RSS

Monthly Archives: September 2016

“જિંદગીની કીમતી મૂડી”

“જિંદગીની કીમતી મૂડી…સમય” રેખા પટેલ (વિનોદિની)

સમય, આજકાલ કોઈ પણ પ્રશ્નના બદલે દરેકના મ્હોએ થી એકજ જવાબા સંભળાય છે સમય નથી. સવાલ થાય છે આ સમય ગયો તો ક્યા ગયો? કોઈ ચોરી ગયું કે સંતાઈ ગયો? ખરેખર તો તે ત્યાજ છે જ્યાં આપણે એને આપણી મનોવૃત્તિઓ હેઠળ વ્યર્થ છુપાવી રાખીએ છીએ. વધારે કરીને આળસ, નકારત્મકતા, કડવાશ કે પછી અભિમાનને છુપાવવા સમયનું બહાનું આગળ ઘરી દેવાય છે.

હા આધુનિક જમાનાની દોડમાં સમય ક્યારેક ઓછો પડે છે તે વાત સાવ સાચી છે. પરંતુ એનો અર્થ એવો નથી કે જરૂરી કામ અને પોતાના માટે કે પછી જરૂરીઆત માટે સમયને ના ફાળવી શકાય. સમય આપણી માલિકીની વસ્તુ છે. બસ તેનો કેવી રીતે કેટલો સચોટ ઉપયોગ કરવો એ આપણા હાથમાં રહેલું છે. આપણા સમય ઉપર બીજાની ઈજારાશાહી ના હોવી જોઈએ. નહીતો કાર્યદક્ષતા અને આઝાદી ગૂંગળાઈ જાય છે. ક્યારેક બહુ કુશળ એવા કારીગર કે વર્કરને સમયના પિંજરામાં કેદ કરવામાં આવે, તેમની કળા ને ટાઈમના ચક્રમાં બાંધવામાં આવે તો તેઓ પોતાની સો ટકા આવડત દેખાડી શકતા નથી. આમ થવાનું કારણ છે કે સમય તેમના ઉપર હાવી થઈ જતો હોય છે.

     આવીજ રીતે કોઈ આળસુને એક નાના કામ માટે સમયનો છૂટો દોર આપવામાં આવે તો તે કામ ક્યારેય તેના અંત સુધી પહોચતું નથી. માત્ર તેનો વ્યય થાય છે. આમ સમયને કેવી રીતે અને કેટલો વાપરવો તે જાણવું સમજવું ખાસ જરૂરી છે.
આજે જ્યારે દરેકને સમયની ખોટ સાલે છે ત્યારે ત્યારે તેનો સદુપયોગ કરવો ખાસ જરૂરી બની રહે છે. આજકાલ બહુ ફેમસ એવી સોશિયલ મીડિયાની સાઈટસ આપણો ઘણો કિંમતી સમય ખાઈ જાય છે. હું ચોરી લે છે એમ નહિ કહું કારણ જ્યાં સામે ચાલી આપણે વેડફી નાખીએ ત્યારે તેને ખાઈ જાય કહેવું યોગ્ય લાગે છે. સોશિયલ મિડિયાના વધુ પડતા એડિકશનને કારણે માત્ર રોજીંદા કામો નહિ પણ મહત્વના કામો પણ ખોરવાઈ જાય છે. અથવા તો ઝડપથી કામ નીપટાવી લેવાની વૃત્તિઓ વધતી જાય છે અને તેની અસર ચોકસાઈ ઉપર પડે છે. ક્યારેક આપણે બધાજ આ કુટેવને કારણે મનોમન ગ્લાની પણ અનુભવીએ છીએ.
 આજના આ આધુનિક અને ઝડપી યુગમાં દરેકે સમયની ફાળવણી યોગ્ય રીતે કરાવી અત્યંત જરૂરી બની રહે છે. શું પ્રથમ મહત્વના કામ તરફ પહેલું ઘ્યાન આપવું જરૂરી છે. હું માનું છું જે કામોની પ્રાયોરીટીઝ પહેલી હોય તેને સમય અનુસાર નીપટાવી લેવા જોઈએ. એમ કરવાથી કંઈક કર્યાનો હાશકારો થશે. સાથે મન બીજા કામ તરફ ફેરવાશે.

 હવે સમય આપો સબંધોની જાળવણી માટે, દરેક સબંધ સમય માગે છે એ પછી નજીક નો હોય કે દુરનો. દરેકની સાથે તેમની જરુરીઆત પ્રમાણે એક ક્વોલીટી ટાઈમ પસાર કરવો મહત્વનો છે. આ કારણે સંબંધોમાં તાજગી અને મીઠાશ જળવાઈ રહે છે. અને ગેરસમજની દીવાલ સર્જાતી નથી. સંબંધોમાં મેચ્યોરીટી વધશે અને તેના કારણે આંતરિક ખુશી પણ આપોઆપ છલકાવા માંડે છે.
સમયની સાચી જરુરીઆત આપણા સંતાનોને હોય છે. આપણી પહેલી જવાબદારી આવતી કાલના ભવિસ્યને માટેની છે. માત્ર સમયની હાજરી થી ઘણા ખરા અંશે પુરી થઈ શકે છે. જે વ્યક્તિએ ખરેખર જીવનમાં કઈક અચીવ કરવું હોય આગળ વધવું હોય તો સમયની સાથે ચાલવું અત્યંત જરૂરી છે. સમયની કિંમત નહિ આંકીએ તો ફેંકાઈ જાશું.

આજકાલ સમાજમાં ફેલાએલી એક મોટી કુટેવ છે. સોશ્યલ મીડિયા સાથેનો વધારે પડતો લગાવ. કેટલાકને વારંવાર સ્માર્ટફોન દ્વારા કે કોમ્યુટર દ્વારા વોટ્સઅપ અને ફેસબુક કે ટ્વીટરને ચેક કરી લેવાની અને સતત સંપર્કમાં રહેવાની ટેવ હોય છે. અહી આવતી પોસ્ટમાં અને ગોસીપમાં વધારે રસ રાખવાના કારણે પોતાના કાર્યને બદલે બીજા પાટે ચડી જાય છે અને તેમના કિંમતી સમયનો વ્યર્થ બગાડ કરે છે.

આજના ડોટકોમ યુગમાં ઈન્ટરનેટ જગત સાથે જોડાઈ રહેવું જરૂરી છે પરતું તેને કમજોરી બનાવવાને બદલે સફળતાની સીડી તરીકે વાપરવું જોઈએ. જરૂરીઆત પ્રમાણે તેનો ઉપયોગ આગળ વધવામાં ચોક્કસ મદદરૂપ થશે. આ આપણે સમજીને બાળકોને શીખવવું બહુ જરૂરી છે. કારણ આજ કુટેવને કારણે બાળકો પણ પોતાનો મહત્વનો સમય બરબાર કરી રહ્યા છે. સ્માર્ટફોન ઉપર કલાકો વ્યતીત કરે છે. આ શું છે? તેઓ અહી થી શું મેળવે છે? બાળકો આપણને જોઇને શીખે છે માટે વધારાનો સમય હોય ત્યારે તેમની સાથે વ્યતીત કરવો જોઈએ નહિ કે બીજી નકામી પ્રવૃત્તિ પાછળ.

દરેક વ્યક્તિએ પોતાના શોખ માટે ખાસ સમયની ફાળવણી જરૂરી છે. પુરુષો પોતાના શોખની જાળવણી આસાની થી કરી શકે છે. પરંતુ સ્ત્રીઓ માટે આગવા શોખ માટે અલગ સમય ફાળવવો મુશ્કેલ બની જતો હોય છે. તેમાય લગ્ન પછીની વ્યસ્તતા સ્ત્રીને બધુજ ભૂલવા કે મન મારીને જીવવા મજબુર કરી દે છે. આવા સમયમાં સ્ત્રીનું અસ્તિત્વ ખોરવાઈ જાય છે. સાંસારિક જવાબદારીઓ પૂરી કર્યા પછી દરેક સ્ત્રીએ પોતાના મૃતપાય બનેલા શોખને જીવંતતા આપવી જોઈએ.  કારણ આ શોખ જયારે જીવનમાં ક્યારેક એકલતા આવે ત્યારે તેને સહારે ખુશી હાસિલ કરી શકે છે. જીવન તરફ ની અભિગમ હકારાત્મક બને છે. ક્યારેક આપણી ખુશી માટે સમયની ચોરી કરતા પણ શીખવું જરૂરી છે. આપણે ખુશ રહીશું તો બીજાને એ ખુશી બમણી કરી આપી શકીશું. માટે આપણે આપણી જરૂરીઆત પહેલી સમજવી જોઈએ.

 

” વ્યક્તિને ખરેખર જીવનમાં કઈક અચીવ કરવું હોય , આગળ વધવું હોય તો તેણે સમયની સાથે ચાલવું અત્યંત જરૂરી બની જાય છે. સમય કોઈની માટે કદી પણ રોકાયો નથી અને ગમે તેટલી મોટી કિંમત ચૂકવશો તો પણ એ રોકાશે નહિ”. ” હાથમાં રહેલો સમય માત્ર જિંદગીની કીમતી મૂડી છે. આથી આજ “મળતા સમયને ઉત્સવ સમજી માણી લેવો જોઈએ.ભૂતકાળની ભવ્યતા અને ભવિષ્યકાળની લાલસાને છોડી આજને સ્વજનો સાથે ઉજવી લેવો ખાસ જરૂરી છે. નહીતર સમય સાચેજ ઉડી જશે કદીયે હાથ નાં આવવા માટે”.

રેખા પટેલ (વિનોદિની)

ડેલાવર (યુએસએ)

 

 

 

 

ચાલને પ્રેમ કરી લઇએ…..આપણે પ્રેમ કરી જોઈએ.

કાવ્ય :
ચાલને પ્રેમ કરી લઇએ…..આપણે પ્રેમ કરી જોઈએ.
એકમેકને બહુ જોયા,હવે દુનિયા જોઈ લઇએ,
જીતવા જેવું ઘણું છે જગમાં,
મન સહુના હરી લઇએ….ચાલને પ્રેમ કરી લઇએ.

આંખોમાં ડૂબી તરતા શીખ્યા, દુનિયા તરી જોઈએ,
ઝીલવા જેવું ઘણું છે જગમાં,
સુખ દુઃખ ઝીલી લઇએ ..ચાલને પ્રેમ કરી લઇએ.

આપમેલની વાત છોડી, થોડું વહેંચી જોઈએ,
આપવા જેવું ઘણું છે જગમાં,
હારી સઘળું જીતી લઇએ …ચાલને પ્રેમ કરી લઇએ.

આમંત્રણમાં સહુ કોઈ પહોંચે,ના બોલાવે પહોંચી જઈએ,
માનપાન જેવું ધણું છે જગમાં,
હૃદયને પ્રેમે જીતી લઇએ …ચાલને પ્રેમ કરી લઇએ.
આપણે પ્રેમ કરી જોઇએ…

રેખા પટેલ (વિનોદીની)

 

ना मिलते तो अच्छा था ……

ना मिलते तो अच्छा था ……
भूलने का बहाना करते, हम भूल सकते तो अच्छा था
कभी खुद को खोते, सोचते ना मिलते तो अच्छा था

जमाने को फर्क नहीं पड़ता कोई मिले या बिछड़ जाए
वो उँगलियो का मिलन अधूरा, ना करते तो अच्छा था

ढ़ेरों खुशियाँ कबसे खडी है यहॉ बाहें फैलाकर सामने
मासूमियत सजाकर रोज याद ना आते तो अच्छा था

आज भी मंजर याद है ,हमें सर पर सजाकर रख्खा था
हर छोटी हमारी फ़िक्रमें तुम यूँ ना जलते तो अच्छा था

सबकुछ भूल जानेकी हर कोशिश ना कामियाब रही
तुममे बच्चों सी दिवानगी हमें ना दिखाते तो अच्छा था

रेखा पटेल विनोदिनी

 

“એ છે પ્રેમ ભર્યું હૈયું “

મેં દોડતા પ્રેમને રોક્યો.
જરા રોકાઈ જા,
આમ હાંફતો ક્યાં જાય છે?
” પેલા રૂપને પકડવા” એ બોલ્યો.
“જરા તો થાક ખા ” મેં કહ્યું.
” એ પછી જતું રહેશે “
“તો એને પકડી તું શું કરીશ?
તું એને પકડ જે સદાય તને સમાવી રાખે,
“એમ એ કોણ છે?” એ પૂછી બેઠો
“એ છે પ્રેમ ભર્યું હૈયું ” મેં સમજાવ્યું.
પ્રેમ રોકાઈ ગયો…
રેખા પટેલ ( વિનોદિની)

 
1 Comment

Posted by on September 29, 2016 in અછાંદસ

 

રોટલો આપે એ કામ ઉજળું

સંવેદનાનું સીમકાર્ડ ; “રોટલો આપે એ કામ ઉજળું “…રેખા પટેલ (વિનોદિની )      મારા પોલીસ સર્વિસમાં જોડાયાને લગભગ દસ વર્ષ પૂરા થયા હતા. સબ ઇન્સ્પેકટર થી શરુ કરીને ઇન્સ્પેકટર સુધીની સફર…

Source: રોટલો આપે એ કામ ઉજળું

 
Leave a comment

Posted by on September 26, 2016 in Uncategorized

 

રોટલો આપે એ કામ ઉજળું

સંવેદનાનું સીમકાર્ડ ; “રોટલો આપે એ કામ ઉજળું “…રેખા પટેલ (વિનોદિની )
    

મારા પોલીસ સર્વિસમાં જોડાયાને લગભગ દસ વર્ષ પૂરા થયા હતા. સબ ઇન્સ્પેકટર થી શરુ કરીને ઇન્સ્પેકટર સુધીની સફરમાં મેં મારી છાપ એક કડક અને ઈમાનદાર ઓફિસરની બનાવી હતી.

મારી સર્વિસ દરમિયાન નાં આ સમયમાં કોઈ પણ મોટા માથાની શેહશરમ રાખ્યા વિના મેં ભલભલા ગુનેગારોના ગાત્રો ધ્રુજાવ્યા હતા. અંડર વર્લ્ડમાં લેન્ડ માફીયા અને નાના ટપોરીઓ મારા પકડમાં આવ્યા પછી સજા વિના છૂટી શકતા નહોતા. એક વખત એક બહું મોટા કહેવાતા નેતાને પોતાની દીકરાની વહુ ઉપર દહેજ બાબતે ત્રાસ આપવાના બદલામાં પુરતા સબુત સાથે ડર્યા વિના સજા અપાવી હતી.

 

પરંતું આજે તો હું ખુદ અચંબામાં પડી ગયો કે કોણ સાચું છે? હું,કે આ છોકરી,આ કાનુન કે આ સમાજનો દાયરો?

આજે એક બાતમીના આધારે હું એક નાઈટ બારમાં છાપો મારવા પહોચી ગયો.મારી સાથે ચાર લેડીસ કોન્ટેબલ પણ હતી.અણધારી પોલીસ રેડના કારણે સાત યુવતીઓ અને નાઈટ કલબનો માલિક પકડાઈ ગયો. કારણ મને જાણવા મળ્યું હતું કે એ નાઈટ બારમાં ડાન્સ સાથે બીજી પણ ગેરનીતી વાળા ધંધા ચાલી રહ્યા હતા.

હું ખુશ થતો હતો કે ચાલો આજે કઈક સારું કામ કર્યું.અને આ યુવતીઓને નરક માંથી છોડાવી.બધાને પુરતી પૂછપરછ પછી એક સ્ત્રી ઉધ્ધારક સંસ્થામાં મોકલવાની વ્યવસ્થા કરી. એ બધી યુવતીઓ નનમસ્તક બની મારી આજ્ઞાનું પાલન કરી રહી હતી કેટલીકની આંખોમાં આભાર હતો કેટલીકને શરમ હતી .

પણ મારા આશ્ચર્ય વચ્ચે એક વધુ રૂપાળી લાગતી યુવતી મારા પગ પાસે બેસીને કરગરવા લાગી “સાહેબ મને જવા દો મારે કોઈ સંસ્થામાં નથી જવું”
“સંસ્થામાં નથી જવું તો તું ક્યા જઈશ? જો તારા સગાવહાલા અહીયા હોય તો એમને બોલાવી શકે છે અને તને એ લોકો આ હાલતમાં સ્વીકારવા તૈયાર હોય તો એની સાથે જવા દઈશ.”હું બોલ્યો.

“સાહેબ……,અસ્થિર મગજની મા,અપંગ બાપુ , બે નાના ભાઈ અને એક બહેન છે. એ લોકોને અહ્યા બોલાવીને શું કરશો?  એ લોકોને તો ખબર પણ નથી કે હું આ ધંધામાં છું. મારી કમાણી ઉપર આખું ઘર નભે છે. મને જાવા દો”. કહીને એ છોકરી રીતસરની હિબકે ચડી.

“કોણ જાણે મેં સહાનુભુતિ થી પૂછ્યું,”તો તું ક્યા જઈશ?”.

“સાહેબ જ્યાંથી પકડી લાવ્યા એ જ ધંધામાં પાછી જઈશ. જે ધંધાથી પાચ જણાનાં પેટ ભરાય છે.અને મારા માટે આ જ ધંધો રોટલોને ઓટલો આપે એવું ઉજળું કામ છે.”વિના સંકોચ એ બોલી ઉઠી.

મેં થોડા લહેજાને શાંત રાખીને પુછ્યુ,”બહેન….તારી આખી વાત સાંભળી તને જવા દઉં છું, સારા ધરની છોકરી લાગે છે તો આ ધંધો છોડી કોઇ જગ્યાએ નોકરી શોધી લેજે.”

મારી વાત સાંભળીને એ છોકરી મારી સામે પોપટ જેમ બોલવા લાગી,” સાહેબ હું ખાસ ભણેલી નથી. ચાર વર્ષ પહેલા બાપુના બે હાથ જે ફેકટરીમાં કામ કરતા હતા ત્યા એક અકસ્માતમાં કચડાઈ ગયા.ઘરમાં કમાનાર કોઇ ના હોવાથી હું ઘર ચલાવવામાં ગામના ખેતરોમાં મજૂરીએ જતી હતી. ત્યાં પણ  જમીનદારની ખરાબ નજર હંમેશા મારી ઉપર રહેતી હતી.માટે બચાવવા બાપુએ મારા લગન લેવાનું નક્કી કરી નાખ્યું . મારી મા તો મગજના તાવમાં અરધી ગાડી થઈ ગઈ હતી. મારા લગ્ન પછી આ બધાનું શું થશે? હવે આ ઘરમાં રોટલો કેવી રીતે આવશે તેની ચિંતા અમને બધાને કોરી ખાતી હતી? પણ બાપુને મારી ઈજ્જત રોટલા કરતા વધારે વહાલી હતી.”

આટલી બોલીને એ છોકરી પાણી માંગ્યુ એટલે પાણી આપ્યુ અને પછી એને પોતાની વાતને આગળ વધારી,”સાહેબ…છેવટે એક મોટી ઉંમરવાળા પુરુષ સાથે લગ્ન કરી આ શહેરમાં વળાવી દીધી છે.બદલામાં એ કહેવાતા જમાઈયે તેમના ભરણપોષણની જવાબદારી લીધી હતી.લગ્નના બે મહિનામાં જ એ નપાવટ મને વેચીને ચાલતો થયો.પણ હું તો દીકરી છું કેમ ભૂલી જાઉં કે મારા મા બાપ દર મહિનાની પહેલી તારીખે ટપાલીની રાહ જોતા ભુખ્યા બેઠા હશે.સાહેબ…., પહેલી તારીખને બસ ચાર દિવસની વાર છે. ” આટલું કહીને એ છોકરીની આંખોમાં આસું દડી આવ્યા.રડતા રડતા પોતાની વાત આગળ વધારી.

”સાહેબ……, ઈજ્જતના રોટલા સામે એ ભૂખ્યા પેટનો ખાડો કઈ કેટલો વધતો જાય છે. શરીર વેચીને હું રોજ એક મોત મારું છું પણ જોડે સંતોષ થાય છે કે મારા આ કામથી મારા નાના ભાઈ બહેનનું પેટ ભરાય છે બાપુની લાચારી ઓછી થાય છે. સાહેબ આજે મને જાવા દો. મારો ભાઈ મોટો થશે ત્યારે હું સામે ચાલી તમારી પાસે આવી જઈશ”.

આ નાજુક બાવીસ વર્ષની છોકરી જાણે મને  ગીતાનો બોધ આપી રહી હોય એવું લાગતાં હું અબોલ અને સ્તબ્ધ થઇને લાચારી અનૂભવવા લાગ્યો.

અને થોડો વિચાર કરીને આ એક યુવતીને કેસમાંથી નામ રદબાતલ કરીને મે આઝાદ કરી..મને ખબર નથી કે મે એને આઝાદ કરીને હવસખોરોનાં પીંજરામાં બંધક બનાવી.  કાશ હું તેને રોકી શક્યો હોત. કે ક્યાંક ચાર જણાનું પેટ ભરાય તેટલી કમાણી કરાવી શક્યો હોત.

આજે પહેલી વાત એ ચાર જણાના પેટને ખાતર હું બેઈમાની કરવા તૈયાર થયો હતો. હું નથી જાણતો હું સારું કરું છું કે ખોટું, હું પણ આ સિસ્ટમનું એક પ્યાદું માત્ર છું.

રેખા પટેલ (વીનોદીની)

 

લખતો રહીશ ભીના અક્ષરે હવામાં તારું નામ,

લખતો રહીશ ભીના અક્ષરે હવામાં તારું નામ,
તું જળ બની વાદળૉ ઉપર સવાર થઈને આવજે,
સાથ સુકાયેલી ક્ષણોમાં ભીનાશ ભરીને લાવજે..

લખતો રહીશ ખીલતી કળીઓ પર તારું નામ,
તું ફૂલો ઉપર ઝરતાં ઝાકળ બનીને આવજે,
એક મદમાતી પ્રભાતી તું સુગંઘ ભરીને લાવજે..

લખતો રહીશ હું ક્ષિતીજની રેખા પર તારું નામ,
તું સ્નેહ મિલનના મેઘધનુષી રંગો ભરીને આવજે,
નભ ને ઘરાનાં મિલનની તું સાક્ષી ક્ષણોને લાવજે..

