RSS

રાજ રચના (પતિ-પત્ની )

16 Jul

રાજ રચના (પતિ-પત્ની )

આજે તો ઘરે જઈ રચનાને કહું કંઈક મઝાનું જમવાનું બનાવ ,કેટલા દિવસ થઇ ગયા કશું ટેસ્ટી નથી ખાઘુ.

“ઓહ આવી ગયા તમે, હું તમારીજ રાહ જોતી હતી ” રચના મીઠાશ છલકાવતી બોલી.

“હા આવી ગયો જાન ! હું પણ આજે સાંજ થવાની રાહ જોતો સમય પસાર કરતો હતો ” રાજ હસીને રચનાને કમર માંથી પકડતાં બોલ્યો .

“છોડો હવે તમને તો આવીને તરત આવા જ બધા કામ સુઝે છે ” રચના છણકો કરતા બોલી.

“તો સુઝેજ ને ,અને સારું છે કે તારો વર તનેજ પ્રેમ કરે છે, બાકી બહાર કેટલાય મારી રાહ જોતી બેઠી છે “.

” બસ હવે રહેવા દો બણગાં ફૂક્યા વિના, કોઈ નવરી નથી બેઠી તમારી માટે ” હવે રચનાના અવાજની મીઠાશ ઓગળી ગઈ હતી.

“અરે બાબા તું નાહક નારાજ થાય છે ,હું તો મજાક કરું છું. મારે તો તુજ મારી પ્રેમિકા તુજ મારી પત્ની “.

” કહેવાથી કઈ પ્રેમ ના થાય! એ સાબિત પણ કરવું પડે ” હવે રચનાનો મુડ બદલાયો તે મીઠું હસી .

“બોલ ડાર્લિંગ હું તારી માટે શું કરું ?” રાજ લાડ લડાવતા બોલ્યો.

“આજે ખાવા બનાવવાનો કોઈ મુડ નથી ,ચાલો કોઈ સારી રેસ્ટોરાં માં ડીનર માટે જઇયે “.

“પણ રચના આજે મારી ઈચ્છા ઘરે જમવાની હતી ” રાજ ડરતા ડરતા બોલ્યો.

“બસ બતાવી દીધોને તમારો પ્રેમ ” છણકો કરતા તે અંદર ચાલી……………

“અરે અરે ડીયર મજાક કરું છું ચાલ ચાય તો બનાવી લાવ હજુ બહાર જવાને તો વાર છે “.

માથું પકડી રાજ બેસી ગયો ” ક્યા આવીને તરત આ પ્રેમના ચેન ચાળા સુઝ્યા મને ” smile emoticon

રેખા પટેલ (વિનોદિની)

 

One response to “રાજ રચના (પતિ-પત્ની )

  1. pravinshastri

    July 17, 2015 at 11:59 am

    માથું પકડી રાજ બેસી ગયો ” ક્યા આવીને તરત આ પ્રેમના ચેન ચાળા સુઝ્યા મને….એ થોડી વાર કોસતો પોતાની જાતને.
    એને ક્યાં ખબર હતી કે રચનાએ સ્વાદિષ્ટ ભોજન રચના કરી હતી મોમ્બત્તીના આછા પ્રકાશમાં. પુષ્પોની સુગંધ પ્રસરાવી હતી શયન ખંડમાં.

     

Leave a reply to pravinshastri Cancel reply