માણસની જિંદગીમા જેમ ચડાવ ઉતાર હોય છે….પૃથ્વી પર દિવસ અને રાત હોય છે…માણસમાં સ્ત્રી અને પુરુષ હોય છે…જિંદગીમા હમેશાં બે વિજાતિય કે વિરોધી કહો કે બે પક્ષ હોય છે…..
એ જ રીતે આપણી જીંદગીમાં એક છે વાસ્તવિકતા અને બીજી સ્વપનની દુનિયા અથવા કાલ્પનિક વિશ્વ..
પહેલા આપણે નક્કી કરીયે કે સ્વપ્ન શું છે?
એક સ્વપ્ન કે જે આપણે જાગૃત અવસ્થામાં ભૌતિક દુનિયાથી પ્રેરિત થઈને જોઈએ, વિચારીએ છીએ તે……
એ આપણી જાગૃત મનની ગણતરીઓ ને દર્શાવે છે જેમ કે જીવનમાં ધ્યેય નક્કી હોય અને એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટેની તિવ્ર ઝંખના રહે તે એક સ્વપ્ન કહેવાય….મહદ અંશે એને શક્યતાઓનો સાથ મળતો રહે છે..
આ સ્વપ્ન આપણામાં કઈક વઘુ આગળ કરવાની ઇચ્છાઓ નો ઉમેરો કરે છે જીવનમાં કઈક નવું કરી બતાવવાનો ઉત્સાહ પૂરો પાડે છે .
બીજું સ્વપ્ન ભ્રમણા છે……
એક એવો સમય કે જે સુષુપ્ત અવસ્થામાં બંધ આંખે આપણે કાલ્પનિક દુનિયામાં વિતાવ્યો હોય છે.જે આંખ ખુલતાની સાથે આભાસી સીઘ્ઘ થાય છે.આ એવી અવસ્થા છે કે ઊંઘમાં કદી કરેલા કે કદી ના કરેલા સઘળાં કામનો અનુભવ થઇ જાય છે,કયારેય ના જોયેલી જગ્યાઓ પણ નજરે આવી ચડે છે અને ના જોયેલા અનુભવોમાં જાણે અજાણે જોડાઈ જવાય છે.ગમતી કે ના ગમતી એવી ઘટનાઓનો તાદશ અનૂભવ કરીએ છીએ,જે હક્કીતની જિંદગીમા મોટે ભાગે અશક્ય હોય છે..
પહેલું સ્વપ્ન સાર્થક કરવાની ઇચ્છાના કારણે વ્યક્તિગત રીતે વિચારોની જાગૃતતા વધે છે.પરિણામે વિચારો અને કાર્યોથી પ્રગતિશીલ થઇ સકાય છે…
સ્વપન આમ જોઇએ તો વાસ્ત્વિક જિંદગીમા કૈક કરવાની પ્રેરણા આપતુ પ્રોત્સાહક બળ છે..તેવીજ રીતે નક્કી કરેલા સ્વપ્ન જલ્દી સાર્થક કરવાના મોહમાં ગેરનીતિ અને ગેરમાર્ગે પણ સહેલાઇ થી ચડી જવાય છે ….
અને આ સ્વપ્ન સૃષ્ટિ આખી આપણી જ રચેલી હોય છે,આ આપણા વગરની આપણા ઘ્યેય વગરની ક્યારેય નથી હોતી,
આપણે તેની ચડતી પડતીના સાક્ષી બનીને રહીએ છીએ।જાગૃત સ્વપ્ન એ જાગૃતતાનો સિદ્ધાંત છે, આ આપણી વાસ્તવિક દુનિયા સાથે જોડાએલ હોય છે એ આપણા વિચારો,કાર્યો ,સ્થળ અને સ્થિતિ ઉપર આઘારિત હોય છે..એને સપનુ ભલે કહીએ પણ એને સિધ્ધ કરવા માટે વાસ્તિવકતા સાથે લડવાનુ છે.
જેની પાસે પૈસા નથી,જેની ઇચ્છાઓ પૂર્ણ થઇ નથી..એવા લોકોને આ સપનુ પૂર્ણ કરવા માટે સંઘર્ષ જરૂરી બને છે. તેમ જ જેની પાસે પૈસા છે યોગ્ય સાથ છે તેમ જ સમજ છે,એવા લોકો માટે આ માર્ગ સરળ બની છે. પરંતુ આ માટે પુરુસાર્થ મહત્વનું બની રહે છે.
નિંદ્રાવસ્થા દરમિયાનની સ્વપ્ન સૃષ્ટિ પણ વિચારો,કાર્યો ,સ્થળ અને સ્થિતિ ઉપર આઘારિત હોય છે, આપણી વાસ્તવિક અને સ્વપ્નની દુનિયાના પરિબળો ચોક્કસ પ્રકારે ભાગ ભજવતા રહેતા હોય છે …
જેમ કે તમારી આજુબાજુના સ્થળ અને જડ-ચેતન તત્વો બધા જ આ સ્વપ્ન સૃષ્ટિનો ભાગ બની રહે છે..અને ઘણી વાર જે સ્થળ પર ગયા નથી,એવા ઘણા માણસોને તમે કદી નથી મળ્યા એવા ચહેરાઓ આ સ્વપનમા પણ ઝબકી ઉઠે છે
મહદ અંશે આ સ્વપ્ન જોવાય છે પરંતુ એ સ્વપ્નને આપણે જીવી શકતા નથી અને આ જોવામાં સમયનો સ્વપ્નવ્યય થાય છે, જો કે સમયનો વ્યય ના પણ કહેવાય, કારણકે મોટે ભાગે આવા સ્વપનો આપણે નિંદ્રાધિન અવસ્થામા જ આવે છે.પણ તેમાં કોઈ ખર્ચ આવતો નથી આ હકીકત છે….
વિના પૈસે જગતના કોઇ પણ ખૂણે જઇ શકો છો..કોઇ પણ મનગમતી જગ્યાએ જઇ શકો છો…કોઇ પણ મનગમતી વ્યકિતને મળી શકો છો..ક્યારેક વ્યક્તિ જાગૃત અવસ્થામાં દિવસ દરમિયાન કાર્ય કરે છે અથવા વિચારે છે,એની સીધી કે આડકતરી અસર આ તંદ્રાવસ્થાના સ્વપ્નમાં ઝળકાય છે..
પોતાનાં સંતોષ, સ્વતંત્રતા, અને નિર્ભયતા માટે કામ નથી કરતાં ત્યારે લોકોને દુ:સ્વપ્નાઓ વધારે આવે છે .જ્યારે કોઈ પણ કામ મનથી અને ખુશીથી કરીએ છીએ ત્યારે તે જ કાર્ય સ્વપ્નમાં આનંદ પમાડે છેજે કઈ પણ તમે પ્રબળતાથી ઇચ્છતા હશો કે કશાથી ડરતા હશો.. પરંતુ તેને વ્યક્ત કરવા માટે કે મેળવવાં માટે જો તમે અસમર્થ હશો તો..એ જ વસ્તુ તમારા સ્વપ્નમાં વારંવાર પ્રગટ થશે.
જાગૃત સ્વપ્ન સેવવા એ કોઈ ખરાબ વસ્તુ નથી……
તમારામાં રોપાએલું સ્વ્પ્નબીજ તમને આગળ વધવાનો જુસ્સો પૂરો પાડે છે.કઈક નવીન રચનાત્મક પ્રવૃત્તિ તરફ આગળ વધવા માર્ગ ખુલ્લો કરી આપે છેતમારી જાત ઉપર વિશ્વાસ રાખતા શીખો.કારણ તમેજ તમારા સૌથી મોટા શુભ ચિંતક છો તેથી જાત ઉપર થી વિશ્વાસ કદી ઓછો ના કરવો..
આત્મવિશ્વાસનો બુલંદી નહી હોય તો,સ્વપન સિધ્ધ કરવામા તમારી નબળાય છતી થઇ જશે..
મહત્વનું છે કે તમારા વિચારો સાથે લાગણીઓ પણ કાબુમાં રાખવી,મારા મત મુજબ, સંતોષી હોવું તે સૌથી મહત્વનું છે..કહેવાય છે કે “અતિ લોભ પાપનું મૂળ ” બસ શેખચલ્લી ના બની જવાય તેનું ખાસ ઘ્યાન રાખવું જોઈએ..
માટે લક્ષ્ય એવું નક્કી કરવું જોઈએ કે એ લક્ષ્યને મેળવી શકાય કે એના સુધી પહોચી શકાય…કમાવવા માટે ગણતરી પૂર્વકના જોખમો ઉઠાવવા જોઈએ….
ગણતરી વિના અને આડેધડ વિચારોમાંથી ઉદભવેલા જોખમો જિંદગીની સાથે આપણી સાથે જોડાયેલા પરિવારના લોકો માટે આધાતરૂપ બની શકે છે..
સ્વપ્ન અને મહત્વાકાંક્ષાઓ ઉંચી હોવી જોઈએ,પરંતુ તેનો માટે પ્રયત્નો મોટા હોવા જોઈએ,શક્તિ અને સમયને યોગ્ય દિશામાં વાપરવામાં આવે તો ઘ્યેય પ્રાપ્ત કરવાનો માર્ગ આસાન બની જાય છે…
નિંદ્રા વસ્થાની સ્વપ્ન સૃષ્ટિ ના એ સ્વપ્ન જીવનમાં તમે તમારા જીવનમાં જે કંઇ જોશો, જે કંઇ વાંચશો, જે કંઇ વિચારશો,જે કઈ તમારા ચિત્તમાં હશે એ બધાની સાથે તમારી સ્વપ્નસૃષ્ટી જોડાયેલી રહે છે..
જો તમારા મનમાં પવિત્ર ભાવનાઓ હશે, તો તમને સુંદર, રમણીય દ્રશ્યો દેખાશે અને જો ચિત્તમાં ખરાબ અને અપવિત્ર ભાવનાઓ વસતી હશે, તો તમને હત્યા કે વિનાશનું ચિત્ર દેખાશે.તમારી બંધ આંખો જે દ્રશ્ય જુએ છે,એના ઉપરથી એક આખું સ્વપ્ન શાસ્ત્ર રચાએલું છે. એમાં જે પ્રકારના સ્વપ્ન આવે રાત્રીના જે પ્રહરમાં આવે. એ બધા ઉપર સાંકેતિક રીતે વ્યક્તિના આવનારા સમયમાં આવનારી લાભ હાની દર્શાવે છે.જો કે આમાં કેટલું વૈજ્ઞાનિક તથ્ય છે તે સંપૂર્ણ સમજી શકાયું નથી.
પરંતુ આ સુષુપ્ત સ્વપ્ન અવસ્થા “વાસ્તવિક જીવનના તણાવ નુ સાંકેતિક નિરુપણ છે. “સ્વપ્ન રાત્રે જ આવે તેવું હોતું નથી. દિવસે પણ સ્વપ્ન દેખાય છે.કહેવાય છે.દિવસે જોવા મળેલાં સ્વપ્નો કે દૃશ્યોનું કોઈ ખાસ મહત્ત્વ નથી. આ સ્વપ્નો અર્થહીન છે.સ્વપ્નાવસ્થા ,નિદ્રા આપણા અચેતન મનના જાગરણનો સમય હોય છે.આપણું અચેતન મન સ્વપ્નમાં સૌથી વધારે સક્રિય હોય છે….
સ્વપ્ન એ માત્ર સ્વપ્ન છે. તેને પરિપૂર્ણ કરવા ….
દ્રઢ સંકલ્પ અને પૂર્ણતાથી કામ કરશો તો સફળતા જરૂર મળશે**જો તમે સ્વપ્ન જોશો તો જ તમે તેને પૂરું કરી શકશો**
રેખા વિનોદ પટેલ(વિનોદીની)
2/24/14 delaware ( usa)