RSS

06 Sep

IMG_2924“ટેકનોલોજી સાથેની હોડ ”

 હંમેશા સાયન્સની પ્રગતિના કારણે  વિસ્તરતી જતી  ટેકનોલોજીની સીમાઓ માનવજાતને અવનવું આપતી જાય છે.એના કારણે આપણું  જીવન ઘણું સરળ બની ગયું છે. આ વાત સાવ સાચી છે. પરંતુ જેમ સિક્કા ની હંમેશા બે બાજુ હોય છે. તેમ આ ખુબીઓ ઘરાવતી સાઈડની બીજી બાજુ પણ નજર અંદાજ ના કરાવી જોઈએ. આ ટેકનોલોજીને કારણે આપણે આપણી કુદરતી ખૂબીઓને ગુમાવતા થયા છીએ એ વાતને પણ ઘ્યાનમાં રાખવી જરૂરી છે.

પહેલા જે આંકડા, ફોન નંબરને આપણે મગજની મેમરીમાં રાખી શકતા હતા એ બધા હવે ફોનનાં કોન્ટેક્ટ લીસ્ટમાં સેવ કરાતા હોવાને કારણે એ બધું યાદ રાખવાની ખાસ જરૂર હોતી નથી. માટે હવે એ યાદ રાખવા પણ બહુ મુશ્કેલ લાગે છે. હવે એવી દશા આવી છે કે ક્યારેક ખુદ પોતાને પોતાનો ફોન નંબર પણ યાદ રહેતો નથી. નવા સંશોધનને કારણે જાણવા મળેલી એક માહિતીના આઘારે સેલફોનના વધારે પડતા વપરાશને કારણે નાના બાળકો ઉપર તેની અવળી અસર પડી રહી છે. ફોનમાંથી નીકળતા રેડિયો ફિકવન્સી રેડીએશન ને કારણે કેન્સર, બ્રેઈન ટ્યુમર જેવા રોગ થવાનું પ્રમાણ વધી રહ્યું છે.
 વધારે પડતા સ્માર્ટ ફોનના ઉપયોગને કારણે સતત નેકની પોઝીશન વળેલી રહે છે. લાંબો સમય નેકથી વળેલા રહેવાને કારણે બોડી પોશ્ચર બદલાઈ જાય છે. નાની ઉંમર થી શરીર વળેલું દેખાય છે. બેક પેઈન અને નેક પેઈનનો કાયમી દુખાવો થઈ જાય છે. વળી એલ્બોમાં અને આંગળીઓમાં દુઃખાવો, સાથે આર્થરાઇટિસનું પ્રમાણ વધે છે.
હમણાં એક ન્યુઝ સાંભળવામાં આવ્યા તે પ્રમાણે પાંચ વર્ષના એક બાળકને સ્પાઈન સર્જરી કરવામાં આવી . તેનું કારણ હતું તેના પેરન્ટસ જોબ કરતા હતા. બાળકનું દેખરેખ રાખી શકાય એ માટે તેની મોમ સવારે જોબ ઉપર જતી અને ડેડી ઇવનીન્ગમાં જતા.  વહેલી સવારે ઘરે આવીને તેના ડેડી સુઈ જતા. આ દરમિયાન એ બાળક તેને અપાવેલું આઈ પેડ કે કમ્યુટરમાં અડઘો દિવસ ગેઈમ રમ્યા કરતો જેના કારણે તેના સ્પાઈનના શેઈપમાં ખાસ્સો એવો ફેરફાર થઈ ગયો હતો. તેની એ પોઝીશન ફિક્સ કરવા માટે સર્જરી કરવી જરૂરી થઈ હતી. બની શકે તો બાળકોને સેલ ફોન કે વિડીયો ગેમ્સ થી દૂર રાખવા જોઈએ.
આ માત્ર બાળકોની જ વાત નથી આપણે પણ ટેકનોલોજીની શોધખોળને કારણે દિવસેને દિવસે આળસુ થઇ રહ્યા છીએ. સામાન્ય રીતે પહેલા બજારમાં જઈને કરવા પડતા નાનામોટા કામ આપણે ચાલીને પતાવી આવતા. એ બધા કામ માટે હવે વાહનોનો ઉપયોગ વધી ગયો છે. ચાલવાનું લગભગ બંધ થઇ ગયું છે.  પહેલાના સમયમાં કાગળ લખીને મોકલતો. તેને લાવવા લખવામાં અને ટિકિટ લગાવી મેલ બોક્સમાં નાખાવા સુધીની પ્રક્રિયામાં આશરે ૨૦૦ કેલરી વપરાઈ જતી જે હવે ઘરે બેઠા કમ્પ્યુટર કે ફોન દ્વારા કોઈ કેલરીના વપરાશ વિના મોકલી દેવાય છે.
જે કામ કરવા પહેલા બહાર બજારમાં જવું પડતું એ બધું હવે કોમ્પ્યુટર ઉપર એકજ ક્લિક કરતાં થઈ જાય છે. અમેરિકામાં મોટા શહેરોમાં ૨૪ કલાક ખુલ્લા ગ્રોસરી સ્ટોર્સ હોય છે જ્યાં ફેક્સ કે મેસેજ દ્વારા ગ્રોસરીનું લિસ્ટ મોકલાવી દેવાય છે અને ચોક્કસ સમયમાં બધી વસ્તુ ડોર ઉપર હાજર જોવા મળે છે, એ માટે દોડાદોડી કરવી પડતી નથી. આજ રીતે હવે લંચ અને ડીનર પણ પેકેજમાં ડોર ઉપર એકજ ફોન થી ડીલીવર થઇ જાય છે. એક રીતે સમયનો બચાવ થાય છે એ વાત સાચી છે પરંતુ શું આમ કરવામાં એ આપણા શરીરની એકસરસાઈઝ ને ઘટાડતું નથી?  વિચારવા જેવી વાત છે. આ બચેલા સમયમાં આપણે રૂપિયા આપીને જીમમાં એનર્જી બાળવા જઈયે છીએ પરંતુ કામ કરવામાં આળસ રાખી તેજ કેલરીનો સંગ્રહ કરીએ છીએ.
આવીજ અત્યારના ઓન લાઈન શોપિંગની વાત છે. જે મઝા મોલ કે સ્ટોર્સમાં જઈને વિન્ડો શોપિંગ કરવામાં આવે છે તે મઝા ઓન લાઈન શોપીંગમાં નથી આવતી. છતાં પણ આજની જનરેશન સાથે કદમ મિલાવવા આપણે પણ ઓનલાઈન શોપિંગ કરતાં થઇ ગયા છીએ. કેટલીક વખત અહી છેતરાઈ જવાનો ભય વધારે રહેતો હોય છે માત્ર જોવાથી વસ્તુની ક્વોલીટી પારખી શકાતી નથી. છતાં પણ આ પ્રકારનું લેવડ દેવડ ઘણું વધી ગયું છે.
મોબાઇલ માં અત્યારે જુદાજુદા કામ માટેની કેટલીય એપ્લીકેશન મળી જશે .આજે તો પતિ પત્ની કે બાળકોના જન્મદિવસને પણ ફોનના કેલેન્ડરમાં એલાર્મ મુકાઈ યાદ રખાય છે. મોબાઇલ માં અત્યારે અવનવી કેટલીય એપ્લીકેશન મળી જાય છે જેના કારણે ઓછા ખર્ચે અને સમયના બગાડ વિના કામ પુરા થઈ શકે છે. હા! આનો ઉપયોગ જરુરીઆત પ્રમાણે કરવામાં આવે તો ચોક્કસ ટેકનોલોજી જીવનને સરળ બનાવે છે.
રેખા વિનોદ પટેલ (યુએસએ)
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: