RSS

17 Dec
lasઅમેરિકાના ખત ખબર ;  “ફાયરઆર્મ્સ લો” ફાયદો કે નુકશાન?
પ્રિય મોટાભાઈ કુશળ હશો
આજે ફરી એક અપ્રિય ઘટના બની અને તમને યાદ કર્યા  કારણ તમે જાણો છો કે મારા મનનો ઉભરો ઠાલવવા તમારા થી વધુ કશુંય હાથવેંત નથી
                        અહી આ ઘટના વિષે જણાવું તો કેલિફોર્નિયાની સેન્ડ બર્નાડીનો કાઉન્ટીમાં એક ડીપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થના ડિસેબલ અને ઓથેસ્તિક બાળકોના સેન્ટરમાં એક મુસ્લિમ યુગલ ઘુસી ગયું જેમા સાઉદ રીઝવાન 28 વર્ષનો અને તેની સાથીદાર યુવતી તસ્ફીન 27 વર્ષની હતી , બંને હથીયારો થી સજ્જ હતા અને આ સેન્ટરમાં ધુસી જઈ આડેઘડ ગોળીબાર કર્યો જેમાં 14 લોકોના જાન ગયા અને 17 જેટલા ઘાયલ થયા. મને વિચાર આવે છે આ નિર્દોષ ડિસેબલ લોકોનો શું ગુનો હશે ? આવું અઘમ કૃત્ય કરનાર રીઝવાન પોતે પાંચ વર્ષથી અહીની કાઉન્ટીના હેલ્થ ડીપાર્ટમેન્ટ માં કામ કરતો હતો ,અહી ક્રિસમસ ની હોલીડે પાર્ટી ઉજવાતી હતી, જ્યાં આ રીઝવાન પણ ઇન્વાઇટેડ હતો ,પાર્ટી દરમિયાન કોણ જાણે તેને શું થયું કે થોડીવારમાં તેની ગર્લફ્રેન્ડ સાથે હથીયારો થી સજ્જ આવી પહોચ્યો અને આડેઘડ ગોળીબાર શરુ કર્યો હતો .કોણ જાણે કઈ વિકૃતિએ એના મગજમાં જન્મ લીધો હશે કે તેણે આવ્યું અઘમ કૃત્ય આચર્યું. ત્યારબાદ પોલીસ સાથેની અથડામણ માં તે બંને માર્યા ગયા .
ભાઈ,”મને તો એજ સમજાતું નથી કે શા માટે લોકો જાણેકે પીપરમીન્ટ ની ગોળી ખિસ્સામાં રાખતા હોય તેટલી સાહજિકતા થી ઘરમાં આવા હથીયારો વસાવે છે અને મગજ ઉપર જરાક ગુસ્સો સવાર થતા તેનો આવી રીતે છૂટથી ઉપયોગ કરે છે “.

ગયા વિન્ટર માં બનેલી ઘટના અહી તમને લખી જણાવું તો. સત્તર વર્ષનો આફ્રિકન અમેરિકન યુવાન સાંજના સમયે ઠંડીથી બચવા મ્હોને ઢાંકતી ટોપી અને કાળો ઓવરકોટ પહેરીને સુમસાન રસ્તામાં કોઈ અમેરિકન ધોળિયાની સામે આવ્યો ,ત્યારે પેલા ધોળીયાને લાગ્યું કે આ આફ્રિકન અમેરિકન મને મારવાના હેતુ થી સામે આવી રહ્યો છે.  અને બદલામાં તેણે ખિસ્સામાં રાખેલી ગન થી ફાયર કર્યું અને પેલા આફ્રિકન યુવાનનું ત્યાજ મૃત્યુ થયું . કોર્ટમાં કેસ ચાલ્યો છેવટે ચુકાદામાં “સ્વરક્ષા માટે ચલાવાએલ હથિયાર ના કારણે તે નિર્દોષ જાહેર કર્યો “.
આવી ઘટનાઓ પાછળ અહી સહેલાઈથી મળતા રાઈફલ કે ગન જેવા હથિયારના લાઈસન્સ કેટલેક અંશે જવાબદાર ગણી શકાય. પરંતુ અ કાયદો અમેરિકા જ્યારે આઝાદ થયું ત્યારે જંગલોમાં શિકાર કરવા અને આત્મ રક્ષણ માટે બંધારણ વખતે ઘડાએલો કાયદો છે “ફાયરઆર્મ્સ લો” કે જેમાં સેલ્ફ ડીફેન્સ , હન્ટિંગ કે સ્પોર્ટ્સ એકટીવીટી માટે સહેલાઇ થી ગન કે રાઈફલ જેવા હથિયારોનું લાયસન્સ મળી જાય છે.
અમુક સ્ટેટમાં ગન ખરીદી તેનું લાયસન્સ લેવું રીકવાયર ગણાય છે , તો અમુક સ્ટેટમાં ગન લેતા પહેલા પોલિસ સ્ટેશન કે લો ઇન્ફોર્સમેન્ટ એજન્સીમાં રજીસ્ટર કરાવવું જરૂરી બને છે. તો ક્યાંક વળી માત્ર ડ્રાઈવિંગ લાયસન્સ અને આઈડી પ્રૂફ આપતા ગન સહેલાઇ થી મળી જાય છે.
ભાઈ તમને જાણીને નવાઈ લાગશે કે આજે અમેરિકમાં આશરે 270 થી 310 મિલિયન ફાયરઆર્મ્સ હથીયારો પબ્લિકમાં છે ,જે બહુ મોટો આંકડો કહેવાય.  રોજબરોજ બનાવો જોતા 2012 માં લેવાએલા એક સર્વે પ્રમાણે 44 ટકા લોકોનું માનવું છે કે આ લો ને બેન કરવો જોઈએ  કે આટલી આસાની થી ગન મળે છે . અને 92  ટકા લોકો નું કહેવું છે કે પહેલા બેક્ગ્રાઉન્ડ ચેક કરવું જોઈએ તેની જરૂરીયાત જોઈ તેને આવા ઘાતક હથિયાર આપવાની છૂટ આપવી જોઈએ .  અહી “ગન શો ” માં હથિયાર આપણે ત્યાં તલવાર અને ચપ્પા મળે તેટલી આસાની થી મળતા  હોય છે .સેલ્ફ ડીફેન્સ લો પ્રમાણે ઘણા સ્ટેટમાં તમારા બચાવમાં ચલાવાએલી ગોળીમાં થતી જાનહાની થી તમે ગુનામાં નથી આવતા.

ભાઈ એક રીતે જો કહીએ તો અહી ગન રાખવી તે બરોબર જાણે કે આપણે ત્યાં રાજપૂત લોકોને મન તલવાર અને શીખ માટે કટાર જેવું ગણાય છે . આ ધોળી પ્રજા એટલેકે બ્રીટીશર ,ડચ,ફ્રેંચ ,સ્પેનિયાર્ડ બધી પ્રજા પહેલે થી લડાયક હતી, જંગલમાં ઘોડા ઉપર રખડવું અને શિકાર કરવો તેમની ખોરાક માટેની જીવન જરૂરીયાત પણ હતી  . આજ કારણે બંધારણ ની રચના વખતે ગન પાસે રાખવાની છૂટ રખાઈ હતી.

પરતું આજે સમાજમાં ફેલાતી ગેરનીતિ અને આર્થિક માનશીક સંકડામણ ને કારણે સાયકોલોજી પ્રોબ્લેમ્સ વધતા રહ્યા છે. આજના સમાજનું માનસ ડામાડોળ છે આવી સ્થિતિમાં તેની પાસેના આવા હથિયાર બહુ ભયાનક સ્થિતિ સર્જી નાખે છે , લોકોના મગજ ઉપર ગુસ્સો કાયમ સવાર થઈને રહેતો હોય છે ,જરાક મનને અણગમતુ બને કે તુરંત  તે બહાર આવી જાય છે , અને હથીયારનો અજાણતા પણ ઉપયોગ થઈ જાય છે અને તેના માઠાં પરિણામ ગુસ્સો ઉતર્યા પછી ભોગવવા અઘરા થઇ પડે છે. પણ આપણી કહેવત છે કે ” જબ ચીડિયા ચૂગ ગઈ ખેત તબ પછતાવે ક્યા હોવત હૈ ” સાચી વાત છે કે દરેક પરિસ્થિતિમાં સમજશક્તિ નો ઉપયોગ બહુ જરૂરી બની રહે છે .
આજે કોઈ સાથેની તકરાક ગુસ્સો , કે ઘર્મના નામે મતભેદ માં પણ ગન નો છૂટથી ઉપયોગ કરી દેવાય છે ” હું સ્પસ્ટ પણે માનું છું કે જરૂર વિના સ્વબચાવના હથિયારો કદીય ઘાતક ના હોવા જોઈએ, કારણ એવા હથિયાર થી થયેલા બચાવમાં તમે પણ સામેવાળા ને ચોક્કસ રીતે મારી રહ્યા છો “
ભાઈ તમને આ વાત લખી મારું મન હલકું કર્યું છે …. તમારી નેહાના પ્રણામ
રેખા વિનોદ પટેલ (યુએસએ )
 

One response to “

  1. chandraleha

    December 17, 2015 at 12:19 pm

    મસ્ત લખ્યુ છે .હથિયારધારીનું વિકૃતમાનસ.

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: