થોડામાં ઘણી
સમજ અપાય છે
હાઈકુ સંગ.
બચપણે જે
માટી ખુંદી, એ ગંધ
છે અંગ અંગ.
આખું જીવન,
જીવો મનગમતું
તો રંગ રંગ.
ભરેલું ઘર
ને સાવ ખાલી મન
બધું બેરંગ
રેખા પટેલ ( વિનોદિની )
Category Archives: હાઈકુ
હાઇકુ
ચાંદ આભમાં,
ને તું મારા ઘરમાં.
ક્યાં ફર્ક દિલમાં 💑
આજે પૂનમ …
મારે રોજ ચાંદની.
તારા સંગમાં. 😍
પુનમી રાત
રોજ મારા ઘરમાં
તારા સાથમાં. 😄
રેખા પટેલ (વિનોદિની)
ત્રીપદી હાઈકુ :
ત્રીપદી હાઈકુ :
કાલ ભૂલીયે
આજ જીવી લઈએ,
સુખી રહીએ .💐
એક બીજાને.
ગમતું આચરીએ,
હસી લઈએ .😍
હું ને તું સાથી
કદીક ઝઘડીએ
સ્નેહ કરીએ
રેખા પટેલ
હાઈકુ
ફરવા જાઉં
થોડો વિશ્રામ કરું
યાદ રાખજો
વસંત આવી,
ખુલ્યું તાળું ચમને
ફેલાઈ ખુશ્બુ .
તને બતાવું
એટલું તું જાણે છે,
બાકી રહ્યું તે ?
યાદોના મૂળ
ઊંડે સુઘી દિલમાં
ફેલાઈ રહ્યા.
બસ આવજો,
સાચવ્યો હતો સાથ
રહેશે યાદ.
જીવન ભર
પૂર્યા હતા હૈયામાં
ખોવાયા શ્વાસ
હાઈકુ સાથે
મનની કરી વાત
ગમી કે નહિ ?
-રેખા પટેલ (વિનોદિની )