લખતો રહીશ ધડકનના બધા તાલમાં તારું નામ,
તું મારી ઉર્મિઓમાં વહેતો શરાબ બનીને આવજે,
પ્રીતની પ્યાલીમાં તું વિશ્વાસ ભરી ભરીને લાવજે..
રેખા પટેલ (વિનોદિની)

 

 

આજ સબંધોને ફરી તરોતાજા કરી જોઉં

આજ સબંધોને ફરી તરોતાજા કરી જોઉં
કારણ ગણાવી છોડ્યાની વાત કરી જોઉં

સઘળાં સબંધ બે હાથની તાલી છે દોસ્ત
તૂટ્યાં પહેલાં એમાં સાંઠગાંઠ કરી જોઉં

ખરતાં પાનને લીલું રંગી ફરી લટકાવી ને,
વિરહી એ ડાળ ને હું જીવતી કરી જોઉં

દોસ્તીમાં હાલ છપ્પનિયો દુકાળ ચાલે છે
કેમ છો કહી હું થોડી તોલમોલ કરી જોઉં

યાદો પણ ગોફણ જેવી નિશાનેબાજ છે
દૂર ફેંકવા એને બમણું ખેચાણ કરી જોઉં

રેખા પટેલ (વિનોદિની)

 

“જિંદગીની કીમતી મૂડી, સમય..rekha patel

“જિંદગીની કીમતી મૂડી…સમય” રેખા પટેલ (વિનોદિની)

સમય, આજકાલ કોઈ પણ પ્રશ્નના બદલે દરેકના મ્હોએ થી એકજ જવાબા સંભળાય છે સમય નથી. સવાલ થાય છે આ સમય ગયો તો ક્યા ગયો? કોઈ ચોરી ગયું કે સંતાઈ ગયો? ખરેખર તો તે ત્યાજ છે જ્યાં આપણે એને આપણી મનોવૃત્તિઓ હેઠળ વ્યર્થ છુપાવી રાખીએ છીએ. વધારે કરીને આળસ, નકારત્મકતા, કડવાશ કે પછી અભિમાનને છુપાવવા સમયનું બહાનું આગળ ઘરી દેવાય છે.

હા આધુનિક જમાનાની દોડમાં સમય ક્યારેક ઓછો પડે છે તે વાત સાવ સાચી છે. પરંતુ એનો અર્થ એવો નથી કે જરૂરી કામ અને પોતાના માટે કે પછી જરૂરીઆત માટે સમયને ના ફાળવી શકાય. સમય આપણી માલિકીની વસ્તુ છે. બસ તેનો કેવી રીતે કેટલો સચોટ ઉપયોગ કરવો એ આપણા હાથમાં રહેલું છે. આપણા સમય ઉપર બીજાની ઈજારાશાહી ના હોવી જોઈએ. નહીતો કાર્યદક્ષતા અને આઝાદી ગૂંગળાઈ જાય છે. ક્યારેક બહુ કુશળ એવા કારીગર કે વર્કરને સમયના પિંજરામાં કેદ કરવામાં આવે, તેમની કળા ને ટાઈમના ચક્રમાં બાંધવામાં આવે તો તેઓ પોતાની સો ટકા આવડત દેખાડી શકતા નથી. આમ થવાનું કારણ છે કે સમય તેમના ઉપર હાવી થઈ જતો હોય છે.

     આવીજ રીતે કોઈ આળસુને એક નાના કામ માટે સમયનો છૂટો દોર આપવામાં આવે તો તે કામ ક્યારેય તેના અંત સુધી પહોચતું નથી. માત્ર તેનો વ્યય થાય છે. આમ સમયને કેવી રીતે અને કેટલો વાપરવો તે જાણવું સમજવું ખાસ જરૂરી છે.
આજે જ્યારે દરેકને સમયની ખોટ સાલે છે ત્યારે ત્યારે તેનો સદુપયોગ કરવો ખાસ જરૂરી બની રહે છે. આજકાલ બહુ ફેમસ એવી સોશિયલ મીડિયાની સાઈટસ આપણો ઘણો કિંમતી સમય ખાઈ જાય છે. હું ચોરી લે છે એમ નહિ કહું કારણ જ્યાં સામે ચાલી આપણે વેડફી નાખીએ ત્યારે તેને ખાઈ જાય કહેવું યોગ્ય લાગે છે. સોશિયલ મિડિયાના વધુ પડતા એડિકશનને કારણે માત્ર રોજીંદા કામો નહિ પણ મહત્વના કામો પણ ખોરવાઈ જાય છે. અથવા તો ઝડપથી કામ નીપટાવી લેવાની વૃત્તિઓ વધતી જાય છે અને તેની અસર ચોકસાઈ ઉપર પડે છે. ક્યારેક આપણે બધાજ આ કુટેવને કારણે મનોમન ગ્લાની પણ અનુભવીએ છીએ.
 આજના આ આધુનિક અને ઝડપી યુગમાં દરેકે સમયની ફાળવણી યોગ્ય રીતે કરાવી અત્યંત જરૂરી બની રહે છે. શું પ્રથમ મહત્વના કામ તરફ પહેલું ઘ્યાન આપવું જરૂરી છે. હું માનું છું જે કામોની પ્રાયોરીટીઝ પહેલી હોય તેને સમય અનુસાર નીપટાવી લેવા જોઈએ. એમ કરવાથી કંઈક કર્યાનો હાશકારો થશે. સાથે મન બીજા કામ તરફ ફેરવાશે.

 હવે સમય આપો સબંધોની જાળવણી માટે, દરેક સબંધ સમય માગે છે એ પછી નજીક નો હોય કે દુરનો. દરેકની સાથે તેમની જરુરીઆત પ્રમાણે એક ક્વોલીટી ટાઈમ પસાર કરવો મહત્વનો છે. આ કારણે સંબંધોમાં તાજગી અને મીઠાશ જળવાઈ રહે છે. અને ગેરસમજની દીવાલ સર્જાતી નથી. સંબંધોમાં મેચ્યોરીટી વધશે અને તેના કારણે આંતરિક ખુશી પણ આપોઆપ છલકાવા માંડે છે.
સમયની સાચી જરુરીઆત આપણા સંતાનોને હોય છે. આપણી પહેલી જવાબદારી આવતી કાલના ભવિસ્યને માટેની છે. માત્ર સમયની હાજરી થી ઘણા ખરા અંશે પુરી થઈ શકે છે. જે વ્યક્તિએ ખરેખર જીવનમાં કૈક અચીવ કરવું હોય આગળ વધવું હોય તો સમયની સાથે ચાલવું અત્યંત જરૂરી છે. સમયની કિંમત નહિ આંકીએ તો ફેંકાઈ જાશું.

આજકાલ સમાજમાં ફેલાએલી એક મોટી કુટેવ છે. સોશ્યલ મીડિયા સાથેનો વધારે પડતો લગાવ. કેટલાકને વારેવારે સ્માર્ટફોન દ્વારા કે કોમ્યુટર દ્વારા વોટ્સઅપ અને ફેસબુક કે ટ્વીટરને ચેક કરી લેવાની અને સતત સંપર્કમાં રહેવાની ટેવ હોય છે. અહી આવતી પોસ્ટમાં અને ગોસીપમાં વધારે રસ રાખવાના કારણે પોતાના કાર્યને બદલે બીજા પાટે ચડી જાય છે અને તેમના કિંમતી સમયનો વ્યર્થ બગાડ કરે છે.

આજના ડોટકોમ યુગમાં ઈન્ટરનેટ જગત સાથે જોડાઈ રહેવું જરૂરી છે પરતું તેને કમજોરી બનાવવાને બદલે સફળતાની સીડી તરીકે વાપરવું જોઈએ. જરૂરીઆત પ્રમાણે તેનો ઉપયોગ આગળ વધવામાં ચોક્કસ મદદરૂપ થશે. આ આપણે સમજીને બાળકોને શીખવવું બહુ જરૂરી છે.

કારણ આજ કુટેવને કારણે બાળકો પણ પોતાનો મહત્વનો સમય બરબાર કરી રહ્યા છે. સ્માર્ટફોન ઉપર કલાકો વ્યતીત કરે છે. આ શું છે? તેઓ અહી થી શું મેળવે છે? બાળકો આપણને જોઇને શીખે છે માટે વધારાનો સમય હોય ત્યારે તેમની સાથે વ્યતીત કરવો જોઈએ નહિ કે બીજી નકામી પ્રવૃત્તિ પાછળ.

હવે મહાવતની બાબત છે. જવાબદારી પૂરી થતા કામ પૂરું થતા આપણે આપણી માટે સમયની અલગ ફાળવણી કરીએ. ખાસ કરી સ્ત્રીઓએ આગવા શોખ અને પોતાની જાત માટે સમય ફાળવવો અત્યંત જરૂરી છે. લગ્ન પછી ઘરસંસાર પાછળ આપણો બધોજ સમય સંપૂર્ણ રીતે ન્યોછાવર થઇ જતો હોય છે. આ એક આનંદની અનુભૂતિ છે છતાંય આમ કરવામાં સ્ત્રીઓનું આગવું અસ્તિત્વ ખોવાઈ જાય છે. શોખ બધા મૃતપાય બની જાય છે. આમ નાં કરતા સમય મળે ત્યારે પોતાની માટે જીવી લેવું જોઈએ. કારણ આ જીવંત શોખ જયારે સંસારની ગાડી પોતાની જાતે સડેડાટ દોડતી થાય અને એકલતા આવે ત્યારે હાથ લાકડી બની સહારો આપે છે.

આજના સમયને સાચી રીતે માણવા માટે ભૂતકાળને છોડી દેવું અત્યંત જરૂરી છે. કેટલાક પોતાના ગઈ કાલનાં સોનેરી ભૂતકાળને યાદ કરીને તેની ભવ્યતાને યાદ કરીને આજને વખોડે છે., દુઃખી રહે છે, આ બહુ મોટી ભૂલ છે.  આવીજ રીતે ગઈ કાળના દુઃખ કે અંધકારને યાદ કર્યા કરી આજને નજરઅંદાજ કરે છે. આજને મુક્તતાથી આવકારતા નથી આ ખોટું છે. આમ કરવાથી આજના બહુમુલ્ય સમયનો બગાડ થયા છે. આવું કઈક તમારી આજ ઉપર હાવી થવા આવે ત્યારે જુના શોખ કે સ્વજનોના સાથમાં સમયને વ્યતીત કરવો જરૂરી છે.આમ કરવાથી આનંદ સાથે કઈક મેળવ્યાની અનુભૂતિ હતાશા અને દુઃખને દૂર કરવામાં મદદરૂપ બને છે..

ગમતી પ્રવૃત્તિ કરવાથી આપણે આપની જાતને પ્રોત્સાહિત કરી શકીશું અને તેના કારણે આત્મવિશ્વાસ વધે છે. જીવન તરફ ની અભિગમ હકારાત્મક બને છે. ક્યારેક આપણી ખુશી માટે સમયની ચોરી કરતા પણ શીખવું જરૂરી છે. આપણે ખુશ રહીશું તો બીજાને એ ખુશી બમણી કરી આપી શકીશું. માટે આપણે આપણી જરૂરીઆત પહેલી સમજવી જોઈએ.

 

“જે વ્યક્તિએ ખરેખર જીવનમાં કઈક અચીવ કરવું હશે , આગળ વધવું હશે તો તેણે સમયની સાથે ચાલવું અત્યંત જરૂરી બની જાય છે. સમય કોઈની માટે કદી પણ રોકાયો નથી અને ગમે તેટલી મોટી કિંમત ચૂકવશો તો પણ એ રોકાશે નહિ”. ” હાથમાં રહેલો સમય માત્ર જિંદગીની કીમતી મૂડી છે”

રેખા પટેલ (વિનોદિની)

 

બાળ માનસ

બાળ માનસ સમજવામાં જેટલું સહેલું ,એટલુ જ એ અટપટું છે

સપ્ટેમ્બરની શરૂઆત એટલે બાળકો થી લઇ તેમના પેરેન્ટ્સને બીઝી થવાની શરૂઆત . સ્કૂલો કોલેજો શરુ થઇ જાય છે. ફરી પાછી સવાર સાંજ સ્ટ્રીટમાં સ્કુલ બસોની અવર જવર દેખાય છે.
કેટલીક કાયમ શાંત રહેતી સ્ટ્રીટ ઉપર ભુલકાઓની વસ્તી જાણે અજાણે વિન્ડોમાંથી બહાર ડોકિયું કરવા મજબુર કરી મુકે છે. આ સાથે તેમના વિષે વિચારવા પણ પ્રેરે છે.
અહીની શૈક્ષણિક વ્યવસ્થા ભારતની સરખામણી માં બહુ સરળ હોય છે. નાનપણ થી આપણે ત્યાં બાળકો ઉપર જેમ ભણતરનો બોજ લાદી દેવાય છે તેમ અહી નથી હોતું. બાળકોને ભણતર સાથે તેમના આનંદનો પુરતો ખ્યાલ રખાય છે, જેથી દરેક બાળકને સ્કુલ જવું ગમે છે.
હા કેટલાક બાળકો બહુ એકલમુડી હોય, જેમને ઘરની બહાર જવું પસંદ નથી હોતું. એમની માટે અહી હોમ સ્કુલ જેવી વ્યવસ્થા પણ રખાય છે. જ્યાં બાળકો માત્ર પરીક્ષા આપવા માટે જ સ્કુલ જતા હોય છે. આ બધા બાળકોના પેરેન્ટ્સ  જુદાજુદા દેશમાંથી આવીએ અહી વસેલા હોય છે. તે લોકોને શરૂઆતમાં જેટલી તકલીફ બહાર કામ કરવામાં નથી પડતી તેનાથી વધારે અહી નાના બાળકોને સ્કુલમાં બીજા અમેરિકન બાળકો સાથે  મિક્સ થતા પડતી હોય છે. તેમાય જો અમેરિકન લેગ્વેજ બરાબર ના બોલી શકે એવા બાળકોને ખાસ મુશ્કેલી પડે છે.
આપણે ક્યારેય વિચાર્યું છે આપણા બાળકો જ્યારે અહીની સ્કૂલો કોલેજોમાં અમેરિકન ગોરાઓ કાળાઓ વચ્ચે ભણવા જાય છે ત્યારે તેમની મનોદશા કેવી હોય છે?
ખાસ કરીને થોડા વર્ષોથી અહી આવેલા ઇમિગ્રન્ટ પેરેન્ટ્સની વાત કરીએ તો, પારકા દેશમાં જ્યાં જીવનની શરૂવાત એકડ એકથી શરુ કરવાની હોય તેવા માતા પિતા માટે કમાણી કરાવી અતિ આવશ્યક હોય છે. તેવા સમયમાં બાળકોને ના વિકાસ ઉપર ખાસ ઘ્યાન રખાતું નથી. તેમાય દેશી માં બાપ ઘરમાં વધારે કરી ગુજરાતી બોલતા હોય છે આવી પરિસ્થિતિમાં બાળકોનો ઝુકાવ માતૃભાષા તરફ વધુ હોય છે અને આવા વખતે જ્યારે તેમને પ્રી સ્કુલમાં મુકવામાં આવે છે ત્યારે તેમની દશા દયાનીય બની જાય છે.  માં બાપ જ્યારે દીકરા દીકરીઓને અહીની પ્રી સ્કુલમાં પહેલું પગથીયું ચડે છે ત્યારે જેટલા ખુશ હોય છે એટલા જ એના માબાપ ચિંતિત પણ હોય છે. કારણ  એ બાળકને પૂરું અંગ્રેજી બોલતા પણ આવડતું નથી હોતું.  ત્યારે માં બાપને તેમની ચિંતા થાય તે સ્વાભાવિક છે.
આવા બાળકોને ક્યારેક તો બાળક બાથરૂમ જવું કે પાણી પીવું છે જેવા સામાન્ય શબ્દો પણ અંગ્રેજીમાં બોલી શકતા નથી.ત્યારે આવી સ્થિતિમાં જ્યાં બધા જ અમેરિકન બાળકો હોય ત્યાં આખો દિવસ તેમની વચ્ચે એક થઇને રહેવું તે બાળકો માટે ચેલેન્જ રૂપે હોય છે….

અને નાના બાળકોનાં મન સ્વચ્છ હોય છે તે વાત સાચી,પરંતુ તે બાળકો પણ સમજી શકે  છે કે તેમની ભાષા બીજા કરતા અલગ છે.રંગ અને રહેણીકરણી બીજાઓ કરતા અલગ છે અને વધારામાં નાના બાળકોમાં નાની નાની વાતોને સમજવાની શક્તિ પણ ઓછી હોય છે. બીજા બાળકો કરતા અલગ પડતા આ ભારતિય બાળકોની અમેરીકન બાળકો વારેવારે મજાક ઉડાવતા હોય છે.તેમની સાથે દોસ્તી કરતા અચકાતા હોય છે.આવી પરિસ્થિતિમાં આ કાચી વયના બાળકોના માનસપટ ઉપર આ બધી વાતોની ઉલરી અસર નાં પડે એ જોવાનું અને સમજવાનું કામ બાળકના મા બાપનુ બની જતું હોય છે. બાળકો ક્યારેક નિરાશા વાડી અને એકાંત પ્રિય પણ બની જતા હોય છે. આવી સ્થિતિમાં તેમની મુશ્કેલીને સાંભળી તેનો યોગ્ય ઉપાય તેમને શીખવવાનું આપણું કામ બની જાય છે.

આ બધું ટાળવા માટે બાળકને ગુજરાતી કે પોતાની માતૃભાષા સાથે સાથે અંગ્રેજીનું જરૂરી શિક્ષણ આપવું બેહદ જરૂરી બની જાય છે.બાળકના મનમાં  લધુતાગ્રંથી નાં ઉદભવે તેનું ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે.

આ વાત આજે એટલા માટે યાદ આવી કે થોડા દિવસ પહેલા મારા શહેરમાં આવેલા મંદિરમાં હું દર્શન કરવા ગઈ હતી. ત્યાં ઇન્ડીયાથી થોડાજ સમય પહેલા આવેલા એક બહેન સાથે મુલાકાત થઇ. તેમણે વાત વાતમાં જણાવ્યું કે તેમનો દસ વર્ષનો દીકરો જે દેશમાં ભણવામાં તેજસ્વી હતો અને કદી સ્કુલ જવામાં આનાકાની કરતો નહોતો તે રોજ સ્કુલમાં નાં જવાના જુદા જુદા બહાના શોધે છે અને બહુ કહેવામાં આવે તો રડવા બેસી જાય છે. પેલા બહેન બહુ પરેશાન હતા.
છેવટે મેં મારી દીકરીને તેમના દીકરા સાથે વાતો કરવા જણાવ્યું ,તો તેના જણાવ્યા પ્રમાણે સ્કુલમાં કોઈ તેની સાથે બોલતુ નથી તેને ફાબ કહી ચીડવતા હતા ,કારણ તેનું ઈંગ્લીસ અહીના બીજા છોકરાઓ જેવું નહોતું, તેના ઉચ્ચારણ સાવ અલગ પડતા હતા. વધારામાં તેની મમ્મી લંચમાં તેને ભાખરી આપે છે તેનું પણ બધા ફન કરે છે. બીજા ત્રીજા ક્લાસમાં ભણતા બાળકો બધાજ સરખા હોય છે . કોઈ અંગત વેરઝેર હોતું નથી બસ નાદાનિયત ને કારણે આવું બધું કરતા હોય છે. પરંતુ તેની અવળી અસર બાળકો ઉપર પડી જાય છે.
એક દિવસ તો લંચમાં મળતા ચીકન નગેટસ તે ભૂલમાં ભજીયા સમજી ખાઈ ગયો હતો ,કારણ ઘરમાં બધા વેજીયેરીયન હોવાથી તેને અહી મળતા  ચીકન નગેટસ વિષે કોઈ જ્ઞાન નહોતું . ઘરે આવીને તેને વાત તેની મમ્મીને જણાવી ત્યારે તેની મમ્મી તેને બહુ લડ્યા હતા. હવે તેને સ્કુલમાં જતા પણ ડર લાગતો હતો.
જ્યારે મારી દીકરીએ આ વાત મને જણાવી ત્યારે હું પણ સમજી શકી કે તેનાં મગજમાં શું દ્વંદ યુદ્ધ ચાલતું હશે. બાળકોની મુશ્કેલીઓને સમજવી માં બાપની પહેલી ફરજ છે. આપણે જ જો તેમની લાગણીઓને ઇગ્નોર કરીશું તો તેઓ કદીયે મનની વાત બહાર નહિ લાવી શકે પરી નામે ક્યારેક બંડખોર પણ બની જશે. કેટલાક બાળકો સ્કુલમાં ગયા પછી વધુ પડતા ધમાલિયાબની જાય છે. દરેક વખતે એવું નથી હોતુ કે તેઓ બહાર બીજાનું જોઈને આવે છે. ક્યારેક એમ બને છે કે ત્યાં નથી કરી શકતા એ બધું ઘરે આવીને કરવાની કોશિશ કરે છે. બાળ માનસ સમજવામાં જેટલું સહેલું છે એટલુ જ એ અટપટું છે.
અમેરીકા હોય કે ભારત હોય મોટે ભાગે પરિવારમાં  બાળકો ને આપણે આપણી પોતાની રીતભાત પ્રમાણેનો ઉછેર આપવા માગીએ છીએ તેથી તેમને નાનીમોટી દરેક વાતમાં ટોક્યા કરીએ છીએ.”જેમ કે આપણે અમેરિકન નથી”..”આપણાથી આ ના થાય તે ના થાય.”અમેરીકન જેવા બહુ ટુકા કપડા ના પહેરાય”..”વાળ ખરાબ થાય છે તેલ નાખો.” જેવી અનેક નાની મોટી ટકોર આપણા બાળકો ઉપર સતત ચાલુ રાખીએ છીએ.

જ્યારે અમેરિકન બાળકો માટે આ બધું સહજ હોય છે.તેઓ ક્યારે પણ વાળમાં તેલ નથી નાખતા.અને મોટે ભાગે તેઓ પંરંપરાવાદી ના હોવાથી બાળક રોજિંદી ટકોરમાંથી બાળક મુકત રહી શકે છે. તેથી કરીને આપણા બાળકો આવી સ્થિતિમાં જુદા પડે છે. ઘરે માં બાપ સામે કશું કરી બોલી શકતા નથી અને બહાર જમાના સાથે તાલમેલ મિલાવી શકતા નથી..આપણે આપણા બાળકોને ભારતીય બનાવી રાખવાના મોહમાં ભૂલી જઈયે છીએ કે તેમને આ જમાના પ્રમાણે પગલા ભરતા શીખવું પણ બેહદ જરૂરી છે ,નહીતર આઘુનિક દોડમાં આજ બાળકોની પાછળ રહી જવાની સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે.

વિદેશમાં રહીને આપણા દેશને દેશની સંસ્કૃતિને કે વિશિષ્ટતા  કે સમૃદ્ધિ  ભૂલી જાઓ તેમ હું નથી કહેતી..પરંતુ બાળ માનશ સમજી તેમના ઉપર દબાણ રાખો તો જ તેનો અર્થ સરે છે.આથી જેવો દેશ તેવો વેશ અપનાવી બાળકોને સમજવા જોઈએ.

હું માનું છું પ્રથમ આપણે જ આપણી જાતને કેળવી જોઈએ.અને આપણા બાળકોની અહીની જરૂરયાતને ધ્યાનમાં રાખીને એનો ઉછેર કરવો જોઈએ.

રેખા પટેલ વિનોદીની
ડેલાવર (યુએસએ)

 
Leave a comment

Posted by on September 6, 2016 in Uncategorized