મને વાગે તારી હળવાશ જા સખી નહિ બોલું
તારા મલકાતાં મૌનની સુવાસ …
જા સખી નહિ બોલું
તારી પાયલની છમછમ,ને ચૂડીઓની ખનખન
જોને છેડે મારા મનડાં ની કુમાશ …
જા સખી નહિ બોલું
તારા સ્મિત મઘુરા,એ વિના જીવન અધૂરા
એણે ફેલાવી રંગો કેરી લાલાશ ….
જા સખી નહિ બોલું
તારી મસ્તીની તાજગી,આ રૂપ કેરી સાદગી
આજ તારો બઘો સહવાસ …
જા સખી નહિ બોલું
વિના તારે તનડું સીઝાય,મારું મનડું પીસાય ,
તારીજ મોરપિચ્છ માં નીલાસ …
જા સખી નહિ બોલું
આ મારી મોરલી રીસાય, સહુ સુર સોરાય
હું કેમે સજાવું વનરાવન રાસ …
જા સખી નહિ બોલું
રેખા 2/11/13