખલ અંદાજી કરી આપણા સહજીવનમાં આગ ના લગાવીશ.”
છેવટે થાકી હારીને ધ્વનીએ આંખ આડા કાન કરવાનું શરુ કરી દીધું. ઊંડે એક આશા પણ હતી કે સમય જતા સમજણ પરિપક્વ થશે, તેમાય બાળકો થતા પરિસ્થિતિ થાળે પડી જશે. પરંતુ એવું કઈ થયું નહિ. આર્થિક રીતે વધારે સધ્ધર થતા તેની બહાર રખડવાની વૃત્તિઓ પણ વકરવા માંડી.
ધ્વની વધારે કરી બાળકોની પાછળ સમય વ્યતીત કરતી અને બાકીના સમયમાં નજીકની ફ્લાવર શોપમાં ફ્લાવર એરેન્જમેન્ટ માટે જતી. આ તેનો ગમતો વિષય હતો. સમય સરતો જતો હતો. બાકી બીજી કોઈ રીતે ધ્વનીને દુઃખ નહોતું,
બે દિવસ પહેલા મંથન સાથે એક મિત્રની મેરેજ એનીવર્સરીની પાર્ટીમાં જવાનું થયું. અને ત્યાં બનેલી એક ઘટનાથી ધ્વનિની વિચાર શક્તિ બદલાઈ ગઈ. ચારેબાજુ ઉલ્લાસનો માહોલ હતો. તે પોતે પણ ખુબ ખુશ હતી. તેમાય આજે તે વધારે સુંદર રીતે તૈયાર થઈને આવી હતી. આથી દરેકની નજરમાં અહોભાવ વાંચી તે પણ મનોમન પોરસાતી હતી.
ધ્વનિની જોડે ઉભો રહીને વાતો કરતો મંથન અચાનક બારણામાં પ્રવેશતી એક મોર્ડન ડ્રેસમાં તૈયાર થયેલી યુવતીને જોઈ તે તરફ ધસી ગયો. તેને ગળે લગાવી હાય મિન્ટી કહી હાથ પકડી પાર્ટીના યજમાન તરફ દોરી ગયો. ત્યારબાદ તે યુવતીની ઘણા બધા સાથે ઓળખાણ કરાવતો રહ્યો. આ તરફ ધ્વની વિચારમાં પડી ગઈ, કે કોણ હશે આ યુવતી જેને તેનો પતિ આટલું બધું મહત્વ આપી રહ્યો છે. છેવટે તે સામે ચાલીને તેમની તરફ ગઈ. સામેથી ત્યાં આવેલી જોતા મંથન માત્ર એટલું બોલ્યો
” મિન્ટી આ ધ્વની છે.” બસ ધ્વની! તેના હૈયે ચીરો પડી ગયો. તે વધુ ઓળખ આપવા જાય ત્યાતો તે તેને બીજા મિત્રો સાથે મૂકી આવ્યો. આજે બહુ વખત પછી ધ્વનીને ફરી લાગી આવ્યું હતું. ઘરે પાછા ફરતા તેણે આ વાતને ફરી ઉખેળી.
“જો ધ્વની તારે સંતોષ માનવો જોઈએ કે રાત્રે ઘરે તો હું તારી સાથેજ આવું છું. બાકી બહાર જે કોઈ મળે તે મારી અંગત વાત છે. બાકી મે તારો પરિચય કરાવ્યો જ હતો. મારે ઘરની અંદર કોઈ આવે તેની સાથે તારી ઓળખાણ કરાવવાની હોય! બાકી તને સાથે પણ પત્ની તરીકે જ લઇને ગયો હતો ને!” આમ તેણે વાતને ત્યાજ ચુપ કરાવી દીધી.
તે રાત ધ્વ્નીએ પડખાં ફેરવતા કાઢી નાખી. બીજા દિવસની સવારે બધું પરવારી ફ્લાવર શોપ ઉપર પહોચી ગઈ. બાળકો વેકેશન હોવાથી મમ્મી પપ્પાને ઘરે ગયા હતા. છેક સાંજ પડી ત્યારે શોપના માલિકના નાનાભાઈને ઘરે મુકવા આવવા તેણે રીક્વેસ્ટ કરી. સામાન્ય રીતે અડધો માઈલ દુર તે ઘરે ચાલતાં આવી જતી. આટલી મોડી સાંજે તેને કોઈ હેન્ડસમ યુવાન તેની બાઈક ઉપર મુકવા માટે આવ્યો હતો. સાથે તેણે જોયું કે બાઈકની ઘરઘરાટીનો અવાજ થતાં મંથન બારી પાસે આવીને ઉભો રહ્યો છે.. કારણ આજે તે આમેય ખાસ્સી મોડી હતી. વધારામાં સેલફોન જાણીને ઘરે મુકીને ગઈ હતી. બાય કહેવા માટે ધ્વ્નીએ જરા વધુ વાર પેલા યુવક સાથે વાત કરી, છેવટે બહુ હસતા ચહેરે ખુશખુશાલ ઘરમાં પ્રવેશી.
” ઓહ આવી ગયા, આજે ઘરે આવતા થોડું મોડું થયું છે તો હું બહારથી ફૂડ લઈને આવી છું. આવો જમી લઈએ.” જાણે કશુજ બન્યું ના હોય તેમ તે અંદર ચાલી ગઈ.
” તને મુકવા આવેલો યુવાન કોણ હતો” મંથને વ્યગ્રતા છુપાવી પૂછ્યું
” ઓહ મારો મિત્ર હતો.તમે જાણીને શું કરશો? એ ક્યા ઘરની અંદર આવ્યો હતો? તમેજ કહો છો ઘરની અંદર આવે તેની ઓળખાણ જરૂરી છે.” ઘ્વનીએ બે-ફીકરાઈથી જવાબ વાળ્યો.
” છતાં પણ એ કોણ હતો જાણવાનો મારો હક છે. તું મારી પત્ની છે.”
“સાવ સાચું , બરાબર એમજ ને કે હું ઘરમાં તમારી પત્ની છું.” ધ્વની પહેલી વાર વ્યંગમાં હસી. અને મંથનનું વર્ષોથી બંધ પડેલું સ્વકેન્દ્રી દ્વાર ખુલી ગયું.
” સોરી ધ્વની , હવે આવી ભૂલ ફરી નહિ થાય.” બધું ભૂલી ધ્વની મંથનને વળગી પડી.

 

 

ઝાટકો – રેખા પટેલ (વિનોદિની)
ઈચ્છાઓ માલવને ક્યાંથી ક્યાં પહોચાડી આવી હતી. આજે તેને આ વાત બરાબર સમજાઈ રહી હતી. સાવ સામાન્ય પરિવારના સુરેશ અને સરોજના દીકરા તરીકે માલવને નાનપણથી પોકેટમનીની તંગી રહેતી. અમેરિકા આવ્યાના બીજાજ વર્ષે માલવનો અને તે પછી સંઘ્યાનો જન્મ થયો. સામાન્ય જોબ કરી બંને બાળકોને ઉછેરવામાં, ભણાવવામાં સુરેશ અને સરોજની યુવાની વીતી જવા આવી હતી. ત્રણ વખત ઇન્ડીયા જવા સિવાય ખાસ ક્યાય ફરવા જવાનું શક્ય નહોતું બન્યું. માલવ અને સંઘ્યાને લઈને ફ્લોરીડા ડીઝની વલ્ડ જઈ મન મનાવી લીધું હતું. છતાં તેઓ બાળકોને ખુશ રાખવાની કોશિશમાં બધુજ ભૂલી ખુશ હતા.
ઉંમર વધતા માલવની ઈચ્છાઓ અને શોખ વધતા ચાલ્યા હતા. તેની હમઉમ્ર બીજા બાળકોને બ્રાન્ડેડ કપડાં અને આઈફોન લઈને ફરતા જોતો ત્યારે માલવને ડોલરની તંગી વધુ ખુંચતી હતી. એ માટે તેણે પાર્ટ ટાઈમ જોબ પણ શરુ કરી દીધી. છતાં સ્ટડી સાથે તેના શોખ પુરા કરી શકે તેટલું તે કમાઈ શકતો નહોતો. કોલજના પહેલા વર્ષમાં તેની મુલાકાત અમેરિકન સ્ટુડન્ટ જોહન સાથે થઇ. જોહન ડ્રગ ડીલીંગ કરતો હતો. કોલેજમાં પ્રથમ વર્ષમાં આવનારા સ્ટુડન્ટ ઘર છોડી ડોમમાં રહેવા આવે છે ત્યારે તેઓ ઘરના રોકટોક ભર્યા વાતાવરણને છોડી મુક્તાતાનો અનુભવ કરે છે.

નવા મિત્રો બિન્દાસ જીંદગી જીવવાના કોડમાં ખરાબ સંગત અને ડ્રગ્સ જેવી નશા ખોરીમાં ઝડપથી ફસાઈ જતા હોય છે. માલવ સાથે આમજ બન્યું. ડ્રગ્સ જેમ તન મનથી માણસને ખોખલો કરે છે તેવીજ રીતે ધનથી પણ પાયમાલ કરી નાખે છે. માલવને પહેલેથી ડોલરની અછત પડતી હતી, તેમાં હવે આ મોંઘો નશો. ખર્ચને પહોચી વળવા તેણે કોલેજમાં બીજા વિઘ્યાર્થીઓને ડ્રગ સપ્લાય કરવાનું કામ શરુ કરી દીધું. જેના પરિણામે તેની આવકમાં વધારો થયો. સાથે નાશાખોરીમાં સપડાએલા યુવક યુવતીઓ ડ્રગ્સના કારણે અને હાથમાં ડોલરની થ્પ્પીઓને કારણે તેની આજુબાજુ ફરવા લાગ્યા હતા. આ બધાથી માલવની અંદરનો અહં પોષાવા લાગ્યો. સામાન્ય ગુજરાતી પરિવારનો દીકરો અમેરિકામાં જલ્દી ડોલર ભેગા કરવાની દોડમાં અંધારી ગલીઓમાં પ્રવેશી ચુક્યો હતો.
આ ચમકદમક બહુ થોડા દિવસ ચાલી . ત્યાતો એક દિવસ અચાનક કોલેજની બહાર પોલીસની રેડ પડી જેમાં એ ઝડપાઈ ગયો. નશીબ સારું હતું કે તેની પાસેથી એકજ ડ્રગ્સની પડીકી મળી આવી. બીજા ડ્રગ ડીલરો સાથે તેને પણ પોલીસસ્ટેશન માં લઇ જવાયો.
આ સમાચાર જાણતાં સરોજ અને સુરેશને માથે આભ તૂટી પડયું. જે બાળકોને સંસ્કારો સીંચી મોટા કર્યાનો ગર્વ હતો તે એકજ ઝાટકે તૂટી પડ્યો. સુરેશ હંમેશા કહેતો કે ભલે આપણે ડોલર્સ ભેગા આનાથી કર્યા પણ આપણી પાસે બે અણમોલ હીરા જેવા બાળકો છે. આજે એ બધું કકડભૂસ થઈ તૂટી પડ્યું હતું. દીકરા પ્રત્યેના પ્રેમને કારણે તે ખચકાતા ડરતા પોલીસ સ્ટેશન પહોચી ગયા. દીકરાને આવી સ્થિતિમાં જોતા તેમનું કાળજું કપાઈ ગયું. તેને બહાર કાઢવા માટે બોન્ડના પચાસ હજાર ડોલર ભરવાના હતા. જે રકમ આ સામાન્ય દંપતી માટે ઘણી હતી. છતાં પણ દીકરાને “બને તેટલી જલ્દી છોડાવી જશે” એવું આશ્વાસન આપી દુઃખી થઈ પાછા ફર્યા.
આ દરમિયાન માલવ જોતો હતો કે તેની સાથે પકડેલા બે અમેરિકનો તેમના દીકરાઓને બોન્ડ ઉપર છોડાવીને લઇ ગયા. બે કાળિયા ડ્રગ ડીલરોને માટે આવી છ આઠ મહિનાની સજા જાણે કોઈજ મોટી વસ્તુ નહોતી. બસ ઇન્ડિયન તરીક માલવની હાલત દયાજન થઇ ગઈ હતી. ગમેતેમ તોય નાનપણથી જે બધું શીખવવામાં આવ્યું હતું તે આજે આગળ આવીને તેને ડરાવી રહ્યું હતું. અહી કસ્ટડીમાં ભેદભાવ પૂર્વકનો વહેવાર થતો હતો. છેવટે કેટલીય માનશીક યાતનાઓ પછી માલવ એ પુરવાર કરી શક્યો કે તે પડીકી પોતાની ડ્રગ્સ લેવાની આદત માટે ખરીદીને લાવ્યો હતો. અને એ પણ વિશ્વાસ અપાવ્યો કે હવે આ ખરાબ સંગતમાંથી બહાર આવવા માટેના ઉપાયો કરશે.
આ દસ દિવસની સજાનો ઝાટકો આડા પાટે ચડેલી તેની જિંદગીની ગાડીને સીધા માર્ગે લાવવા પુરતી રહી. જે તેને સમજાવી ગઈ કે ગળથુથીમાં મળેલા સંસ્કારો અને શરમને નેવે મૂકી શકાતાં નથી.. સરોજ અને સુરેશે પોતાની બચત હવે માલવની ડ્રગ્સ છોડાવવાની આદત પાછળ લગાવી દીધી. દીકરાને સાચી સમજ આવી ગઈ હતી તેની ખુશી વધારે હતી, સામે બચત વપરાઈ જવાની કોઈ ચિંતા નહોતી.