RSS

Monthly Archives: February 2016

લાગણીની થેરાપી..one of my good story

લાગણીની થેરાપી મુળ સૌરાષ્ટ્રના,  પણ રાષ્ટ્રીય ફલક પર ખૂબ પ્રખ્યાત થયેલા ,રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સંગીત સમ્રાટ તથા ગાયક વિક્રમસિંહ પરમાર એમની પાંસઠ વર્ષની ઉમરમાં પણ મોહક વ્યકિત્વ ધરાવતા હતા. વિક્રમસિંહ એના યુવાનીનાં દિવસો થી એક પ્રખ્યાત સંગીતકાર હોવાને કારણે એનાં ચાહકો જ્યાં જ્યાં એમનાં કાર્યક્રમ યોજાતા ત્યા એમને ધેરી વળતા હતા. વાંકડિયા લાંબા વાળ,પાણીદાર આંખો, અને ઝીણી દાઢી રાખતા વિક્રમસિંહ મસ્તીમાં આવી જઈને જ્યારે લાંબા રાગ આલાપતા ત્યારે યુવાન વયની સ્ત્રીઓ તો ઠીક પણ વયસ્ક સ્ત્રીઓ પણ અંદરથી ડોલી ઉઠતી હતી. આરોહ અને અવરોહમાં નીકળતા એમનાં મદીલા અવાજમાં એક જાદુ હતો..એક સંમોહન હતુ. ભારતભરના જુદા જુદા શહેરોમાં તેમના કાર્યક્રમ યોજાતા રહેતા હતા. એવો જ એક કાર્યક્રમ અમદાવાદના નટરાજ હોલમાં યોજાયો હતો. મદહોશી ભર્યો સંગીત પ્રોગ્રામ ચાલતો હતો ત્યાં પ્રથમ હરોળની વચલી સીટમાં એક રૂપાળી યુવતી રાગના લય પ્રમાણે બરાબર ડોલતી હતી જાણે મદારીનાં બિનની ધૂન ઉપર નાગણ ડોલતી હોય. બધુ જ ભાન ભૂલી એ યુવતી વિક્રમસિંહનાં સંગીતમાં મસ્ત હતી, આ વાત વિક્રમસિંહની શ્રોતાપારખું નજર બહાર નહોતી. સંગીતની સાથે લયબધ્ધ ચાલતાં દેહ ડોલન સાથે ગાળામાં પહેરેલ હીરાનો હાર ચમકી ઉઠતો હતો.આ જોઈને એટલી ખાતરી તો જરૂર થતી હતી કે કોઈ ઘનવાન પિતાની પુત્રી હતી.બરાબર રાત્રે બાર વાગ્યે કાર્યક્રમ પૂરો થયો. ભૂરો રેશમનો પડદો ધીરે ધીરે ઘરતીને ચૂમવા લાગ્યો. વિક્રમસિંહ જેવા જવા માટે ઉભા થયા ત્યાજ કાર્યક્રમનાં આયોજક શાહ સાહેબ અંદર આવ્યા.સાથે સાથે પેલી યુવતી હતી.

ચાંદના ટૂકડા જેવી રૂપાળી યુવાતી ,પણ કોણ જાણે આંખોમાં ગહેરી ઉદાસી દેખાતી હતી. ગોરી ચામડી હોવા છતા ચમક નહોતી,પણ આંખોમાં કઈક અજબ આકર્ષણ હતું.એ આંખોની ગહેરાઈમાં પહેલી નજરે જ વિક્રમસિંહ ખોવાઈ ગયા. “વિક્રમજી…. આ કામયા શેઠ છે. શેઠ સોહનલાલની એકની એક સુપુત્રી ,જે આપના સેંકડો ચાહકોમાની એક સૌથી મોટી ચાહક છે.” શાહ સાહેબે ઓળખાણ આપતા કહ્યુ. બંને એક બીજાને હલ્લો કર્યું અને થોડી વાતચીત પછી કામયાએ વિદાય લીધી.જતી વેળા તેની આંખોમાં કંઈક યાચના જેવું તરવરતું હતું. જે એક ઋજુ હ્રદયના સંગીતકારને હચમચાવી ગયું.

જેવી કામયા રવાના થઇ તુરત જ વિક્રમસિહએ શાહ સાહેબને પુછયુ,”આ યુવતી કઈ દુઃખી હોય તેવું નહોતું લાગતું?” “હા તમારી વાત સાચી છે.કામાયાને કોઈ મહારોગ છે. હાલમાં એની ટ્રીટમેન્ટ ચાલે છે, પરંતુ દવાઓ તેની  જોઈએ એવી અસર બતાવતી નથી.સોહનલાલ શેઠ મારા સારા મિત્ર છે.મને આ દીકરીની બહુ ચિંતા છે.” શાહ સાહેબ  દુઃખી થઇ બોલ્યા. “આજે ચાલુ કાર્યક્રમ દરમિયાન મે જોયું કે કામયાને સંગીતમાં બહુ રૂચી છે.અને જો તમે હા કહો તો હું એક વખત તેમના પિતાજી સાથે આ બાબતે વાત કરવા માગું છું.”વિક્રમસિંહ બોલ્યા.

“જી વિક્રમજી…જરૂર હું આવતી કાલે સોહનલાલ શેઠ સાથે તમારી મુલાકાત કરાવી આપું છું.”

બીજા દિવસે સોહનલાલ સાથેની મુલાકાત દરમિયાન વાતચીત કરતા તેઓ જાણી ચુક્યા હતા કે કામિયાને કોઈ અજાણ્યો રોગ પકડમાં લઈને બેઠો છે.  જેના કારણે તેનું તેજ દિવસે દિવસે હણાતું જાય છે ,ભૂખ અને નિંદ્રા રિસાઈને દુર ભાગે છે.  ઘણા ઈલાજ પછી પણ આ રોગ માંથી કામયાને સંપૂર્ણ મુક્તિ મળતી નથી શેઠ સોહનલાલના કહ્યા પ્રમાણે  કામયાને સંગીતનો બહુ શોખ છે.સાથે સાથે તેના વિશે સારી એવી સમજ પણ છે.     આ સાંભળતાં વિક્રમસિંહએ સોહનલાલને સંગીત થેરાપી વિશે સમજ આપી. અને જણાવ્યુકે મ્યુઝિક થેરાપીમાં બહુ તાકાત હોય છે. ભલભલા હઠીલા રોગો સામે લડવામાં મદદ કરે છે. કેટલાય રોગો જેવા કે ટેન્શન,ડિપ્રેશન ,અનિન્દ્રા  કે એથી આગળ વધી ને કેન્સર જેવા મહારોગો માંથી મુક્તિ મેળવવા માટે આ થેરાપી એક આગવો ભાગ ભજવી જાય છે .

જેમકે રાગ ભૈરવી અસ્થમા,શરદી કે અનિદ્રા જેવા રોગ મટાડી શકે છે.રાગ મલ્હાર,રાગ  જયજયવંતી માનસિક તાણ દૂર કરી શકે છે. રાગ સારંગથી માથાનો દુ:ખાવો દૂર કરી શકાય છે. રાગ દરબારી હૃદયનાં રોગોમાં અને રાગ શિવરંજ યાદશક્તિ વધારવા મદદરૂપ બને છે ” વિક્રમસિંહ બહુ શાંતિ પૂર્વક શેઠ સોહનલાલને સંગીતના ફાયદા સમજાવી રહ્યા હતા. “પણ આ કઈ શરદી કે દુખાવો નથી કે સંગીતથી મટી જાય,કામયાને કોઈ અજાણ્યો મહારોગ છે જે હજુ સુધી પકડમાં પણ આવ્યો નથી તેનો ઈલાજ ચાલે છે.”સોહનલાલ દુઃખી અવાજે બોલ્યા. “હા એ હું જાણું છું , તમે તમારો ઈલાજ ચાલુ રાખો અને મને સંગીત થેરાપી કરવા દો.  કામયાજીને બને તેટલા જલ્દી સજા થતા જોવાની મારી ઈચ્છા છે”  વિક્રમસિંહ બોલ્યા. “ભલે,તમારી ઈચ્છા હોય તો તમે પણ તમારી સંગીત થેરાપી અજમાવી જુવો, પરતું આ સમય દરમિયાન તમારે અહી અમારા ગેસ્ટ હાઉસમાં રહેવું પડશે ,મારી દીકરી બહાર ક્યાય નહિ આવે  ”.

આમ સોહનલાલની હા થતા બધાજ કામ પડતા મૂકી વિક્રમસિંહ ત્યાજ રોકાઈ ગયા અને સવાર સાંજ લગાતાર એક મહિના સુધી અલગ અલગ રાગ કામયા સામેં આલાપતા જતા હતા.ક્યારેક કામયા પણ એમાં સાથ પૂરાવતી હતી.અને જોત જોતામાં દવા સાથે જેમ દુવા અસર કરે તેમ તેની ઉપર સંગીતની અસર થવા લાગી. ધીરે ધીરે આ મ્યુઝિક થેરાપીથી કામયાના જીવનમાં જાણે ઓલવતા દીવામાં તેલ ઉમેરાય તેવું બન્યું, તેના શરીરની ચેતના તેની ભૂખ અને ઊંઘ સાથે પાછી આવતી જતી હતી. વિક્રમસિંહ હૈયામાં કામયાની તંદુરસ્તી ની ખુશી અને જુદાઈના દર્દને સાથે લઇ વતન પાછા ફર્યા. આ સમય દરમિયાન વિક્રમસિંહનાં હૈયામાં કામયા પ્રત્યે ફૂટેલું ભીનું લાગણીનું એક અંકુર થીજીને રહી ગયું હતું .

એ પછી કામયા વિક્રમસિંહ સાથે પત્રવ્યવહારથી જોડાયેલી રહી.કારણકે તેના તકલીફના દિવસોમાં મિત્ર બની સંગીત સમ્રાટે તેને બહુ મદદ કરી હતી અને ગુરુ બની સંગીતનું દુર્લભ જ્ઞાન પણ પીરસ્યું હતું. કામયાના લગ્નની વેળાએ વિક્રમસિંહ ને ખાસ આમંત્રણ મળતા તેઓ લગ્નની આગલી રાત્રે અમદાવાદ આવી પહોચ્યાં , બહુ પ્રેમથી તેમનું સ્વાગત થતું હતું છતાય તેમના અંતર મહી કોઈ અથ્ક્ય ઉદાસી છવાએલી રહી, જેનું કારણ માત્ર તેઓજ સમજી શકતા હતા ,છતાય કોણ જાણે કામયાની નજર એ દુઃખને સ્પર્શી ગઈ હતી .

એકાંત મળતા કામયા તેમના ખભે હાથ મુકીને બોલી ” શું વાત છે વિક્રમસિંહ બહુ ઉદાસ લાગો છો , કોઈ પરેશાની છે ? , એક મિત્ર માની મને કહી શકો છો ” . ” સુખી રહેજે ” કામાયાને માથે હાથ મૂકી માત્ર એટલું બોલતા તેમની આંખોમાં ભીનાશ તગતગી ઉઠી.  કામયા પણ છવાએલી ચુપ્પીમાં ઘણું સમજી ગઈ હતી . મૌસમ બદલાતા ગયા અને વરસોના પડળ ચડતા ગયા કામયા જીવનમાં ઘણી આગળ વધી ગઈ હતી.પરંતુ વિક્રમસિંહની દુનિયા તો ત્યાજ શેઠ સોહનલાલના બંગલે રોકાઈ ગઈ હતી.કામયાના બહુ સમજાવટ  છતાય તે આગળ વધી શક્યા નહોતા.બસ સંગીતમાં આગળને આગળ વધતા ગયા અને એવોર્ડ જીતતા ગયા.

છેલ્લા કેટલાક મહિનાઓથી વિક્રમસિંહનો કોઈ પત્ર નહોતો , ફોન તો તેઓ ક્યારેય રાખતાં નહોતા આથી ચિંતિત કામયાને કોઇ પણ સંજોગે વિક્રમસિંહની ભાળ મેળવવી હતી. છેવટેકામયા તેના ત્રીસ વર્ષના દામ્પત્ય જીવનનાં સાથી સુરેશ શેઠને સાથે લઇ રાજકોટ નજીકના વિક્રમસિંહના વતન ત્રાજપર ગામડામાં તેની વિલાયતી ગાડી લઇને પહોચી ગઈ . ગાડીના આંગણામાં પાર્ક થતાની સાથેજ કામયા ” વા” આવેલા ઘુંટણના દર્દને અવગણતી ઝડપભેર વિક્રમસિંહનાં નાના પણ સુંદર બેઠા ઘાટનાં મકાનનાં પાછળના ભાગમાં આવેલા ઓરડામાં પહોચી ગઈ.

એક મોટા ઓરડામાં બે બારીની બરાબર વચમાં ગોઠવેલ પલંગ ઉપર વિક્રમસિંહ આંખો મીંચીને સુતા હતા , બંને બારીઓને લગાવેલા પાતળાં પડદાં માંથી ચરાઈને આવતો પવન તેમના આછાં થઇ ગયેલા સફેદ વાળને સહેલાવતો હતો તેની મીઠી અનુભૂતિ તેમના ચહેરા ઉપર સાફ ઝલકતી હતી .

તેમને જોતાજ સીધી કામયા ફરિયાદનાં સુરમાં કહેવા લાગી.”વિક્રમસિંહ…..,આ શું માંડ્યું છે?આટલા બીમાર છો અને મને જણાવ્યું પણ નથી..આવું તે કેમ ચાલે? તમારા માટે હું કોઈ પારકી છું?બોલતાં બોલતા કામયાનાં શ્વાસ સુધ્ધા હાંફવા લાગ્યા. “બસ બસ કામયા જરા શ્વાસ લેવા રોકાય જાવ, તમારો ગુસ્સો જોઈ સુરેશભાઈ પણ હસે છે. પહેલા શાંતિથી તમે બંને બેસો.” થોડા હસતા રહીને વિક્રમસિંહ બોલ્યા નહી હું અહીંયા બેસવા નથી આવી કે ના કે તમારી ખબર પુછવા.. હું પાણી તો જ પીશ.જો  તમે તમારી હઠ છોડી અમારી સાથે અમદાવાદ આવશો”. “જો વિક્રમસિંહ  તમે અમને મિત્ર માનતા હોય તો અમારી સાથે આવવુ જ પડશે ”સુરેશભાઈ પણ આગ્રહ કરતા બોલ્યા.

“ભલે તબિયત સારી થાય ત્યા સુધી તમારે ત્યાં હું રહીશ..હવે તો તમે બંને ખૂશ!!!”  કામયા અને સુરેશભાઇનાં અતિ આગ્રહને વશ થઇને વિક્રમસિંહએ હસીને હા ભણી. “અંકલ આટલેથી કઈ અટકવાનું નથી.જે મ્યુઝિક થેરાપીથી તમે મમ્મીની જિંદગી બચાવી હતી.એ જ સંગીત થેરાપી હું તમારી માટે અજમાવીશ.અને તમારે મને સહન કરવી જ  પડશે.ભલે હું તમારા જેવી મહાન સંગીતકાર નથી,પણ તમારી સાગિર્દ છું,તો ઘણું બધું હું પણ જાણું છું” કામયા અને સુરેશભાઇ સાથે આવેલી અત્યાર સુધી મુક બેઠેલી દીકરી શ્વેતાની વાત સાંભળી બધા હસી પડ્યા.કારણ દરેક વેકેશનમાં શ્વેતા અહી રહીને વિક્રમસિંહ પાસે થી ઘણું શીખી હતી .

થોડા મહિનાઓ પછી કામિયાની હ્રદયપૂર્વક માવજત અને એની દીકરી શ્વેતાની મ્યુઝિક થેરાપીથી ચેતનવંતા બનેલા વિક્રમસિંહ એક સાંજે સુરેશભાઈના વિશાળ બંગલા પાછળના ફૂલો આચ્છાદિત બગીચામાં આવેલા ગઝીબામાં બેસીને હારમોનિયમનાં સુર છેડતા હતા. અને કામયા તેના મીઠા સુરે એના અવાજનો સાથ આપતી હતી. શ્રોતાઓમાં સુરેશભાઈ અને શ્વેતા મંત્રમુગ્ધ બની સામે બેઠાં ડોલી રહ્યા હતા .     રેખા વિનોદ પટેલ, ડેલાવર(યુ.એસ.એ)

rekhavp13@gmail.com

https://vinodini13.wordpress.com

 

 

ઓઇલ વોરની અસર

IMG_5105.JPG અભવ્હાલાં બાપુ પ્રણામ,  કાલે હું ન્યુયોર્ક જઈને આવી ,તમને જાણીને નવાઈ લાગશે કે આ વખતે મારે ફક્ત 25 ડોલરનો  ગેસ (પેટ્રોલ) વપરાયો જે પહેલા 60 થી 65 ડોલરનો થતો હતો. અને તેનું એકજ કારણ જે આજકાલ આખી દુનિયાને હલાવી ગયું છે તે,પેટ્રોલના ઘટી ગયેલા ભાવ. આ ઓઈલ વોર સામાન્ય પ્રજા માટે માટે રાહત લાવી છે. પહેલા કરતા પેટ્રોલના ભાવ ત્રીજા ભાગના ઘટી ગયા છે જેના કારણે સામાન્ય જનતાને ઘણી રાહત મળી છે.
બાપુ , તમને દુનિયાભરના ન્યુઝ જાણવાની તાલાવેલી રહેતી હોય છે માટે આજે હું તમને આખી દુનિયામાં હલચલ મચાવી રહેલા ઓઈલ વોરની વાત લખું છું . અહી લગભગ દરેક ઘરમાં બે થી ચાર કાર હોય છે અને લોકોને જોબ કરવા દુર દુર ડ્રાઈવ કરીને જવું પડતું હોય છે આવા સમયમાં ગેસના ઘટતાં ભાવની તેમના બજેટ ઉપર બહુ અસર કરે છે. કારણ દર વીકે ગેસના કારણે જે વધારાની બચત થાય તે બીજા ખર્ચમાં વપરાય અને આમ ડોલરનું રોટેશન વધતું જાય છે. પહેલા અહી લોકો બે ત્રણ કામ સાથે પતાવતા, પરંતુ ગેસની પ્રાઈઝ ઓછી થતા કારનો વપરાશ વધી ગયો, અવરજવર વધી ગઈ . જેના કારણે મની રોટેશન પણ વધી ગયું. અને અહી માર્કેટમાં થોડી તેજી લાગે છે

ખેર આતો સામાન્ય પબ્લિકની વાત કહી, પરતું આનાથી વિપરીત વાત  OPEC (ઓપેક) એટલેકે “ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલીયમ એક્ક્ષ્પોરટીંગ કંટ્રીસ” ની છે . ઓપેક એટલે એ સંગઠન જે સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળ રચાયું . જેમાં આ સંગઠનમાં સામેલ દેશો ને તેમની જરૂરીઆત પ્રમાણે તેમનો પ્રોડક્શનને લગતો ક્વોટા નક્કી થાય,જેના કારણે એકબીજા દેશોમાં ભાવ અને ઓઇલના પુરવઠા બાબતે કોમ્પીટીશન ના રહે.
નાઇજિરિયા, સંયુક્ત આરબ અમીરાતના દેશો તથા અલ્જિરિયા જેવા તેલસમૃદ્ધ દેશોને ઓપેકના સભ્ય બનાવવામાં આવ્યા. આ ઓપેક દેશો પેટ્રોલિયમના બેરલના ભાવ ઉપર કંટ્રોલ કરે છે ,ભાવમાં વધારો ઘટાળો કરે છે . આ દેશોમાં શરૂઆત થી ખનીજ તેલનો હદપાર વિનાની જથ્થો ઉપલબ્ધ રહ્યો છે. જેના કારણે ઓઈલ બાબતે તેમની જોહુકમી હંમેશ ની રહી છે.  આ સંગઠન માના કેટલાંક ઉત્પાદન કરતા દેશો જેમકે ઇરાક તથા ઇરાને શસ્ત્ર ખરીદી માટે વધુ નફો કરવા માટે  ખનિજ તેલનું પ્રોડક્શન વધાર્યું અને આયાતકાર દેશો ઉપર ભાવ વધારો કર્યો આમ થવાથી સભ્યદેશોની તિજોરીઓ છલકાવા માંડી અને આ સંગઠન ની એકતા તૂટી.

પહેલા માત્ર અરેબીક દેશોમાં વધારે પડતું ઓઈલ ડ્રીલીંગ થતું હતું. હમણાંથી અમેરિકામાં ટેક્સાસ ,નોર્થડેકોટા ,અલાસ્કા તેમાંજ કેનેડામાં ઓઈલ ડ્રીલીંગ શરુ કર્યું ,હવે અહીનું લોકલ ઓઈલ સપ્લાય વધી ગયું . પરિણામે આ નવી કંપનીઓને તોડવા માટે ઓઈલ વોર શરુ થયું જેમાં ઓપેકના ભાવ કંટ્રોલમાં ભારે ધટાડો કરાયો. જે બેરલના ભાવ 110 $ હતા તે સીધા નીચે આવી 30$ થઇ ગયા . લેટેસ્ટ ન્યુઝ પ્રમાણે ન્યુયોર્કનાં લાસ્ટ ઓઈલ ટ્રેડીંગ માં એક બેરલ ઓઇલના 30$ નાં ભાવ નોંધાયા હતા જે લાસ્ટ 12 વર્ષની સહુથી ઓછી પ્રાઈઝ હતી

થોડા સમયથી અમેરિકા ,કેનેડામાં નવા શરુ કરાએલા ઓઈલ ડ્રીલીંગ પ્લાન્ટની પ્રોડક્સન કોસ્ટ એક બેરલ માટે આસરે 50 થી 55 થતી હતી ,જ્યારે આરબ કન્ટ્રીમાં જથ્થો પણ વધારે અને બહુ વખતથી ચાલતા ડ્રીલીંગ ને કારણે તેમને પ્રોડક્સન કોસ્ટ ઘણી ઓછી આવે છે. હવે આવી સ્થિતિમાં જો અમેરિકા ઓઈલ માટેનું ડ્રીલીંગ ચાલુ રાખે તો ભારે ખોટ ભોગવવી પડે પરિણામે તેમને હાલ પુરતું આ ડ્રીલીંગ બંધ કરવાણી ફરજ પડી . પરિણામે કેટલીય કંપનીઓ બંધ થવા આવી જેના કારણે હજારો લોકોને જોબ ગુમાવવી પડી , શેર માર્કેટને પણ ભારે નુકશાન થયું .
 જીવનજરૂરીયાતની વસ્તુઓ ઉપર થતી વધઘટ સામાન્ય જીવન ઉપર બહુ અસર કરી જાય છે, હવે આ ગેસના ભાવમાં જો વધારો થાય છે તો ટ્રાન્સપોર્ટેશન બહાનું આગળ કરાઈ દરેક વસ્તુઓ ના ભાવમાં વધારો થઇ જતો હોય છે.અને જ્યારે આ રીતે ભાવ માં આટલો બધો ઘટાડો થયા પછી પણ ચીજવસ્તુઓ ના ભાવ કઈ ખાસ ઓછા થતા નથી.
      અહી ગવર્મેન્ટને પણ સારી એવી ખોટનો સામનો કરવો પડશે.  ડેલાવર સ્ટેટ ને બાદ કરતા બીજા દરેક સ્ટેટમાં ખરીદ ઉપર ટેક્સ સાથે વેચાણ ઉપર ટેક્સ આપવો પડતો હોય છે , હવે કસ્ટમરને વેચાણની ગ્રોસ રીસીપમાં કિંમત જેમ ઓછી થયા તેમ ટેક્સ ઓછો ભરવો પડે. ફેડરલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ ની મોટાભાગની ઇન્કમ ટેક્સ ઉપરની હોય છે , આમ ગવર્મેન્ટ ને પણ ટેકસનો સીધો માર પડે છે . આમ જનરલ પબ્લિક માટે સારી,પણ વલ્ડ ઈકોનોમી મારે આ તેલની લડાઈ મોંઘી સાબીત થઈ રહી છે.
બીજાને હરાવવા માટે કે આગળ વધતો રોકવા ક્યારેક હરીફ પોતે પણ ખોટ ભોગવવા તૈયાર થઇ જાય છે ત્યારે પપ્પા આપણી પેલી કહેવત યાદ આવે છે ” હું તો મરું પણ તનેય રાંડ કરું  ” એક મેકને હરાવવાની અને પાડવાની વૃત્તિ દુનિયાના દરેક છેડે સરખી છે…ચાલો બાપુ એક મીઠી યાદ સાથે હું રજા લઉં…તમારો દીકરી નેહા.
રેખા વિનોદ પટેલ (યુએસએ )
 

મારી ભાષા જ મારી ઓળખ છે

મારી ભાષા જ મારી ઓળખ છે…. રેખા પટેલ
આપણી માર્તુભાષા ગુજરાતી છે તો તેને બોલવામાં શીખવામાં સંકોચ કેવો ? એની જાળવણી અને તેનું સન્માન કરવું એ પણ દરેક ગુજરાતીની ફરજ છે.
આ માટે આ સમજ ખાસ સ્ત્રીઓ એ જીવનમાં ઉતારવી જરુરી છે, કારણ સ્ત્રી એ સમાજ અને બાળકોના ઘડતર માટેનુ પહેલું પગથીયુ છે. બાળપણ થી માતા જ પ્રથમ બાળક સાથે બોલવાની શરુઆત કરતી હોય છે. આવા સમયે એક મા ભાષા અને લાગણીઓને જીવંત રાખતું પરિબળ બની શકે છે.
આપણે ગુજરાતી છીયે આપણી મુખ્ય ભાષા ગુજરાતી છે, તો બાળકોને બીજી કોઈ ભાષા શિખવતા પહેલા તેમને ગુજરાતી શિખવવુ જોઈએ. માટે જ તો ભાષાને માતૄભાષા કહેવામ આવે છે પિતૃભાષા નહિ.

ગુજરાતી પ્રજાને પોતની ભાષા અને સંસ્કૃતિ માટે ભાવ હોવો જરુરી છે ,જો આમ હોય તોજ તેની સાચવણી શક્ય બને છે, અને આજ હેતુ થી યુનેસ્કોએ ૧૯૯૯માં ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન જાહેર કર્યો આજે જેની ઉજવણી ૧૦૮ દેશોમાં થાય છે. જે ઉપર થી જણાય છે કે દેશ વિદેશમાં કેટલાં ભારતીયો અને તેમાય ગુજરાતીઓ રહેલા છે.

આજે ગુજરાતી બચાવો ના આંદોલનને કારણે ગુજરાતમાં પણ માતૄભાષાને નવુજીવન દાન મળ્યુ. જેના કારણે સરકારી કચેરીઓ, અને  શૈક્ષણિક સંસ્થાઓમાં હવે ગુજરાતી ભાષાનો ઉપયોગ વધી ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધતું રહ્યું છે. આજકાલ ઇન્ટનેટ અને સોશ્યલ મિડીયાને કારણે વૈશ્વિકીકરણ થઈ ગયું છે તેની સહુ થી મોટી અસર પડી છે બાળકોના ઘડતર ઉપર. આજે દરેક માતાપિતાને પોતાના બાળકોને અંગ્રેજી ભાષા શીખવાડવાનું ઘેલું લાગ્યું છે. તેઓના મગજમાં એક વાત ઘર કરી ગયેલી છે કે અંગ્રેજી ના આવડે તો આગળ વધવું અશક્ય છે.
 અહીં  મારા આમ કહેવાનો જરાય એવો અર્થ નથી કે અંગ્રેજી ભાષા મહત્ત્વની નથી , વૈશ્વિકીકરણ માટે અને દુનીયાનાં દરેક ખુણામાં ફિટ થઇ જવા માટે અંગ્રેજી ભાષાની જાણકારી મેળવવી જરુરી છે. એક રીતે આ વાત સાચી છે , અંગ્રેજી બહુ જરુરી છે પરંતુ સાથે સાથે માતૄભાષાની સાચવણી કરવી જોઈયે.
 હુ અહી અમેરીકાના ડેલાવર સ્ટેટમાં ૨૪ વર્ષથી રહુ છુ ,હુ જોતી આવી છુ કે અહી માતા પિતા પોતાના બાળકોને કમસે કમ પોતાની માતૃભાષા બોલતાં શીખવવા પ્રયત્નશીલ રહેતા હોય છે, તેઓ જાણે છે કે વાંચતા શીખવવુ મુશ્કેલ છે આવી સ્થીતીમાં બાળકો સમજે અને બોલે બોલે તે પણ ઘણુ છે. આજ કારણે દરેક જણ ઘરમાં રોજ બરોજમાં પોતાની ભાષાનો ઉપયોગ કર્રે છે જેથી બાળકો પોતાની માતૃભાષા સાથે જોડાઇ રહે. જોકે હવે અહી ઘણી કોલેજ, યુનીવર્સિટિમાં ગુજરાતી, હિન્દી લખતાં વાંચતા શિખવે છે આ બહુ મોટી વાત કહેવાય.
અમેરીકામાં રહેતા ઘણાં ગુજરાતી પરિવારો દેશથી દૂર રહેવાને કારણે મનમાં દેશની યાદ વધુ રહે છે. આજ  પરીણામે  મારા ઘરમાં એક સામાન્ય નિયમ છે જેમા કાયમ અમારે ગુજરાતીમાં વાતો કરવી , છ્તાય ક્યારેક બાળકો તેમની આવડત પ્રમાણે ઇંગ્લિશમા બોલે ત્યારે વચમાં અમે ખાસ ટોકતા નથી. જેથી તેમને એમ પણ ના લાગવું જોઈયે કે તેમના ઉપર ભાષાનુ બંધન છે, કારણ બાળકોને જબરજસ્તી થી કઈ પણ કરાવવામાં આવે તો તે લાંબો સમય ટકતુ નથી. ઘરમાં ફક્ત ગુજરાતી ભાષાનો જ પ્રયોગ કરવાથી બાળકો આપણી સંસ્કૃતિ આપણી સમજ ,આદર, બધુ સમજવામાં પ્રેમભાવ સહેલું થઇ પડે છે. આજે યુવાન વયે પહોચેલા તેઓ બીલકુલ મારા જેવું ગુજરાતી બોલે છે.
  ગુજરાતમાં પણ હવે અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા વધી રહી છે.ગરીબ માણસ પણ બાળકોના ભવિષ્યને ઘ્યાનમાં રાખી પેટે પાટા બાંધી આવી સ્કુલોમાં મુકે છે, જ્યાં ઘરમાં અને બહાર બીજે ગુજરાતી અને સ્કુલમાં બીજી ભાષા . આમ બાળકો નથી અંગ્રેજી સારુ શીખી શકતાં કે ના ગુજરાતી. એના બદલે તેમને ખરેખર પ્રગતિ થાય તેવું શીખવવુ જોઇયે.
ભાષા અત્યારે એક સમસ્યા બની ગઈ છે, જેને હલ કરવા ગુજરાત સરકાર પણ મદદે આવી છે , અને આ માટે શિક્ષકો, ન્યુઝ પેપર, ટીવી પ્રસારણ માધ્યમ, સમાજ, અને અન્ય સંસ્થાઓ પ્રયત્ન શીલ બન્યુ છે.
ગુજરાતી ભાષાને આધુનિક ટેકનોલોજીથી સમૃદ્ધ બનાવવાના તેમ જ તેને લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતી લેક્સિકોન અને ભગવદ્ગોમંડલ જેવા શબ્દકોશને ડિજીટલાઈઝ કરી લોકોને ગુજરાતી શિખવવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે , જે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા લોકો સમક્ષ સાચી જોડ્ણી અને શબ્દો અને અર્થો સમજવામાં અને ગુજરાતી લખતા વાંચતા શીખવામાં મદદરુપ બને છે. જે દેશથી દૂર રહેતા છ્તા ભાષાને પ્રેમ કરતાં લોકો માટે આવી ઓન લાઇન મદદ બહુ કામની બની રહે છે. અમા મદદ કરનાર દરેક્ને ધન્યવાદ આપવો ઘટે.
ભાષાનો ફેલાવો થાય અને બધુ લોકો ગુજરાતી વાંચતા થાય એજ હેતુ થી આજે ડેલાવર ખાતે મે મફત વાંચન માટે પુસ્તકોની લાઈબ્રેરી શરુ કરી છે .
આતો વાત થઇ નવી ઉગતી પેઢીની , પણ આપણું શું ? શું આપણે ભાષા સાથે જોડાઈ રહ્યા છીયે ? શું આપણું વાંચન હજુ પણ પહેલાની માફક યથાવત છે ?
જવાબ આવશે ના .
જો આપણેજ ભાષા સાથે ઓરમાયા બની જઈશું તો નવી પેઢીને શું આપી શકીશું. જોકે હજુ પણ વર્ષોથી આવી વસેલા ગુજરાતીઓને વાંચન કરવું ગમે છે પણ તેમને એક મોટો પ્રોબ્લેમ રહ્યો છે તેમને હાર્ડ કોપી એટલેકે પુસ્તક ના સ્વરૂપનું વાંચન ગમે છે , આજકાલ ઓનલાઈન મળતું વાંચન ઓછું ગમે કે ફાવે છે.
તેમના આ શોખને જાળવી રાખવાનો મારો આ એક પ્રયત્ન છે ,સાથે સોસાયટીએ મને જે આપ્યું છે તેના બદલામાં કંઈક કર્યાનો આત્મ સંતોષ પણ સામેલ છે.
25મી ફેબ્રુઆરી ” ના રોજ હું આ પુસ્તક પરબને શરુ કરવા જઈ રહી છું .જે બિલકુલ ફ્રી રહેશે, બસ હવે રાહ જોઈ છું કે ગુજરાતી બચાવોના આ અભિયાન માં મને અહી ડેલાવરના લોકો અને સમાજ તરફથી મને કેવો પ્રતિભાવ મળે છે .અહી થી પુસ્તક લઇ જનારને બસ એકજ વિંનતી રહેશે કે વાંચ્યા બાદ સમયસર પરત કરી જાય જેથી બીજાઓ ને તેનો લાભ લઇ શકે , કારણ અહી ગુજરાતી વાંચન નો સદંતર અભાવ રહેલો છે.
મારા મતે પ્રેમ એટલે પ્રેમ તે પછી વ્યક્તિ સાથે નો હોય કે ગમતી વસ્તુ ,સ્થળ કે પછી સાહિત્ય સાથેનો શોખ હોય , પરંતુ તેમાં ડૂબવાની મઝા સાવ અલગ હોય છે.  સાહિત્ય તરફનો મારો ઝુકાવ બાળપણ થી રહ્યો છે પરંતુ તેમાં ડૂબવાનો સાચો આનંદ મને ચાર વર્ષ પહેલાજ સમજાયો . આજે એક એવી જગ્યાએ પહોચ્યા પછી વિચાર આવ્યો કે ડૂબવું છે તો એકલા શા માટે ? બસ સાહિત્યના રસ સાગરમાં મારી સાથે આપ પણ સહુ ડુબશો તેવી આશા સાથે રજા લઉ છુ
રેખા વિનોદ પટેલ , ડેલાવર (યુએસએ)
https://vinodini13.wordpress.com
 

વેલેન્ટાઈન

પ્રિય સ્વીટી , હેપ્પી વેલેન્ટાઈન ડીયર
“વોટ ઇસ યોર વેલેન્ટાઈન પ્લાન? ,આઈ નો ડીયર તારા હમણાં જ એન્ગેજમેન્ટ થયા છે તો રોહન સાથે પ્રેમના પ્રતીક સમા આ તહેવારની ઉજવણી કરવા તું બહુ એક્સાઈટ હોઈશ.

તું મારી બહેનની દીકરી છે, તો માસી હોવાના નાતે તને આજે એક વણમાગી સલાહ આપું છું,  રોહન હજુ હમણાંજ તેના પગ ઉપર ઉભો રહ્યો છે તેની પાસે તહેવારોના નામે ખોટા ખર્ચા નાં કરાવતી , બેટા હું જાણું છું તારા શોખ ,સ્વપ્નો બહુ ઊંચા છે . કારણ તે એન્ગેજમેન્ટ માં પણ મોંધી ડાયમંડ રિંગની ઈચ્છા રાખી હતી . તે વાત યાદ આવતા આજે પણ તારી ચિંતા થઇ આવે છે .
અહી અમારા જાણીતા ફેમીલીની દીકરી સિયાની વાત તને કહું , તેની મહત્વકાંક્ષા બહુ ઉંચી છે . એક સામાન્ય પરિવાર માંથી આવતા રોબીન અને સિયાની વચમાં પાંચ વર્ષથી પ્રેમ છે , બંનેની ઉંમર લગભગ 28 વર્ષની થવા આવી . બંને પરિવારો આ સબંધ માટે રાજી છે ,પરંતુ આ બે માંથી કોઈ લગ્ન માટે કંઈજ વાત કરતા નથી.
લગ્નને એક ઉંમર હોય છે , અને દરેક મા બાપ ઈચ્છે કે તેમના સંતાનો સમયસર પોતાનું ઘર વસાવી લે ,  સિયાના મમ્મી ડેડીને બહુ ચિંતા રહેતી હતી પરંતુ જેમ ઉમર વધે તેમ સમજશક્તિ સાથે જીદ પણ વધુ દ્રઢ બનતી જાય છે. સિયાને એન્ગેજમેન્ટ માં બહુ મોંધી ડાયમંડ રીંગ જોઈએ છે, અને લગ્ન પછી એક મહિનાનું પરદેશમાં હનીમુન . તેની આ ઇચ્છાઓ પૂરી કરવા રોબીન હજુ સક્ષમ નથી.  બસ આજ કારણે તેઓ હજુ એકાદ બે વર્ષની રાહ જોવા તૈયાર છે . સામે વાળાની સ્થિતિ ને જાણ્યા સમજ્યા વિના જ્યારે કોઈ માંગણી કરવામાં આવે છે ત્યારે તેની અસર સબંધો ઉપર ચોક્કસ પણે થાય છે. હવે બધાને ડર લાગે છે ક આ પ્રેમ લગ્ન સુધી પહોંચશે ખરો ?
દીકરી આ  તે કેવો પ્રેમ જ્યાં તેમની વચમાં અપેક્ષાઓ નો આખો ભંડાર પડેલો હોય , પ્રેમમાં તો સૂકો રોટલો અને ખાલી ઓટલો પણ ખપે. અહી દેખાદેખી કેન્દ્રમાં હતી. સિયાની એક ફ્રેન્ડને તેના લગ્નમાં મળેલી રીંગ અને લક્ઝુરીયસ કાર જોઈ તેના કરતા વધુ તેની પાસે છે તે બતાવી આપવાની જીદમાં તેઓ જિંદગીના મહત્વનાં વર્ષો બરબાદ કરી રહ્યા હતા.
કેટલાક તો વેલેન્ટાઈન ગીફટની સામે ચાલી માંગણી કરતા હોય છે વિચાર આવે છે કે શું ગિફ્ટનું મહત્વ લાગણી કરતા સ્ટેટસ વધુ છે? વેલેન્ટાઈન એટલે પ્રેમ અને ખુશીનો તહેવાર …ગીફ્ટ આપવી લેવી એ બધું સબંધોને ઉષ્માભર્યા રાખવાની ટેકનીક માત્ર છે.  જેનાથી રોજબરોજની લાઈફ સ્ટાઈલમાં થી બહાર નીકળી પ્રેમી માટે કંઈક અલગ કર્યાની અનુભુતી જન્મી જાય .
જ્યારે વહેવારમાં સબંધમાં લેવડદેવડ વધી જાય ,ત્યારે  તેની અસર પ્રેમની મીઠાશમાં આવી જાય છે ,ગમે તેવા મીઠાં સબંધનો વિચ્છેદ થતા વાર લાગતી નથી
 વેલેન્ટાઈન નો અર્થ છે પ્રેમ .તને તે વિશેની વાત કહું તો ,પાંચમી સદીની શરૂઆતમાં યુરોપમાં સંત થઇ ગયા જેનું નામ હતું વેલેન્ટાઈન … તેમણે રોમમાં ચાલતાં એક પુરુષના બહુ સ્ત્રીઓ સાથેના સબંધને અનૈતિક કહી લગ્નપ્રથાને મહત્વ આપવા વિશે પ્રચાર કર્યો.  જે વાત રોમના ક્રૂર રાજાને પસંદ નાં આવી અને વેલેન્ટાઈનને ૧૪ ફેબ્રુઆરી ૪૯૮નાં રોજ સંત વેલેન્ટાઈનને ફાંસી પર ચડાવી દીધો. બસ તેમની દુ:ખદ યાદમાં વેલેન્ટાઈન ડે મનાવવાની શરૂઆત થઇ હતી.
 અહી અમેરિકામાં તો નાના બાળકોને સ્કુલના દિવસો થીજ  આ દિવસને સેલીબ્રેટ કરતા શીખવાડે છે . દરેક બાળકોને બાકીના બીજા બાળકો માટે નાના વેલેન્ટાઈન કાર્ડ અને કેન્ડી કે નાની ગીફ્ટ લાવવાનું કહેવામાં આવે છે.  ત્યારબાદ તેઓ આ બધું એકબીજા સાથે એક્સચેન્જ કરે છે,  આ સમયે નાતજાત કે રંગભેદ જોવાતો નથી માત્ર બાળકોને મિત્રતાની સાચી સમજ આપવામાં આવે છે.
પ્રેમની યાદગીરી સમાન આ તહેવાર એટલે કોઈ મનગમતી વ્‍યક્‍તિ સાથે આત્‍મીયતા અને  પ્રેમની લાગણી વ્‍યકત કરવાનો દિવસ. દરેક લાગણીભીના હૈયા પોતાની ગમતી વ્યક્તિને ,ફ્લાવર્સ, કાર્ડ,સ્વીટસ કે ગીફ્ટ આપીને લાગણી વ્યક્ત કરે છે . કેટલાક તો આના થી આગળ વધીને આ દિવસે એડલ્ટ ડે કેર , નર્સિંગ હોમ કે ચિલ્ડ્રન હોમમાં જઈને તેમને ફ્લાવર કેન્ડી આપી તેમની સાથે સમય વ્યતીત કરીને ઉજવે છે .
આ જોતા એક વાત સ્પસ્ટ થયા છે કે વેલેન્ટાઈન માત્ર પ્રેમીઓ નો તહેવાર નથી આ એ દરેક ઉજવી શકે છે જેના મનમાં પ્રેમ લાગણી હોય ,મિત્ર મિત્રને કે બાપ દીકરીને કે ભાઈ બહેનને કે પછી કોઈ પણ એકમેકને “બી માઈ વેલેન્ટાઇન” કહી શકે છે જેનો સાદો અર્થ ” જે તે સબંધે પણ તું મારી સાથે રહે ” આ સમજને આપણે લાંબે સુધી લઇ જવી જોઈએ.
“પ્રેમ એ એક અનોખી વસ્‍તુ છે તેને સમજવું અને સાચવવું બહુ જરૂરી છે  પ્રેમમાં ગીફ્ટ કરતા લાગણી ની વધુ જરૂર છે ” ચાલ દીકરી હું રજા લઉં….નેહાની મીઠી યાદ
રેખા વિનોદ પટેલ (યુએસએ )
 

વાત વાતમાં દઉં….

આખો જમાનો સાથમાં દઉં લે હાથ મારો હાથમાં દઉં
આ રાતરાણી પાસમાં દઉં,લે હાથ મારો હાથમાં દઉં
સાહ્યબા તું કહે તે વાત વાતમાં દઉં….

હોય જો સથવારો તારો કાયમી અમાસ વહાલી લાગે
અંધારાના ઓવારણાં લઉં, લે હાથ મારો રાહમાં દઉં
સાહ્યબા તું કહે તે વાત વાતમાં દઉં….

ઘેલું થયું છે આભ આખું,વરસાવે ચોમેર ધોળા ફૂલ
કડકડતી ટાઢનું બહાનું કરું,લે હાથ મારો પાસમાં દઉં
સાહ્યબા તું કહે તે વાત વાતમાં દઉં….

જાવા નહિ દઉં હું તને ગીત સંગીત કે મહેફિલ મહી
એકાંતનાં ઓરડા ભરુ , લે હાથ મારો બાથમાં દઉં
સાહ્યબા તું કહે તે વાત વાતમાં દઉં….

વરસો વીતી ગયા ભલે તોયે હજી પ્રેમમાં શરમ નડે
વેલેન્ટાઈન નું કારણ ઘરુ,લે હાથ મારો સુવાસમાં દઉં
સાહ્યબા તું કહે તે વાત વાતમાં દઉં….

રેખા પટેલ (વિનોદિની)

 

FullSizeRender.jpg news
‘પ્રેમ એટલે પ્રેમ તે પછી વ્યક્તિ સાથે નો હોય કે ગમતી વસ્તુ ,સ્થળ કે પછી સાહિત્ય સાથેનો શોખ હોય , પરંતુ તેમાં ડૂબવાની મઝા સાવ અલગ હોય છે.  સાહિત્ય તરફનો મારો ઝુકાવ બાળપણ થી રહ્યો છે પરંતુ તેમાં ડૂબવાનો સાચો આનંદ મને ચાર વર્ષ પહેલાજ સમજાયો . આજે એક એવી જગ્યાએ પહોચ્યા પછી વિચાર આવ્યો કે ડૂબવું છે તો એકલા શા માટે ? બસ આજ કારણે સાહિત્યના રસ સાગરમાં આપ સહુને ડૂબાડવા હું ડેલાવર ખાતે પુસ્તક પરબનું આયોજન કરી રહી છું…
મારા આ કાર્યની નોંધ ગુજરાત સમાચાર પ્લસ , અને ડીએનએ અમદાવાદ ન્યુઝ પેપર દ્વારા લેવાઈ છે જેનો મને આનંદ છે.
 હું રેખા વિનોદ પટેલ , માતૃભાષા અભિયાન સાથે જોડાઈને અહી અમેરિકા સ્થિત ડેલાવર સ્ટેટમાં મારી પોતાની જગ્યા ઉપર એક ગુજરાતી પુસ્તકોની લાઈબ્રેરી શરુ કરી છે , કારણ માત્ર એટલુજ કે જ્યાં આજની જરૂરીયાત અને માંગ ને અનુરૂપ અંગ્રેજી ભાષાનો વપરાશ વધુ થઇ રહ્યો છે ત્યાં આપણી માતૃભાષા ગુજરાતી ઉપર ખતરો વધી રહ્યો છે , તેમાય ખાસ અમેરિકાની નવી જનરેશન ને બોલતા શીખવી શકીએ એજ મોટી વાત રહી છે .
છેલ્લા 24 વર્ષ થી અહી છું અને બે યુવાન દીકરીઓની માતા હોવાને કારણે હું સમજી શકું છું કે અહીના બાળકો માટે વાંચવું શક્ય નથી ,તેઓ ગુજરાતીમાં વાતચીત કરે છે તેજ મારે મન ઘણું છે.

આતો વાત થઇ નવી ઉગતી પેઢીની , પણ આપણું શું ? શું આપણે ભાષા સાથે જોડાઈ રહ્યા છીયે ? શું આપણું વાંચન હજુ પણ પહેલાની માફક યથાવત છે ?
જવાબ આવશે ના .
જો આપણેજ ભાષા સાથે ઓરમાયા બની જઈશું તો નવી પેઢીને શું આપી શકીશું. જોકે હજુ પણ વર્ષોથી આવી વસેલા ગુજરાતીઓને વાંચન કરવું ગમે છે પણ તેમને એક મોટો પ્રોબ્લેમ રહ્યો છે તેમને હાર્ડ કોપી એટલેકે પુસ્તક ના સ્વરૂપનું વાંચન ગમે છે , આજકાલ ઓનલાઈન મળતું વાંચન ઓછું ગમે કે ફાવે છે.
તેમના આ શોખને જાળવી રાખવાનો મારો આ એક પ્રયત્ન છે ,સાથે સોસાયટીએ મને જે આપ્યું છે તેના બદલામાં કંઈક કર્યાનો આત્મ સંતોષ પણ સામેલ છે.

મારા આ કાર્યમાં મને અમદાવાદ ગુજરાતી માતૃભાષા અભિયાન નો સંપૂર્ણ સહકાર મળ્યો છે જેના જગદીશભાઈ વ્યાસ નો ઘણો આભાર માનું છું.
સહુ થી વધારે આભારી હું વિનોદ પટેલ ( my hubby ) ની છું જેમના સાથ સહકાર વિના મારે એક પાંદડું ખસેડવું પણ અશક્ય છે..

“23 ફેબ્રુઆરી ” ના રોજ હું આ પુસ્તક પરબને શરુ કરવા જઈ રહી છું . બસ હવે રાહ જોઈ છું કે ગુજરાતી બચાવોના આ અભિયાન માં મને અહી ડેલાવરના લોકો અને સમાજ તરફથી મને કેવો પ્રતિભાવ મળે છે .અહી થી પુસ્તક લઇ જનારને એકજ વિંનતી રહેશે કે વાંચ્યા બાદ સમયસર પરત કરી જવું જેથી બીજા પણ તેનો લાભ લઇ શકે , અને ખાસ જો કોઈ પાસે વધારાના સારા પુસ્તકો બિન વપરાશ પડી રહેતા હોય તો પ્લીઝ મને અહી મુકવા આપે.  જેથી વધારે અને વધારે લોકો ને સારા વાંચનનો લાભ મળે. કારણ આપ સહુ જાણો છો કે અહી ગુજરાતી વાંચન નો સદંતર અભાવ રહેલો છે.  આમાં સહકાર આપી સમાજ પ્રત્યેનું ઋણ ઉતારવા સહભાગી બનશો  … આભાર

I will open my libary on 23 feb.  next to Pocket Discount Liquor on route 13
South Dupony HWY  ,new castle DE. 19720
Please join us and read as much as you can.
Reading can help you develop a sense of inner happiness and beauty.
Person with folded handsWe Also accepts donations of books and allows readers to borrow booksThumbs up sign

રેખા વિનોદ પટેલ (વિનોદિની)

 

ગ્લોબલ વોર્મિંગ અને અમેરિકાનો વિન્ટર

IMG_4880.JPG  abhi
પ્રિય નીતા ,
તું એટલે વાવાઝોડું ,ક્યાંય દૂરથી તારા આગમની ખબર પડી જતી ,ફળિયું ઘમઘમી જતું. આજે આવાજ એક સ્ટ્રોમની વાત લખતા તને યાદ કરી છે.  અમેરિકાના ઇસ્ટ કોસ્ટનો વિન્ટર બહુ માથાભારે હોય છે. તેમાય જ્યારે સ્નો બ્લીઝર્ડ આવે ત્યારે બહુ અધરું પડે છે . કારણ એક તો ઠંડી હોય તેમાય જ્યારે પવનનું તોફાન આવે ત્યારે લોકોની ઉંધ ઉડી જાય છે . “કાચની બારીઓમાં થી વરસતાં સ્નો ને માણવાની મઝા અલગ છે અને તેને ક્લીન કરવાની સજા પણ ભારે હોય છે” .
નીતા ,અહી દરેક સ્ટ્રોમને એક નામ આપવામાં આવે છે જેથી તેને રેકોર્ડમાં લખી શકાય , આ વખતે જાન્યુઆરી 22-23 ના રોજ આવેલા આ સ્ટ્રોમને જોનસ નામ આપવામાં આવ્યું હતું. અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી અને રડારને કારણે આવનાર કુદરતી આપત્તિઓ અગાઉથી જાણી શકીયે છીએ અને તે જ કારણે ચાર દિવસ પહેલા ટીવીના ન્યુઝ મારફતે આ સ્નો બ્લીઝર્ડ ની જાણ કરાતી હતી. એક રીતે આ સારું છે છતાંય ક્યારેક લોકો પાસ્ટ યરના કડવા અનુભવોના કારણે થોડાક પેનિક પણ બની જતા હોય છે. તેમાય વિન્ટરમાં ખાસ લોકોને વધુ ટેન્શન થઇ જતું હોય છે .
       આ ડર બહુ સ્વાભાવિક છે કારણ અહી બધુજ ઈલેક્ટ્રીસિટી ઉપર ચાલતું હોય છે ,એટલી ઠંડીમાં હિટ વિના જીવવું બહુ અઘરું બને છે , અહી ઈલેક્ટ્રીસિટી ગઈ એટલે બધુજ ગયું . ક્યારેક વધારે પડતી ઠંડીને કારણે જમીનમાં રહેલી પાણીની પાઈપ ફાટે તો પીવાનું પાણી પણ શોધવું મુશ્કેલ બની જાય છે.

જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછતના લાગે માટે અમેરિકન પ્રજા વધારે પડતી સાવધાની રાખતી હોય છે. જોનસના આગમનની જાણ થતા લોકોનો ગ્રોસરી સ્ટોર થી લઇ લીકર સ્ટોર સુધી લોકોનો ધસારો જોવાલાયક હતો . ક્યારેક તો ડરનો અતિરેક આપણને વિચારતા કરી મુકે છે .

   સુવિધાથી ટેવાઈ ગયેલી પ્રજા એક બે દિવસ પણ અગવડ નાં પડે તે માટે કેટલો વધારાનો ખર્ચ અને વસ્તુઓનો ખોટો ભરાવો કરી દેતી હોય છે. આવનાર આ સ્ટ્રોમ બ્રિટનના દેશો જેમકે યુકે, સ્કોટલેન્ડ ,નોર્ધન ઇંગ્લેન્ડને હેવી રેન આપીને આગળ વધતું આ સ્ટ્રોમ અમેરિકાના ઇસ્ટ કોસ્ટના શિયાળાને કારણે સ્નો બ્લીઝ્ડમાં ફેરવાઈ ગયું અને અહી પંદર કરતા પણ વધુ સ્ટેટને તેની ઝપેટમાં લઇ લીધા.
નોર્થ કેરોલાઈના ,કંટકી ઓહાયો થી લઇ વોશિંગટન ડીસી મેરીલેન્ડ થઈ ડેલાવર પેન્સીલ્વેનીયા ન્યુજર્સી,ન્યુયોર્ક અને કનેટીકટ સુધીના સ્ટેટને સકંજામાં લેતું 8o મિલિયન પીપલને ઈફેક્ટ કરતુ ગયું. વોશિંગટન ડીસીમાં આશરે 25 ઇંચ ડેલાવર પેન્સિલવેનીયાના ન્યુજર્સી માં 18 થી 20 ઇંચ સ્નોનો ખડકાવો કરી ગયેલું સ્ટ્રોમ આશરે 20 જેટલાં માણસોની જાન લઇ ગયું .
   50 માઈલની ઝડપે ફુંકાતા પવન સાથેની બરફવર્ષામાં 200,000 જેટલા માણસોએ ઈલેક્ટ્રીસિટી ગુમાવી હતી . આ ન્યુયોર્કની હિસ્ટ્રીમાં આ સેકન્ડ બિગેસ્ટ સ્ટ્રોમ હતું જે 26 ઇંચ સ્નો ઠાલવી ગયું હતું. આવા સમયે રોડ આઈસી બની જતા હોય છે માટે થતા રોડ અકસ્માતને રોકવા લગભગ બધાજ મેજર રસ્તાઓ બંધ કરી દેવાયા હતા અને બે દિવસ સુધી સ્કુલ બંધ રહી છતાય બની ગયેલા કેટલાક એકસીડન્ટ જે નિવારી શકાયા નથી.
આવા આવનારા એક એક સ્ટ્રોમ અમેરિકાને મિલિયન ડોલરના ખોટા ખર્ચમાં ઉતારી દેતું હોય છે, કારણ અહી સ્નો પડવાની શરૂઆત પહેલા જ મેલ્ટીંગ સ્નો રસ્તાઓ ઉપર છાંટવામાં આવે છે જેથી બરફ જામી ના જાય અને ત્યાર બાદ સતત થતી બરફવર્ષામાં પણ સ્નો મુવરનાં પાવડા વડે તેને ખસેડતા રહેવું પડે છે તે છેક બંધ થાય ત્યાં સુધી આ કામ ચાલુ રાખવું પડે છે .આ બધું ખર્ચાળ હોય છે. આવા સમયે ઓફિસો ,સ્કુલ બધુજ બંધ રખાય છે જે  નુકશાન કહી શકાય. હોમલેસ પીપલ માટે આ સમય બહુ તકલીફ ભર્યો હોય છે આથી ગવર્મેન્ટ તરફથી આવા લોકો માટે સેલ્ટર હોમ એક માત્ર આશરો બની જાય છે ,અહી તેમના રહેવા ખાવાની વ્યવસ્થા થતી હોય છે.
નીતા આવા સમયમાં દરેકે ન્યુઝ ખાસ જોવા જોઈએ જેથી આફત વખતે અવેરનેશ આવે . આ સ્ટ્રોમમાં બનેલો એક દુઃખદ બનાવ તને લખું છું ,
ન્યુ જર્શીમાં 23 વર્ષની સાસા રોઝાને આવા સમયમાં બહાર જવાનું થયું ,તેમની કાર સ્નોમાં દટાઈ ગઈ હતી . આથી તેના હસબન્ડે સાસા અને તેના બે દીકરા જે એક ત્રણ વર્ષનો અને એક વર્ષનો હતો તેમને કારમાં બેસવા જણાવ્યું અને પોતે કારનું એન્જીન ચાલુ કરી આજુબાજુનો સ્નો ક્લીન કરવા લાગ્યો
   કારની મફલર પાઈપ સ્નોથી બ્લોક થઈ ગયેલી હોવાથી બહાર નીકળવા ને બદલે કાર્બન મોનોક્સાઈડ કારમાં ભરાતો ગયો, વીસ મિનીટ ઠંડીમાં કાર ક્લીન કરી જ્યારે તેનો હસબંડ કાર પાસે આવ્યો ત્યારે તેણે જોયું કે આ કલરલેસ ઝેરી ગેસના કારણે માં અને એક વર્ષનો દીકરો અંદર ગુંગળાઈને ત્યાજ મૃત્યુ પામ્યા હતા જ્યારે ત્રણ વર્ષનો દીકરો ક્રીટીકલ છે..

અમેરિકા જેવા દેશો તો આવા સ્નો સ્ટ્રોમ થી પરિચિત છે તેથી ઓછી જાનહાની થતી હોય છે પરતું અત્યારે ગ્લોબલ વોર્મિંગને કારણે બદલાઈ રહેલા ક્લાઈમેટ નાં કારણે કેટલાય દેશોમાં બરફ વર્ષા થવા લાગી છે જ્યાં પહેલા આવું કશું બન્યું હોતું નથી તેથી ત્યાં પુરતી સુવિધાઓ નાં અભાવે થતું નુકશાન વઘારે પડતું હોય છે.

નીતા તું જાણે છે આ ગ્લોબલ વોર્મિંગ એટલે શું ? આખી દુનિયાના એવરેજ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયલનો થતો વધારો છે . આજ રીતે જો તાપમાનનું ચક્ર ચાલતું રહ્યું તો આ તાપમાન નો આ વઘારો 2100 સુધી લગભગ ડબલ થઇ જવાની શક્યતા છે .
ક્લાઈમેન્ટ ચેન્જને વિશ્વના દરેક ખૂણે હવે નવા-નવા ફેરફારો નોંધાવવા લાગ્યા છે અને જેના પરિણામ સ્વરૂપ ઝડપથી થતા ટેમ્પરેચર ના ફેરફારો જેમકે અતિશય ગરમી, ઠંડી ,બરફવર્ષા, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો વિશ્વમાં થવા લાગી છે જે ચિંતાનો વિષય બની ગયો છે.
 “આવી પ્રતિકુળ પરિસ્થિતિ ઉભી કરનાર માનવસમાજ કુદરતની સામે થઈને ગ્રીનરી ને બદલે કોન્ક્રીટના જંગલો ઉભા કરી , એર પોલ્યુસનમાં વધારો કરીને સર્જેલી સ્થિતિ ની આજે આ રીતે ભરપાઈ કરી રહ્યો છે “. ખેર તું અમારી ચિંતા ના કરીશ હવે બધું અહી બરાબર છે.  ઓકે તો હું હવે રજા લઉં …બાય ,નેહાની યાદ .
રેખા વિનોદ પટેલ (યુએસએ)

https://vinodini13.wordpress.com

 

આંખો મહીથી કમાલ છટકી

 

કવિતા :
આંખો મહીથી કમાલ છટકી
હૈયા વચમાં આવી અટકી
વચ વચમાં કોઈ નામ રટતી
કેવી ઘમાલ બબાલ કરતી
આંખો મહીથી કમાલ છટકી …..

ગોળ ચકરડી ભરતાં રહીને
ખોટા મનમાં વહેમ ભરતી
એ ઘડી હસાવે ઘડી રડાવે
મનમૌજી કંઈ કેવું કરતી
આંખો મહીથી કમાલ છટકી ……

જરા સરીખું લાગી આવે
આંખ્યુ માં લાલાશ પકડતી
થાક ચડે તો સઘળું ભૂલી
પાંપણ ઓઢી લહેર કરતી
આંખો મહીથી કમાલ છટકી …..
રેખા પટેલ ( વિનોદિની)

 

વહેંચાઈ જવું એ શું છે જરા, કોઈ પૂછો જરા પરદેશીને !

વહેંચાઈ જવું એ શું છે જરા, કોઈ પૂછો જરા પરદેશીને !
પીસાઈ જવાનું દર્દ એ કેવું , કોઈ પૂછો જરા પરદેશીને!

જાણે છે ના રહેશે પાસ તોય ભરી ભરીને ભર્યા છે શ્વાસ.
વચવચમાં ઉચ્છવાસ ભેગી નીકળે એની જીવતી આસ
અહી નાં લીમડા પિપળા ગાતા જડે ….
એની પ્યાસ સતાવે દેશીને..કોઈ પૂછો જરા પરદેશીને

રસ્તાઓ ના રજકણ છોડી એની ડામર સાથે પ્રીત વધી
ધૂળ ધુમાડા છૂટી ગયા, તેને ધુમ્મસ વળગ્યાં ઘેરીને
હવે સુની બપોરે ટહુકા શોધે…
નાં કોઈ બુમ જગાડે દેશીને …કોઈ પૂછો જરા પરદેશીને.

અહી તારું મારું ખાસ નથી પરદેશના ઘરને ગમતું કહે
હોળી દિવાળી ભેગે ભેગા , એ ક્રિસમસને બહુ લાડ કરે
એક સમજ સંતોષ કરાવે…
આવી હાશ જગાવે દેશીને …કોઈ પૂછો જરા પરદેશીને

વહેંચાઈ જવું એ શું છે જરા, કોઈ પૂછો જરા પરદેશીને !
પીસાઈ જવાનું દર્દ એ કેવું , કોઈ પૂછો જરા પરદેશીને
રેખા પટેલ(વિનોદિની)
યુએસએ

 

એક નાનકડી મજાક પણ ભારે પડી જાય છે

IMG_4790

વ્હાલા દક્ષાબેન  પ્રણામ
આમ તો તમે વિનોદના મોટા બહેન છો આ રીતે મારા નણંદ કહેવાઓ છતાં આપણો પરસ્પરનો સ્નેહ કાયમ માટે બહેનો નો રહ્યો છે ,અને આ અધિકાર થી મારા લગ્ન પછીના શરૂઆતી સમયમાં તમે મને કેટલીક બાબતો માટે સલાહ આપતા હતા , જેમકે મારા મજાકિયા સ્વભાવ ઉપર તમે કહેતા કે નેહા બોલવામાં બહુ સાવધાની રાખવી જોઈએ ,તેમાય આપણે જ્યાં સુધી સામે વાળાને બરાબર જાણી નાં લઈયે ત્યાં સુધી તેની સાથે બહુ ગમ્મત કરવામાં પણ જોખમ રહેલું છે “.
ત્યારે મને લાગતું તમે મારા ઉપર દાબ રાખો છો કારણ મારી માટે વાણી સ્વાતંત્ર બહુ અગત્યનું હતું,  હું માનતી બોલવાનો અધિકાર દરેક ને હોવો જોઈએ . પણ સાચું કહું દક્ષાબેન આજે સમય જતા સમજાય છે કે એટલુજ બોલવું જેનાથી બીજાઓનું મન નાં દુભાય કે અહં ના ઘવાય . કારણ જો આમ બને તો ક્યારેક તેની બહુ મોટો ભરપાઈ પણ કરવી પડતી હોય છે .
અહી થોડો સમય પહેલા આપણા સ્ટોર ઉપર એક આફ્રિકન કસ્ટમર શોપિંગ માટે આવ્યો. જરૂરી વસ્તુઓ લઈને તે કાઉન્ટર ઉપર આવ્યો. તે વખતે તે માણસ તેના ઓરીજનલ પહેરવેશ સાથે આવ્યો હશે , જે અહી કામ કરતા અમેરિકન માટે તેનો દેખાવ અને ડ્રેસ જરા અજુગતો લાગ્યો હશે કે પછી માત્ર ગમ્મત ખાતર પેલા કસ્ટમર સાથે વાતચીત દરમિયાન પૂછ્યું હશે તેની જાણ નથી ,  ”  આફ્રિકાથી થી વાંદરા અહી લવાય ?”  બસ ખલાસ પેલાએ ક્યાં અર્થમાં કહ્યું હશે તેઓ એજ જાણે પરંતુ વાત વણસી ગઈ.
આ એકજ પ્રશ્નમાં પેલો આફ્રિકન ગુસ્સે થઈ ગયો,ત્યારે તો ત્યાંથી ચાલી ગયો તેને લાગ્યું કે આમ મંકી વિશે પૂછપરછ કરી મારું અપમાન કર્યું છે.  બીજા દિવસે ફરી સ્ટોર ઉપર આવ્યો અને આ બાબતે ઝગડો કરી કોર્ટમાં જવાની ઘમકી આપી . તેને બધાએ સમજાવ્યો તેની માફી માંગી છતાં પેલાને સંતોષ ના થયો અને છેવટે તેણે માનહાની નો દાવો કર્યો કે તેની ગણત્રી વાંદરામાં કરી તેનું અપમાન કર્યું છે . બદલામાં  પેલા આફ્રીકને પચાસ હજાર ડોલરની માંગણી મૂકી
હવે રજીસ્ટર ઉપર કામ કરનાર પાસે કઈ આટલી મોટી રકમ હતી નહિ આથી કોર્ટ બહાર સેટલમેન્ટ તરીકે અમેરિકને માફી માગી અને તેના અવિચારી બોલવા બદલ અમે પણ સોરી કહ્યું છતાં પેલાનો ઉદ્દેશ્ય હવે માત્ર સોરી સુધીનો નહોતો . તેને તો બસ આ બહાને ડોલર પડાવવા હતા આથી કોર્ટમાં કેસ ચાલ્યો છેવટે છ મહિના પછી ત્રણ તારીખો પડી અને કોઈ કારણ વિના દાખલ કરાએલો કેસ તે હારી ગયો , આપણે થોડો ખર્ચ થયો પણ  જાન છૂટી.
અહી વાતે વાતે સુ કરવાના દાખલા ભર્યા પડ્યા છે ,જ્યાં માનહાનીના દવા હેઠળ તેની ભરપાઈ માટે મોટી રકમ પણ ચુકવાય છે ,અને આના કારણે ક્યારેક સાવ ક્ષુલ્લક લાગતી બાબતોમાં લોકો આ કાયદાનો ગેરઉપયોગ કરતા જોવા મળે છે .
હવે તમેજ કહો બહેન એક નાની વાત ક્યાંથી ક્યાં પહોચી ગઈ. એક નાનકડી મજાક પણ ભારે પડી જાય છે. આવીજ એક બીજી વાત બની ગઈ તે પણ જાણવા જેવી છે . એક મિત્ર કેલીફોર્નીયા ના બીચ વિસ્તારમાં રેસ્ટોરેન્ટ ચલાવે છે જ્યાં મોટાભાગે આવનારા ગ્રાહકો ટુરીસ્ટ રહેતા હોય છે જેથી ત્યાં કામ કરતા સર્વરોને ખાસ તાકીદ કરવામાં આવે છે કે તેમણે કસ્ટમર સર્વિસ ઉપર વધારે ઘ્યાન આપવું અને આવનારા દરેક સાથે હસીને પ્રેમ થી વાત કરવી. જેના કારણે અહી વાતાવરણ થોડું ફ્રેન્ડલી રહેતું.
હવે રોજ એકસાથે કામ કરતા યુવાન સર્વરો પણ એકબીજા ના મિત્ર બની જતા હોય છે , આથી ત્યાં કામ કરતા અમેરિકન યુવાન સર્વરે સાથે કામ કરતી બીજી અમેરિકન યુવતીને તેના હીપ ઉપર ટપલી મારી . બસ ખલાસ ગમ્મતમાં કરાએલી આ ભુલના બદલામાં પેલી યુવતીએ રેસ્ટોરેન્ટ ઉપર દાવો કર્યો કે ઓનર બધાને ફ્રેન્ડલી રહેવાનું કહી છૂટછાટ અપાવે છે અને તે રેસ્ટોરેન્ટની વેબ સાઈટ અને ફેસબુક ઉપર ચાલતા પેજ ઉપર ગમે તેવી અશ્લીલ વાતો અને કોમેન્ટ લખી આ જગ્યાની બદનામી કરવા માંડી . તેમને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો જેથી ગભરાઈ તેઓ યુવતીને વધારાના ડોલર આપે.
પોતાની રેસ્ટોરેન્ટની થતી બદનામી રોકવા માટે તેના ઓનરે પેલી યુવતીને ત્રણ મહિનાનો એક્સ્ટ્રા પગાર આપી છૂટી કરવી પડી.
કહેવાય છે ને કે “તુંડે તુંડે મતી ભિન્ના ” વ્યક્તિએ વ્યક્તિએ દરેકના વિચારવાની શક્તિ અલગ અલગ હોય છે ,જેથી એક સામાન્ય વાતના અનેક અર્થ નીકળી શકે છે માટે બોલવા ઉપર અને વિચારવા ઉપર કાબુ રહેવો જરૂરી બને છે . ચાલો બહેન હું રજા લઉં .. નેહાના પ્રણામ
રેખા વિનોદ પટેલ (યુએસએ )