એક લેખ :
“જીવનને રંગો ગુલમહોરી લાલ ને ગમતાનો કરો ગુલાલ ”
મનનો ખાલીપો શૂન્ય થી સર્જન સુધી ફેલાય છે.
દરેક ના મનમાં એક અજબ ખાલીપો ભરેલો હોય છે.
આજ ખાલીપો જો શુન્યતા સુધી ખેચી જતો હોય તો આને આપણે કહીએ કે જીવન પ્રેત્યેની ઘટતી જતી જીજીવિષા.
પરંતુ આ શુન્યતાને ભરવાનું જો તમે મન થી નક્કી કરો તો આજ તમને કોઈ નવીન સર્જન સુધી લઇ જાય છે
ક્યારેક સમજ વગરની પ્રવૃત્તિ અંધકારની ગર્તા માં ઘકેલે છે તો ક્યારેક સમજ પૂર્વક આચરેલી પ્રવૃત્તિ આનંદનું અજવાળું ફેલાવે છે
અશાંત મનને કોઈ એક વસ્તુ થી સંતોષ નથી મળતો અને ત્યારે તેને ભરવા આપણે નકામી ચીજો ભેગી કરવા માં પરોવાઈ જઈએ છીએ અને અને એ સંગ્રહખોરી જાતને સ્વયંમથી વધુ દુર ધકેલે છે
ક્યારેક આજ ખાલીપો આપણ ને સત્ય અને સ્વયંમ ની ખોજ સુધી પણ લઇ જાય છે
જીવનને સહેજ અલગ દૃષ્ટિકોણ થી જોવામાં આવે તો જીવન બદલાઈ જાય છે
જ્યારે તમારી પાસે કોઈ ના હોય ત્યારે વિચારી લો તમારી પાસે કિંમતી એવો સમય હાથ લાગ્યો છે બસ તેનો સદુપયોય કરવાને કમર કસો આપોઆપ સર્જનતા વધતી જશે !!
“નિજાનંદ માં મસ્ત બનો તો સ્વયં જેવો સાથી નથી
ગગન ને ઉન્નત રહેવા કોઈ આઘાર ની જરૂર નથી
સરિતા વહેતી જો અટકે સાગરમાં એ સમાતી નથી. ”
રેખા વિનોદ પટેલ
ડેલાવર( યુ એસ એ )