મિત્રતા,દોસ્તી ફ્રેન્ડશીપ ,અમીસ્તા આમ ભાષા પ્રમાણે અલગ નામ છે પરતું દુનિયાના કોઈ પણ ખૂણે તેની જરૂરીઆત અને તેનું બંધન એકસરખું છે. આ દરેકના જીવનમાં અનાયાસે બંધાઈ જતો સુંદર સબંધ છે. જેના વિના જીવનમાં અઘૂરપ લાગે છે. સાચી ફ્રેન્ડશીપમાં એકબીજા સામે હૈયું આપોઆપ ખુલ્લું થઇ જતું હોય છે. સુખ દુઃખની દરેક પળોમાં મિત્રની જરૂર રહેતી હોય છે. સાચી ફ્રેન્ડશીપમાં સમર્પણ કરવાની ભાવના રહેલી છે. જ્યાં કોઈ સ્વાર્થ વિનાનો ભાવ અને આવકાર છે, સાચી સમજ છે.
એક વજન ઉતારે તો બાકીની તેના ડાયેટમાં હેલ્પ કરે. પોતપોતાની ફૂડ હેબીટ ઉપટ કંટ્રોલ કરે જેથી ડાયેટ કરનારી ફ્રેન્ડ તેનો ગોલ પૂરો કરી શકે. મરીના સ્પેનીશ ગર્લ હતી, જે બીજી ફ્રેન્ડની કમ્પેરમાં જાડી કહી શકાય તેવી હતી. તેના ડાયેટ પ્લાનને આગળ વધારાવા તેની સામે બીજી ત્રણ ફ્રેન્ડ પણ તેની સાથે તેવું જ ફૂડ ખાતી.. અને સાથે ફીટનેશ જીમ જોઈન્ટ કરી ત્યાં પણ રેગ્યુલર સાથે જતી. છેવટે ફ્રેન્ડના સાથ અને મોટીવેશન ને કારણે મરીના તેની મિત્રો જેવી બની શકી હતી. એકબીજાની સાથે દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી રહેનારી આ ચારેવ ની ફ્રેન્ડશીપ આખીય હાઈસ્કુલમાં ફેમસ હતી. તેમની એકતા પણ બહુ મજબુત હતી.
ફ્રેન્ડશીપમાં ઉંમર નથી જોવાતી. બસ વિચારો અને શોખ મળવા જોઈએ. એકબીજા માટે ભાવના પવિત્ર હોવી જોઈએ. મિત્રતા માત્ર સજાતીય હોય શકે તેવું નથી હોતું. વિજાતીય મિત્રતા પણ શુદ્ધ ભાવે કરવામાં આવે તો જીવન પર્યન્તનો સાથ બની રહે છે. હા વિજાતીય મિત્રતામાં એક સીમા રેખા હોવી ખાસ જરૂરી બની રહે છે નહિ તો મિત્રતાને પ્રેમમાં પરિવર્તન થતા વાર નથી લાગતી. મિત્રતામાં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે મિત્રને કરેલી મદદ કદી પણ કહી બતાવવી નહિ. આ હેલ્પ તો સાચા અર્થમાં ગુપ્ત દાન જેવી રહેવી જોઈએ….
બે મિત્રો કેલી અને ક્રીસ બંને સાથે એકજ ઓફિસમાં કામ કરતા હતા. બંને એકબીજાના ગુડ ફ્રેન્ડ હતા આથી તેમના ફેમીલીમાં આવતા અપ્સ એન્ડ ડાઉન્સ શેર કરતા. ક્રીસ તેની મેરેજ લાઈફમાં બહુ હેપ્પી હતો જ્યારે કેલીને છેલ્લા કેટલાક સમય થી તેના બોયફ્રેન્ડ સાથે પ્રોબ્લેમ ચાલતો હતો. છેવટે તેનો બોયફ્રેન્ડ તેને છોડી ગયો અને કેલી ડીપ્રેશન તરફ ઘકેલાઈ ગઈ. આ સમયે ક્રિસ તેને પોતાના ખર્ચે બધાથી છુપાવીને સાયકોલોજીસ્ટ પાસે લઇ જતો. સાથે વારેવારે તેની પત્ની સાથે કેલીના ઘરે આવી ટાઈમ સ્પેન્ડ કરતો. આમ કરતા કેલી બહુ ઝડપથી એકલતામાં થી બહાર આવી ગઈ.
નિરાશા ભરી સ્થિતિમાં એક સાચા દોસ્તનો સાથ બહુ અસરકારક પુરવાર થાય છે. સાચો મિત્ર જાહેરમાં મિત્રનાં દોષ ગણાવતો નથી આમ કરવાને બદલે તેના દોષ તેની નબળી બાજુને ઢાંકવાનો પ્રયત્ન કરે છે. અને જેઓ આમ નથી કરતા તેઓને કદી પણ સાચા ફ્રેન્ડની કેટેગરીમાં મૂકી શકાતા નથી. તેઓ ક્યારે તમને છોડી દે કંઈ નક્કી કરી શકાય નહિ. ફ્રેન્ડશીપની પ્રથમ જરૂરીઆત છે વિશ્વાસ અને દુઃખમાં સાચો સાથ.
રેખા વિનોદ પટેલ (યુએસએ)