RSS

Monthly Archives: January 2021

વિત્યા વરસની ગાથા-

હું અને કોરોનાસ્મરણોની જંજાળ– રેખા પટેલ (ડેલાવરયુએસએ)

૨૦૨૦ એકએક જણાને યાદ રહી જાય એવું કડવી યાદ કે યાતનાઓ ભરેલું  પનોતું વર્ષ ગયુંહવે ૨૦૨૧નેઆવકારતાં દરેકના મનમાં સોનેરી દિવસો માટે આશા અને ઉત્સાહ છેગયું વર્ષ એક બિહામણું સ્વપ્ન સમું આંખોસામેથી જાણે પસાર થઇ ગયું છે.

દુનિયાને ઘૂંટણભેર લાવી મૂકી, વાયરસે અમેરિકા જેવી મહાસત્તાને પણ હલાવી દીધી છેટૂંકમાં કુદરતની એકલાકડીએ આધુનિકતાના નામે માનવીએ કરેલી બધીજ ભૂલોને નજર સમક્ષ લાવી દીધી.

શરૂવાતમાં  રોગ ફેલાયો ત્યારે તેનાથી સાવ અજાણ દરેકને તેમાં માત્ર મોતનો ઓછાયો દેખાતો હતોજ્યાં બેચારના આકસ્મિક મૃત્યુ થાય તો પણ કેટલાય દિવસ સુધી ચર્ચાઓ રહેતી હતીએજ જગ્યા  મૃતકોને દફનાવવાકે બાળવાની જ્ગ્યા મળતી નહોતીઅતિ ભયંકર અજાણ્યા ચેપી વાઇરસે દરેકનું સામાન્ય જીવન બેહાલ બનાવીદીધું હતું.

 ઘટનાઓથી કોઈ અજાણ નથી કે કોરોના વાઇરસને કારણે લાખો લોકોની જાન ગઈએનાથી કઈ વધારે ચેપગ્રસ્ત થયા છેજાન સાથે માલ એટલેકે દુનિયાભરના ઉદ્યોગ જગતને ભારે નુકશાન ઉઠાવવું પડ્યું છેલાખોલોકોની નોકરી જોખમમાં મુકાઈ ગઈ સાથે ઈકોનોમી આજ દિવસ સુધી તૂટી રહી છેઆખું વર્ષ નીકળી ગયુંહજુપણ  રોગને નાથવા માટેની રસી હાલ શોધાઈ છે જેના કારણે ટૂંક સમયમાં બધાને હાશકારો મળે તેવી આશા છે.

 આખા ગત વર્ષ દરમિયાન એક સ્ત્રીએક માપત્ની અને લેખિકા તરીકે અનુભવેલા મારા અનુભવોને વ્યક્તકરવા જઈ રહી છું ત્યારે સુખ દુઃખ મિશ્રિત લાગણીઓ નજર સામે એક ફિલ્મની રીલની માફક પસાર થઈ રહી છે.

૨૦૨૦ માર્ચ મહિનાના અંતમાં વિશ્વ આખું જાણે લાંબી રજાઓ ઉપર ઉતરી ગયું હોય તેવું લાગ્યું હતુંટેલીવિઝનઉપર માત્ર એકજ વાત કોવીડ૧૯સોશ્યલ મીડિયા અને ટેલીફોન સર્વિસપડોશીઓમિત્રો સ્વજનોના ખબરઅંતર જાણવા માટેનું સાધન બની ગયા હતાસોશિયલ ડિસ્ટન્સના નામે માણસ માણસથી અલગ થઇ રહ્યો હતો.

હજારો લોકો અકાળે અવસાન પામી રહ્યા હતાબહાર ખડકાતા મૃતદેહોના ઢગલા વચ્ચે ઘરમાં અંગત વ્યક્તિઓસાથે એકજ છત નીચે રહેવું  પણ સુખદ સ્વપ્નથી વધારે કઈ નહોતુંએક મા તરીકે બહાર આટલી બેહાલી વચ્ચેછતાં ઘરમાં અનાયાસે મળી ગયેલું માગ્યા વિનાનું સુખ મને બધુજ દુઃખ ભુલાવી દેવા સક્ષમ હતુંએક સંતોષ હતો કેમારા ઘરમાં અમે સલામત છીએ માટે હું બરાબર સાવચેત હતી.

શરૂવાતમાં લોકો આની ગંભીરતાને સમજ્યા નહોતાએમાં આખું અમેરિકા કોવીડના ભરડામાં આવી ગયુંત્યારબાદ ઉપરાઉપરી થતા મોતના સમાચારોને કારણે દરેકના મનમાં ડર બેસી ગયોરસ્તે જતા માણસને હાથ ઉંચોકરી અભિવાદન કરવામાં પણ લોકો ડરવા લાગ્યાજાણે કે માણસને માણસની બીક લાગી ગઈ હતીચારેબાજુસ્મશાન જેવી શાંતિ પથરાઈ ગઈ હતીચહેરા ઉપરના માસ્ક આંખો ઉપર ચશ્માં અને હાથમાં ગ્લવ્ઝ પહેરેલા બધાઅજાણ્યા લાગતાઅંતરનાં ભાવ ના તો વંચાતા ના સ્પર્શતા હતાએક રીતે દરેક જણ બહારથી રોબર્ટ લાગતો અનેઅંદરથી ભયભીત.

કેટલાક ઘરમાં તો એકજ છત નીચે રહેતા ઘરના સભ્યો એકબીજાની સાથે જમવા પણ બેસતા નહોતાગળેમળવાની તો વાતજ ક્યામા બાળકને ગળે વળગાળતા ડરતીવયસ્ક બાળકો માતા પિતાને વાઈરસ લાગી જશેએવી ભીતિ થી દુર રહેતાહું પોતે પણ મારી બંને દીકરીઓને પુરા ત્રણ મહિના ગળે લગાવી શકી નહોતીકે એમકહું કે તેઓ મારી નજીક આવતા નહોતા કારણ તેમને બીક હતી કે મને કશું ના થાય.

દરેકના મનમાં એકજ ભય હતો કે પોતાને કે ફેમિલીમાં કોઈને  વાઈરસ લાગી તો નહિ જાયનેસહેજ ઉદરસ આવેતો દરેકની નજર  તરફ ખેંચાઈ જાયવ્યક્તિ પોતે પણ ચિંતિત થઇ જાયકેન્સરથી પણ ના ડરે  કોવીડ૧૯ થીડરવા લાગ્યો હતો.

થોડાજ સમય પહેલાની વાત કહું તો કોઈને છીંક આવે તો ગોડ બ્લેસ યુ કહેનારા હવે બાર ફૂટ દુર ભાગી જાય છેલાગણીઓ એકદમ જાણે બદલાઈ ગઈ.

અમેરિકામાં લોકો બે ભાગમાં વહેચાઈ ગયેલા છેએપ્રિલ મે મહિનામાં તો કેટલાંકને ક્ષણિક વૈરાગ્ય જેવું આવી ગયુંહતુંતેઓ માનતા કે હવે આજ જીવન રહેવાનુંઆમજ જીવવાનુંવિચારી ડીપ્રેશનમાં આવી ગયા હતાદરેકે ખુલ્લીહવામાં શ્વાસ લેવાનું સદંતર બંધ કરી દીધું હતુંઘરમાં પુરાઈ રહી નકારાત્મકતા ભરી વાતો કરતા હતા.

 સમયમાં શરૂવાતમાં મને પણ એવી નકારાત્મકતાએ ધેરી લીધી હતીહંમેશા મારા વિચારો અને લખાણોમાં હુંપોઝેટીવ રહેવાની વાતો કરું છુંહું જાણતી હતી કે  સમયે પોઝેટીવ વિચારો ના છોડવાગમતી પ્રવત્તિ કરીપોતાના શરીર સાથે મનને વ્યસ્ત રાખવુંવગેરે.. છતાં માત્ર આપણું  સુખ જોઇને સુખી રહીએ  તો નર્યો સ્વાર્થછેહું  બધાથી મ્હો ફેરવી લાગણીવિહીન બની શકતી નહોતી..

હું હાઉસ વાઈફ છુંતો  લોક ડાઉનથી મારા રોજીંદા કામોમાં કોઈ ખાસ ફેર નહોતો પડ્યોઉલટાનું મારા પતિસાથે બંને દીકરીઓ ઘરમાં હતીછેલ્લા કેટલાય વખતથી આટલા લાંબા સમય માટે બધાનું સાથે રહેવું શક્ય નહોતુંબન્યુંજે કોવીડને કારણે બની ગયું હતુંમેં મારા મનને  સ્થિતિ તરફ વાળવા પ્રયત્ન કર્યોવ્યસ્ત રહેવા બાળકોમાટે તેમનું ગમતું કરવાનો પ્રયત્ન મને મદદરૂપ રહ્યો હતો.

બહાર રેસ્ટોરન્ટ બંધ તો તેમને ભાવતા કોન્ટીનેન્ટલચટાકેદાર કે બેકરી ફૂડ મળતા નહોતાહું પણ બહારનું ફૂડઘરમાં આવે તેવું નહોતી ઇચ્છતી આથી ઓનલાઈન નવીનવી રેસિપીઓ ઘરમાં આવવા લાગી પરિણામે રસોડુંધમધમતું રહેતું.

બધા ચોવીસ કલાક સાથે રહેતાતેમને ગમતું ભોજન બનવવામાં મારો મોટા ભાગનો સમય જતોનાની દીકરીશિખા કોલેજથી આવી ગઈ હતી તે અને મારા પતિ વિનોદ ઘરે હોવાથી મારી આજુબાજુ રહેતા મને મદદ કરતા.

બસ ચિંતા માત્ર મોટી દીકરી નીલિમાની રહેતીતે મેડીકલ ફિલ્ડમાં ફીઝીસિયન આસીસ્ટન્ટ હોવાથી રોજહોસ્પિટલ જવાનું રહેતુંત્યાં દર્દીઓના સંસર્ગમાં આવવું પડતુંસવારે તે જોબ ઉપર જવા નીકળે અને મારી આંખોમાંપાણી આવી જતાસાંજે ઘરે આવે ત્યારે તેના મ્હો ઉપર માસ્કના ઉપસી આવેલા કાપા જોઈ જીવ બળીને રાખ થઇજતોમારી દીકરી સવારે હોસ્પિટલ માટે ઘરથી નીકળે છે ત્યારે મારું હૈયું બેસી જતુંહું ઘણું વિચારતી બધુજબરાબર છે છતાં એક ડર  ઘરે પાછી આવે તોય અકબંધ રહેતો.

અમે ઘરે રહેવા સમજાવતા કે ઓછામાં ઓછુ ૧૫ દિવસ ઘરે રહેપરંતુ એકજ જવાબ મળતો

” મોમ ડેડ  તો સમય છે અમારે કામ કરવાનોલોકોને જરૂર હોય તેવા સમયે મારાથી ઘરે ના બેસાય.” મારું માથુંગર્વથી ઊંચું થઇ જતું.

  દરેક મા બાપની કે સંતાનોની સ્થતિ હશેજેમના સ્નેહીઓ બહાર ફરજ પ્રમાણે કામ કરી રહ્યા હશે.

પોસ્ટમેનએમેઝોનમાં કામ કરતા ડ્રાઈવર્સગ્રોસરી સ્ટોરમાં કામ કરતા  દરેકને સલામી ભરવી જોઈએદરેકનો આભાર માનવો ઘટે છે જેઓ કોમ્યુનીટી વર્ક માટે ખડે પગે રહી કામ કરે છેફૂડ સપ્લાય કરે છેતેનું વિતરણકરી જરૂરિયાતો સુધી પહોચાડે છે.

જોકે  સમય દરમિયાન પરિવાર સાથે હોવાનો આનંદ હતોદીકરીઓ સાથે અવનવી ચર્ચાઓ થતીરાત્રે ડીનરપછી કલાક અમે ચારેવ સાથે બેસી બોર્ડ ગેઈમ રમતા  બધું સ્વપ્ન સમાન હતુંલાંબા સમય પછી પરિવારનુંઅઢળક સુખ મારા પાલવમાં સમાઈ ગયું હતુંએક મા તરીકે ખુબજ ખુશ હતી.

મેં મહિનાની શરૂવાતમાં બહાર સપૂર્ણ શાંતિગાડીઓની કોઈ ચહલપહલ નહોતી જણાતીએમ લાગતું જાણે દુનિયાથંભી ગઈ છેહું પણ અંતરથી પુરેપુરી ઉત્સાહિત નહોતીજેની અસર મારા લખાણ ઉપર રહેતીએક દિવસ નિરાશમન લઇ હું બારી માંથી બહાર નજર લંબાવી ચુપ હતીત્યારે પાળી ઉપર કલબલતા પંખીઓનો કલરવ તંદ્રા તોડીગયોપાછળ યાર્ડમાં લટકતાં બડહાઉસમાં પહેલા ક્યારેય નાં જોયેલા રંગબેરંગી પંખીઓ કુદકા ભરી ચણી રહ્યાહતાવાતાવરણમાં શુદ્ધતા હતીક્યારીઓમાં ફૂલો ઝૂમી રહ્યા હતાબધુજ જોતા વિચારો અચાનક બદલાઈ ગયાહતા.

આજ સુધી સાચું સુખ માણવાનું આપણે ભૂલી ગયા હતાપળવાર ઝંપીને બેસવાનું ભૂલી ગયા હતા.આપણેઆધુનિક માનવી જ્યારે ખુદ ભગવાન બની બેઠા હતા ત્યારે અચાનક આવી પડેલી ઉપાધીએ માનવીને ઘરેબેસાડયો.

બદલામાં જે જીવન સ્વપ્નવત્ હતું તે ભેટમાં આપ્યુંપ્રેમ આપવામાં અને પામવાના  દિવસો વિસરાઈ ગયા હતાતેને સજીવન કરવા મોકો આપ્યો સમજ આવતા મારામાં ઉર્જાનો સંચાર થયો હતોજે આજે પણ બરાબર યાદછે.

છેવટે બધું એકબાજુ મૂકી નવું કામ હાથમાં લીધુંઅને તે હતું લખાણ દ્વારા અને ફોનમાં વાતો દ્વારા પોઝેટીવીટીફેલાવવાનુંઆમ કરવાથી ખુદ મારી અંદર નવી ઉર્જાનો સંચાર થયો.

સોશ્યલ ડિસ્ટન્સ અને ચહેરા ઉપર માસ્ક  રોગને દુર રાખવા માટે ખાસ જરૂરી છે માટે નાના મોટા દરેક ગેટ ટુગેધર બંધ થઇ ગયા., તેમાય લગ્ન જેવા સામુહિક મેળાવડા બિલકુલ બંધ થઇ ગયા વર્ષે નક્કી કરાએલાબધાજ લગ્ન પ્રસંગો આવતા વર્ષે નક્કી થઇ રહ્યા છેછતાં કોઈ ખાતરી નથી કે આવતા વર્ષે બધું રાબેતા મુજબ થઇશકેકેટલાકે વર્ચ્યુઅલ વેડિંગ એટલે કે આઠ દસ અંગત સ્વજનોની હાજરીમાં અને બીજાઓને ઝૂમ જેવીઓનલાઈન વિડીયોએપ ઉપર જોવાનો આનંદ આપી વિધિસર લગ્ન કર્યાનો સંતોષ માની જીવન શરુ કરી દીધું.

 સ્થિતિમાંથી અમારે પણ પસાર થવાનું બન્યુંબીજાની ખબર નથી પરંતુ  વર્ષ મારી માટે ખુબ મહત્વનું હતુંમારી દીકરીના લગ્ન ઓગસ્ટ ૨૦૨૦ માં હતાજે  કોવીડને કારણે શક્ય બન્યા નહિ અને મારા બધાજ સપનાઓઉપર બ્રેક લાગી ગઈદીકરીના લગ્ન નક્કી કરાયા ત્યારથી વર્ષ પહેલા અમે તેની તૈયારીઓ શરુ કરી દીધી હતીકપડા દાગીનાલગ્નની વસ્તુઓપૂજાપોઘરની સજાવટ માટે વસ્તુઓઅને કંકોતરીના ઇન્ડીયાથી પાર્સલો આવીનેખડકાઈ ગયા હતા.

અમેરીકામાં અહી લગ્નનો હોલભોજનમ્યુઝીકડેકોરેશનકેમેરા અને મેકઅપ આર્ટીસ્ટ વગેરેના બુકિંગ પેમેન્ટથઇ ગયા હતાત્યાંથી નાં અટકતા મોટાભાગની કંકોતરીઓ પણ માર્ચના પહેલા મહિનામાં મોકલવાની શરૂવાત થઇગઈ હતી ત્યાં કોરોનાનો કહેર તૂટી પડ્યો.

છતાં અંતરમાં એક આશા અકબંધ હતી કે ઓગસ્ટ સુધીમાં બધું બરાબર થઇ જશેદીકરીની ઈચ્છા પ્રમાણે બધુજકરીશવહાલી દીકરી તેની ઈચ્છા પૂરી કરવામાં તેના ડેડીએ પાછું નહોતું જોયુંછતાં ધાર્યું ધણીનું થાય છે  પ્રમાણેઆજની પરિસ્થિતિને જોતા લગ્ન  વર્ષે બંધ રાખવા પડ્યાખુબ દુઃખ થયુંઈચ્છા મુજબનું ના થાય તો નિરાશથવાયછતાં બધા હેમખેમ છે એજ ઘણું છે વિચારી ફરીના વર્ષે પરસ્થિતિ પ્રમાણે કરવું વિચારી લીધુંમાત્ર ઘરમાંનાનકડો પ્રસંગ કરી દીકરીને તેના નવજીવનના આશીર્વાદ આપી વિદાઈ કરી.

આપણે બધા સલામત છીએ તેનાથી વિશેષ શું માની હવે સમય અનુકુળ થવાની આસ હજુ પણ હૈયામાં અકબંધછે.

 લોકડાઉન સહુથી ખુશ મા એક સ્ત્રી હશે તેવું હું માનું છુંછતાં વધારે તકલીફ પણ તેનેજ પડી હશેકોરેન્ટીનરહેવાને કારણે પરિવારના બધા સદસ્યો જ્યારે ઘરે હોય ત્યારે સ્ત્રીની જવાબદારીઓ વધી જાય છેબાળકોને કપરા સમયમાં બહારના ઝંઝાવાતથી સાચવવા અને ઘરમાં વ્યસ્ત રાખવામાં તેનો ઘણો સમય વીતી જતોસાથેપરિવારના બધા સભ્યો ઘરે હોવાથી તેનું રસોડું આખો દિવસ ધમધમતું રહે.

સહુથી વધારે અધરું એની માટે જે એક મા સાથે વર્કિંગ વુમન છેઅહી અમેરિકામાં સંપૂર્ણ લોકડાઉન રહ્યું નથીઆવા સંજોગોમાં સ્ત્રીઓ ને ઘરેથી કામ કરવાનું બન્યું છેવધારામાં બહાર ડે કેરસ્કૂલો બધું બંધ છેસોશ્યલડિસ્ટન્સ જાળવવાનું હોવાથી કોઈ આયાકેર ટેકર આવી શકે નહિ કે બાળકોને ક્યાય મૂકી શકાય નહિ.

 સ્થિતિમાં તેમને ઘરે સાચવતા રહીને કામ કરવાનું ખુબજ મુશ્કેલ બની જાય છેબાળકો મા ને ઘરે જુવે એટલેતેમની માંગ સામાન્યપણે વધીજ જવાનીમા પણ  સમયને બાળક સાથે વ્યતીત કરવા માટે ખુબ આતુર રહે છે સોનેરી સમય મળ્યો છે સમજી તેને જીવી લેવા માંગે છેબાળકોની ઇચ્છાઓ પૂરી કરવા માગે છેપરંતુ નોકરીનોબોજ તેને કોઈ રીતે ફાવવા દેતો નથી સ્થિતિમાં  વધુ હતાશ થઇ જાય છે.

મોમ ઘરે છે પાસે છે છતાં તેની ટાઈમ સ્પેન્ડ નથી કરતી  વાત બાળકોને તેમને વધુ પજવે છેતેઓ કારણ સમજીશકતા નથી અને ક્રેંકી એટલેકે કજીયાખોર બની જાય છેજેના પરિણામે ઘરે રહીને કામ કરતી માતાની સ્થિતિદયાજનક બની જાય છે.

લોકડાઉનમાં આપણે બધા જાત સાથે નજર કેદ બની ગયા હતા ત્યારે ઈન્ટરનેટ અને ટેલીવિઝન સહારો બની રહ્યાજે ફોન અને શોશ્યલ મીડીયાને લોકો ગાળો આપતા હતા  બધાની માટે આજે  સંકટ સમયની સાંકળ બનીગયું છેએકાંતવાસમાં પણ બધાની સાથે રહેવાએકલતા ભાંગવામાં શોશ્યલમીડિયા ખુબ મદદરૂપ રહ્યું.

આજે પણ ફોનકોલવિડીયોકોલ દ્વારા ચેટીંગ દ્વારા આજે લાગણીઓનું અરસપરસ આદાન પ્રદાન થતું રહ્યું છેભલેરૂબરૂમાં મુલાકાત શક્ય ના બને પરંતુ  ઇલેક્ટોનીક્સ ઉપકરણોની સહાય થી રોજીંદી હુંફ લાગણીઓ જળવાઈરહે છે.

જ્યાં માતાપિતા બંને બહાર કામ કરતા હોય ત્યારે નાના બાળકોને ડે કેર કે અર્લી એજ્યુકેશન જેવા સેન્ટરોમાં મુકવાપડે છેના છુટકે બાળકોને દુર રાખવા પડે છે લોકડાઉનમાં ઘણાને ઘરે રહીને કામ કરવાનો મોકો મળ્યો છેત્યારે તેમની ખુશી બેવડાઈ ગઈ છે.

ઘરમાં દરેક વ્યક્તિ એકબીજાને ગમતું કરેબધા કામ હળીમળીને કરે તો સમયનો સહુથી સારો ઉપયોગ કર્યોગણાયઆમ કરવાથી એકબીજાની તકલીફ તેના ગુણ અને ઉણપ સમજી શકાય છેપ્રેમમાં ચોક્કસ વધારો થાયછેપતિ પત્ની બંનેની માટે  દિવસો સંભારણા બની જવા જોઈએ મળેલી રજાઓ ફક્ત એકબીજા માટેની ભેટ છે.

માત્ર તકલીફ પડી રહી છે  લોકોને જેમને વીકલી પગાર ઉપર જીવવાનું છેરોજ કમાઈને ખાનારી પ્રજાની સ્થિતિદયનીય બની ગઈ છે તે હકીકત છેદેશમાં અને પરદેશમાં ઘણા લોકો એવા છે જેમની પાસે પોતાના ઘર નથી સાથેકોઈજ મૂડી નથીબસ અઠવાડીયાના પગારમાં ચલાવવાનું અને ફરી પગારના દિવસની રાહ જોવાનીજોકેઅમેરિકામાં ગવર્મેન્ટ તરફથી  સમય માટે દરેક વ્યક્તિ દીઠ ડોલર્સ ચૂકવ્યા છેજેથી બધું રાબેતા મુજબ થતાસુધી ઘરખર્ચ નીકળી શકેદરેક દેશની સરકાર  કરી શકે તેમ નથી એથી  લોકોને ચોક્કસ મુશ્કેલીઓ પડવાની.

ધંધાદારીઓ માટે  તકલીફનો સમય છેઅમેરિકામાં લગભગ બધાજ ઘંધા બેન્કની લોન ઉપર લેવાએલા હોયછે સ્થિતિમાં મહિનાઓથી તે સદંતર બંધ છે આથી તેમને ટકી જવા અને ફરીથી ખોલી પાછુ સક્રિય થવામાં બહુમહેનત કરાવી પડશેકાલની ઈકોનોમી પણ કેવી હશે તેની હજુ જાણ નથી સંજોગો લોકલ બિઝનેસ કરનારામાટે પણ અઘરો છેઅમારા પણ અમુક ઘંધા હાલમાં બંધ છેપરંતુ આની સામે અમેરિકામાં સુખ હોય કે દુઃખનવરી પડેલી પ્રજાને ખાવા અને પીવા આલ્કોહોલ જોઈએ કારણોસર ગ્રોસરી અને લીકર સ્ટોર અમેરિકામાં ઘૂમકમાઈ રહ્યા છે.

સોશિયલ ડીસ્ટન્સીંગના નામે જ્યારે માણસ એક બીજાથી દુર ભાગી રહ્યો હતોત્યારે મોતના ભયે તેને અંગત રીતેબીજાઓ સાથે લાગણીઓથી જોડી રાખ્યો સમયમાં મને પણ ઘણા જુના સબંધોને ફરી વિકસાવવાની તક મળીહતીબહાર જ્યારે કશું ના કરવા જેવું હોય ત્યારે આપણી આંતરિક ભાવના સ્પષ્ટ પણે બહાર ઉભરાઈ આવે છેખબર અંતર પૂછવાને બહાને પણ સમયની રાખ ઉડાડવાની તક સાંપડી હતીજેના કારણે જુના મિત્રોનો સાથ ફરી સાંપડ્યો.

સરહદો ઉપર ભલે વિઝાટ્રાવેલિંગ ઉપર રોક લાદવામાં આવ્યો પરંતુ માનવતા હેઠળ વિશ્વ એક બની ગયુંટૂંકમાંઆ પ્રભુનો આભાર માનવાનો સમય આવ્યો કે દુઃખમાં માત્ર એકજ સ્મરણ તારું કે જે હિંમત ભરી જાય છેએકમહામારીને કારણે માનવતા જાગૃત થઇ ગઈ.લોકોએ વિશ્વમાનવ બની પ્રેમ અને કરુણા અને પ્રાર્થનાઓ એક સાથેમળીને કરીટૂંકમાં ‘વસુધૈવ કુટુંબકમની ભાવનાનો વધારો સ્પસ્ટ દેખાયો  પણ ચમત્કારથી વિશેષ નથી.

 બધામાં જેનાં અંગત સ્વજનો વાઇરસના ભોગ બન્યા તેમની માટે આજે પણ અંતરમાં દુઃખ જન્મી જાય છેમોતતો દરેકને આવવાનું છેપરંતુ તેનો એક મલાજો હોય છેકેટલાક તો એવા સમયમાં થયા કે મૃતક શરીરને ઘરે પાછાપણ લાવી શકાય નથીનાં તો અગ્નિદાહ કરવાનો અવસર મળ્યોએનાથી વધારે કરુણ મને  લાગતું કે જેનુંઅંગત સ્વજન દુર ચાલી ગયું હોય ત્યારે માથું મુકીને દુઃખ હળવું કરી શકે તેવો એક પણ ખભો પાસે નાં હોય તેસ્થિતિ કેવી દારુણ લાગે.

આજે પણ ઘરની બહાર નીકળીએ તો સામે મળેલા માસ્ક હેઠળ છુપાએલા ચહેરાને ઓળખાવો અઘરો થઇ પડે છેઆમ પણ દરેકના ચહેરા ઉપર છુપા માસ્ક હતા તેમાય  દેખીતા માસ્ક લાગણીઓ સાથે સંવેદનાઓ પણ છુપાવીદે છેવ્યક્તિનો ગમો અણગમો જોવા તેને ધારીને જોવો પડેત્યારે આંખોની ભાષા વંચાય છેતેમાય આંખો ઉપરચશ્માં હોય તો પત્યુંછુપાવી રાખેલા ચહેરાને હવે મેકઅપની જરૂર નથીએક રીતે શોખમાં પણ વૈરાગ્ય આવી ગયું હોવાનો ભાસ થાય છે.

ધીમેધીમે પરિસ્થિતિ કાબુમાં આવી રહી હતી ત્યારે ફરી નવેમ્બર મહિનામાં કોવીડે માથું ઉચક્યું છે ત્યારે આનીગંભીરતા વિષે વિચારવા મજબુર બની જવાય છેકોવિડ ગ્રસ્ત આંકડા દરેક હદ વટાવી રહ્યા છેરોજ ૩૦૦૦ થીવધારે વ્યક્તિઓ આજે પણ અમેરિકામાં મૃત્યુ પામી રહ્યા છે ત્યારે આતંકવાદી હુમલા સમયનું નાઈન ઈલેવન યાદઆવી જાય છેત્યારે એકજ દિવસની જે સ્થિતિ હતી તે આજે રોજરોજ જોવા મળી રહી છેત્યારે બદલો લેવામાણસે માણસ ઉપર હુમલો કર્યો હતો જેમાં વધુ તારાજી થઇ હતીઆજે રોજ થતા આટલા બધા મૃત્યુ માટેજવાબદાર કોણબદલો લેવો તો કોની સાથે?

બસ આશા છે  અંધકાર જલ્દી વછૂટે અને સોનેરી ઉજાસના દર્શન થાયકોઈ મળ્યું અને ગળે વળગી પડ્યા તેવુંનજીકના ભવિષ્યમાં બનવાનું નથીઅંતરના આવેગને કાબુમાં રાખવો પડશેપ્લાસ્ટિકિયા સ્મિતાને અલવિદા કહીમાસ્ક નીચેની સ્માઈલ ભલે ના દેખાય પણ આંખોમાં હેત ભરતા શીખવું પડશેબસ પ્રભુને પ્રાર્થના કે  કપરોસમય વધુ તારાજી વિના જલ્દી જાયલોકોને હૈયે પડેલા ઘા જલ્દી રૂઝાય.🙏

 
Leave a comment

Posted by on January 26, 2021 in Uncategorized