એક વાર્તા : * એક કૂખના બે અલગ અંશ *
ભાગ પહેલો :
“સરલા, ક્યાં છે તું ? સાંભળતો ખરી..” સુધીરની બુમ સાંભળતા જ સરલા રસોડામાંથી હાથ લૂછતાં લુછતાં બહાર આવી.
“શું છે સુધીર, આમ કેમ બુમો પાડી છો ?”
“સરલા.. કાલે નીલાને જોવા નયન કુમાર તેમના ફેમીલી સાથે આવવાના છે, તો તેને કહેજે જરા સરખી રીતે તૈયાર થાય. આ વખતે વાત નક્કી જ સમજ. અને હા, સ્વીટીને કહેજે જરા દૂર જ રહે. નહિ તો ગયા વખતની જેમ છોકરાવાળા તેનું માગું નાખશે. દરેક વખતે આવું થાય તો નીલાનું મનોબળ તૂટી જાય, સમજે છે ને તું ?” સુધીરનો આનંદ અને અજંપો પરસ્પરમાં ભળી જતા હતાં.
“હા બાબા, હું બધું સંભાળી લઇશ. તમે ચિંતા ના કરો.”
આખરે એ દિવસ આવી ગયો અને, નયન ને સીધી સાદી નીલા પસંદ આવી ગઈ.
નયન અમદાવાદથી દૂર વાસદમાં પ્રોફેસર તરીકે નવી નવી જોબમાં લાગ્યો હતો. ફેમીલીથી દૂર એકલા રહેવામાં, ઘર ચલાવવામાં તકલીફ પડતાં લગ્ન જરા જલ્દી લેવાનું વડીલો દ્વારા નક્કી થયું.
લગ્નની તૈયારીઓ દરમિયાન નયનનું ભાવી પત્નીનાં ઘરે વારે વારે આવવાનું થતું અને આ આવન જાવનમાં જીજુ સાથે સ્વીટીની દોસ્તી પણ મજબુત થતી ચાલી.. આખરે લગ્નનો દિવસ પણ આવી ગયો.
બન્ને પક્ષ ખાધે પીધે સુખી હતા. લગ્નનો ઉલ્લાસ ભર્યો પ્રસંગ વિના વિઘ્ને સુંદર રીતે સચવાઈ ગયો.
~*~~*~~*~
નયન અને નીલાનો સંસાર સુખેથી ચાલતો હોવાના સમાચાર મળતા હતા.. જોતજોતામાં 6 મહિના વીતી ગયા અને અચાનક ખુશ ખબરી આવી કે નીલા મા બનવાની છે.
બન્ને પરિવારોમાં ખુશીની લહેર દોડી ગઈ. પરિવાર માં એક નવા મહેમાનનું અવતરણ આનંદ નો પ્રસંગ બની ગયો . વચ વચમાં સુધીર અને સરલા વાસદ જઈ નીલાની ખબર કાઢી આવતાં. હવે ગણતરીના મહિના બાકી રહ્યા..
સુધીરભાઈ ના ઘરે અચાનક નયનનો ફોન આવ્યો તેને જણાવ્યું, “નીલાની તબિયત સારી નથી રહેતી. ડોકટરે તેને બેડ રેસ્ટ માટે જણાવ્યું છે. અહીં તેઓ બંને એકલા રહેતાં હોવાથી નીલાથી બહુ આરામ થઈ શકતો નથી અને મા પણ પિતાજીની તબિયત નરસી હોવાથી અહીં આવી શકે તેમ નથી.
સુધીર ભાઈ એ નયનને સાંત્વના આપતા જણાવ્યું, “કંઈ ચિંતા ના કરતાં, હું થોડા દિવસ સ્વીટી ને મોકલી આપું છું.”
સુધીર ભાઈએ આ વાત સરલાબેન ને જણાવી, “સરલા, આપણે થોડા દિવસ સ્વીટીને નીલા પાસે મોકલીએ તો કેમ ? આમ પણ તેનું ભણવાનું હવે પૂરું થયું છે તો ઘરે નવરી જ છે ને !” સરલા બેન ને આ વાત જરાય રૂચી નહી પણ આ પરિસ્થિતિમાં કઈ પણ કરી શકે એમ નથી.
છેવટે, કમને કેટલી બધી શિખામણ આપીને સ્વીટીને તેની બહેન નીલાના ઘરે મોકલી.
~*~~*~~*~
આ બાજુ સ્વીટીના આવવાથી નીલા બહુ ખુશ હતી. તેને થયું હાશ ! હવે કામનો બોજ જરા હળવો થશે..
પણ, તેના કરતાં તેના જીજાજી નયન વધારે ખુશ હતા !!
તેમને તો એક કાંકરે બે પક્ષી મરાયા જેવું હતું ,હવે ઘરની જવાબદારી માંથી મુક્તિ અને ચુલબુલી સાળી સાથે ની મસ્તી !!!
સ્વીટી ને પણ અહી મઝા આવતી હતી, તેના હોવાથી દીદી ને આરામ રહેતો સાથે સાથે જીજા ની કંપની નો લહાવો મળતો,
આમ તો નયન ઘરે ટાઈમ સર ઘરે આવી જતો હતો પણ હવે તો ક્યારેક ફ્રી પીરીયડ હતા કરી વચ વચમાં ઘરે આવી જતો , અને સ્વીટી સાથે વાતો ના ટોળા ટપ્પા કરતો મીઠી છેડછાડ પણ કરી લેતો ;
ક્યારેક “સ્વીટી કંટાળતી હશે “બોલી ને તેને મુવી જોવા કે સોપિંગ માં કે પછી થોડે દુર આવેલી મહીસાગર નદીના કિનારા સુધી ફરવા લઇ જતો
એક વખત નદી કિનારે આમ સહેલ કરતા કરતા એક જુનો મિત્ર ભટકાઈ પડ્યો, વાતચીત માં મિત્ર એ જણાવ્યું ” ભાઈ તારી પત્ની બહુ સુંદર અને ચુલબુલી છે તું તો ભારે નશીબદાર ” !..
બસ થઇ રહ્યું સાળી -જીજા બંનેવ ને આ વાક્ય મધ થી પણ વધારે મીઠું લાગ્યું .
આમને આમ સાળી જીજા ની દોસ્તી એક નવો રંગ પકડવા લાગી હતી .આ તરફ નીલા ની તબિયત બધું નાજુક રહેતી અને આજ કારણે તેને વધારે સમય બેડરૂમ માં જ ગાળવો પડતો હતો .
ક્યારેક નીલા ને આ બંનેવ ની થોડી વધારે પડતી નજદીકી ખુંચતી હતી . પણ સંજોગો ને આધીન રહેલી તે અત્યારે કે પણ કરવા અસમર્થ હતી ……. વધુ …….
રેખા ( સખી ) ભાગ બીજો **
અને આનો ફાયદો નયન સારી રીતે ઉઠાવી રહ્યો હતો .સમય સમય નું કામ કરે છે અને આથી પુરા સમયે નીલા એ એક પુત્ર ને જન્મ આપ્યો .. નયન ના માતાપિતા અને નીલા ની માતા થોડા થોડા દિવસ તેમની રહીને પાછા ગયા . તેમને સ્વીટી અહી હોવાથી કંઈક અંશે નીલા અને બાળક માટે ચિંતા ઓછી હતી
સ્વીટી, નીલાનું અને નવજાત બાળક નું પૂરે પૂરું ઘ્યાન રાખતી પણ ખરા અર્થ માં તેનો જીવ નયન માં ભરેલો રહેતો .
હવે નીલા પણ ધીમે ધીમે આ બધું જોતી સમજતી થઈ ગઈ હતી।આમ એક મહિનો પૂરો થયો .
એક દિવસ વાત વાત માં નીલા એ નયન ની સામેજ સ્વીટી ને કહ્યું કે હવે તે મમ્મી ના ઘરે પાછી જાય કારણ તેની તબિયત હવે સારી રહે છે અને તે ઘરકામ બહુ આસાની થી સંભાળી સકે તેમ છે ,
આ સાભળતા નયન તરત બોલી ઉઠ્યો ના હમણા તું આરામ કર સ્વીટી ને પાછા જવાની ક્યા ઉતાવળ છે હવે તો તેની કોલેજ પણ પૂરી થઇ ગઈ છે અને સ્વીટી પણ હા માં હા ભણાવી ધીમે થી રૂમ ની બહાર નીકળી આવી
પાછળ પાછળ નયન પણ નીલા ને “તું આરામ કર કહી ઉભો થઇ બહાર ચાલ્યો ગયો “.
બહાર ઓસરીના એક છેડે સ્વીટી ઉભી ઉભી નયન ની રાહ જોતી હતી . નયને આવતા ની સાથે તેને પાછળ થી બંને હાથો વડે કેદ કરી લીધી ,સ્વીટી એ ખોટો ગુસ્સો બતાવતા કહ્યું
“છોડો મને હવે તો મારે ઘરે જવાનો ટાઇમ આવી ગયો તમે મને ક્યા રાખવા ના હતા ”
સ્વીટી ની આ વાર સાભળતા જ નયન બંનેવ હાથ માં તેનો ચહેરો લઈ પ્રેમ થી પૂછવા લાગ્યો
“શું હું તને રોકાવા માટે કહું તો તું આખી જિંદગી અહી મારી સાથે રોકાઈ જઈશ, બીજું હું તારા કરતા 12 વર્ષ ઉમર માં પણ મોટો છું તો તું જો આ વાતને સ્વીકારતી હોય તો હું તને જિંદગી ભર મારી બનાવી લેવા માગું છું ”
એવું નથી કે તારી દીદી એક સારી પત્ની નથી ,પણ તે તારા જેવી રોમેન્ટિક નથી મને તો ફક્ત પત્ની નહિ પ્રેમિકા પણ જોઈયે જે બંનેવ ગુણ તારી પાસે છે .” શું તું મારી બનીશ ? ”
સ્વીટી તેના ગળે બંનેવ હાથ ભરાવી દેતા બોલી … હું તો રોકાઈ જાઉં પણ દીદી? તેને કેમ મનાવીશું ?
હું તેને દુઃખ પડે તેવું પણ નથી ઈચ્છતી અને તમારા થી દુર પણ થવા નથી માંગતી
મન થી તો મારી આ જિંદગી મેં તમારા નામે કરી છે
આ સાંભળતા જ નયન મુસ્કુરાઈ જવાબ આપે છે “બસ તો ડાર્લિંગ હવે તું બધું મારા ઉપર છોડી દે તને મારા થી દુર કોઈ નહિ કરી શકે , કોઈ નહિ ”
અને નયન સ્વીટીને તેના મજબુત બાથ માં જકડી દે છે
હવે તો બંનેવ જાણે જન્મો જનમ નાં પ્રેમી હોય તેમ એક બીજા સાથે વર્તવા લાગ્યા ….
ક્યારેક તો નીલા ની હાજરી ને પણ ભૂલી જતા
એક વખત તો બન્યું એવું કે નાના સોનું ને સુવાડતાં સુવાડતાં નીલાની આંખ પણ મીચાઈ ગઈ ,બહાર સાળી બનેવી “હમ આપકે હૈ કોન ” જોવા માં મશગુલ હતા પ્રેમી પખીડા એ પણ ભૂલી ગયા કે અંદર ની રૂમ માં નીલા સુતી છે
સ્વીટી નયન નાં ખોળા માં માથું મુકીને સુતા સુતા પિચ્ચર જોતી હતી અને નયન તેની આંગળીઓ થી સ્વીટી ને સહેલાવતો હતો .બંનેવ પ્રેમ માં ચકચૂર હતા તેથી નીલા ક્યારે બહાર આવી તેનો પણ ખ્યાલ ના રહ્યો
નીલા આવું દ્રશ્ય જોતાજ ચિલ્લાઈ ઉઠી ” સ્વીટી શું કરે છે ભાન છે તને? ઉભી થા તારી રૂમમાં જા
સ્વીટી એકદમ તેની દીદી ના આવા ગુસ્સ્સા થી ડઘાઈ ગઈ અને અંદર રૂમ માં ભાગી ગઈ
~*~~*~~*~~*~
નીલાએ ગુસ્સામાં અને ગુસ્સામાં પિતાને ફોન કરવા ક્રેડલ ઉપર થી ફોન હાથમાં પકડ્યો …
આ જોતા જ નયને ઘવાએલ વાધ જેવી તરાપ મારી ફોન ઝુંટવી લીધો .
નીલા ને લગભગ ખેચતો હોય તેમ તેનો હાથ પકડી બેડરૂમ માં લઇ ગયો
તેને એક ઝાટકે બેડ પર પછ્ડાવી દીધી
“એક અબળા ક્યાંથી લાવે પથ્થરી તાકાત મર્દોની
માખણ જેવું હર્દય ક્યાંથી થાય સમોવડી મર્દોની ”
નયન ગંભીર અવાજ માં નીલાને કહેવા લાગ્યો
“જો નીલા હું કે સ્વીટી નથી ચાહતા કે તને કોઈ દુઃખ પડે .
પણ હું અને સ્વીટી એક બીજા થી દુર પણ થવા માંગતા નથી ”
“તો જો તું હા કહે તો હું સ્વીટી ને મારી બીજી પત્ની તરીકે આ ઘરમાં અને મારા દિલમાં જગ્યા આપવા માગું છું .”
અને નીલાનો હાથ હાથ માં લઈ આંખોમાં આંખો પરોવી દ્રઢતા થી કહેવા લાગ્યો
“જો તું હા કહીસ તો જ આ શક્ય બનશે અને જો તું ના કહીસ તો સ્વીટી કાલે તેના ઘરે જશે અને હું સ્મશાને “!!!!!
હવે બધુજ તારા હાથમાં છે ….. કાલે સવારે મને તારો જવાબ આપી દેજે
બસ નયન રૂમ છોડી બહાર ચાલ્યો ગયો ….એક બિહામણો સન્નાટો છોડી ને ~~~~
અને એક માં સામે એક સ્ત્રીની હાર થઈ , હાય રે જિંદગી …..
તેણે હાથે કરી “સુહાગણ વિધવા “ની જિંદગી પસંદ કરી ,તે નહોતી ઈચ્છતી કે તેનું બાળક પિતાની છત્ર છાયા વગર મોટું થાય .જે જાણતી હતી બાળક માટે જેટલો જરૂરી માની પ્રેમ છે તેટલુ જ મહત્વ પિતા નું છે
નયન અને સ્વીટી ને આજ જોઈતું હતું
બસ મંદિર માં જઈ નીલાને હાજર રાખી ચાર ફેરા ફરી લીધા
હવે તો નયન અને સ્વીટી ની દુનિયા સમેટાઈ ને એકબીજા માટે જ રહી ગઈ .. નયન થોડા દિવસ કોલેજ માં રજાઓ મૂકીને સ્વીટી સાથે માથેરાન ઉપડી ગયો….
આને શું કહેવું ..એક કોખ ના બે અલગ ભાગ ??
~*~~*~~*~~*~
આ તરફ નીલા નાના સોનું ને લઈને પિતાના ઘરે અમદાવાદ જાય છે , તેની આવી દુર્દશા જોઈ માતા પિતા બંનેવ દુઃખી દુઃખી થઇ ગયા , અને આજ હાલત નયન નાં માતા પિતા ની થાય છે
કોણ કોને સમજાવે !!!!
નીલા બહુ સમજુ હતી તેનાં દુઃખ માં દુઃખી થતા આ 4 વૃધ્ધો ને જોઈ તે કોચવાઇ ગઈ
તેને સામે ચાલી માતા પિતા ને સાંત્વના આપતા કહેવા લાગી
” તમે ચિંતા નાં કરો હું બધું સંભાળી લઈસ મેં હાથે કરી ને આ દુઃખ વહોર્ય છે તો હવે તેને પચાવતા પણ મારેજ શીખવું જોઈએ ”
નીલા 2 દિવસ અમદાવાદ રોકી ને વાસદ પાછી ફરી , આ તરફ નવ પરણીત યુગલ પણ હનીમુન પતાવી પાછુ આવી ગયું
” સમય ક્યા રોક્યો રોકાય છે , સુખમાં થોડો નાનો વર્તાય છે, દુઃખ માં લાંબો ખેચાય છે ”
એકજ ઘરમાં બે અલગ અલગ જિંદગી જીવતી હતી , નીલાએ તેના પુત્રને જ જીવન બનાવી લીધું હતું અને બીજું તેનું મન પ્રભુ ભક્તિ તરફ ઢળતું જતું
જ્યારે નયન ને સ્વીટી નો સાથ સતત મળી રહે તે માટે તેણે તેની જ કોલેજ માં એક ક્લાર્ક ની માટે ખાલી પડેલી જગ્યા માટે સ્વીટી નું નામ આપ્યું ,
તેની લાગવગ અને સ્વીટી ની હોશયારી થી તે જગ્યા માટે સિલેક્ટ થઇ ગઈ
હવે તો બંનેવ સાથે કોલેજ જતા અને સાજે એકબીજા નો હાથ પકડી વાતો કરતા કરતા ઘરે આવતા
આ તરફ એક “સુહાગણ વિધવા ” જેવી જીંદગી જીવતી નીલા ને નયન ફક્ત સવાર ના બ્રેક્ફાટ અને સાંજે જમવા ના સમયે ટેબલ ઉપર મળતો ક્યારેક સાંજ ના સમયે બધા સાથે મળી સોનું ને રમાડતા
નીલા એ હૃદય ઉપર પથ્થર તો મૂકી દીધો હતો પણ જ્યારે તેમના રૂમમાં થી અવાજ કે હસવાનો અવાજ કે કોઈ પ્રેમભીના સંવાદ તેની કાને પડતા તો તે વિહળ થઇ ઉઠતી
“પથ્થર કો કલેજે સે લગાકર કોઈ પથ્થર નહિ બન સકતા
ઇચ્છાઓ કા ગલા ઘોટ દેનેસે ઔરત મન સે મર નહિ સકતી ”
છતાય ક્યારેક સામાજિક પ્રસંગો માં નયન કમને તેને સાથે લઇ જતો ….
આવી નાની નાની ક્ષણો નીલા ના ભાગમાં આવતી હતી, બાકીનો નયન સ્વીટી નો થઇ રહી ગયો હતો
~*~~*~~*~~*~
આમ ને આમ 3 વરસ નીકળી ગયા અચાનક નીલના કાને એક વાત પડી સ્વીટી પ્રેગનેન્ટ છે 2 મહિના થયા હતા
નયને હવે નીલાને ભાર દઈ ને જણાવ્યું કે ” હવે સ્વીટી ને સાચવવા ની બધી જવાબદારી તેની છે ”
આમ પણ ઘરની બધીજ જવાબદારી તેનાજ શિરે હતી તેમાં આ એક વધુ માની તેણે મુક સંમતી આપી ,હવે તે આવા દુઃખ અને ઝાટકાઓ થી ટેવાઈ ગઈ હતી
નયન સ્વીટી નું બહુ ઘ્યાન રાખતો આમ કરતા હવે સ્વીટીને 9 મહિના પુરા થયા , તેને 4 મહિના ની મેટરનિટી લીવ મળી હતી
સમય જતા સ્વીટી એ એક પુત્ર એ જન્મ આપ્યો ….
હવે નીલાને એક વધુ જવાબદારી ગીફ્ટ માં મળી .પણ આ દેવી જેવી સ્ત્રી એક પણ હરફ ઉચ્ચાર્યા વગર પ્રેમ થી દરેક જવાબદારી ને નિભાવતી હતી
આજુ બાજુ પડોશ માં બધાને તેના માટે બહુ માન અને લાગણી હતા , કાશ આ નયન સમજી સક્યો હોત !
નાનકડો જય 3 મહિના નો થતા સ્વીટી પાછી જોબ પર ચાલી ગઈ
તે બન્નેવ બાળકો ને પુરા જતન અને લાડ પ્યાર થી મોટા કરતી !! સારા સંસ્કાર સિંચવા નું કામ માતા નું છે સમજી પૂરેપૂરું ઘ્યાન બાળકો ને મોટા કરવા માં લગાવતી હતી .
હવે સોનું 12 વરસ નો અને જય 9 વરસ નો થયો ,બન્નેવ ભાઈઓ માં બહુ સ્નેહ હતો … જય , નીલાને “માં” કહેવા ઈચ્છતો પણ સ્વીટીની બીક ના લીધે તે ” દીદી માં” કહી બોલાવતો
પૂનમ નો દિવસ હતો અને સ્વીટી ની બર્થડે હતી, તેની ઈચ્છાને માન આપી બધાએ મહીસાગર ના કિનારે ફરવા જવાનું નક્કી કર્યું
નીલાએ બધાને માટે થોડો નાસ્તો અને શેતરંજી સાથે લીધા હતા ,તેને જતાની સાથે એક ઝાડ નીચે શેતરંજી પાથરી બાળકો સાથે સમય વ્યતીત કરવા લાગી ….
સ્વીટી ને , પાણી અને નયન નો સાથ તોફાન માટે ઉશ્કેરતો હતો ,
તેને નયને આંખોના કામુક ઈશારા કર્યા અને નયન સમજી ગયો તેને મનમાં શું ચાલે છે ..
તે બોલ્યો ” ચાલ સ્વીટી જરા આટો મારી આવીએ ”
આમ કહી બંનેવ હમણાં આવીએ કહી ચાલવા ગયા , અચાનક થોડે દુર જઈ નયન અટકી ગયો નીલા ને સંબોધી કહેવા લાગ્યો
” નીલા બંનેવ બાળકો નો ખ્યાલ રાખજે ”
અને પછી સ્વીટી ની પાછળ પાછળ ચાલવા લાગ્યો
નદી કિનારે ચાલતા ચાલતા બંને તોફાન મસ્તીમાં મશગુલ હતા ,હસી મજાક માં સ્વીટી થી નયને જરા સરકો ધક્કો દેવાઈ ગયો અને તેનો પગ લપસ્યો અને તે ઉંડાં પાણીમાં જઈ પડ્યો ,
કરમ ની કઠણાઈ જુવો ! જ્યાં તે પડ્યો ત્યાજ ઊંડું ભવર હતું !!!!
કોઈ કઈ સમજે કે વિચારે તેપહેલા તે ગાયબ થઇ ગયો . સ્વીટી ની બુમાબુમ સાંભળી નીલા બાળકો ને લઇ ત્યાં દોડી આવી , સહુને માથે આભ તૂટી પડયું …
તેમની બુમા બુમ અને રોકકળ સાંભળી કેટલાક મછવારા ત્યાં દોડી આવ્યા
બધાની કલાકો ની મહેનત સફળ થઇ અને હાથ આવ્યો તો નયન નો મૃત દેહ ….
અમદાવાદ થી તેના માતા પિતા અને નીલા ના માતા પિતા દોડી આવ્યા કરુણ વાતાવરણ સર્જાઈ ગયું
સુધર ભાઈ ને તો એક સાથે 2 દીકરી ઓ નો સુહાગ ઉજળ્યો હતો …..
નીલા હવે સાચા અર્થ માં વિધવા થઇ !!! સ્વીટી નો સંસાર ઉજડી ગયો ….
સમય સમય નું કામ કરે જાય છે ,તે ક્યા કોઈને રોકે રોકાય છે
2 મહિના વીતી ગયા “દુઃખનું ઓસડ દહાડા” આમ તો નયન નો જીવન વીમો મોટી રકમનો હતો , તેના આવેલા બધા રૂપિયા બેંક માં મૂકી ને વ્યાજ માં તેમનું ભરણ પોષણ ચાલે તેમ હતું .
પણ ટાઇમપાસ માટે સ્વીટી એ ફરી કોલેજમાં જવાનું શરુ કરી દીધું , અને નીલાએ રાબેતા મુજબ ઘર સંસાર સાચવવાનું ..!
આમને આમ વરસ પૂરું થયું સ્વીટી ને હવે એકલતા ડંખતી હતી તેને તેની કોલેજ માં લાઈબ્રેરી માં કામ કરતા તેનાથી 2 વરસ નાના મયંક સાથે દોસ્તી વઘારવા માંડી …..
આ દોસ્તી ની વાતો હવે કોલેજ બહાર પણ ચર્ચાવવા લાગી ,
આ વાતો હવે નીલના કાન સુધી આવતી તે મનમાં અને મનમાં બહુ દુખી થતી ….
આખરે એક દિવસે તેને ચુપકીદી તોડી તેને સ્વીટી ને પાસે બેસાડી કહ્યું
” જો તને લાગતું હોય કે તું મયંક સાથે સુખી થઇ સકે તેમ છે તો તું તેની સાથે મરેજ કરી તારો સંસાર વસાવી લે , આ બદનામી સારી નથી લાગતી ”
સ્વીટી પણ આમજ વિચારતી હતી ,આમ પણ તેને “જય” ની કોઈ ચિંતા ના હતી .
તેની માટે કોઈ એવું બંધન ના હતું કે તેને તોડતા તે અચકાય કે દુખી થાય …
આખરે તેણે તેના ભાગે આવતા રૂપિયા અને દાગીના લઈને મયંક સાથે ચાલતી પકડી …
હવે નીલા નું એક કામ ઓછું થયું , 3 રોટલી ઓછી કરવાનું ….ખાસ બીજો કોઈ ફર્ક ના આવ્યો.
આ તરફ સમય જતા સમાચાર મળ્યા સ્વીટી ને એક દીકરી નો નો જન્મ થયો …
‘નીલાએ લખીને એક મેસેજ સ્વીટીને મોકલ્યો
“બસ તું 2 દીકરીઓ ને જન્મ ના આપતી , ક્યાંક તારા સંસ્કાર પડશે તો ફરી એક નીલા નો જન્મ થશે ”
નીલાએ નયના છેલ્લા બોલેલા સબ્દો ને બરાબર નિભાવ્યા ….
બસ સમય જતા સોનું અને જય ભણવાનું પૂરું કરી કામ ધંધે લાગી ગયા ..
જય ની ઇચ્છા પૂરી કરવા જય ને કેનેડા મોકલ્યો , નીલાના સંસ્કારે તેમને એક સફળ વ્યક્તિત્વ ના માલિક બનાવ્યા હતા
એક દિવસ સોનું આવીને માં ને કહેવા લાગ્યો ” માં આપણે તારો પાસપોર્ટ બનાવડાવી એ કયારેક કામ લાગે ” અને તેનો પાસપોર્ટ તૈયાર કરાવ્યો
આજે નીલાની બર્થડે હતી સવાર ના પહોર માં સોનું માં ને પગે લાગે છે, અને એક કવર હાથમાં પકડાવે છે !!!!!
હજુ તે કવર ખોલે તે પહેલા ડોરની ઘંટડી વાગે છે …..
પોસ્ટમેન એક કવર સાથે ઉભો હતો તે સહી માગતો હતો. નીલા એ આશ્ચર્ય સાથે સહી કરી કવર હાથ માં લીધું …
બેવ કવર વારાફરતી ખોલે છે …
એક સોનું એ આપેલું અને બીજું જય કેનેડા થી મોકલાવેલું …
શું આશ્ચર્ય ! બન્નેવ માં ઇંડિયા થી કેનેડા જવાની ટીકીટ ….~*~….
આજે નીલા ને લાગ્યું કે સાચા અર્થ માં તેની તપસ્યા ફળી છે, દુઃખ થી સુકાઈ ગયેલી તેની આંખો ખુશી થી છલકાઈ ગઈ
આને શું કહેવું ..બે કોખ ના એકજ ભાવ ???
રેખા ( સખી ) 4/17/13
~*~~*~~*~~*~end