RSS

06 Sep

n“પરદેશમાં એક ગમતું ઘર વસાવતાં કેટલુંક તો ગુમાવવું પડે “.

હમતો હૈ પરદેશ મેં દેશમે નિકલા હોગા ચાંદ …. રાહી માઝૂમ રઝા એ લખેલી ગઝલ જ્યારે જગજીતસિંહ નાં આવાજમાં સાંભળીયે ત્યારે દેશ આંખ સામે આવી જાય છે…પોતાનુ વતન છોડીને જયારે પણ કોઈ વ્યક્તિ પરદેશ જાય છે ત્યારે તેની દશા એવી હોય છે કે જાણે માનો હુંફાળો ખોળો છોડીને નાનું બાળક ઉબળ ખાબળ જમીન ઉપર પહેલા ડગલાં ભરે. જ્યારે તરક્કી અને ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ પુરા કરવા કોઈ દેશ છોડીને જાય ત્યારે પરદેશમાં પોતાનું કહી શકાય એવું ઘર નથી હોતું. ત્યા રહેતા સંબંઘીઓનો થોડા દિવસ સાચવે છે પણ છેવટે તો એને દેશમાંથી લાવેલી બે ચાર બેગોમાંથી સંસાર શરુ કરવાનો હોય છે. આજ સત્ય છે.
એક બાજુ નોકરીની શોઘમાં ભટકવું પડે છે અને બીજી બાજુ અહીની ભાષાને બોલવા સમજવા માટેની મુશ્કેલીઓનો સામનો કરવાનો રહે છે. પગભર થવા માટે અજાણ્યા દેશમા થતો આ સંઘર્ષ આવનારની સહનશીલતાની પરીક્ષા લેતો હોય છે. અધુરામાં પુરું દરેક જગ્યાએ રંગભેદનું પ્રમાણ ઓછા વાધતા અંશે જોવા મળે છે. ખાસ ક્વોલિફિકેશન નાં હોય તો સારી જોબ મેળવવામાં ભારે મુશ્કેલી પડે છે. તેમાય મોટાભાગે શરુઆતની એકસપીરીઅન્સ વિનાની અનસ્કિલ્ડ એવી લેબર જોબ મળતી હોય છે. જે સામાન્ય માણસ માટે પરીક્ષાથી જરાય ઉતરતી નથી હોતી. નોકરીના સ્થળે પોતાની સારી છાપ બનાવવા માટે તેઓ જરૂર કરતા પણ વઘુ કામ કરતા હોય છે.
જે આવા કપરા સમયમાં રસ્તો શોધી લે તે સહેલાઇથી આગળ વધી શકે છે. અને જે આટલામાં હાર માની લે તો તેની પ્રગતિ સહેલી નથી હોતી. એક ઘટના હમણાં સાંભળવામાં આવી. રવિ અને મયુરીના લગ્નને પાંચ વર્ષ થયા હતા અને તેમને ફાઈલ ઉપર બે વર્ષના દીકરા સાથે અમેરિકા આવવાનું થયું. શરૂઆતમાં છ મહિના તેઓ રવિની બહેન સાથે રહ્યા. છેવટે તેમને પોતાનો અલગ સંસાર વસાવવાનો હતો. આથી જોબ મળતા તેઓ અલગ રહેવા ગયા. ઘર ચલાવવા બંનેને કામ કરવું પણ જરૂરી હતું. રવિ સવારની શિફ્ટમાં કામ ઉપર જતો અને મયુરી સાંજની શિફ્ટમાં કામ કરતી જેથી તેમના દીકરાનું ઘ્યાન રાખી શકાય. દેશમાં તેમની વચ્ચે બહુ પ્રેમ હતો જે અહીની બીઝી લાઈફમાં ક્યાંય ગુમ થઈ ગયો હતો.
   બંને આઠ દસ કલાકની જોબ કરી થાકીને લોથપોથ થઈ જતા. તેમાય આ દિવસો દરમિયાન તેમની પાસે કાર ના હોવાથી ઘર સુધી પહોચવામાં ખાસ્સો ટાઈમ નીકળી જતો. જ્યારે એકજ ઘરમાં રહેતા પતિપત્ની વચ્ચે લાગણીઓનું અને શબ્દોનું આદાનપ્રદાન ઘટતું જાય છે ત્યારે તેમની વચ્ચે એક અભેદ્ય દીવાલ ચણાતા વાર નથી લાગતી. રવિને થતું મયુરી હવે તેની અને તેના દીકરાની કાળજી નથી રાખતી. ઘર પ્રત્યે જવાબદારી નિભાવતી નથી. કારણ રવિ ઇન્ડીયામાં હતો ત્યારે તે જોબ ઉપરથી ઘરે આવે ત્યારે મયુરી તૈયાર થઈને હસતા ચહેરે તેનું સ્વાગત કરતી. અને હવે આવીને તરત મયુરી કામ સમજાવી જોબ ઉપર જવા નીકળી જતી. સામા પક્ષે મયુરીને પણ આવીજ કંઈક કમ્પ્લેન રહેતી કે રવિ તેની આ બધી સમસ્યાને સમજીને તેના કામના બોજાને ઓછો કરવાનો ટ્રાય કરતો નથી ,તેની કેર કરતો નથી.
છેવટે બંને એકમેકની મજબુરી અને સ્થિતિને સમજી શક્યાં નહિ અને અલગ થઈ ગયા. જ્યારે આ વાત સાંભળવા મળી ત્યારે બહુ નવાઈ લાગી. કારણ ચાર વર્ષ પહેલા રવિની બહેનના ઘરે તેમને મળવાનું થયું હતું ત્યારે બંનેનો એકબીજાનો પ્રેમ સ્પષ્ટ દેખાતો હતો. મયુરીને પરદેશમાં પોતાનું ઘર વસાવવાની બહુ હોંશ હતી, જે એની વાતો ઉપર થી કળાતું હતું.
એણે તો કર્ટન અને સોફાનાં કલર પણ નક્કી કરી રાખ્યા હતા. આમ પણ દેશ હોય કે પરદેશ સ્ત્રીનું મનગમતું કામ ઘર સજાવવાનું હોય છે. આટલી ઉત્સાહી મયુરીને અને પ્રેમાળ રવિની વચમાં એવું તો શું થયું હશે કે એ શરુઆતની હાડમારી તેમના પ્રેમને ઓગાળી ગઈ?  કે પછી તેમની વચ્ચે સમજશક્તિ અને સહનશીલતા નો અભાવ હશે?
કારણ ગમેતે હોય પણ પરદેશની જાહોજલાલી પામવા સમયની સાથે ઘણી ઈચ્છાઓને મારવી પડે છે. હા એક વાત સાચી છે કે અહી જેને કામ કરવું હોય તેની માટે સમૃદ્ધિના ઘણા રસ્તાઓ ખુલ્લા રહે છે. છતાંય અહી દરેક કામ જાતે કરવાના હોય છે આથી ઘરનું અને બહારનું બેવડા કામનું ભારણ રહે છે. તેમાય નોકરી કરતી સ્ત્રીઓને ઇન્ડીયા કરતા અહી વધુ તકલીફ રહેતી હોય છે. કારણ દેશમાં બહાર કામ કરતી સ્ત્રીઓ ઘરકામ કરવા નોકર રાખી શકે છે.  જ્યારે અહી આ શક્ય નથી હોતું. કારણ ઘરે કામ કરવા આવતી ક્લીનીંગ લેડીને આપણને મળતા સામાન્ય પગાર કરતા વધુ આપવો પડતો હોય છે. જે દરેકને આ પોસાતો નથી. આવી સ્થિતિમાં પતિપત્ની એ સાથે મળીને એકબીજાની ભાવના અને કામ ને સમજવા જરૂરી બની જાય છે.  ઉપરાંત અહી  સ્ત્રી પુરુષને ઘરના કામ લગભગ એક સરખા કરવાના રહે છે.
અમેરિકન લોકો કે તેમના જેવી વિચારસરણી ઘરાવતી આપણી શિક્ષિત જનરેશનનાં લોકોને આ વાતથી ખાસ ઝાઝો ફર્ક નથી પડતો. બાળકોને સાચવવા, શાવર થી લઇ ડાયપર બદલવા સુધીનું કામ બંને હળીમળી ને કરતા હોય છે એનાથી આગળ વધીને ઘરકામ માં પણ જો લેડી ડીનર બનાવે તો મેન ડીશીસ કરે અને ક્લીનઅપ કરે. અને સામા પક્ષે મેન ફૂડ બનાવે તો લેડી હેલ્પ કરે. આ વાતને કબૂલ કરતા તેઓ શરમાતા પણ નથી. તેમના મતે આજ પ્રેમ છે. આજની જનરેશનની એકમેક પ્રત્યેની લાગણી અને સૂઝ આપણે પણ શીખવા જેવી ખરી.
રેખા વિનોદ પટેલ (યુએસએ)
 

One response to “

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: