RSS

Tag Archives: મનનાં વિચાર..રેખા પટેલ

સઘળું અંધારું ડરીને ભાગી ગયું …

અમાસની એ રાત્રીએ ઓરડાનાં અંધકાર સાથે મનનો અંધકાર એકાકાર થઈ ગયો.
આખી રાત અંદર અને બહાર અંધારા સામે ઘમાસાણ યુદ્ધ છેડાઈ ગયું.
છેવટે પ્હો ફાટતાં બહાર અજવાળુ જીતી ગયું.
અંદર હજુ પણ જીત પેલા મનનાં અંધારાની હતી.
હું હાર સ્વીકારી અંદર ચુપચાપ બેઠો હતો.
બારીની તિરાડ માંથી જીતેલા ઉજાશે ટકોરા લગાવ્યા.
કમને પણ ઉઠીને મેં બારી ખોલી,
મારું એક મક્કમ પગલું અને અજવાસ ફેલાઈ ગયો,
સઘળું અંધારું ડરીને ભાગી ગયું … અંદરનું અને બહારનું 🌞

રેખા પટેલ ( વિનોદીની)

 

Tags:

આત્માની ઓળખ

IMG_0251

હેપ્પી ઈસ્ટર સન્ડે”   આત્માનું વિસર્જન અને સર્જન

આ દિવસે ખ્રિસ્તીઓ ભગવાન ઈસુના પુનરુત્થાનની (મૃત્યુ બાદ ફરીથી સજીવન થવું) ઉજવણી કરે છે. તેઓ માને છે કે ભગવાન ઈશુ મૃત્યુ પામ્યાના ત્રણ દિવસ પછી પુર્નિજવિ ત થયા.

દરેક આત્મા એક શરીરનાં ત્યાગ કર્યા બાદ તે બીજું શરીર શોધી લે છે. દરેક નવા જીવન સાથે આત્માને એક નવી ઓળખ મળતી હોય છે. ઈશ્વરે આપણને આ જીવન બક્ષ્યું છે તો સહુ પ્રથમ આપણી અંદરના આત્માને ઓળખવાનું કાર્ય કરવું જોઇયે. ત્યાર બાદ દુનિયાને ઓળખીશું તો બધી ઓળખ સહેલી થઇ રહેશે.

હિન્દુ માન્યતા પ્રમાણે જન્મથી દરેક વ્યક્તિ સદગુણી છે કારણ દરેક આત્મા નું સર્જન ઈશ્વરે કર્યું છે આથી જન્મથી આપણે બધા દિવ્ય પવિત્ર જીવો છીએ ,માત્ર કર્મો આપણને સદગતી કે અધોગતિ સુધી દોરી જાય છે .

આવો પવિત્ર આત્મા હંમેશા આપણી અંદર હાજર છે. માત્ર તેની ઉપર આપણી આજુબાજુની પરિસ્થિતિઓ દ્વારા ચડેલું વાસ્તવિક અવાસ્તવિકતા ઓનું આવરણ રહેલું હોય છે. એને દુર કરવાથી આપણી અંદરનો આત્મા સ્વયં પ્રકાશી ઊઠે છે. ત્યાર બાદ આત્માના આ સાચા સ્વરૂપને બહાર ક્યાંય શોધવાની આવશ્યકતા નથી રહેતી.

સુખ દુઃખની આ આળપંપાળ દેહને છે આત્માને નહી .આત્માને કોઈ સુખ દુઃખ નથી.છતાં આપણે  કહેતા હોઈએ છીએ કે મારા મનને સુખ નો અનુભવ થયો, કે અમુક વાત થી આત્મા દુભાયો. આત્મા શરીર થી પર નથી પરતું જો શરીરની મોહમાયા ને આત્મા સુધી પહોચતા રોકી શકીએ તોજ સાચા અર્થમાં આત્માને ઓળખાવો સહેલો થઈ પડશે.

પ્રથમ આપણા આત્માની ઓળખ થાય તોજ તે પછીના બીજા પગલે આસપાસના અનંત આત્માઓ સુધી પહોચવું શક્ય બને છે. આજ કારણે યોગી મુનીઓ પહેલા પોતે ઘ્યાનસ્થ બની તેમના આત્માને ઓળખે છે ત્યાર બાદ પ્રાપ્ત થયેલું જ્ઞાન બીજાઓ સુધી પહોચાડી સકે છે

ઈશ્વરે આપણને એટલા માટે બનાવ્યાં છે કે આપણે દુનિયાની અંદર ઈશ્વરને શોધીએ, તેને ઓળખીએ, પ્રેમ કરીએ ,સાથે સાથે સર્વત્ર પ્રેમની લ્હાણી કરીએ . આમ કરીને સ્વર્ગનું સુખ પ્રાપ્ત કરી અનંત સુખના સહભાગી બનીએ.   જય હો…

રેખા પટેલ (વિનોદિની)
https://vinodini13.wordpress.com

 

Tags:

જો એટલું કઈ થાય

481407_507942162573886_203453543_n
અધુરી રહેલ વાર્તા ને કોઈ પ્રેમે લખી જાય જો એટલું કઈ થાય

સુખના ઓઠા પાછળ એકાદ આંસુ વહી જાય જો એટલું કઈ થાય

દુખના ડુંગરા હેઠણ કોઈ ઝરણું ઝરી જાય જો એટલું કઈ થાય

કોઈ બળતા હૈયા ઉપર સ્મિતે લેપ કરી જાય જો એટલું કઈ થાય

છટકી જાતા સપનાને બંધ પાંપણે પુરી જાય જો એટલું કઈ થાય

પતંગિયાની પાંખો કોઈ ઉધાર દઈને જાય જો એટલું કઈ થાય

મારા નામ પાછળ કોઈ તારું નામ મૂકી જાય જો એટલું કઈ થાય

તારા સ્પર્શે ધડકતું હૈયું બંધ પડી જાય જો એટલું કઈ થાય ?

મારે આથમવા ટાણે થોડું પ્રગટી જાય જો એટલું કઈ થાય

રેખા (સખી )

 

Tags: , , ,