રમે ચાંદો સૂરજ નભે આ સાત તાળી, સખી તું ….. દે તાળી
નિરાળી સાંજ પાંપણની પાછળ સમાણી,સખી તું …દે તાળી
ઘનઘોર દોડ્યા વાદળાં,કરે હેરાફેરી, સખી તું ….. દે તાળી
આભે કરે વીજળિયું, બહુ ઝબકારા સખી, તું …. દે તાળી
ભીજાઈ, કોરી ચૂનર સતરંગોવાળી, સખી, તું …. દે તાળી
સાતે રંગ ભરી રચ્યા મેં તો મેઘધનુષ સખી, તું …. દે તાળી
પાયલ ની ઝંકારે કરે હૈયાની ચોરી સખી, તું ….. દે તાળી
ઝરમરતું સંગીત મચાવે મનડામાં શોર સખી તું …. દે તાળી
આભે થી નીતર્યાં, આ નીરની રેલમછેલ, સખી તું ….દે તાળી
હૈયે હૈયું અભડાવવા, કરે ઝાઝું જો જોર સખી, તું …દે તાળી
રેખા ( સખી ) 6/5/13