સુગંધ ઘેલા પતંગિયા ,ગંધે સુગંધે બહુ લહેરાય
ઉડતી હવાને સંગે જાય
પંખ ફેલાવી ગીતો ગાય
ડાળ ડાળીઓ ઘૂમતા જાય
કળીકળીને ચૂમતાં જાય
સુગંધ ઘેલા પતંગિયા ગંધે સુગંધે બહુ લહેરાય
હળવી ફૂંક લગાવી ફૂલને,
રસ, ઘૂંટે ઘૂંટે પીતાં જાય.
પુલકી ઉઠતી પાંદડીઓ
પરાગ પામતાં ખીલતી જાય
સુગંધ ઘેલા પતંગિયા ગંધે સુગંધે બહુ લહેરાય
ફૂલની પાંખડી બહુ કોમળ
થઈ હલકાં એ પણ ઉડતાં જાય.
અહી મારું તારું ઝાઝું નથી
એ એકમેકને રંગી જાય
સુગંધ ઘેલા પતંગિયા ગંધે સુગંધે બહુ લહેરાય
રેખા પટેલ (વિનોદિની )