RSS

Category Archives: મનનાં વિચાર..રેખા પટેલ

હોળીની ઉજવણી

IMG_9068

ભારતમાં અલગ અલગ રાજ્યોમાં હોળીની ઉજવણી – રેખા પટેલ (વિનોદિની) યુએસએ
સેંકડો વર્ષોથી ભારતીય સંસ્કૃતિમાં લોકપર્વોનું, તહેવારોનું આગવું મહત્વ રહેલું છે. દરેક તહેવારોને હજારો વર્ષો પહેલે થી પ્રકૃતિ અને કૃષિજીવન સાથે જોડાએલા રાખી, સાથે તેની મહત્તાને વધારી દેવા દેવદેવીઓ સાથે જોડવામાં આવ્યા છે. પરિણામે આનંદ-પ્રમોદ યા મનોરંજનની સાથે ભક્તિનો પણ સંગમ થઈ શકે.

આવા તહેવારો પુરાણા સમાજથી લઈને આજના આધુનિક સમાજ સુધી રોજિંદા કામોની ઘટમાળમાંથી બહાર નીકળી જીવનમાં તાજગી ઉલ્લાસ ભરનારા બની રહ્યા છે. આપણી સંસ્કૃતિમાં વિવિધ ધર્મના વ્રતો, તહેવારો અને ઉત્સવોનું આગવું મહત્ત્વ રહેલું છે. આ આપણી સંસ્કૃતિનો આધ્યાત્મિક વારસો છે. આ બધા તહેવારોમાં હોળી ધૂળેટી, નવરાત્રી, દિવાળી, વસંતપંચમી મુખ્ય દિવસો રહ્યા છે.

આજે ટી.વી સિરિયલોથી માંડીને સોશિયલ મીડિયા વગેરેમાં આવા તહેવારોને લઈને ઉજવણી ભર્યા કાર્યક્રમો દર્શાવાય છે. ધૂળેટી એ માત્ર રંગનો જ નહીં, પરંતુ પ્રેમનો પર્વ પણ ગણાય છે. પશ્ચિમના દેશોમાં પ્રેમને વ્યક્ત કરવા જેમ વેલેન્ટાઈન છે તેજ રીતે આપણી પરંપરા મુજબ અબીલ ગુલાલમાં પ્રેમની મેળવણી કરી સર્વેને પ્રેમના રંગે રંગી દેવાની પ્રથા સદીયો પુરાણી છે.

સ્ત્રી પુરુષ વચ્ચેની મર્યાદાઓ ને અહી છૂટછાટ અપાય છે. સામાન્ય રીતે જેન્ડર ભેદના કારણે એકબીજાથી દુર રહેનારાઓ પણ આ દિવસે રંગોનું બહાનું લઈને એકબીજાને નિર્દોષતા પૂર્વક રંગી નાખતા હોય છે એકબીજાની નજદીકી માણી લેતા હોય છે. રાધા કૃષ્ણના પ્રેમને આગળ ઘરી પ્રેમનો ઉત્સવ પણ ઉજવી નાખે છે.

હોળી-ધૂળેટીનો આ તહેવાર ફક્ત ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ પૂરતો મર્યાદિત નથી. પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં લોકો આ તહેવાર મસ્તીથી ઉજવે છે. તથા વિદેશોમાં પણ હોળી પોતાનું આગવું સ્વરૂપ લઈને ઉજવાતી હોય છે. દેશમાં વિવિધ શહેરોમાં વિવિધ પદ્ધતિએ હોળી પરંપરા મનાવવામાં આવે છે. પરંપરાગત હોળીની સાથે આજકાલ પાર્ટીઓ અપાય છે જેમાં ડાન્સ આલ્કોહોલ અને જુગાર પણ સામેલ થઇ ગયા છે.

આ બધાને એક તરફ રાખી આજે આપણે દેશના અલગઅલગ રાજ્યોમાં થતી હોળીની ઉજવણી વિષે જાણીએ તો ….. સહુ પ્રથમ ગુજરાતમાં નાના મોટા શહેરોમાં અને ગામડાઓમાં હોળી-ધુળેટીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળીના દિવસે છાણાં, લાકડાં, પૂળા વગેરેમાંથી હોળી તૈયાર સંઘ્યા સમયે તેની પૂજા પ્રગટાવવામાં આવે છે. બીજા દિવસે હોલિકા દહન પછીની ખુશીમાં ધુળેટીનું પર્વ મનાવવામાં આવે છે. લોકો એકબીજાને અબીલ ગુલાલ અને કેસૂડાનું પાણી કે રંગોના પાણી થી રંગવામાં આવે છે. મંદિરોમાં ભગવાને ગુલાલથી ધૂળેટી રમાડાય છે.

 

હોળી આવે અને આદિવાસી સમાજને કેમ ભૂલી જવાય. આ સમાજમાં હોળીનું આગવું મહત્વ રહેલું છે, એકમાત્ર હોળીનો તહેવાર જ પંચાગ તિથિ પ્રમાણે ઉજવે છે. આ પ્રજા પ્રકૃતિ પ્રેમી છે. હોળી તેમનો સૌથી મોટો તહેવાર છે. હોળીને હોળીમાતા તરીકે પુજે છે.
આદિવાસી સમાજ મોટાભાગે ખેત-મજુરી કરી અને ખેતી ઉપર નભતો સમાજ છે. આ દિવસોમાં પાક ઘરમાં આવી જાય છે આથી તેમના મનમાં પણ ઉત્સાહ અનેરો હોય છે. હોળી ઉપર બીજા વિસ્તારોમાં શહેરોમાં મજુરી કરવા ગયેલા બધા વતન પાછા આવી જાય છે. પૈસા પણ હાથમાં આવ્યા હોય આથી નવા કપડાં, ઘરેણાંની ખરીદી કરી હોળીનો ઉત્સ વ મનાવી શકે છે. આદિવાસી સમાજમાં હોળી ઉપર મેળાઓ ભરાય છે.
ગુજરાતની જુદી જુદી આદિવાસી જાતિઓમાં હોળીનો તહેવાર પોતાની પરંપરા અનુસાર ધામધુમથી ઉજવાય છે. જુદાજુદા વેશ ધારણ કરી, મુખોટા પહેરીને તો કેટલાંક ઘુઘરા કને માથે પીંછા ખોસીને કે શરીર ઉપર ચિતરામણ કરી ખાસ વેશ ધારણ કરીને નાચતા કુદતા તહેવાર મનાવે છે. મોડી રાત સુધી હોળીના ફાગ એટલે કે દુહાઓ રાસડા ગઈ વન્ય વિસ્તારને આનંદની ચિચિયારીઓ થી ભરી દેતા હોય છે. આ વખતે સ્ત્રી-પુરૂષો એકમેકની કમરમાં હાથ ઝાલી કુંડાળામાં ફરતાં-ફરતાં ગીતા ગાય અને મસ્તીમાં નૃત્ય પણ કરતા હોય છે.
છોટા ઉદેપુરનાં આદિવાસીઓ માટે હોળી પર્વ સૌથી મોટો પર્વ ગણાય છે. છોટાઉદેપુર જિલ્લાનાં આદિવાસીઓ વિવિધ મેળાઓ યોજી 15 દિવસ સુધી તહેવારની ઉજવણી કરે છે.
એમાંય કવાંટ ગેરનો મેળો વિશ્વ વિખ્યાત છે. ગેરનાં મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ પોતાની પરંપરાગત વેશભૂષા ધારણ કરી ઢોલ નગારા સાથે નૃત્ય કરતાં હોય છે. આ મેલો જોવા લાયક ગણાય છે. આ ઉત્સવ દરમિયાન આદિવાસી લોકો તેમનાં કૂળ દેવી – દેવતાની ખાસ ઉપાસના કરે છે. મનોરંજન સાથે ભક્તિમય માહોલ સર્જાય છે.

 

રાજસ્થામાં શત્રુને મિત્ર બનાવી લેવાનો તહેવાર ગણાય છે. આખા વર્ષમાં કોઈની સાથે દુશ્મની થઈ હોય તો તેને પણ પ્રેમથી ભેટી મિત્ર બનાવી લેવાય છે. અહી એક અઠવાડિયા સુધી આ તહેવાર ધામધૂમપૂર્વક ઉજવાય છે . રાજસ્થાનમાં આવેલા પુષ્કર તીર્થમાં હોળીમાં કપડાફાડ હોળી પણ રમાય છે. જેમાં જમીનથી ઉપર ઉંચે હવામાં પોતે પહેરેલું કપડું ફાડીને ફેકવાનું હોય છે. ફેંકેલુ કપડુ દોરડા પર લટકી જાય તો બધા તાળીઓથી વધાવી લે છે, અને જો નીચે પડે તો બીજાઓ તેની હાર માટે હુરિયો બોલાવી ચિડાવાય છે.
રાજસ્થાનમાં કેટલીક જગ્યાઓમાં તલવારબાજી અને લઠ્ઠમારનાં કરતબ પણ કરવામાં આવે છે. રાજસ્તાની શૈલી અને ઢાળમાં ગીતો ગવાય છે નૃત્ય કરાય છે. ખુબજ સુંદર વાતાવરણ યોજાય છે.

ઉત્તરપ્રદેશમાં ખાસતો વૃંદાવન-ગોકુલ, મથુરામાં આ તહેવારનું ખૂબ મહત્વ રહેલુ છે. શુદ્ધ પ્રેમનાં પ્રતિક રૂપે ભગવાન શ્રીકૃષ્ણ પણ અહી હોળી ખેલ્યા હતા. આથી વ્રજભૂમિ એટલે ગોકુળ-મથુરા-વૃન્દાવન-નંદગામ અને બરસાનામાં શ્રી ક્રષ્ણ અને રાધાજીની લીલાઓને પ્રેરણામાં લઇ હોળી ધુળેટીને આનંદભેર ઉજવાય છે.

હોળીના બીજા દિવસે એટલે ધૂળેટી ફૂલડોલોત્સવ હોય છે. નંદગામનાં યુવકો કાન બને , અને બરસાનાની યુવતીઓ નાં શ્રી રાધાના પરિવેશમાં હોલી ખેલે છે. અહીની સ્ત્રીઓની લઠ્ઠમાર હોલી જગતવિખ્યાત છે. બરસાનાની સ્ત્રી નંદગામના પુરુષો પર લાઠીઓ વડે પ્રહાર કરે છે ત્યારે ત્યાંની જમીન ઉપર આળોટવાથી દરેક પ્રકારનું દર્દ જતું રહે છે એવી માન્યતા પ્રવર્તે છે. અહી હોળી-ધૂળેટીનો તહેવાર પ્રેમમિલનનો ગણાય છે. સાથે સાથે રાધે-રાધેની ગુંજ વચ્ચે આકાશમાંથી વરસતાં પુષ્પોનો નજારો અદભુત નજારો ઉભો કરે છે. આ ઉત્સવ સાત દિવસો સુધી ચાલે છે.

 

પંજાબમાં હોળી પ્રગટાવાતી નથી. અહી હોળીના દિવસે બધા એકબીજાને ઘરે મળવા જાય છે. ભેટી ગુલાલથી હોળીની વધાઈ આપે છે.

બિહારીમાં હોળી પ્રગટાવ્યા બાદ હોળીકાનું મૃત્યુ થયું હોવાથી સહુ ભોજન કરતા નથી, પરંતુ તે પહેલાં ભોજન કરી લે છે. સવારે જ ભગવાનને માલપુવા, શાક, પુરી અને ભાંગનો પ્રસાદ ચઢાવાય છે. હોલિકા દહનપહેલા જમવાનું પતાવી દેવામાં આવે છે. ફગુવાના નામથી પણ ઓળખવામાં આવે છે. હોલિકાદહન થાય છે, ત્યારે લોકો અગ્નિની ચારે તરફ ફરીને નૃત્ય કરે છે.

 

બંગાળમાં સાંજે હોળી પ્રગટાવી તેની પરંપરાગત રીતે પૂજા કરી શ્રીફળ હોમી સૌ એકબીજાને વધાઈ આપે છે. ધૂળેટીના દિવસે નાના-મોટા સૌ એકબીજાને અબીલથી રંગોથી રંગે છે. ડોલ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે લોકો વાસંતી રંગોનાં કપડાં પહેરે છે અને ફૂલોથી શૃંગાર કરે છે. સવારથી જ નૃત્ય અને સંગીતનો કાર્યક્રમ ચાલે છે.

 

બનારસમાં એકાદશી તિથિના દિવસથી જ એટલેકે પાંચ દિવસ પહેલાથી હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. અબીલ-ગુલાલ હવામાં લહેરાવા લાગે છે. અહીંની પરંપરા અનુસાર નાટકીય રીતે હોળી ઉજવાય છે જેમાં એક વરઘોડો કાઢવામાં આવે છે. જે કન્યાને ત્યાં મંડપમાં પહોંચે છે, પરંપરાગત રીતે તેનું સ્વાગત કરવામાં આવે છે. શણગાર સજેલી કન્યા મંડપમાં આવે છે. મંડપમાં વર અને કન્યા વચ્ચે વિવાદ થાય છે અને છેવટે જાન કન્યા વગર જ પાછી ફરે છે. આ પરંપરામાં ભાગ લેનાર ખૂબ મજા માણે છે. સંગીતના તાલે નાચે છે અને ગુલાલ ઉડાડીને આનંદ વ્યક્ત કરે છે. આમ, બનારસમાં સૌથી અનોખી રીતે હોળી મનાવવામાં આવે છે.

 

કાનપુરમાં આ તહેવાર સાત દિવસ સુધી મનાવાય છે. આ દરમિયાન શહેરનાં બધાં જ મોટાં બજારો બંધ રહે છે અને લોકો પોતાના ગામ કે વતનમાં તહેવાર મનાવવા ચાલ્યા જાય છે. એવી માન્યતા છે કે અનસૂયા નક્ષત્ર દેખાય નહીં ત્યાં સુધી વેપાર માટે મુહૂર્ત ઠીક હોતાં નથી, તેથી દુકાનો બંધ રાખવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં હોળીથી લઈને રંગપંચમી સુધી હોળીનો ઉત્સવ ઊજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં રંગપંચમીએ સૂકા ગુલાલથી હોળી રમવામાં આવે છે અને પૂરણપોળીનું ભોજન કરવામાં આવે છે. મહારાષ્ટ્રના પડોશી પ્રદેશ માછીમારો નાચગાનમાં મસ્ત બની ઉત્સવ કરે છે. લગ્ન નક્કી કરવા માટે કે કોઈ સારા કાર્ય માટે આ સમય ઉત્તમ માનવામાં આવે છે.

 

હરિયાણાની ધુલેંડી, જે અબીલ-ગુલાલથી સૂકી હોળી રમવામાં આવે છે. ભાભીઓને આખું વર્ષ સતાવનારા દિયરોને આ દિવસે રંગોથી દંડ આપવાની છુટ્ટી હોય છે. સાંજે દિયર પોતાની ભાભી માટે ભેટ લાવે છે અને ભાભી તેને આશીર્વાદ આપે છે.

 

તમિલનાડુમાં હોળીનો દિવસ કામદેવને સર્મિપત હોય છે. પ્રવર્તતી કથા મુજબ દેવીના સતી થયા પછી વ્યથિત ભગવાન શંકર વ્યથિત ધ્યાન મુદ્રામાં બેસી ગયા. તેમની તંદ્રાને તોડવા કામદેવે પોતાનાં કામબાણો ભગવાન શંકર પર છોડયાં. તપસ્યામાં વિઘ્ન નાખવા બદલ શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કરી દીધા. કામદેવની પત્ની રતિએ વિલાપ કરતા શિવજીને પોતાના પતિ કામદેવને જીવિત કરવા આજીજી કરી. આ પછી શિવજીએ કામદેવને પુનર્જીવિત કર્યા. આ દિવસ હોળીનો હતો. આજે પણ રતિના વિલાપને લોકસંગીત તરીકે ગાવામાં આવે છે અને ચંદનનાં લાકડાંને અગ્નિદાહ આપવામાં આવે છે. જેથી કામદેવને ભસ્મ થવામાં પીડા ન થાય. બીજા દિવસે કામદેવના જીવિત થવાની ખુશીમાં એકબીજાને રંગોથી રંગીને ઉત્સવ મનાવવામાં આવે છે.

 

મણિપુરમાં હોળી છ દિવસ સુધી ચાલે છે, જેને યોસાંગ કહે છે. હોળી દરમિયાન લોકો કૃષ્ણમંદિરમાં પીળા અને સફેદ રંગનાં પારંપરિક પરિધાન પહેરીને જાય છે તથા પારંપરિક સંગીત પર નૃત્ય કરે છે. આ દરમિયાન થાબલ ચોંગા નામનું વાદ્ય વગાડવામાં આવે છે.

