આજે વરસાદ વરસ્યો,
સુસવાતા પવન સાથે ધોધમાર.
તેને ક્યાં કોઈ તેડાની જરૂર છે.
એતો ભારે મનસ્વી,
મનફાવે આવે અને મનફાવે વહી જાય.
ક્યારેક તો ઘેરેયા પછી પણ,
સાવ સુક્કો ભઠ્ઠ.
અને
વળી ક્યારેક,
ભર વસંતમાં મ્હોરી ઉઠેલા વનમાં
હળુંહળું થતા તેજમાં,
મેઘધનુષ્યના રંગને ઓગાળવા
વણ નોતર્યો ટપકી પડે.
બરાબર ખુશીઓ માં પણ,
આજ
વહેતી મારી આંખોની જેમ.
રેખા પટેલ (વિનોદિની)….