પાસે આવ તો કાનમાં કહું મજાની ફૂલોની વાત ,
શ્વાસોમાં ફેલાવી પછી સુગંધને ઘરીદે તારું નામ .
આંબા ડાળે બેઠેલી એ ઓલી કોયલનું છે કામ,
ટહુકે ટહુકે એ ફેલાવે છે વનવગડે તારું નામ .
આ પતંગીયા વસ્તાર્યા કરે છાની છાની વાત,
રંગોના ટપકાથી શણગારે જ્યા રમતુ તારું નામ .
નાં પૂછ ભમરા શું જાણે સઘળા ફૂલોની જાત ,
ઉપવનમાં જઇને જોયુ,ફૂલે ફૂલે લખ્યુ તારું નામ .
ઓલી પાગલ હવાએ વર્તાવ્યો અહીં કાળૉ કેર,
મહીં નશ નશમાં સર સર જાય સર્યુ તારું નામ
હવે શુ લખું ને શુ હુ છુપાવું એ વાતમાં શું માલ?
અંતે રૂદિયાના ગમતા એકાંતમા વિસ્તર્યુ તારું નામ
-રેખા પટેલ (વિનોદિની)
2/25/14