ઉત્તરાખંડના નૈનિતાલ અને અલ્મોડા જિલ્લામાં હોળીના પર્વનાં કેટલાય દિવસો પહેલાથી લોકોના ગીત સંગીતમાં હોળીની મસ્તી અને રંગ ભળવા લાગે છે. અહી એકજ જગ્યાએ બેસીને સંગીત દ્વારા હોળી મનાવવાની પ્રથા છે.. સાંજના સમયે ઉતરાખંડના કુમાઉમા ઘરે ઘરે થતી સંગીત હોળીને બૈઠિકા કહે છે.જેમાં હાર્મોનિયમ,તબલા ઉપરાંત પરંપરાગત સંગીતનો લય પ્રભાવિત કરે છેજેમાં સુફી રચનાઓ સંગીત સાંભળવા મળે છે. પુરુષોની જેમ મહિલાઓની પણ મહેફિલ ભરાતી હોય છે.

 

આમ દેશભરના વિવિધ રાજ્યોમાં હોળીની ઉજવણી જરા અલગ હોય છે છતાં બધામાં સામ્યતા ઉલ્લાસ અને રંગોની રહેલી છે. વિચારો અને માન્યતાઓના વર્ગીકરણ મુજબ રીવાજો અલગ હોય છે છતાંય તહેવારનું માન અને મર્યાદા સચવાઈ રહે છે.

કેટલીક જગ્યાએ હોળીમાની સાક્ષીએ લગ્નના ચાર ફેરા લે છે અને અલગ મહત્વ ધરાવે છે. મળતી માહિતી મુજબ ટુક સમયમાં પરણનાર યુવક યુવતી પરિવારજનોની સાક્ષીમાં સાંજે હોળી પ્રગટેલી હોય ત્યાં પરિવારજનોની સાક્ષીમાં કન્યાના ગળામાં ખજૂર, પતાસા અંજીર વગેરેનો હાયડો પહેરાવી અને ધાર્મિકવિધિ મુજબ સમાજના ચાર ફેરા ફરે છે. ત્યાર બાદ તિથી પ્રમાણે લગ્ન કરતા હોય છે.

 

તેવીજ રીતે કેટલીક માન્યતાઓમાં હોળી એટલે અઠવાડિયા પહેલાથી હોળાષ્ટક બેસે એટલે અશુભ સમય ગણાય તેમાં સારા કાર્યો કરવાની મનાઈ પળાય છે. આ માટે કેટલીક પૌરાણિક માન્યતાઓ પ્રચલિત છે. એકજ તહેવારને જુદીજુદી માન્યતાઓ પ્રમાણે શુભ અને અશુભ માનવામાં આવે છે.

અહી વિદેશોમાં પણ મંદિરોમાં અને પાર્કમાં ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે. હોળી ઉત્સાહ, ઉલ્લાસ અને ખુશીઓનો તહેવાર છે. હોળીના બીજા દિવસે ધૂળેટીને મનાવવાની રીત સહુની અલગ હોય છે. ક્યાંક રંગોને છોડી હોળી કાદવથી કે પછી હાનીકારક રંગો થી રમાય છે તેને ધૂળેટી નાં જ કહી શકાય.
આજે જ્યારે પાણીની સમસ્યા બધે એકસરખી પ્રવર્તી રહી છે, ત્યાં હવે માત્ર ગુલાલ અને ફૂલોથી ધૂળેટી ઉજવાય તો કશુજ ખોટું નથી. રંગોની અને પ્રેમનો તહેવાર સહુને ખુશહાલી અર્પે.
રેખા પટેલ(ડેલાવર, યુએસએ)

કેટલીક માહિતીઓ ગુગલમાંથી.

 

26229600_1815470221821067_8969366848012855473_n

My Published in Rashtra Darpan
સૌદર્ય સ્પર્ધા કેટલી હદે યોગ્ય ગણી શકાય? – રેખા વિનોદ પટેલ.

આ સૌદર્ય તો આંખો વડે પીવાતો શરાબ છે

નશો ઉતર્યા પછી સમજાય એ આભાસ છે

આમ તો આપણે બધા આ વાત જાણીએ છીએ છતાંય રૂપાળું દેખાવાની ઘેલછા દરેકમાં જોવા મળે છે. સુંદર દેખાવું એ કઈ ખોટી વાત નથી. પરંતુ જીવન જોખમે કંઈ પણ કરતા પહેલા જરા વિચાર કરવો જરૂરી બને છે.

સુંદર દેખાવા પાતળું રહેવું બરાબર છે અને તે માટે સવાર સાંજ એકસરસાઈઝ કરી, ખોરાક ઉપર કંટ્રોલ રાખી હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. પરંતું પાતળાં થવા માટે ભોજનનો ત્યાગ કરવો એ નરી મુર્ખામી ગણાય. કેટલાક લોકો દેખાદેખી શરીરમાં જોઈતા દ્રવ્યોની ઉણપને સમજ્યા વિના ખાવાનું બંધ કરી દેતા હોય છે. આવી પરિસ્થિતિમાં તે વ્યક્તિ ઝડપથી વૃદ્ધાવસ્થા તરફ ધકેલાય છે. સાથે તેની શારીરિક કાર્યની ક્ષમતા પણ ઘટવા લાગે છે. માત્ર પાતળાં દેખાવથી સુંદર નથી દેખાતું. ચહેરાની ચમક અને તાજગી પણ મહત્વની છે.

આજ કાલ યોજાતા જુદાજુદા નામ હેઠળના બ્યુટી કોન્ટેસ્ટ જોઈ ક્યારેક સવાલ થાય છે કે સ્ત્રીઓ ને માત્ર સુંદરતાનું પ્રતિક ગણાવવી કેટલા હદ યોગ્ય ગણાય ? આ ઘેલછા ક્યા સુધી બરાબર લાગે? બીચ પાર્ટીઓમાં જતા પહેલા કે ખાસ કોઈ પાર્ટીમાં જવાના થોડા દિવસ પહેલા અહી યંગ છોકરીઓ ભૂખ હળતાળ ઉપર ઉતરી જાય છે. અને માને છે તેઓ સ્લિમ દેખાઈ રહ્યા છે. હકીકતમાં આવું હોતું નથી.

 

સાંભળવામાં આવેલા એક કિસ્સા પ્રમાણે … અમેરિકાના ફિલાડેલ્ફીયામાં રહેતી એમી નામની 21 વર્ષની યંગ બ્યુટીફૂલ યુવતીનું મૃત્યુ થયું. કારણ હતું ઈન્ટરનેટ દ્વારા મંગાવેલી ડાયેટ પિલ્સનો ઓવરડોઝ . આ દવા હાઈ ટોકસીક ઇન્ડસ્ટી યલ કેમિકલ યુઝ કરાઈ બનાવાઈ હતી. ઝડપથી પાતળાં થવા માટે તેણે જરૂરી માત્ર કરતા વધારે પડતી મેડીસીન લીધી હતી. જેમાં ઓવરડોઝને કારણે મેટાબોલીઝમ સેલ વધારે પડતા બર્ન થઈ ગયા. પરિણામે તેનું અંદરથી બોડી ઓવરહીટ થઈ ગયું અને શારીરિક સિસ્ટમ ખોરવાઈ જતા તેજ દિવસે તેનું મોત થયુ , આમ બહારથી સુંદર પાતળાં દેખાવાની ઘેલછામાં તે જિંદગીને કાયમ માટે ખોઈ બેઠી.

 

ફેટ બર્ન મેડીસીનમાં કેમીકલની માત્ર જરૂર કરતા વધારે હોવાની જે આગળ જતા આડઅસર આપે છે. શરીરના બીજા જરૂરી અવયવોને નુકશાન કારક સાબિત થાય છે. આનાથી આગળ બધીને લાયપોસકસ્ન જેવી ક્રિયાથી શરીરમાની વધારાની ચરબીને એક સીરીન્જની મદદથી બહાર ખેંચી લેવામાં આવે છે. જેના કારણે પાતળું થઈ શકાય છે. આ ક્રિયા થોડી મોંધી છે છતાં આમ કરવું શક્ય છે. પણ આગળ જણાવ્યું તે પ્રમાણે રિસ્ક દરેક જગ્યાએ રહેલું છે. એનેસ્થેસિયા આપીને થતી આ પ્રક્રિયામાં ઘણીવાર દર્દીની જાનને ખતરો થઇ જતો હોય છે.

દરેક સારી વસ્તુની પ્રસંસા અને પ્રદર્શન કરવું ખોટું છે એવું નથી. પરંતુ પ્રદર્શન એનું થવું જોઈએ જેનાથી પોતાની સાથે બીજાને પણ લાભ થાય. અહી તો પ્રદર્શન કરતા પોતાનેજ ગેરલાભ થાય એવી સ્થિતિ સર્જાઈ જતી હોય છે. આપણે જોતા સાંભળતાં આવ્યા છીએ કે આજકાલના યુવાનોને મોર્ડન દેખાવના હોડ હોય છે તે માટે ડ્રીન્કસ અને ડાન્સ ખુબ ચલણમાં છે તેમાય યુવતીઓ આ માટે ટુંકા કપડા પહેરતી હોય છે. આવી સ્થિતિમાં કિડનેપ, રેપ અને મર્ડર જેવી ઘટનાઓ વધી જાય છે.

સામે ચાલીને આગને આહવાન આપવાનું કામ કર્યા પછી નકરો દોષ પુરુષ જાતિ ઉપર નાખવો પણ યોગ્ય નથી. આ માટે સ્ત્રીઓએ પોતાની ખુબસુરતીને ઢાંકી રાખવી જોઈએ એવું નથી. પરંતુ સ્થળ અને સમયની નજાકતા પણ સમજવી જોઈએ.

કેટલીક વાતો વારંવાર યોજાતા બ્યુટી કોન્ટેસ્ટ વિશેની જાણવા જેવી હોય છે. જેમાં બહારથી ચમકદમક આપતી આ ફરિફાઈ વિશેની અંદરની વાતો હલાવી જાય તેવી હોય છે. આ મિસ યુનિવર્સીટી થી લઈને મિસ યુનિવર્સ સુધીના ટાઈટલ જીતવા માટે વિશ્વભરની રૂપાળી યુવતીઓ પોતાના શરીરથી લઈ મન સુધીના બદલાવ માટે સજ્જ હોય છે. કેટલાક દેશો તો આ ખિતાબ જીતવો ગૌરવ ગણી પોતાના દેશની સુંદરીઓને ઘોળા દિવસે તારા બતાવે તેવી ક્રૂર ટ્રેનિંગ આપીને આ કોમ્પિટિશન માટે તૈયાર કરે છે.

આ લાઈનમાં જવા ઇન્ટરેસ્ટ ઘરાવતી બાળકીઓને તેમનું બચપણ ભૂલવું પડે છે. ખુબ અહી નાની ઉંમરથી જ ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. જ્યાં શરીરને ચરબી વિનાનું પાતળું રાખવાની પહેલી ફરજ પડે છે આ માટે જરૂર કરતા ઓછો ખોરાક આપવામાં આવે છે , વધારે ખાઈ ગયેલા ખોરાકને ઉલટી કરી કાઢી નંખાય છે. આવી કોન્ટેસ્ટમાં 17 થી 24 વર્ષની યુવતીઓ ભાગ લઇ શકે છે, આથી નાની ઉમરથી જ તેમના અંગ ભરાવદાર સાથે સુડોળ રહે અને ઊંચાઈ વધે તે માટે હોર્મોન્સના ઇન્જેક્શન આપવામાં આવે છે.

 

બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઇ રહેલી સ્ત્રીઓના શારીરિક સૌંદર્યને ઝીણવટથી જોવામાં આવે છે જોકે અહી તેમની બુધ્ધી શક્તિનો પણ ક્યાસ કાઢવામાં આવે છે, આવી સૌદર્ય સ્પર્ધામાં રંગને કોઈ મહત્વ અપાતું નથી એ એક જમા પાસું ગણી શકાય. બધી પરીક્ષાઓમાં ઉતીર્ણ થયેલ યુવતીને મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ , મિસ અર્થ વગેરે ઉપનામ આપવામાં આવે છે , આ એક વર્ષ દરમિયાન તેઓને જવાબદારીના ભાગ રૂપે લગ્ન કરવાનો હક છીનવાઈ જાય છે . આ ઉપરાંત તેમને ચેરીટી વર્કમાં કામ અલગ અલગ દેશોમાં ફરી લોકોને હેલ્થ, ભણતર, સ્વચ્છતા જુદાજુદા રોગો વિષે જાગૃત કરવા પડે છે,. ટુંકમાં સમાજસેવા તેમના કામનો એક ભાગ બની જાય છે , બદલામાં તેમને ફેન, ફેઈમ અને પૈસા મળે છે.

આ સ્વપ્ન મોટાભાગે તે યુવતીઓમાં તેમના માતા પિતા બચપણથી રોપી દેતા હોય છે. અને બાળપણથી તેમને આ માટે તૈયાર કરાય છે. નાજુક બાળકીનું જીવન માત્ર શોકેસની એક ઢીંગલી જેવું બનીને રહી જાય છે.
તેનો એક જીવંત દાખલો છે અહી અમેરિકામાં ચાલતો એક રીયાલીટી શો …. “ટોડલર્સ એન્ડ ટીયારાઝ” 2008 થી શરુ થયેલ આ રીયાલીટી શો ચિલ્ડ્રન બ્યુટી પેજન્ટ માટે જાણીતો છે . જેમાં સાવ નાના ભૂલકાઓને ભારે મેકઅપ અને ગ્લેમર થી તૈયાર કરી , બ્લીચીંગ, વેક્સિંગ જેવી ટ્રીટમેન્ટ કરાવી કેટવોક કરાવાય છે . આવા પ્રોગ્રામમાં મોટાભાગે મા બાપ બાળકોને તેમની મરજી વિરુદ્ધ પોતાની મહત્વકાંક્ષા પૂરી કરવા ઘકેલાતા હોય છે.

આજથી પચીસ વર્ષ પહેલા જ્યાં પેરેન્ટસ ને બાળકો ઊંચા કપડાં પહેરે તે પસંદ નહોતું ત્યાં હવે ટુંકા કપડાં પહેરી એડલ્ટ પણ શરમાય તેવા સેક્સી પોઝ આપતા શિખવાડવામાં આવે છે, પેડેડ બ્રા પહેરાવી અને શરીર ચપોચપ કપડાં પહેરાવી રેમ્પ ઉપર ખુશી ખુશી મોકલી આપે છે. વળી તેમના સેક્સી લુક્સને જોઇને ગૌરવ અનુભવે છે. સારા નારાશાનું ભાન થાય તે પહેલા અપાતું શારીરિક જ્ઞાન તેમના માસુમ મગજમાં વિકૃતિઓ પણ લાવી શકે છે. આ ઉપરાંત વધારે પડતી દેખાવ પ્રત્યેની સભાનતા તેમના સ્વભાવને અભીમાની ઉદ્ધત બનાવે છે.
આધુનિક સમાજમાં નાના બાળકોને પોતાના એમ્બીશીયસ નો ભોગ બનાવી તેમને દિવસ રાત સુંદરતા અને ફેશનમાં ડુબાડી દઈ, તેમને જરૂર કરતા બહુ વહેલા મેચ્યોર બનાવી તેમની માસુમતાને ઓગાળી નાખે છે. ક્યારેક આવી સ્થિતિ તેમની વિચાર શક્તિને ડામાડોળ બનાવી નશા તરફ ધકેલી દેતી જોવા મળે છે.

કેથ રીચાર્ડસને પોતાનીજ હાઈસ્કુલમાં યોજાએલી મિસ ટીનની સ્પર્ધામાં ભાગ લીધો. કેથ ઘણી દેખાવડી હતી. તેમાય તેના મિત્રોએ જરૂર કરતા વધારે તેના મગજમાં પોતે બધાથી વધુ સુંદર છે એવું ઠસાવી દીધું હતું.તેની પ્રતિ સ્પર્ધી યેન તેના કરતા બધી રીતે વધુ યોગ્ય પુરવાર થતા મિસ ટીનનો ખિતાબ જીતી ગઈ. જેને કેથ સહન કરી શકી નહિ. તેજ સાંજે હાઈસ્કુલમાં યોજાએલી પાર્ટી દરમિયાન “તું ફ્રોડ કરીને મિસ ટીન બની છે” એવો આરોપ કરી કેથે ,યેન ઉપર હુમલો કરી દીધો.અને વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ.

 

જ્યારે આપણે જ સમાજનાં ઉગતી આશાઓ જેવા બાળકોને માનશીક વિકૃતિઓ ભેટમાં આપવા માંગતા હોઈએ ત્યાં તેમનો દોષ કેટલો કાઢવો?, પોતાના સંતાનોના રૂપ ગુણનું ગૌરવ દરેક માં બાપને હોય છે જે કશુજ ખોટું નથી છતાં તેનો અતિરેક થાય તે પહેલા આપણેજ સમજદારીની પાળ બાંધવી જોઈએ ” .
ડેલાવર (યુએસએ

 

 

આંખો પર પાટા બાંધી જીવવું દ્રષ્ટિનું અપમાન છે.
એમજ અસત્ય સામે ચૂપ રહેવું બુદ્ધિનું અપમાન છે.
જીવન રંગભૂમિ છે અહી ભજવતા પ્રસંગોની શાન છે
કિરદારને સંપૂર્ણ ન્યાય આપવામાં જીવનની શાન છે
આપણા જીવનનું મૂલ્યાંકન સહુ પહેલા આપણેજ કરવું પડે છે. આપણી જીવન ગાડીના ડરાયવર આપણેજ બનવાનું હોય છે જો આમ કરવામાં નહિ આવે તો માથું ટટ્ટાર રાખીને જીવવું એક સ્વપ્ન બની જશે.
અણગમતી વાત,અને ખોટા લાંછનમાંથી ત્વરાએ મુક્ત થવું જોઈએ. વિચારોનું વિષ આપણી શુધ્ધતાનો નાશ કરે છે.
એ વધુ ફેલાય તે પહેલા તેનો મૂળનો નાશ કરવો જરૂરી છે…નવા વર્ષની પૂર્વ સંધ્યાએ.
રેખા પટેલ ( વિનોદિની)

 

“સંતોષની પરિભાષા એટલે આપણા અંતરનો આનંદ”- રેખા પટેલ(વિનોદિની)
સાચો આનંદ બનાવટથી પરે, અને સહજતાથી સંઘરાએલો હોય તોજ ટકશે. અને ત્યાંજ સચવાશે જ્યાં કોઈના આગમનથી આનંદ થાય પણ દુર ગયાનું ઝાઝું દુઃખ ના રખાય. એમજ જાણે કે ઉત્સવની ઉજવણી કરવી અને શોકને લાંબો સમય પાળવો નહિ.
સુખી રહેવા સામેથી આવે તેનો સ્વીકાર કરવો, ના આવે તેની કોઈ ઝંખના રાખવી નહિ. જે પોતાનું નથી તેને પરાણે પકડી રાખવાની કુટેવ સામેથી અસંતોષ અને દુઃખને નોતરે છે.
ભૂલોને ભુલવામાં જ મઝા છે. જો આટલું કરીશું તો સંતોષ સદાય આપણો થઈને રહેશે.
બાકી આ જગતનાં મોટાભાગના તત્વો હાનીકારક સાબિત થશે તેમાં કોઈ અતિશયોક્તિ નથી. માણસ સગવડીયો છે તે જગ જાહેર છે. જો ભગવાનને પણ પોતાના સમયે જગાડે,જમાડે અને સુવડાવી દેતો હોય તો બીજાઓ માટે આમ કરે તેમાં કોઈજ નવાઈ નથી. પોતાની જરૂરીયાત મુજબ એ ચોક્કસ વર્તવાનો છે. આ વાત સુખી રહેવા દરેક વ્યક્તિએ સ્વીકારવી રહી.
કાલ સુધી તમારી જાહેરમાં પ્રશંસા કરતી વ્યક્તિ ક્યારે તમને ધક્કો મારી છેક નીચે ગબડાવી દેશે તેની ખબર પણ નહિ રહે, માટે ખોટી પ્રસંશામાં ભોળવાયા વિના પોતાને ગમતી પ્રવૃત્તિમાં મસ્ત રહેવું જરૂરી છે.

 

🍁 My Article published in “ Rashtra Darpan “
“પોતાની ઓળખ”- રેખા પટેલ(વિનોદિની)
મને મારી એ સાચી ઓળખ કોણ આપશે?
હું મને પ્રથમ જાણું પછીજ બીજા જાણશે …
“સ્વ-શક્તિ” આપણી અંદર રહેલી શક્તિઓની ઓળખ સહુ પ્રથમ આપણેજ કરવી રહી. અને તોજ તેની બહાર જગતમાં કદર થશે. દરેક માણસમાં અલગ ખાસિયત અને શક્તિઓ છુપાએલી રહે છે. જેની ઓળખ તેણે જાતેજ કરવાની હોય છે. કેટલાકની અંદર બુદ્ધિ શક્તિ પહેલેથી જ ભરી પડી હોય છે. તો કેટલાંકને એ મહેનત દ્વારા વિકસાવવી પડે છે. પરંતુ આ બધાની વચમાં જરૂરત છે પોતાને મનગમતી સર્જનાત્મક શક્તિનો વિકાસ કરવાની. આપણે જો આપણીજ શક્તિઓ વિષે શંકાશીલ રહીશું તો લઘુતાગ્રંથી ક્યારેય આપણો પીછો નહિ છોડે. અને સ્વશક્તિનો અહેસાસ કદીયે નહિ થાય.
લઘુતાગ્રંથીથી પીડાતી વ્યક્તિ અને ઘડીયારના લોલક વચમાં ખાસ કોઈ ફર્ક નથી. સમય આગળ વધતો જાય છે પરંતુ વારંવાર પોતાની લક્ષ બદલતું, સતત ચાલતું લોલક ક્યારેય ક્યાંય પહોચતું નથી. આમજ હારી થાકીને વારંવાર પોતાનું લક્ષ બદલનાર વ્યક્તિ પોતાની શક્તિ, અને સમયનો બગાડ કરે છે..
કોઈ કહે કે મને કોઈ શોખ નથી તો એ વાત નવાઈ પમાડે તેવી લાગશે. કોઈ પણ શોખ કે સર્જનાત્મક વિચારો વિના માણસનું જીવન નીરસતાથી ભરેલું લાગે છે. જેના જીવનમાં જિંદગી પ્રત્યેનો પ્રેમ ઓછો છે એવું પાસે જનારને જણાઈ આવશે. જીવનને જીવનરસથી છલોછલ ભરેલું રાખવા ઈચ્છા શક્તિનું હોવું ખાસ જરૂરી છે.
શોખ નાં હોય તો તેને વિકસાવવો એ કઈ મોટી વાત નથી. જરાક પણ મનગમતું કાર્ય હોય તેને ખુશીથી હાથમાં લો અને સમય આપો તો એનો વિકાસ થતા વાર નહિ લાગે. સહુથી સહેલા અને બિનખર્ચાળ શોખમાં કુદરતનું સાનિધ્ય, બાગકામ, વાંચન સંગીત અને તેનાથી આગળ વધીને જરૂરિયાત હોય તેને મદદ કરવાના છે. આમાં બુદ્ધિ શક્તિના ઉપયોગની જરૂર નથી પડતી અને નાં કોઈ ખર્ચ કરવાનો હોય છે.
શોખની જરૂરીઆત ત્યારે સમજાશે જ્યારે આપણી પાસે કરવા જેવું કશુજ નહિ હોય. એકલતામાં સર્જનાત્મક શક્તિ વહારે આવશે. તેમાય ખાસ જ્યારે આપણી સંસારિક જવાબદારીઓ ઓછી થશે અને શરીર પણ દોડધામમાં થાકી જશે ત્યારે પગ વાળીને બેસવાનો સમય મળે છે ત્યારે મગજ પોતાની ગતિ થી ચાલતું રહે છે. હવે જો તેને તરત રોકી દેવામાં આવે તો કાં વિચારોનો ધોધ છલકાઈ જશે અને આજુબાજુ રહેનારને ચીડિયાપણાના સ્વભાવનો અનુભવ કરાવશે અથવા તો વિચારો રૂંધાઇ જશે અને ડીપ્રેશન જેવી બીમારીમાં ઘેરાઈ જશે.
આવા સંકટોને ટાળવા માટે એકજ સહેલો રસ્તો છે. સર્જનાત્મક શક્તિનો જે આપણી અંદર છુપાઈને રહેલી હોય છે. કોઈ પણ જુના શોખને જાગૃત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેનાથી પોતાની સાથે બીજાઓને પણ ખુશી મળવી જોઈએ. આમ કરવાથી જીવનશૈલી સાથે વિચારો પણ બદલાઈ જશે.
સરોજ અને કનકને બે દીકરા હતા. તેમનો સંસાર સુખરૂપ ચાલતો હતો. ગવર્મેન્ટમાં નોકરી કરતો કનક ઉચ્ચ પોસ્ટ ઉપર હતો. બંને બાળકોની જવાબદારી સરોજ બાખૂબી નિભાવતી હતી. બાળકો અને ઘર તેનું સર્વસ્વ હતું. આ દરમિયાન તેણે બહારનાં સબંધો બહુ માપસરના રાખ્યા હતા.
સમય જતા બાળકો મોટા થઇ અલગ અલગ શહેરોમાં પોતપોતાના સંસારમાં ગુંથાઈ ગયા. કનક રીટાયર્ડ થઇ તેના જવા મિત્રો સાથે પાર્ક અને ક્લબમાં વધારાનો સમય વ્યતીત કરવા લાગ્યો. ઢળતી જતી ઉમરે શરીર વૃદ્ધ થાય પણ મનના ભાવ અન વિચારો વૃદ્ધ બની અટકતાં નથી. આ દરમિયાન સરોજ ભારે એકલતા અનુભવવા લાગી. સમય એવો આવ્યો કે જીવવાની ઈચ્છા લગભગ ઘટવા લાગી હતી. તેણે પોતાની આજુબાજુ એકલતાનું કોચલું બનાવી દીધું જેમાં પુરાઈને તે રહેવા લાગી.
આ આવા સમયે સરોજની ઓળખાણ સુમિત્રાબેન સાથે થઇ. તેના કરતા ઉંમરમાં આઠ દસ વર્ષ મોટા અને વિધવા સુમિત્રાબેન શરીર સાથે મનથી તંદુરસ્ત જણાતા હતા. હકારાત્મક વિચારોનો જાણે ધોધ હતા. તેમને સરોજને શીખવ્યું કે તારી અંદર રહેલા કોઈ પણ જુના શોખને બહાર લાવ અને તેને અનુરૂપ જીવવાનો રસ કેળવ. જેમ કનક અત્યારે મરજી મુજબ ગોલ્ફ રમે છે યોગ કરે છે અને મિત્રો સાથે રમી રમે છે અને ખુશીથી સમય પસાર કરે છે. બસ એમજ તું દિવસનો થોડો સમય તારી માટે જીવતા શીખ.
સરોજે મનને ટટોલી જોયું. અને તેને યાદ આવ્યું કે નાનપણમાં તેને અવનવી ફેશન સાથેનાં ડીઝાઈન કરેલા કપડાં પહેરવાનો ગજબનો શોખ હતો. બાને તે જાતે ડીઝાઈન કરીને આપતી અને બા તેના કહ્યા પ્રમાણે બધા કરતા અલગ કપડાં સીવી આપતા. સરોજે સહુ પહેલા બે મશીન વસાવ્યા સાથે સોસાયટીમાં રહેતી આવાજ શોખ ધરાવતી બે યુવતીઓને ટ્રેનીંગ આપવા માંડી. આમ જોતજોતામાં ઘરે રહી ફેશન ડીઝાઈનીગના ક્લાસ શરુ કરી દીધા. તેની આત્મશક્તિમાં વધારો થયો સાથે તેનું નામ પણ જાણીતું બન્યું. એક માત્ર સ્વ-શક્તિની ઓળખ તેને બીજાઓ કરતા અલગ ઓળખ અપાવી ગઈ.
એક વાતનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે કે “કોઈ પણ ઉચ્ચતમ સ્થાન ઉપર પહોચવાને આપણે કાબિલ નથી એ વાત જ્યારે પણ સમજાઈ જાય ત્યારે ખોટા દિવાસ્વપ્નો છોડી આપણી સ્થિતિ અને શક્તિ પ્રમાણેનું લક્ષ નક્કી કરી ત્યાં સુધી પણ ખુશીથી પહોચવા પ્રયત્ન કરવો જોઈએ.” જો આપણે ખુશ હોઈશું તોજ બીજાને ખુશી વહેચી શકીશું. લઘુતાગ્રંથી થી પીડાતો માણસ કોઈ બીજાને સુખ આપવા શક્તિમાન નાં હોઈ શકે. ” જીવનનો સાચો આનંદ તોજ માણી શકાય કે આપણી હાજરીથી બીજાઓ પણ ખુશી મેળવે.”
ડેલાવર (યુએસએ)

 

My Article published in Gujarat times
મિત્રતાનો છોડ” – રેખા પટેલ(વિનોદિની)
મિત્રતા,દોસ્તી ફ્રેન્ડશીપ ,અમીસ્તા આ બધાના ભાષા પ્રમાણે અલગ નામ છે. પરંતુ દુનિયાના કોઈપણ ખૂણે તેની જરૂરીયાત અને તેનું બંધન એકસરખું રહેલું છે. મિત્રતા જે દરેકના જીવનમાં અનાયાસે બંધાઈ જતો કે નશીબથી આપોઆપ આવીને મળતો સુંદર સબંધ છે. જેના વિના જીવનમાં અઘૂરપ લાગે છે. મિત્ર એટલે જીવનમાં વણાઈ ગયેલી એવી વ્યક્તિ કે જેના વિના જરાય ચાલતું નથી, સુખ દુઃખની દરેક પળોમાં તેની જરૂર પડે છે. સાચી દોસ્તીમાં એકબીજા સામે હૈયું તેની મેળે ખુલ્લું થઇ જતું હોય છે. અહી બનાવટને કોઈજ સ્થાન નથી હોતું. સાચી મિત્રતામાં સમર્પણ કરવાની ભાવના રહેલી છે. અહી સ્વાર્થ વિનાનો ભાવ, આવકાર અને સાચી સમજ જળવાઈ રહેતી હોય તો આ સબંધ બહુ લાંબે સુધી સાથ આપતો રહે છે.
મિત્રતા બાળપણને રંગીન બનાવે છે. જીવંત પર્યંત ચાલે એટલા બધા સુખદ સ્મરણો ભરી જાય છે. બાળપણની મિત્રતા અદભુત હોય છે. એ કોઈ ઉંચનીચના ભેદ વિનાની, લેવડદેવડના ભાવ વિનાની હોય છે.
યુવાનીની સાચી દોસ્તી જીવનમાં વાંકાચૂકા રસ્તાઓ ઉપર મજબુતાઈથી આગળ વધવાનું બળ અને માર્ગદર્શન પૂરું પાડે છે. અને જિંદગીની છેલ્લી ક્ષણો સુધી પડછાયાની માફક રહી સહારો આપે છે.
બસ આટલું વાંચતા લાગે છે આટલું ઘણું છે આ બધા મિત્રો હવે છેવટ સુધી સાથ આપવાના છે તો હવે તેને સાચવણી જરૂર નથી, પણ નાં એવું જરાય નથી. આ ફૂલથી પણ નાજુક, અને હીરા કરતા પણ કિંમતી નિસ્વાર્થ સબંધોને નિભાવવા સ્વાર્થી બની સમયને ચોરી લેવો પડે છે. કારણ યુવાનીમાં બધાજ પોતપોતાનો ઘર સંસાર નવેશરથી રચવા તેને ગોઠવવામાં બહુ વ્યસ્ત થઈ જાય છે અને મિત્રો સાથે અજાણતા અંતર ઉભું થતું જાય છે. પરિણામે એક અદ્રશ્ય દીવાલ સર્જાઈ જાય છે. આવું બનતા સહુથી પહેલો પ્રશ્ન આપણને મુંઝવી જાય છે કે આમ કેમ બન્યું? ભૂલ કોની હતી? નિરાંતે વિચાર કરીશું તો સમજાઈ જશે કે ભૂલ કોઈની પણ નહોતી બસ સમજ અને સમયની ખામી હતી.
આમ થતું રોકવા માટે આપણે થોડાથોડા વખતે મિત્રોને અવશ્ય યાદ કરી લેવા જોઈએ, આવા મિત્રો તો બસ તમારા એક “કેમ છે?” જેટલાજ દુર હોય છે. તમારા એક ટહુકાએ સામેથી ખીલી ઉઠશે.
આવા મિત્રોની ખરી જરૂરીયાત પચાસ વર્ષ પછીજ સમજાશે. જ્યારે સંસારની જવાદારીઓથી થાકી ચુક્યા હશે ત્યારે શરીર સાથે મન પણ જરા નિર્બળ બનતું જણાશે. આવા સમયે ઉત્સાહી મિત્રો અને તેમની મિત્રતા વહારે આવશે. તેમની સાથે મીઠી સંગત તમને થોડા સમય માટે પણ ફરી બચપણમાં પહોચાડી આવશે. થાકેલા નિરુત્સાહી મનમાં આનંદ અને શક્તિનો સંચાર થતો લાગશે એ વાત નક્કી છે. સારા મિત્રો તમને ઝડપથી વૃધ્ધાવસ્થા તરફ ધકેલાતા અટકાવશે.
આ માટે મિત્રોએ સમયાંતરે એકઠાં થવું જરૂરી છે જેને આપણે રીયુનીયન પણ કહી શકીએ. કેટલાક મિત્રો વર્ષમાં આવું કોઈ આયોજન અચૂક પણે કરી લેતા હોય છે. તે માટે દરેકના લાઈફ પાર્ટનરનો સાથ મળવો જરૂરી છે. ઘણી વાર એમ પણ બનતું સંભળાય છે કે મિત્રોને કારણે દાંપત્યજીવનમાં ભંગાણ પડ્યું. આવું ત્યારેજ થાય છે જ્યારે પતિ પત્ની વચ્ચે વિશ્વાસનો સમજદારીનો અભાવ હોય છે. આ માટે તેમને વિશ્વાસમાં લેવા ખાસ જરૂરી છે.
�હેલી, મેન્ડી, મરીના અને લીસા એ સધર્ન કેલીફોર્નીયામાં રહેતી ચાર હાઈસ્કુલના સમયની ફ્રેન્ડસ હતી. આ સમય દરમિયાન હાઈસ્કુલમાં સ્ટુડન્ટથી લઇ ટીચર્સ સુધી તેમની ફ્રેન્ડશીપની વાતો ચર્ચાતી. હંમેશા એકબીજીને હેલ્પ કરવા તેઓ તત્પર રહેતી, આ માટે ક્યારેક તો ફેમિલીની ઉપરવટ પણ જતી છતાં મીત્રોનીઓ સાથ તોડવા તૈયાર થતી નહોતી. એકબીજાની સાથે દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી રહેનારી આ ચારેય ની ફ્રેન્ડશીપમાં એકતા બહુ મજબુત હતી. તેમની વચમાં આવનારી કોઈ પણ કડવાશની તેઓ ખુલ્લા મને ચર્ચા કરી લેતા જેથી ગેરસમજ થવાઈ કોઈ શક્યતાઓ રહેતી નહોતી.
સમય જતા તેમને એકજ કોલેજમાં એડમીશન મળી ગયું. અહી પણ ચારેય એક એપાર્ટમેન્ટમાં પણ સાથેજ રહેતી હતી. સમય જતા તેમના લગ્ન પણ લગભગ નજીકના અંતરે થયા હતા. આ બધું જાણે તેમની દોસ્તી માટે કુદરતની મહેરબાની જેવું હતું. હવે તેમણે નક્કી કરવાનું હતું કે દોસ્તીને આવીજ મજબુત રાખવી છે કે પછી પોતપોતાના જીવનમાં આગળ વધતા રહી જુના સબંધોને માત્ર મીઠી યાદ બનાવી અંતરમાં સાચવી રાખવા છે.
દોસ્તીને પણ સમય જોઈએ છે, આ વાત તેઓ સમજતા હતા. આથી નક્કી કર્યા મુજબ કિડ્સ માટેની પ્લાનિંગ પણ એકજ વર્ષમાં કરી હતી. જેથી બાળકો સરખી ઉંમરના હોય તો તેમની મદદથી પોતાની અને બાળકોની ફ્રેન્ડશીપ આગળ વધારી શકે. સાથે તેમણે પોતાના લાઈફ પાર્ટનર્સને પણ એકબીજાના મિત્રો બનાવી દીધા.
લગ્નજીવનને દસકો વીતી ગયો છતાં પણ આ ચારે ફ્રેન્ડસ દર બે મહીને એકલી ભેગી થાય છે. અને આખો દિવસ પોતાની ઈચ્છા મુજબ વિતાવે છે. આ સમય દરમિયાન તેમના બાળકોને તેમના હસબંડ સાચવી લે છે. તેઓ જુના દિવસોને ફરીફરી મન ભરીને જીવી લે છે. તેમનું માનવું છે કે આમ કરવાથી તેમનો જીવન જીવવા પ્રત્યેનો ઉત્સાહ હજુ પણ પહેલાના જેવોજ જળવાઈ રહ્યો છે. વર્ષમાં બે વખત પોતપોતાના હસબંડ અને બાળકો સાથે એકઠા થાય છે. ઉપરાંત અવારનવાર બાળકોને એકબીજાના ઘરે સ્લીપઓવર માટે મોકલે છે. આ રીતે તેમની દોસ્તીને બીજી જનરેશન સુધી આગળ લંબાવે છે. આમ બાળકો દોસ્તીને કારણે તેઓ પોતાના ચાઈલ્ડ હુડને જીવંત રાખી શક્યા છે.
�પોતાના આવા અનુભવને આગળ વધારવા માટે તેમણે એક ક્લબ શરુ કરી છે. જ્યાં એકબીજાથી દૂર થયેલા મિત્રોને ફરી પાછાં તેમની લાઈફમાં લાવવા માટે તેઓ હેલ્પ કરે છે. તેમની મીટીંગ ગોઠવે છે. રી યુનિયન ગોઠવે છે. તેમના પ્રયત્નને કારણે કેટલાય ગેરસમજને કારણે દૂર થયેલા ફ્રેન્ડસ પાછા એક થયા છે.
મિત્રો વિનાનું જીવન સુકા પ્રદેશ જેવું છે. આ વાત દરેક કબુલ કરશે કે એકલતામાં કે ક્યારેક ના અગમતી સ્થિતિ સર્જાય ત્યારે કોઈ એકાદી સાચા મિત્રનો ફોન આવે ત્યારે દુર થી પણ એક સંતોષ કે આનંદની લહેરખી મનને શાંતિ આપી જશે.
ફ્રેન્ડશીપમાં ઉંમર નથી જોવાતી. બસ વિચારો અને શોખ મળવા જોઈએ. એકબીજા માટે ભાવના પવિત્ર હોવી જોઈએ. મિત્રતા માત્ર સજાતીય હોય શકે તેવું નથી હોતું. વિજાતીય મિત્રતા પણ શુદ્ધ ભાવે કરવામાં આવે તો જીવન પર્યન્તનો સાથ બની રહે છે. હા વિજાતીય મિત્રતામાં એક સીમા રેખા હોવી ખાસ જરૂરી બની રહે છે નહિ તો મિત્રતાને પ્રેમમાં પરિવર્તન થતા વાર નથી લાગતી. અને ક્યારેક વિષમ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. મિત્રતામાં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે મિત્રને કરેલી મદદ કદી પણ કહી બતાવવી નહિ. આ સાચા અર્થમાં ગુપ્ત દાન જેવી જ રહેવી જોઈએ….
બે મિત્રો કેલી અને ક્રીસ બંને સાથે એકજ ઓફિસમાં કામ કરતા હતા. બંને એકબીજાના ગુડ ફ્રેન્ડ હતા આથી તેમના ફેમીલીમાં આવતા અપ્સ એન્ડ ડાઉન્સ એકબીજાને કહેતા રહેતા. ક્રીસ તેની મેરેજ લાઈફમાં બહુ ખુશ હતો જ્યારે કેલીને છેલ્લા કેટલાક સમય થી તેના બોયફ્રેન્ડ સાથે પ્રોબ્લેમ ચાલતો હતો. છેવટે તેનો બોયફ્રેન્ડ તેને છોડી ગયો અને કેલી ડીપ્રેશન તરફ ઘકેલાઈ ગઈ. આ સમયે ક્રિસ તેને પોતાના ખર્ચે બધાથી છુપાવીને સાયકોલોજીસ્ટ પાસે લઇ જતો. હા તેણે આ વાત તેની પત્નીને કહી રાખી હતી. જેથી કરીને તેના લગ્ન જીવનમાં કોઈ મુશ્કેલીઓ આવે નથી. આ સાથે ક્યારેક સાથે તેની પત્ની સાથે કેલીના ઘરે આવી ટાઈમ સ્પેન્ડ કરતો. આમ કરતા કેલી બહુ ઝડપથી એકલતામાં થી બહાર આવી શકી હતી. સાચા મિત્રના સાથથી જીવન ફરી મહેકતું બની શક્યું હતું.
નિરાશા ભરી સ્થિતિમાં એક સાચા દોસ્તનો સાથ બહુ અસરકારક પુરવાર થાય છે. સાચો મિત્ર જાહેરમાં મિત્રનાં દોષ ગણાવતો નથી આમ કરવાને બદલે તેના દોષ તેની નબળી બાજુને ઢાંકવાનો પ્રયત્ન કરે છે. અને જેઓ આમ નથી કરતા તેઓને કદી પણ સાચા ફ્રેન્ડની કેટેગરીમાં મૂકી શકાતા નથી.
“સાચા મિત્રની મિત્રતા એટલે મનનાં માંડવાને શોભાવતી,મહેકાવતી જુહીની વેલ” �રેખા વિનોદ પટેલ (યુએસએ)

 

My article “Rashtra Darpan “
સજા બને બ્રેન યોગાની સારવાર”
આધુનિક જમાનાની દોડઘામમા સામાન્ય માનવીથી લઇ બુદ્ધિજીવી વર્ગ ભીંસાઈ રહ્યો છે. દરેકને શરીર સાથે મનની શાંતિની ખુબ જરૂર રહે છે. શરીરને સાચવવા અવનવા વિટામીન અને ખોરાકના સૂચનો આપણે જોતા વાંચતા રહીએ છીએ.
પરંતુ મનની શાંતિ માટે એકજ ઉપાય દર્શાવાય છે.” યોગ અન મેડીટેશન” જેને અપના પુરાણો માંથી દર્શાવાતો આવ્યો છે. આપણા ઋષિમુનીઓ જે ઘ્યાનને મહત્વ આપતા હતા તેને હવે આજના વૈજ્ઞાનિકો બ્રેનયોગા કહી સ્વસ્થ મન માટે સૂચન કરતા રહે છે.
નાનપણથી ઇન્ડીયામાં સ્કુલનાં દિવસો દરમિયાન પ્રાણાયામનાં ફાયદા શીખવાડવામાં આવતા હતા ત્યારે આપણે એ વાતને મજાકમાં લઇ લેતા. પરતું આજે તે વાતનું મહત્વ સમજાય છે. પ્રાણાયામ કરવા થી બુદ્ધિ શક્તિ સતેજ થાય છે વિચારોમાં સ્થિરતા આવે છે.
આપણે નાના હતા ત્યારે વડીલોને કહેતા સાંભળ્યા હતા કે” અઠવાડીયે એક ઉપવાસ જરૂર કરો , આ શરીર સાથે હૃદય શુદ્ધિ માટેનું એક આધ્યાત્મિક સાધન છે ” આત્મિક કેળવણી,માટે સવારમાં શાંતિ પાઠ જરૂરી છે તેજ રીતે શરીરની કેળવણી માટે શરીરની કસરત જરૂરી છે. આ બધાનો કુલ મળીને સરવાળો એટલે આજના “યોગા”.
આજે તે વાત વૈજ્ઞાનિક રીતે સત્ય પણ પુરવાર થઈ છે . અહી અમેરિકામાં આવતી ન્યુઝ ચેનલ CBS ઉપર હમણા આવેલા ન્યુઝ પ્રમાણે હું તમને જણાવું તો હાલ બ્રેન યોગા બહુ પ્રચલિત થયા છે જેમાં જેમાં જમણા હાથને ડાબા કાનની બુટ અને ડાબા હાથને જમણા કાનની બુટ ને પકડીને ઉભડક ઉઠબેસ કરવાની હોય છે. આ યોગા એકસરસાઈઝ રોજ 3 મિનીટ કરવાની છે .
પહેલા તો આ જોઈ હસવું આવી ગયું કે જ્યારે નાના હતા ત્યારે પ્રાથમિક શાળામાં ટીચર કોઈ પણ ખોટા કામ કે તોફાનના બદલામાં આવીજ શિક્ષા કરતા હતા જેને આપણે કાન પકડીને ઉઠબેસ કરવાની સજા કહેતા હતા. તેના ફાયદા વિસ્તાર થી સમજ્યા સાંભળ્યા ત્યારે તે શિક્ષકો યાદ આવી ગયા. તે વખતે તે માત્ર એક સજા કહેવાતી, જેને આજે એકસરસાઈઝ ગણાય છે.
આ ફીઝીકલ એકસરસાઈઝને બ્રેન યોગા નામ આપવામાં આવ્યું છે. ન્યુરો મેડિલક હોસ્પિટલ ,ઓક્યુપેશનલ થેરાપીસ્ટ , સ્કૂલમાં અને ઓટીઝમ ની સારવાર અપાતા બાળકો ઉપર સારવાર તરીકે હવે આ બ્રેન યોગાનો ઉપયોગ કરાવાય છે . તેઓનું કહેવું છે કે આના કારણે પેશન્ટની યાદ શક્તિમાં નોધપાત્ર વધારો જોવા મળે છે ,કાયમ કરતા આ યોગાને કારણે અલ્ઝાઈમર જેવી લાઈલાજ બ્રેઈનની બીમારી થી દુર રહી શકાય છે. પહેલી નજરે જે વાત જોઈ વીચારી હસવું આવે છે કે જુના વખતમાં ગણાતી સજા આજે સારવાર બનીને સામે આવી છે.
“યોગ ધર્મ,અને અંધવિશ્વાસથી ઉપર એક સરળ વિજ્ઞાન અને પ્રાયોગિક વિજ્ઞાન છે. આ અમીર ગરીબ, વૃદ્ધ- યુવાન દરેકને પરવડી શકે તેમ છે બસ આની માટે માત્ર થોડા સમયની જરૂરીયાત છે. ”
યોગથી ઘણા ફાયદા થાય છે આ વાત હવે પશ્ચિમના દેશો પણ સ્વીકારે છે જેના પરિણામે યુનો એ દર વર્ષે ૨૭ સપ્‍ટેમ્‍બરે ને આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ ‘ જાહેર કરવામાં આવ્યો છે.
આ માટે ‘ યુનો’ માં ભારત તરફથી પહેલ કરવામાં આવી હતી અને ધીરેધીરે વિશ્વના મોટાભાગના દેશોએ તેને સમર્થન આપ્‍યું હતું.જે આપણી માટે ગર્વની વાત છે. યોગ એક એવી વ્યાયામ પદ્ધતિ છે,માટે સાધનોની જરૂર પડતી નથી કે વધારાનો કોઈ ખર્ચ માથે પડતો નથી. અને થતા કાયમી ફાયદાને કારણે હવે સમાજમાં યોગને જીવનનો ભાગ બનાવનાર ની સંખ્‍યા નિયમિત રીતે વધી રહી છે. અત્યારે અમેરિકામાં ઠેરઠેર યોગા કલાસીસ ચલાવાય છે અને ઘાર્યા કરતા આવા ક્લાસીસને બહુ રીસ્પોસ મળવા લાગ્યો છે ,જે બતાવે છે કે આપણું હજારો વર્ષ જુનું આ યોગ વિજ્ઞાન ઘણું અસરકારક હતું
આજની દોડધામ ભર્યા જીવનમાં સહુને યુગમાં સવારથી સાંજ સુધી ચિંતા ટેન્શન રહેતી હોય છે પરિણામે શારીરિક અને માનસિક બિમારીઓ થઈ જાય છે. આવા સમયમાં સમય મળે જો માં થોડીક યૌગીક ક્રિયાઓ જેમકે , પ્રાણાયમ, ડીપ બ્રિધીંગ, સવાસન, હાસ્ય યોગા કે થોડા પદ્ધતિસર યોગાના સ્ટ્રેચિંગ આસન કરવામાં આવે તો શરીર સાથે મન પણ પ્રફુલ્લિત રહે છે. વધારે ખુશી થશે કે હવે અહી અમેરિકામાં પ્રાઈવેટ પ્રી-સ્કૂલ અને સ્કૂલમાં સ્પેશ્યલ યોગા ક્લાસ શરુ કરાવાય છે , જ્યાં બાળકોને નાનપણ થી સ્વસ્થ મન અને તન રાખતા શીખવવામાં આવે છે . આને કારણે આવી સ્કુલોમાં આવનાર બાળકોની સંખ્યા ઉત્તરો ઉત્તર વધતી રહે છે. હવે પ્રેગનેન્ટ વુમનને પણ યોગા સેન્ટરમાં ખાસ યોગા કરાવાય છે જેને કારણે મા અને આવનાર બાળક બંને તંદુરસ્ત રહે .
સવારમાં કરવામાં આવતું “અનુલોમ વિલોમ” જે ઘણા બધા શારીરિક અને માનસીક રોગોને કંટ્રોલમાં લાવી શકે છે “સહુથી પ્રિય હાસ્ય યોગ જે સાવ સહજ અને બાળક જેવી સરળ પ્રક્રિયા છે. આ માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછુ એક વખત દિલ ખોલીને મુક્ત મને હસવું પડે.” આમ કરવાથી દિવસભરની ચિંતા તણાવ અને દૂર થઈ જાય છે. યોગના રસ્તાઓ એટલે સસ્તામાં રોગો ઉપાય
રેખા વિનોદ પટેલ, (યુએસએ ).