RSS

Category Archives: ગુજરાતી કવિતા..રેખા પટેલ

જાતને,વાતવાતમાં ટોકવાનું રહેવા દઈએ તો સારું,
આ સારું એ ખોટું, તોલવાનું જાવા દઈએ તો સારું.
ચડતાંને પકડી લોક ઉપર ચડે, ના પડતા સાથ પડે,
પકડાપકડી છોડીને,આગળ વધવા ચડિયે તો સારું.
કાચાં ફળ ખવાય નહિ,ને પાકાં પડી રહે એ ગંધાય,
કહોવાયેલું કાપી,બાકીનું બચાવવા સહીએ તો સારું.
દરિયો અફાટ છલકાય, ને મૃગજળમાં જળ વર્તાય,
કૂવાથાળ તરસ્યાને ખોબામાં પાણી પાઈએ તો સારું.
ધર્મના નામે ધતિંગ ને, પ્રભુ સામે અન્નકૂટ વેડફાય,
ભૂખ્યા પેટનો ખાડો અન્નથી પૂરવા દઈએ તો સારું.
નક્કી થયેલી ક્ષણો મહીં આ જીવન અટકી જવાનું છે,
અટક્યાં પહેલાં સાચું જીવન જીવતાં જઈએ તો સારું.
રેખા પટેલ ‫(વિનોદિની

Advertisements
 

પરદેશમાં સુખ – રેખા પટેલ(વિનોદિની)
પરદેશમાં ભાઈ અહી તો બહુ સુખ જડતું
વરસાદની હેલી મહી ના આ નળિયું રડતું.
ટેલીફોનમાં સહુ કોઈ હલ્લો કેમ છો કહેતું
ના ઓટલા જેવું ‘આવો’ કહી રસ્તો રોકતું.
લ્યો થોડું વધારે કહી નાં પરાણે પીરસતું.
વાટકી વહેવારે, ના કોઈ માંગવા આવતું.
કાગડો બોલે, ના મહેમાનની વાટ્યું જોતું
એ મન એકલતામાં બહુ કોલાહોલ કરતુ.
માણસ ઠીક,ના પશુ પક્ષી અમથું ફરકતું
બંધ કાચની પાર બધુંજ સમથળ લાગતું.

 

દિવાળીની શુભેચ્છા સાથે પ્રાર્થના-🙏
દીપાવલીમાં દીપ સંગાથે કોઈનું ઘર અજવાળજો.
એકલતામાં અથડાતા કોઈ જીવનું દુઃખ ભગાડજો.
એક દીવો ઓછો જલે નાં પડશે ફરક દિવાળીને,
ભૂખ્યા ઘરનો ઠંડો તમે ચૂલો જરૂર જલાવજો.
ભલેને રહેતું આંગણ ખાલી રંગોળીના રંગ વિના
ભાગ્યાં તૂટ્યા મકાન માથે છત તમે સમારાવજો.
ફૂલઝડીના ઝરતા ફૂલો ના દેશે સંગત ઝાઝી
ઉઝરડા ભરેલ આંખોમાં સ્મિત જઈ લહેરાવજો.
અંગત સ્વજન,ઘર કુટુંબથી, આગળ વઘીને,
વિશ્વમાનવ બનવાનું સ્વપ્ન,સાર્થક બનાવજો.
રેખા પટેલ (વિનોદિની)

 

ભડકી એક ચિનગારી અને વન આખું સળગી ઉઠ્યું,
ગહુક્યો મોરલો મઘરાતે ને મન સુનું ખળભળી ઉઠ્યું .
જાણી કેમ શકાય, હસતાં ચહેરા પાછળની એ વ્યથા.
બે મીઠા વેણ સાંભળતાં, આંખોનું આભ છલકી ઉઠ્યું.
ચડતા સમયની સાથે ખુદ પડછાયો પણ વધઘટ કરે
પકડ જરાક ઢીલી થતાં, હથેળીમાંનું રણ દદડી ઉઠ્યું.
સુરજનું એક કીરણ પડે, ટીપું જળ હીરો થઈ તગતગે
ઘેરાયા જ્યાં પલભર વાદળ,છલ ચમકનું તતડી ઉઠયું
ઝંખાનાઓ તો બહુ મહોરે છે રોજ ખીલી વીખરાઈને,
સબંધોમાં,પરપોટાની પોકળતા જોઈ મન ઉબકી ઉઠ્યું.
રેખા પટેલ(વિનોદિની)

 

21105840_1671776159523808_3909050541365089657_nમારું નથી તે બીજા કોઈને, હું કેમ આપું?
શબ્દોમાં લખી લાગણીઓને કેમ માપું.
સહુ સાથે હસી મજાક, મીઠાં વેણ કહું
બાકી મનમંદિરમાં હું,એકજ મૂર્તિ સ્થાપું
સાંભળું ચારે કોરનું ,ને હોઠે ચુપ્પી સાધુ
એકાંતે વાગોળી સઘળું,સારું સંઘરી રાખું
જો કરે કોઈ મારી બુરાઈ, મન મોટું રાખું
તારા ઉપરનો હળવો ધા હું કેમ સાખું?
સોંપ્યું છે તનમન તેનું સર્વ સુખ સાચું
એ સ્નેહાળ છાયા તણે સર્વ સુખ સાધુ.
રેખા પટેલ વિનોદિની)

 

20663696_1647371565297601_2288765092272274336_nકદીક શબ્દોનો પણ શ્યાહીને બહુ ભાર લાગે
અતીતને પાછળ છોડી જતા બહુ વાર લાગે.

સુખ હોય કે દુઃખ મોર પીંછા ત્યજી દે જાતે
મોરને પણ કાયમી સુંદરતાનો બહુ માર લાગે.

સૂનું હોય મનનું આંગણ,જ્યારે ભરવસંતમાં,
એકાદી કોયલ ટહુકે,અને હૈયે બહુ ધાર લાગે.

આખો દિવસ તપતી ઘરની ઉભી જે દીવાલો,
અંધારે પડછાયાને પણ તેનો બહુ ખાર લાગે.

જીવે છે મીન કોક ,આ બે કોરીકટ આંખોમાં
એને પણ આશાવાદી જીવનમાં બહુ સાર લાગે

જીવનમાં ચડતી પડતી,જતી આવતી રહેવાની
કોઈ વહાલું જઈ,પાછું વળે તો બહુ પ્યાર લાગે

રેખા પટેલ( વિનોદિની)

 

દર્પણમાં મને મારોજ ચહેરો દેખાય એ કેમ ચાલે?
મારે તો હું મને શોધું અને તું જડી આવે એમ ચાલે
કદીક લાગણીઓ પડછાયા જેવી ચુપકીદી સાધે,
બાકી આપણી વચમાં એ સુગંધી ગોટાની જેમ ચાલે.
બાંઘ્યા તળાવમાં ભમરી કે ભરતી કંઈ જડતી નથી
ભરતી અને ઓટ,જેમ હૃદય દરિયો બને તેમ ચાલે
સબંધો આ સતરંજ ઉપર નખાતી કોડીઓ જેવા છે.
દરેક વખતે અલગ આવે, તોય રમત હેમખેમ ચાલે
અંતરની યાદો બધી મીટર માપમાં ક્યા મપાય છે?
એકલતા આવે ત્યારે બધી ચડે ઘોડે જેમતેમ આવે
રેખા પટેલ (વિનોદિની)