મુંગી અને બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મો થી શરું થયેલા ચલચિત્રો સમયના બદલાવ સાથે ઇસ્ટ્મેન કલર અને સાઉન્ડ સિસ્ટમથી વધુ આકર્ષક બન્યા. ત્યાર બાદ વધુ લોકો ફિલ્મ જોતા થયા અને થિયેટરો ઉભરવા લાગ્યા અને ટેકનોલોજી નાં સાથ વડે ફિલ્મોમાં મહત્વના ઉમેરા થયા સાથે સાથે ધણું બધું બદલાતું ચાલ્યું.છેવટે આજની કરોડોની કમાણી કરતી આઘુનિક અને મોર્ડન ફિલ્મો આવી.આનો સહુ થી વધુ ફાયદો નવા-જુના કલાકારોને મળ્યો અને દેશ વિદેશમાં તેમની બોલબાલા વધી….
1882 માં જ્યારે કુલી ફિલ્મના શુટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન જ્યારે મોતના મુખમાં પહોચી ગયા હતા ત્યારે તેમનાં સ્વાસ્થના રક્ષણ કાજે દેશના કરોડો લોકોએ પ્રાર્થનાઓ, દુવાઓ કરી હતી ,કારણ હતું તે સહુને શ્રી બચ્ચન સાહેબ પોતાના સ્વજન લાગતા હતા.
આ તરફ આજ અરસામાં અમેરિકામાં દર દાયકે ભારતોયોની સંખ્યા વધતી હતી આથી તેઓ દિલમાં દેશ પ્રેમ સાથે અહીની સંસ્કૃતિ, શોખ અને પોતાના ગમતા ફિલ્મ સ્ટારોની યાદ સાથે લઈને વિદેશમાં વસતા હતા.
અહી કલાકારોને મુખત્વે ફાયદો થતો હતો જેમાં તેમને મળતી રકમ ડોલરના ભાવમાં હતી જે દેશનાં રુપિયા સામે ઘણો આગળ હતો અને દેશમાં ભરવા પડતા ઇન્કમટેક્ષ માં પણ ઓછા વાતા અંશે ફાયદો થઈ જતો હતો ,બીજી ખાસ એ વાત હતી કે અહી કલાકારીની સિક્યોરીટી સચવાતી .જો દેશમાં આવા સ્ટેજ શો કરે તો તે વખતે ઘણી ગેરવ્યવસ્થા સર્જાતી આના કારણે કલાકારોને કટુ અનુભવોનો સામનો કરવો પડતો.
અમેરિકામાં ખુબજ શિસ્ત પૂર્ણ અને સુંદર વાતાવરણ પૂરું પડતું હોવાથી ફિલ્મી કલાકારોને તેમનો પ્રોગ્રામ કરવામાં આસાની થતી.અમેરિકામાં મોટા મોટા સ્ટેડીયમ ,હોલ અને કસીનોમાં બોલીવુડના ભારે સફળ શો આયોજિત થયા છે જેમાનો 1999 માં મેડીસન સ્ક્વેર ન્યુયોર્કમાં થયેલો શ્રી અમિતાભ બચ્ચનનો શો આજે પણ યાદ છે જ્યાં તેમના હજારો ચાહકોએ તેમને બહુ અંગત સ્વજનની જેમ પ્રેમ થી વઘાવ્યા હતા,અને આમ જોતા તે દિવસો તેમની આર્થિક કટોકટીના હતા ત્યારે આવા શો તેમને આર્થિક રીતે સપોર્ટ કરતા પણ હતા .
અમેરિકામાં ભારતીય ડોક્ટરોની સંખ્યા પણ સારી માત્રામાં છે તેમની સંસ્થા આપી” AAPI” અને ભારતીય હોટેલ મોટેલની સંસ્થા આહોઆ “AAHOA ” તેમના વાર્ષિક સમારંભોમાં મોટામોટા ગાયકો અને ફિલ્મી કલાકારોને તગડી રકમ ચૂકવે છે,
જેમકે આ વખતના આહોઆ ના વાર્ષિક સમારંભમાં કરીના કપૂરને 45 મીનીટના ડાન્સ પેટે 1,60.000 ડોલરની રકમ ચૂકવવામાં આવી હતી એમ કહેવાય છે જે આશરે એક કરોડ રૂપિયા થાય..
અહી આવેલા કલાકારોને માન સાથે રૂપિયા પણ અઢળક મળે છે, તેનાજ કારણે દર વર્ષે કલાકારો અમેરિકાની ઘરતી ઉપર પોતપોતાના ગ્યુપ લઇ સ્ટેજ શો કરવા ઉતરી આવે છે જેને અમેરિકન ભારતીઓ દિલ થી વધાવે છે .રેખા વિનોદ પટેલ (ડેલાવર યુએસએ )
