RSS

Tag Archives: ગુજરાતી કવિતા..રેખા પટેલ

માણસ જાત …….

માણસ જાત …….

એક માણસ જાત,અને કેટલા બધા નામ
નામ પ્રમાણે તેના અલગ અલગ કામ
કોઈ સ્ત્રી કહે વળી કહે બહેન
કહે કોઈ મા ,ભાભી કે મેરી જાન”
વ્હાલી લાગે નાર, જેવી જેની જરૂરીયાત.

આપણું માણસ ઘરમાં ગમે, પારકું ગમે બજાર
કોઈ ઘરરખ્ખું કહે ,કોઈ રખડું બની ચર્ચાય,
પોતાનાને ઢાંક પીછોડો, પારકા બદનામ.
એ જો રહે અંકુશમાં તો ભાઈ વાહ,
છટકે તેની કમાન તો ભરાવે નકરી આહ.

ભૂખમાં યાદ આવે મા, દુવામાં બહેન દેખાય
કરવા આનંદ પ્રમોદ વ્હાલી લાગે પ્રેયસી.
બાકી રહી અધુરપ તે ભરતી ઘરની સ્ત્રી
જીવંત રાખવા આ નામ જગતનું
“મા” બની ફરી માણસ જણતી એ જાત.

એક માણસ જાત,અને કેટલા બધા કામ…..

રેખા પટેલ (વિનોદિની ) usa

 

Tags:

જલન

ચાંદની રાતમાં ,
ઝીલનું બધુજ પાણી ચાંદી થઇ વહેતું હતું
મહી એક નાવ બે જણને લઇ તરતી હતી.
” જોને આભે ચાંદ તારું રૂપ જોઇને જલે છે ”
“ના ચાંદ પુરુષ છે એ તારું સુખ જોઇને જલે છે”
એક મુક્ત હાસ્ય પડઘાઈ ગયું
જંગલી ફૂલોની મહેક લઈને આવતો પવન,
એ હાસ્યને દુર દુર ફેલાવી ગયો……

વહેણ વધતું રહ્યું, વાતોમાં નાવ ઘપતી રહી.
રાત પૂરી થવાની રાહ જોતો ચાંદ જલતો રહ્યો.
જલનની પરીકાષ્ઠાએ તેણે કાળી વાદળી ઓઢી લીધી,
નાવ ફંટાઈ ગઈ અને ઘુમરીમાં ફસાઈ ગઈ
ના રૂપ રહ્યું ના સુખ રહ્યું ,

ઉગ્યો સુરજ, ના ચાંદ રહ્યો……
એક અંતરની જલન થકી સઘળું વિલીન થયું

રેખા પટેલ (વિનોદિની)

 

Tags:

જો એટલું કઈ થાય

481407_507942162573886_203453543_n
અધુરી રહેલ વાર્તા ને કોઈ પ્રેમે લખી જાય જો એટલું કઈ થાય

સુખના ઓઠા પાછળ એકાદ આંસુ વહી જાય જો એટલું કઈ થાય

દુખના ડુંગરા હેઠણ કોઈ ઝરણું ઝરી જાય જો એટલું કઈ થાય

કોઈ બળતા હૈયા ઉપર સ્મિતે લેપ કરી જાય જો એટલું કઈ થાય

છટકી જાતા સપનાને બંધ પાંપણે પુરી જાય જો એટલું કઈ થાય

પતંગિયાની પાંખો કોઈ ઉધાર દઈને જાય જો એટલું કઈ થાય

મારા નામ પાછળ કોઈ તારું નામ મૂકી જાય જો એટલું કઈ થાય

તારા સ્પર્શે ધડકતું હૈયું બંધ પડી જાય જો એટલું કઈ થાય ?

મારે આથમવા ટાણે થોડું પ્રગટી જાય જો એટલું કઈ થાય

રેખા (સખી )

 

Tags: , , ,

જીવન સંધ્યા થરથરે ધીરે ધીરે,

ભીના વાદળ ભેગા મળીને ઝરમરે ધીરે ધીરે,
ખીલતા ફુલો ખરતા પહેલા મઘમઘે ધીરે ધીરે,
દીપક જ્યોતી ઠરતા પહેલા ટમટમે ધીરે ધીરે,
શિખરે પહોચી જીવન સંધ્યા થરથરે ધીરે ધીરે,
રેખા
Good buy 2012..

 

Tags: