RSS

કાવ્ય: સાંજ થવા આવી છે જો …

16 Dec

ભલે આવી વેળા જાવાની ,તું ઝીણું મર્મર હસતો જા ,
સ્મરણો સઘળાં વેરણછેર ઘીરે રહીને ભરતો જા
સાંજ થવા આવી છે જો.

આ ડૂબતો સુરજ લાલ થઈને બહુ ચમકે છે
ખરતાં પહેલા સઘળા પુષ્પો બહુ ખીલે છે
હસતા મુખે આવીને તું અવનીને આવકાર,
રે ભાઈ સાંજ થવા આવી છે જો

ભજવાયા છે નાટક જગમાં જોઇ એને હસતો જા
સહુ સંગાથે ભેગા ભળીને મહેફિલે દાદ ભરતો જા
સાંજ થવા આવી છે જો

બહુ ગુમાવ્યું આજકાલ તે તારું મારું કરવામાં,
સઘળું સંચર્યું તારું બધું , સાથ કશુ ના દેવાના
છેલ્લો સમજી કડવો ઘુંટ હળવે થી ઉતાર ,
રે ભાઈ સાંજ થવા આવી છે જો.

આખું જીવન જે કાંત્યું એને કકડો દેતા હસતો જા,
વિદાય વેળાએ કરશે યાદ એ વાત મનમાં ભરતો જા
સાંજ થવા આવી છે જો.

જાતે જલતા રહીને આ જીવન અજવાળ્યું તે
ઘરને મંદિર માની સ્વજનો કાજ સજાવ્યું તે
હલકું થાશે શરીર એને તરત તેડી જાશે બહાર
રે ભાઈ સાંજ થવા આવી છે જો….
સાંજ થવા આવી છે જો.

રેખા પટેલ (વિનોદિની)

 

 

One response to “કાવ્ય: સાંજ થવા આવી છે જો …

  1. NAREN

    December 16, 2015 at 9:51 am

    સુંદર રચના

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: