About
rekha patel (Vinodini)
Delawar USA
Bio: હું રેખા વિનોદ પટેલ , 2૮ વર્ષથી અમેરિકાના ડેલાવર સ્ટેટમાં રહુ છુ , ગૃહીણી અને બે દીકરીઓની માતા છું .. મારા લેખન કાર્યની શરૂઆત દસ વર્ષ પહેલા ફેસબુકના માધ્યમ દ્વારા થઇ હતી . શરૂઆત માત્ર કવિતાઓથી કરી હતી આજે હું ગઝલ ,કવિતા ,વાર્તા અને નવલકથા લખું છું. અલગ અલગ વિષયોને આવરી લેતા આર્ટીકલ લખું છું. મારા પતિ વિનોદ પટેલ એક સફળ બીઝનેસમેન છે જેમને સાહિત્ય સાથે ખાસ પનારો નથી છતાં પણ મારા શોખમાં સતત સાથ આપતા રહ્યા છે તેમના સાથ અને પ્રોત્સાહન ને કારણે ટુંકા સમય ગાળામાં હું અહી સુધી પહોચી શકી છું. આથી મેં મારું ઉપનામ " વિનોદિની " રાખેલ છે। મારી ત્રીજી લખેલી ટુકી વાર્તાને "મારો ખરો ગૃહપ્રવેશ" ને ‘ચિત્રલેખા’ના ૨૦૧૩ના દિવાળી અંકમા સ્થાન મળ્યુ હતુ.. આ મારી માટે સાહીત્ય સફરનું પહેલું પગથીયું હતું. ત્યાર બાદ “માર્ગી, ફીલિંગ્સ ,જલારામદીપ અને અભિયાન જેવા મેગેઝીનમાં મારી ઘણી ઘણી ટુંકી વાર્તાઓ અને આર્ટીકલ્સને સ્થાન મળ્યું છે. મારી ટુંકીવાર્તાઓ ને ‘ચિત્રલેખા, માર્ગી, ફીલિંગ્સ ,અને અભિયાન જેવા મેગેઝીનમાં સ્થાન મળ્યું છે તેની ખુશી છે. સહુ પ્રથમ અમેરિકા વિશેની "અમેરિકા આજ કાલ” નામની મારી કોલમ “ફીલિંગ્સ" મેગેઝીનમાં પ્રકાશિત થઇ .જે આશરે બે વર્ષ ચાલી હતી ત્યારબાદ ગુજરાતી મેગેઝીન "અભિયાનમાં" મારી નિયમિત કોલમ " અમેરિકાના ખત ખબર " બે વર્ષ વીકલી કોલમ તરીકે પ્રસિદ્ધ થઈ રહી. હાલમાં હું ફીલિંગ્સ, અભિયાન, દિવ્યભાસ્કર ઓન લાઈન, સાથે ક્યારેક ચિત્રલેખા ઓન લાઈનમાં ન્યુઝ, આર્ટીકલ અને વાર્તાઓ આપું છું. અમેરિકામાં ન્યુ જર્સી સ્થિત "ગુજરાત દર્પણ" અને એટલાન્ટાના "રાષ્ટ્ર દર્પણ" . કેનેડામાં ગુજરાતી ન્યુઝ લાઈનમાં મંથલી કોલમ આપું છું. ૨૦૧૭ ફેબ્રુઆરીમાં ત્રણ પુસ્તકો પૈકી "તડકાનાં ફૂલ" - ટુંકી વાર્તાઓ, "એકાંતે ઝળક્યું મન " - કવિતાઓનું પુસ્તક , " અમેરિકાની ક્ષિતિજે" - અમેરિકા વિશેના અવનવા આર્ટીકલ્સ - જે પાર્શ્વ પબ્લીકેશન અમદાવાદથી પબ્લીશ થયેલા છે આ પહેલા ગુર્જર પ્રકાશન માંથી ટૂંકી વાર્તાઓનો સમૂહ " ટહુકાનો આકાર, સાથે બીજા બે પુસ્તકો લીટલ ડ્રીમ્સ, સાથે નવલકથા લાગણીઓનો ચક્રવાત, એમ કુલ મળીને છ પુસ્તકો પબ્લીશ થયેલા છે. સાથે ક્રિયેટ સ્પેસ ઉપર બે પુસ્તકો મુકાયા છે. હાલમાં નવલકથા "ધુમ્મસનું ફૂલ લખાઈ ચુકી છે જેને પુસ્તક સ્વરૂપે ટૂંક સમયમાં વાચકો સમક્ષ આવી રહ્યું છે. સાથે ટૂંકીવાર્તાઓ અને મારા દેશવિદેશ ફરવાના શોખને આવરી લઇ મારું અદભુત પ્રવાસ વર્ણન પુસ્તક સ્વરૂપે આકાર પામવા ઉત્સુક છે. વરસોથી દેશથી દુર છું છતાય ભારતીયતા વાણી અને વર્તનમાં રાખવી મને પસંદ છે અને તેથી જ મારી મોટાભાગની વાર્તા આપણી સંસ્કૃતિને આજુબાજુ વણાએલી હોય છે.આજે હું કહેતા ગર્વ અનુભવું છું કે લેખન અને વાંચન માત્ર મારો શોખ નાં રહેતા મારા જીવનનો ખોરાક બની ગયો છે. માનવીને જીવનમાં રોજિંદી જરૂરયાતો હોય છે.જેમ કે હવા,પાણી અને ખોરાક…અને જો હવા પાણી અને ખોરાક શુધ્ધ ના મળતા હોય તો માનવી વહેલા મોડૉ આ પ્રદુષણયુકત હવા અશુધ્ધ ખોરાક મળતા બિમાર પડે છે…આ જ વસ્તુ માણસના મનના વિચારોને લાગુ પડે છે..જો મન પ્રદુષીત હોય તો વિચારોને પણ બિમારી લાગુ પડી જાય છે. એનો ઇલાજ વાંચન છે. જે મન અને એમાંથી ઉદભવતા વિચારોનુ શુધ્ધિકરણ કરે છે…અને દવાનુ નામ છે “ઉત્તમ પુસ્તક”… ઉત્તમ પુસ્તકોને આપણે જીવનનું જરૂરી અંગ બનાવવું જોઈએ.પુસ્તકોના નિયમિત વાચનને કારણે મન હમેશા જાગૃત રહે છે..સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે મિત્રરૂપ બનીને મદદ કરે છે અને સાચો રસ્તો બતાવે છે, અને જીવનપંથ પર આગળ વધવામાં આત્મવિશ્વાસ અને સાથ આપે છે. આજ કારણે અહી અમેરિકાના ડેલાવર સ્ટેટમાં મેં એક પબ્લિક લાઈબ્રેરી શરુ કરી છે " પુસ્તક પરબ" જ્યાં કોઈ પણ ફી લીધા વિના હું પુસ્તકો વાચન માટે આપું છું. જેથી પરદેશમાં વાંચનનો શોખ ધરાવતા કોઈ પણ જ્ઞાન પિપાસુને તેમની તરસ મારવી નાં પડે. મને સોસાયટી તરફ થી જે પણ મળ્યું છે તેનાથી બમણું પાછું વાળવાની મારી ઈચ્છા છે જેને હું યેનકેન પ્રકારે ચૂકવી રહી છું. રેખા વિનોદ પટેલ (વિનોદીની) ડેલાવર (યુએસએ) sakhi15@hotmail.com મારો પોતાનો બ્લોગ છે https://vinodini13.wordpress.com/
pravinshastri
December 2, 2014 at 11:22 pm
રેખા બહેન આપણે એક વાર ફોન પર વાત થઈ હતી. તમારા બ્લોગનું સરનામું ન્હોતું મળ્યું.. તમે તો સિધ્ધહસ્ત સાહિત્યકાર છો. તમારા બ્લોગમાંથી મને ઘણું માર્ગદર્શન મળશે. જો રજા આપશો તો મારા બ્લોગમાં તમારા કાવ્યો મુકતો રહીશ.
પ્રવીણ શાસ્ત્રી.
rekha patel (Vinodini)
March 12, 2016 at 4:39 pm
પ્રવીણભાઈ શાસ્ત્રી
તમે મારા બ્લોગમાંથી ગમે તે સારું સેર કરજો મનેપણ ગમશે જેટલું વધારે વંચાશે . આભાર
pravinshastri
March 12, 2016 at 6:44 pm
રેખા બહેન જરૂરથી કરતો રહીશ અને જે કાંઈ રીબ્લોગ કરીશ તે જણાવતો રહીશ. જો કોપી પેસ્ટ કરીશ તો પણ એ તમારા નામ અને ફોટા સાથે જ હશે. તમારા સૌમ્ય વ્યક્તિત્વ અને સાંસ્કારિક સાહિત્યથી હું પ્રભાવીત છું. મારું પોતાનું લેખન ઓછું કર્યું છે. મને જ્યાંથી સારું જડે ત્યાંથી લઈને મારા બ્લોગ વાચકો માટે રજુ કરું છું.
ચંદ્રકાંત માનાણી
December 9, 2014 at 12:50 pm
સરસ બ્લોગ છે. અભિનંદન
manish
May 21, 2015 at 12:40 pm
દરેક માણસ દિલ નો ખરાબ નથી હોતો,
દરેક વ્યક્તિ બેવફા નથી હોતો,
ઓલવાઇ જાય છે દીવો ક્યારેક
તેલની કમીના લીધે
દર વખતે વાંક હવાનો નથી હોતો .
manish
May 21, 2015 at 12:45 pm
“તું” હતી સાથે સફર માં “હમ-સફર” બની ને .. ,
એટલે જ તો મને …
“મંઝીલ” કરતા વધારે “વિસામા” વહાલા લાગ્યા .. !!
manish
May 21, 2015 at 12:45 pm
ચાલ , એક સુકાય ગયેલા વૃક્ષ ને આજે થોડોક “દિલાસો” આપીએ .. ,
એની નીચે લગો-લગ બેસી ને થોડાક લીલાછમ “સ્મરણો” આપીએ ..!!
manish
May 21, 2015 at 12:46 pm
આજ સપના માં જતા પહૈલા જરા
થૌભી જા તું ….
કયાંય નીંદર ચેારવાનેા
આરાેપ ના મૂકતાે તું મારા પર….gn
Jay Patel
March 12, 2016 at 3:16 pm
ers wrong irs. please change.
rekha patel (Vinodini)
March 12, 2016 at 4:37 pm
હા હું જાણું છું પણ ભૂલ ત્યાંથી થયેલી છે , મેં તેમને IRS આપ્યું હતું … આભાર