RSS

Category Archives: “અભિયાન”મેગેઝિનની કોલમ-અમેરિકાનાં ખત ખબર

go back to your country

 

ગો બેક ટુ યોર ઓન કન્ટ્રી ” ” હેટ ક્રાઈમ”…રેખા પટેલ(વિનોદિની)

 

દરેક પરદેશીઓ તેમાંય ખાસ કરીને ભારતીયો માટે ડ્રીમલેન્ડ ગણાતું અમેરિકા અત્યારે વંશીય ભેદભાવના કારણે વખોડાઈ રહ્યું છે. ” પ્રાઉડ ટુ બી અમેરિકન કહેનારા ભારતીયોને અત્યારે ” ગો બેક ટુ યોર કન્ટ્રી સાથે ખરાબ ગાળો અને અપમાન સહન કરવા પડે છે. આ વાત ભયજનક અને શરમજનક બની રહી છે. અમેરિકન સીટીઝન થયા પછી આ દેશના નાગરિક હોવાનું ગૌરવ અનુભવતા હતા તેવા ૨૫ વર્ષથી પણ વધારે વર્ષોથી રહેતા રહેવાસીઓ ને આજે જાઓ પાછા તમારા દેશમાં કહેવામાં આવે ત્યારે આ વાત દરેકને વિચારતા કરી મુકે છે..

 

જો નિષ્પક્ષ રીતે વાતને સમજવામાં આવે તો અમેરિકાનું  ન્યાયતંત્ર સામાન્ય રીતે સુવ્યવસ્થિત અને કડક વલણ અપનાવનારું છે, આ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી …..

અમેરિકાનું જમા પાસુ એ છે કે અમેરિકાને લેન્ડ ઓફ ઓપર્ચ્યુંનીટીપણ કહે છે. એનું ખાસ કારણ કે,અહી ભલેને ખાલી ખીસ્સે ભલે આવ્યા હોય પરંતુ જો તમારામાં આવડત હોય અને કામ કરવાની તાકાત હોય તો ખિસ્સાને ભરાતા વાર લાગતી નથી. અને આથી બીજા દેશોમાંથી આગળ વધવાની ઈચ્છા ઘરાવતા દરેકને આ દેશમાં આવવું હોય છે. આવા ડ્રીમલેન્ડ માં આજે ” હેટ ક્રાઈમ” નામનું ભૂત મંડરાઈ રહ્યું છે.

પ્રેસિડેન્ટ ટ્રમ્પની સરકાર બનાવવા ભારતીઓએ ગજા કરતા વધારે ઈલેકશન નું ફંડ ભેગું કરાવી આપ્યું હતું એ ઉપરાંત બનતી મદદ કરી હતી તેજ રીપબ્લીકન ગવર્મેન્ટના હાથ નીચે અમેરિકામાં રહેતા ભારતીઓ આજે ફફડી ઉઠ્યા છે તે પણ હકીકત છે.

 

જે લોકોને આશા હતી કે ટ્રમ્પ સરકારના નેજા હેઠળ રીશેસન ઘટશે, જીવન ધોરણ ઊંચું આવશે સાથે ટેક્સ તથા મેડીકલ ઈન્સ્યોરન્સમાં ઘટાડો થશે, કમાણી વધશે. એનાથી વિપરીત અત્યારે વંશીય હત્યાઓને કારણે ઇમિગ્રન્ટ પ્રજા ભયમાં રહે છે. અસામાજિક ઇસ્લામિક તત્વોને સાથ આપતા મુસ્લિમ કન્ટ્રીના લોકો સાથે ભારતીય લોકો પણ ઘઉં ભેગી કાંકરીની જેમ પીસાઈ રહ્યા છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે ચુંટણી પ્રચાર દરમિયાનની સ્પીચમાં જણાવ્યા પ્રમાણે ઈલીગલ કામ કરતા ઇસ્લામિક તત્વોને, આતંકવાદને દેશની બહાર ફેંકી દેવામાં આવશે. ઈલીગલ ઇમિગ્રનટ્સ ને બહાર કાઢવામાં આવશે. જેના કારણે અહીના નાગરિકોને કામ મળી રહેશે. જેવા વાક્યોનો અહી રેસીસ્ટ મનોવૃત્તિ ધરાવતા લોકોએ અવળો અર્થ લીધો. જેના પ્રમાણે આ કન્ટ્રી તેમનાં એકલાનો છે તેવું માનવા લાગ્યા. હકીકતમાં આ દેશમાં રહેલા બોર્ન અમેરિકન કે અહી અર્હીને થયેલા અમેરિકન સીટીઝન બધાજ ક્યાંક અને ક્યારેક ઈમિગ્રન્ટ હતા તેમ કહી શકાય છે.

 

૨૨ ફેબ્રુઆરીના મૂળ આંધ્ર પ્રદેશના ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાની કેન્સાસમાં હત્યા થઇ હતી. તેની હત્યા કરનારે ” ગો બેક યોર કન્ટ્રી કહી ગોળીબાર કર્યો હતો. હુમલો કરનાર નેવીનો રીટાયર્ડ અઘીકારી હતો. આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે ઉપર બહુ બ્લ્યુ કોલર જોબ ઘરાવતા અને એજ્યુકેટેડ લોકોના દિલ દિમાગમાં કેટલું ઘીમું ઝેર રહેલું હોય છે.  ટ્રમ્પ સરકાર તરફથી ઉચ્ચારાએલા શબ્દો “ઈલીગલ ઇમિગ્રન્ટ આર બેન્ડ ફોર ધીસ કન્ટ્રી ” ને આવા મનથી મેલા હિપોક્રેટ લોકોએ પોતાને મન ગમતો અર્થ તારવી લીધો છે. આના કારણે આવા અઘટિત બનાવો ઘટી રહ્યા છે. જોકે આની વિરુદ્ધમાં અહી રહેતા ભારતીઓ સાથે સમજુ અમેરિકન પ્રજાએ પણ તેના ઉગ્ર પ્રતિભાવ પાડ્યા. કારણ આ બધું ટેમ્પરરી આક્રોશનું પરિણામ ગણવું વધારે યોગ્ય રહેશે.

આ ઘટનાનાં બે દિવસ પછી સાઉથ કેરોલિનાનામાં રહેતા વડોદરાના ગુજરાતી યુવાન હર્નિશ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હર્નિશ પટેલ લેન્કેસ્ટર કાઉન્ટીમાં કન્વીનિયન્સ સ્ટોર હતો. રાત્રે સાડા અગિયારે સ્ટોર બંધ કરી ઘરે જતા હતા તે સમયે ઘરની પાસે પહોચતાં અજાણ્યા શખ્સ દ્વારા ગોળીબાર થયો હતો.

શુક્રવાર, 3 માર્ચે શીખ યુવક દીપ રાય ઉપર ચહેરા ઉપર માસ્ક પહેરેલા યુવાને ગોળી મારી હતી. એ ઘરની બહાર કાર રીપેર કરી રહ્યો હતો. એતો નશીબ સારું હતું કે હાથ ઉપર ગોળી વાગવાથી તે બચી ગયો.

 

આ સિવાય અન્ય ઘટનાઓમાં પણ ભારતીયો નાના મોટા અંશે હેટ ક્રાઇમનો ભોગ બન્યાના અહેવાલ છે. આ બધી આ ઘટનાનાં વિરુદ્ધમાં વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, અમેરિકામાં દરેક અમેરિકન નાગરિત્વ ઘરાવતા નાગરીકને તેમનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. કોઈએ ડરમાં રહેવાની જરૂર નથી. એક રીતે ટ્રમ્પ સરકાર બધાની તદ્દન વિરુધ્ધ છે અને આવા હુમલાખોરો ને સખત સજા મળશે કહી નિંદા કરે છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પના વિજયમાં ભારતીય કોમ્યુનિટીનો મોટો ફાળો હતો એ સહુ કોઇ જાણે છે. ટ્રમ્પ સરકારની ભારત અને ભારતીયો તરફ સોફ્ટ કોર્નર ધરાવતી હોવાની છાપ છે પણ ભારતીયો પરના હુમલા રોકવામાં તે નિષ્ફળ નીવડી રહી છે.

 

આવા થતા હુમલાઓની વિરુદ્ધમાં લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. જેમના હાથમાં વી વોન્ટ પીસ ” વી હેટ ક્રાઈમ” લખેલા બેનર્સ હતા. આવા વંશીય હુમલા દિનપ્રતિદિન વધતાં જાય છે જે જોતા લોકોના મનમાં છૂપો ડર વધવા લાગ્યો છે. અમેરિકામાં જે લોકો એક કુટુંબની માફક રહેતા હતા તેમાની વચ્ચે અચાનક આવો ભેદભાવ ક્યાંથી જન્મ્યો જે સમજાતું નથી કે પછી આ આજ દિવસ સુધી મનમાં સંઘરાઈ રહેલી ઈર્ષા કે ધૃણા હશે જે જરાક છૂટ મળતા બહાર આવવા લાગી છે. જોકે બધા આવા નથી તે વાત સાવ સાચી છે. કારણ મરનાર શ્રીનિવાસને બચાવવા જતા તેમના અમેરિકન મિત્ર ઇયાન ગ્રિલોટને પણ ઇજા થઈ હતી. આવા કેટલાય અમેરિકનો છે જે ઇમિગ્રન્ટ સાથે એકજ કુટુંબના સભ્યોની માફક સ્નેહથી રહે છે, મદદ કરે છે

છતાં આવા નાના મોટા બનાવો હમણાંથી ઠેરઠેર થવા લાગ્યા છે. હમણાં થોડાજ દિવસ પહેલા મારી એક મિત્ર ગ્રોસરી સ્ટોરમાં ગઈ હતી. બહાર આવતાની સાથે કોઈ અમેરિકન આવી તેને પૂછવા લાગ્યો ” તારી પાસે ગ્રીનકાર્ડ છે કે તું ઇલીગલ છું?” અહી ૨૫-૫૦ વર્ષથી રહેતા લોકોને જ્યારે કોઈ આમ અટકાવીને પૂછે ત્યારે નવાઈ લાગે છે.

ન્યૂ યોર્ક પોલીસ વિભાગનાં જણાવ્યા મુજબ ટ્રમ્પનાં પ્રેસિડેન્ટ બન્યા પછીના થોડાજ દિવસોમાં વંશીય હિંસામાં ૧૧૦ ટકાનો વધારો થયો છે.. ભારતીયો પર હુમલાની ત્રણ ઘટના બનતાં ત્યાં વસી રહેલા ભારતીય સમુદાયમાં ગભરાહટની લાગણી પ્રવર્તી રહી છે. ત્રણમાંથી બે ઘટનામાં તો હુમલાખોરોએ કહ્યું હતું કે, “ગો બેક ટુ યોર કન્ટ્રી ” જે સ્પસ્ટ કરે છે કે તેઓ અમેરિકામાં ઇમિગ્રન્ટને જોવા માગતા નથી. જે અહીના બંધારણની તદ્દન વિરુધ્ધમાં છે.
પહેલા ક્યારેક રેસિસ્ટની કમ્પ્લેન કરતા લોકોને હવે લાગવા માંડયું છે કે તેમની સાથે માત્ર નોકરીઓમાં ભેદભાવ થશે તેમ ના રહેતા જીવને પણ જોખમ રહેશે. જેના પરિણામે અમેરિકામાં વસી રહેલા સ્વજનોની ભારતમાં પણ ચિંતા થવા લાગે તે સ્વાભાવિક છે. અહી પહેલા આફ્રિકન અમેરિકનની બધાને બીક રહેતી હતી. એ સમય બદલાઈ ગયો છે હવે ભારતીયોને પણ વ્હાઈટ અમેરિકનોના ધોળિયા ધિક્કાર નો ભોગ બનવું પડે છે.

હમણાં સાંભળવામાં આવેલી વાત પ્રમાણે ફ્લોરીડામાં રહેતા એક ભારતીય મહિલા ડોક્ટર સાંજના સમયે પોતાના નેબરહુડમાં ચાલવા નીકળ્યા હતા. ત્યારે સુમસાન રસ્તામાં એક કારમાં ચાર પાંચ યુવાનોએ કારની વિન્ડો ખુલ્લી કરી તેમને જોરથી “ગો બેક ટુ યોર કન્ટ્રી” કહી ગમે તેવી ગાળો આપી હતી.

       આવીજ રીતે પેન્સીલવેનિયાના લેન્સ્ડેલમાં રહેતા એક આધેડ ઉંમરના બહેન પોતાના ડ્રાઈવેમાં કંઈ કરી રહ્યા હતા. તે વખતે કારમાંથી એક અમેરિકન યુવાને હાથમાં છુરી સાથે અચાનક હુમલો કર્યો અને એજ વાક્ય” ગો બેક ટુ યોર કન્ટ્રી” આતો સારું હતુ કે તે બહેન પહેલેથી એલર્ટ થઈ ગયા અને બચી ગયા. છતાં હાથમાં વાગેલી છુરીને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવા પડ્યા હતા.

આવા તો કેટલાય નાના મોટા કિસ્સા સાંભળવા મળી રહ્યા છે. હવે તો આપણી બહેન દીકરીઓને બહાર એકલી મોકલતા પણ ડર રહે છે. છતાંય કોલેજમાં ભણતાં યુવાનોમાં આવી નકારાત્મકતા જન્મી નથી. તે લોકો બહુ ઉદારવાદી અને લિબરલ રહે છે. તેમનું માનવું છે અહી રહેતા મોટાભાગના બધાજ ક્યાંક ને ક્યાંકથી ઇમિગ્રન્ટ છે. સહુએ આ દેશને પોતાનો માનીને રહેવું જોઈએ. આજની યુવાન પ્રજા આ બાબતે સમજુ લાગે છે. ઈલેકશન વખતે પણ યુવાનો અને સ્ટુડન્ટ મોટાભાગે હિલેરીની તરફેણમાં હતા. કારણ તેઓનું માનવું હતું કે ટ્રમ્પનાં આવ્યા પછી રેસીઝમ વધી જશે. જે આજે સાચું લાગી રહ્યું છે.

 

ટ્રમ્પ સરકારે આતંકવાદ સામે વિરોધ નોઘાવ્યો હતો , આતંકવાદને પોષતા દેશો ઉપર પાબંધી લગાવી હતી. જે દેશના હિતમાં હતું. પરંતુ તેના પગલે ચાલી રહેલા અણસમજુ લોકો તેનો અવળો અર્થ લઈને અમેરિકન સિવાય બીજા લોકોને તિરસ્કારથી જોવા લાગ્યા. આ બધામાં ખાસ એ પણ છે કે ભારતીય લોકો ઘરબાર છોડી પરદેશ કમાવવા આવે છે. અને મહેનત ભણતર અને આવડતથી બહુ ઝડપથી ડોલર કમાઈ લેતા હોય છે. પોતાના ઘર અને ઘંધા જમાવી લેતા હોય છે. આ ઉપરાંત આઈટીમાં ભણેલાં યુવાનો, એન્જીનીયરીંગ અને ડોક્ટરસ સારી સારી પોસ્ટ ઉપર કામ કરતા જોવા મળે છે. તેમની પ્રગતિ થી જેલસ થયલા અમેરિકાનો આ રીતે પોતાનો ગુસ્સો બહાર કાઢી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે આવા નાના મોટા બનાવો બનતા રહે છે.

 

વધારામાં યુએસ કોંગ્રેસમાં હવે અમેરિકનોને કામ મળવું જોઈએ ના પગલે ઈલીગલ લોકોને શોધી શોધી પકડી લેવાય છે. જેના પરિણામ સ્વરૂપ અહી મોટાભાગના લેબર વર્ક માટે ઓછા વેતને વધુ કામ કરવા મળી આવતા મેક્સીક્સન લોકોની ખોટ પડવા લાગી છે. જો આમ વધતું રહેશે તો અહી બિઝનેશ કરતા લોકોને કામ ઉપર રાખવા કે લેબર વર્ક માટે માણસો મળવા મુશ્કેલ થશે. મોટેભાગે લેન્ડસ્કેપીંગ, ઘરકા ક્લીનીંગ માટે, મોટેલમાં હાઉસ કીપિંગ માટે અને વ્હિન્ટરમાં સ્નો દુર કરવાનાં કામ મોટા ભાગે મેક્સિકન લોકો કરતાં હોય છે. કારણ આવા બધા મહેનતના કામ અહીના વ્હાઈટ અમેરિકન અને આફ્રિકન અમેરિકનને નથી કરવા હોતા. પરિણામે અહી કામ કરનારની ખોટ પડશે તેવું સતત લાગ્યા કરે છે. સ્ટોર્સ અને સ્ટોર્સની બહાર ગવર્મેન્ટના માણસો અચાનક આવીને કામ કરતા માણસો પાસે આઇડીની પૂછપરછ કરી રહ્યા છે. જેના કારણે હવે ઈલીગલ કામ કરતા લોકોમાં ખાસ્સો ફફડાટ જોવા મળે છે. આમ અમેરિકામાં ઈલીગલ આવેલા સેંકડો લોકોના માથે પકડાઈ જવાના ભયની તલવાર ઝળુંબી રહી છે….

આ યુનાઇટેડ સ્ટેટ્સ,ઓફ  અમેરિકા પચાસ રાજ્યોની બનેલી ફેડરલ( સંઘીય ) ગવર્મેન્ટ છે ,અહી સરકારી માળખાનું બંધારણ પ્રજાસત્તાક છે. અહીની રાજકીય પદ્ધતિ શ્રેષ્ઠ છે કારણ કે તેમાં લોકોને સંપૂર્ણ સ્વતંત્રતા અને અધિકારો અને  સામાજિક ન્યાય મળે છે.

 

અમેરિકામાં પ્રમુખશાહી લોકશાહી, વ્યવસ્થા છે તેમાં પણ પ્રમુખને આપખુદ સત્તા નથી તેમને સંસદ દ્વારા મંજૂરી અને સ્વીકૃતિ મેળવવી જરૂરી છે. અહી ડેમોક્રેટીક અને રીપબ્લીકન બે મજબુત પક્ષો છે. આ વખતની ચૂટણીમાં રીપબ્લીકન સત્તા આવી છે.


અમેરિકામાં આ બધી બદી બીજા દેશોની સરખામણીમાં ઘણા ઓછા અંશે જોવા મળે છે . અહીનું ન્યાયતંત્ર ઝડપી અને સ્પષ્ટ હોય છે. આવા દેશમાં આજે જ્યારે ક્રાઈમને આ રીતે લોક માનસમાં ફેલાતું જોઈએ ત્યારે અક્રોશ સાથે દુઃખ થાય છે.

 

આ બધાને બાદ કરવામાં આવે તો અમેરિકા સ્વતંત્રતાને નામે કોઈની લાગણીઓ ના દુભાય એવી રીતે વાણી સ્વાતંત્રતાની માનસિકતા વિચારસરણીનું ઘડતર કરે છે. આજે અમેરિકાની વાણી સ્વતંત્રા વિશે વાત કરવામાં આવે તો અમેરિકાનું એક સહુથી મોટું જમા પાસું હોય તો એ છે.ફ્રીડમ ઓફ સ્પીચ જેમાં દરેક વ્યક્તિને પોતાની વાત મુકવાનો હક છે.

 

અહી વસતી નાની હોય કે મોટી દરેક વ્યક્તિને પોતાના વિચારો રજુ કરવાનો સમાન હક છે. અહી વાણી સ્વતંત્રતા બાબતે અમીર કે ગરીબ એવો કોઇ ભેદ નથી. એક સામાન્ય માણસ પણ ઊંચા પોસ્ટ ઉપર બેઠેલા અધિકારીને પોતાની વાત અને વિચારોને બેધડક એની સમક્ષ રાખી શકે છે

અમેરિકામાં જુદા જુદા દેશના લોકો આવીને વસ્યા છે. અલગ અલગ સંસ્કુતિથી બનેલો આ દેશ અત્યારના આ કેટલાક બનાવોને બાદ કરતા વધારે કરીને ઉદારવાદી નીતિ અપનાવે છે. અહી આવેલા બધાને અપનાવી પોતાના બનાવી લેવાની કળામાં આ દેશ માહેર છે. તેથી જ બહારના દેશોમાંથી ભણેણું યુવાધન અમેરિકામાં રહેવાનું કે સ્થાઈ થવાનું પહેલું પસંદ કરે છે. અહી તમારી બુદ્ધિનું અને હોશિયારીનું પૂરેપૂરું વળતર મળે છે. આજ કારણે બીજા દેશોનું યુવાધન અહી આવીને વસી રહ્યું છે. મારા મત પ્રમાણે અહીની ગવર્મેન્ટ આ વાતને બરાબર સમજે છે એથી કરીને આ બધું થોડાજ સમયમાં સમેટાઈ જશે

છતાં આ બધું ટેમ્પરરી છે એમ સમજીને સાવચેતી પૂર્વક થોડો સમય જવા દેવામાં સમજદારી છે. આવા સમાજમાં ધિક્કાર ફેલાવતા પૂર્વાગ્રહ વાળા લોકો લાંબો સમય ટકી શકતા નથી. પરંતુ ત્યાં સુધી નિર્દોષ લોકોએ તેમની નારાજગી અને ખોફનો ભોગ બનવું પડે છે એ હકીકત છે. આ માટે સરકારે કડક પગલાં લેવા અતિ આવશ્યક છે.

રેખા પટેલ (વિનોદિની) ડેલાવર (યુએસએ)

 

 

 

 

 

 

n“પરદેશમાં એક ગમતું ઘર વસાવતાં કેટલુંક તો ગુમાવવું પડે “.

હમતો હૈ પરદેશ મેં દેશમે નિકલા હોગા ચાંદ …. રાહી માઝૂમ રઝા એ લખેલી ગઝલ જ્યારે જગજીતસિંહ નાં આવાજમાં સાંભળીયે ત્યારે દેશ આંખ સામે આવી જાય છે…પોતાનુ વતન છોડીને જયારે પણ કોઈ વ્યક્તિ પરદેશ જાય છે ત્યારે તેની દશા એવી હોય છે કે જાણે માનો હુંફાળો ખોળો છોડીને નાનું બાળક ઉબળ ખાબળ જમીન ઉપર પહેલા ડગલાં ભરે. જ્યારે તરક્કી અને ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ પુરા કરવા કોઈ દેશ છોડીને જાય ત્યારે પરદેશમાં પોતાનું કહી શકાય એવું ઘર નથી હોતું. ત્યા રહેતા સંબંઘીઓનો થોડા દિવસ સાચવે છે પણ છેવટે તો એને દેશમાંથી લાવેલી બે ચાર બેગોમાંથી સંસાર શરુ કરવાનો હોય છે. આજ સત્ય છે.
એક બાજુ નોકરીની શોઘમાં ભટકવું પડે છે અને બીજી બાજુ અહીની ભાષાને બોલવા સમજવા માટેની મુશ્કેલીઓનો સામનો કરવાનો રહે છે. પગભર થવા માટે અજાણ્યા દેશમા થતો આ સંઘર્ષ આવનારની સહનશીલતાની પરીક્ષા લેતો હોય છે. અધુરામાં પુરું દરેક જગ્યાએ રંગભેદનું પ્રમાણ ઓછા વાધતા અંશે જોવા મળે છે. ખાસ ક્વોલિફિકેશન નાં હોય તો સારી જોબ મેળવવામાં ભારે મુશ્કેલી પડે છે. તેમાય મોટાભાગે શરુઆતની એકસપીરીઅન્સ વિનાની અનસ્કિલ્ડ એવી લેબર જોબ મળતી હોય છે. જે સામાન્ય માણસ માટે પરીક્ષાથી જરાય ઉતરતી નથી હોતી. નોકરીના સ્થળે પોતાની સારી છાપ બનાવવા માટે તેઓ જરૂર કરતા પણ વઘુ કામ કરતા હોય છે.
જે આવા કપરા સમયમાં રસ્તો શોધી લે તે સહેલાઇથી આગળ વધી શકે છે. અને જે આટલામાં હાર માની લે તો તેની પ્રગતિ સહેલી નથી હોતી. એક ઘટના હમણાં સાંભળવામાં આવી. રવિ અને મયુરીના લગ્નને પાંચ વર્ષ થયા હતા અને તેમને ફાઈલ ઉપર બે વર્ષના દીકરા સાથે અમેરિકા આવવાનું થયું. શરૂઆતમાં છ મહિના તેઓ રવિની બહેન સાથે રહ્યા. છેવટે તેમને પોતાનો અલગ સંસાર વસાવવાનો હતો. આથી જોબ મળતા તેઓ અલગ રહેવા ગયા. ઘર ચલાવવા બંનેને કામ કરવું પણ જરૂરી હતું. રવિ સવારની શિફ્ટમાં કામ ઉપર જતો અને મયુરી સાંજની શિફ્ટમાં કામ કરતી જેથી તેમના દીકરાનું ઘ્યાન રાખી શકાય. દેશમાં તેમની વચ્ચે બહુ પ્રેમ હતો જે અહીની બીઝી લાઈફમાં ક્યાંય ગુમ થઈ ગયો હતો.
   બંને આઠ દસ કલાકની જોબ કરી થાકીને લોથપોથ થઈ જતા. તેમાય આ દિવસો દરમિયાન તેમની પાસે કાર ના હોવાથી ઘર સુધી પહોચવામાં ખાસ્સો ટાઈમ નીકળી જતો. જ્યારે એકજ ઘરમાં રહેતા પતિપત્ની વચ્ચે લાગણીઓનું અને શબ્દોનું આદાનપ્રદાન ઘટતું જાય છે ત્યારે તેમની વચ્ચે એક અભેદ્ય દીવાલ ચણાતા વાર નથી લાગતી. રવિને થતું મયુરી હવે તેની અને તેના દીકરાની કાળજી નથી રાખતી. ઘર પ્રત્યે જવાબદારી નિભાવતી નથી. કારણ રવિ ઇન્ડીયામાં હતો ત્યારે તે જોબ ઉપરથી ઘરે આવે ત્યારે મયુરી તૈયાર થઈને હસતા ચહેરે તેનું સ્વાગત કરતી. અને હવે આવીને તરત મયુરી કામ સમજાવી જોબ ઉપર જવા નીકળી જતી. સામા પક્ષે મયુરીને પણ આવીજ કંઈક કમ્પ્લેન રહેતી કે રવિ તેની આ બધી સમસ્યાને સમજીને તેના કામના બોજાને ઓછો કરવાનો ટ્રાય કરતો નથી ,તેની કેર કરતો નથી.
છેવટે બંને એકમેકની મજબુરી અને સ્થિતિને સમજી શક્યાં નહિ અને અલગ થઈ ગયા. જ્યારે આ વાત સાંભળવા મળી ત્યારે બહુ નવાઈ લાગી. કારણ ચાર વર્ષ પહેલા રવિની બહેનના ઘરે તેમને મળવાનું થયું હતું ત્યારે બંનેનો એકબીજાનો પ્રેમ સ્પષ્ટ દેખાતો હતો. મયુરીને પરદેશમાં પોતાનું ઘર વસાવવાની બહુ હોંશ હતી, જે એની વાતો ઉપર થી કળાતું હતું.
એણે તો કર્ટન અને સોફાનાં કલર પણ નક્કી કરી રાખ્યા હતા. આમ પણ દેશ હોય કે પરદેશ સ્ત્રીનું મનગમતું કામ ઘર સજાવવાનું હોય છે. આટલી ઉત્સાહી મયુરીને અને પ્રેમાળ રવિની વચમાં એવું તો શું થયું હશે કે એ શરુઆતની હાડમારી તેમના પ્રેમને ઓગાળી ગઈ?  કે પછી તેમની વચ્ચે સમજશક્તિ અને સહનશીલતા નો અભાવ હશે?
કારણ ગમેતે હોય પણ પરદેશની જાહોજલાલી પામવા સમયની સાથે ઘણી ઈચ્છાઓને મારવી પડે છે. હા એક વાત સાચી છે કે અહી જેને કામ કરવું હોય તેની માટે સમૃદ્ધિના ઘણા રસ્તાઓ ખુલ્લા રહે છે. છતાંય અહી દરેક કામ જાતે કરવાના હોય છે આથી ઘરનું અને બહારનું બેવડા કામનું ભારણ રહે છે. તેમાય નોકરી કરતી સ્ત્રીઓને ઇન્ડીયા કરતા અહી વધુ તકલીફ રહેતી હોય છે. કારણ દેશમાં બહાર કામ કરતી સ્ત્રીઓ ઘરકામ કરવા નોકર રાખી શકે છે.  જ્યારે અહી આ શક્ય નથી હોતું. કારણ ઘરે કામ કરવા આવતી ક્લીનીંગ લેડીને આપણને મળતા સામાન્ય પગાર કરતા વધુ આપવો પડતો હોય છે. જે દરેકને આ પોસાતો નથી. આવી સ્થિતિમાં પતિપત્ની એ સાથે મળીને એકબીજાની ભાવના અને કામ ને સમજવા જરૂરી બની જાય છે.  ઉપરાંત અહી  સ્ત્રી પુરુષને ઘરના કામ લગભગ એક સરખા કરવાના રહે છે.
અમેરિકન લોકો કે તેમના જેવી વિચારસરણી ઘરાવતી આપણી શિક્ષિત જનરેશનનાં લોકોને આ વાતથી ખાસ ઝાઝો ફર્ક નથી પડતો. બાળકોને સાચવવા, શાવર થી લઇ ડાયપર બદલવા સુધીનું કામ બંને હળીમળી ને કરતા હોય છે એનાથી આગળ વધીને ઘરકામ માં પણ જો લેડી ડીનર બનાવે તો મેન ડીશીસ કરે અને ક્લીનઅપ કરે. અને સામા પક્ષે મેન ફૂડ બનાવે તો લેડી હેલ્પ કરે. આ વાતને કબૂલ કરતા તેઓ શરમાતા પણ નથી. તેમના મતે આજ પ્રેમ છે. આજની જનરેશનની એકમેક પ્રત્યેની લાગણી અને સૂઝ આપણે પણ શીખવા જેવી ખરી.
રેખા વિનોદ પટેલ (યુએસએ)
 

IMG_2924“ટેકનોલોજી સાથેની હોડ ”

 હંમેશા સાયન્સની પ્રગતિના કારણે  વિસ્તરતી જતી  ટેકનોલોજીની સીમાઓ માનવજાતને અવનવું આપતી જાય છે.એના કારણે આપણું  જીવન ઘણું સરળ બની ગયું છે. આ વાત સાવ સાચી છે. પરંતુ જેમ સિક્કા ની હંમેશા બે બાજુ હોય છે. તેમ આ ખુબીઓ ઘરાવતી સાઈડની બીજી બાજુ પણ નજર અંદાજ ના કરાવી જોઈએ. આ ટેકનોલોજીને કારણે આપણે આપણી કુદરતી ખૂબીઓને ગુમાવતા થયા છીએ એ વાતને પણ ઘ્યાનમાં રાખવી જરૂરી છે.

પહેલા જે આંકડા, ફોન નંબરને આપણે મગજની મેમરીમાં રાખી શકતા હતા એ બધા હવે ફોનનાં કોન્ટેક્ટ લીસ્ટમાં સેવ કરાતા હોવાને કારણે એ બધું યાદ રાખવાની ખાસ જરૂર હોતી નથી. માટે હવે એ યાદ રાખવા પણ બહુ મુશ્કેલ લાગે છે. હવે એવી દશા આવી છે કે ક્યારેક ખુદ પોતાને પોતાનો ફોન નંબર પણ યાદ રહેતો નથી. નવા સંશોધનને કારણે જાણવા મળેલી એક માહિતીના આઘારે સેલફોનના વધારે પડતા વપરાશને કારણે નાના બાળકો ઉપર તેની અવળી અસર પડી રહી છે. ફોનમાંથી નીકળતા રેડિયો ફિકવન્સી રેડીએશન ને કારણે કેન્સર, બ્રેઈન ટ્યુમર જેવા રોગ થવાનું પ્રમાણ વધી રહ્યું છે.
 વધારે પડતા સ્માર્ટ ફોનના ઉપયોગને કારણે સતત નેકની પોઝીશન વળેલી રહે છે. લાંબો સમય નેકથી વળેલા રહેવાને કારણે બોડી પોશ્ચર બદલાઈ જાય છે. નાની ઉંમર થી શરીર વળેલું દેખાય છે. બેક પેઈન અને નેક પેઈનનો કાયમી દુખાવો થઈ જાય છે. વળી એલ્બોમાં અને આંગળીઓમાં દુઃખાવો, સાથે આર્થરાઇટિસનું પ્રમાણ વધે છે.
હમણાં એક ન્યુઝ સાંભળવામાં આવ્યા તે પ્રમાણે પાંચ વર્ષના એક બાળકને સ્પાઈન સર્જરી કરવામાં આવી . તેનું કારણ હતું તેના પેરન્ટસ જોબ કરતા હતા. બાળકનું દેખરેખ રાખી શકાય એ માટે તેની મોમ સવારે જોબ ઉપર જતી અને ડેડી ઇવનીન્ગમાં જતા.  વહેલી સવારે ઘરે આવીને તેના ડેડી સુઈ જતા. આ દરમિયાન એ બાળક તેને અપાવેલું આઈ પેડ કે કમ્યુટરમાં અડઘો દિવસ ગેઈમ રમ્યા કરતો જેના કારણે તેના સ્પાઈનના શેઈપમાં ખાસ્સો એવો ફેરફાર થઈ ગયો હતો. તેની એ પોઝીશન ફિક્સ કરવા માટે સર્જરી કરવી જરૂરી થઈ હતી. બની શકે તો બાળકોને સેલ ફોન કે વિડીયો ગેમ્સ થી દૂર રાખવા જોઈએ.
આ માત્ર બાળકોની જ વાત નથી આપણે પણ ટેકનોલોજીની શોધખોળને કારણે દિવસેને દિવસે આળસુ થઇ રહ્યા છીએ. સામાન્ય રીતે પહેલા બજારમાં જઈને કરવા પડતા નાનામોટા કામ આપણે ચાલીને પતાવી આવતા. એ બધા કામ માટે હવે વાહનોનો ઉપયોગ વધી ગયો છે. ચાલવાનું લગભગ બંધ થઇ ગયું છે.  પહેલાના સમયમાં કાગળ લખીને મોકલતો. તેને લાવવા લખવામાં અને ટિકિટ લગાવી મેલ બોક્સમાં નાખાવા સુધીની પ્રક્રિયામાં આશરે ૨૦૦ કેલરી વપરાઈ જતી જે હવે ઘરે બેઠા કમ્પ્યુટર કે ફોન દ્વારા કોઈ કેલરીના વપરાશ વિના મોકલી દેવાય છે.
જે કામ કરવા પહેલા બહાર બજારમાં જવું પડતું એ બધું હવે કોમ્પ્યુટર ઉપર એકજ ક્લિક કરતાં થઈ જાય છે. અમેરિકામાં મોટા શહેરોમાં ૨૪ કલાક ખુલ્લા ગ્રોસરી સ્ટોર્સ હોય છે જ્યાં ફેક્સ કે મેસેજ દ્વારા ગ્રોસરીનું લિસ્ટ મોકલાવી દેવાય છે અને ચોક્કસ સમયમાં બધી વસ્તુ ડોર ઉપર હાજર જોવા મળે છે, એ માટે દોડાદોડી કરવી પડતી નથી. આજ રીતે હવે લંચ અને ડીનર પણ પેકેજમાં ડોર ઉપર એકજ ફોન થી ડીલીવર થઇ જાય છે. એક રીતે સમયનો બચાવ થાય છે એ વાત સાચી છે પરંતુ શું આમ કરવામાં એ આપણા શરીરની એકસરસાઈઝ ને ઘટાડતું નથી?  વિચારવા જેવી વાત છે. આ બચેલા સમયમાં આપણે રૂપિયા આપીને જીમમાં એનર્જી બાળવા જઈયે છીએ પરંતુ કામ કરવામાં આળસ રાખી તેજ કેલરીનો સંગ્રહ કરીએ છીએ.
આવીજ અત્યારના ઓન લાઈન શોપિંગની વાત છે. જે મઝા મોલ કે સ્ટોર્સમાં જઈને વિન્ડો શોપિંગ કરવામાં આવે છે તે મઝા ઓન લાઈન શોપીંગમાં નથી આવતી. છતાં પણ આજની જનરેશન સાથે કદમ મિલાવવા આપણે પણ ઓનલાઈન શોપિંગ કરતાં થઇ ગયા છીએ. કેટલીક વખત અહી છેતરાઈ જવાનો ભય વધારે રહેતો હોય છે માત્ર જોવાથી વસ્તુની ક્વોલીટી પારખી શકાતી નથી. છતાં પણ આ પ્રકારનું લેવડ દેવડ ઘણું વધી ગયું છે.
મોબાઇલ માં અત્યારે જુદાજુદા કામ માટેની કેટલીય એપ્લીકેશન મળી જશે .આજે તો પતિ પત્ની કે બાળકોના જન્મદિવસને પણ ફોનના કેલેન્ડરમાં એલાર્મ મુકાઈ યાદ રખાય છે. મોબાઇલ માં અત્યારે અવનવી કેટલીય એપ્લીકેશન મળી જાય છે જેના કારણે ઓછા ખર્ચે અને સમયના બગાડ વિના કામ પુરા થઈ શકે છે. હા! આનો ઉપયોગ જરુરીઆત પ્રમાણે કરવામાં આવે તો ચોક્કસ ટેકનોલોજી જીવનને સરળ બનાવે છે.
રેખા વિનોદ પટેલ (યુએસએ)
 

mમૃત્યુ સુધી ખેંચી જતી ફોટોગ્રાફીની ઘેલછા

જીવંત દ્રશ્યોને કચકડામાં કેદ કરી લેવાની અદ્ભુત ટેકનોલોજી જ્યારથી પણ શોધમાં આવી છે ત્યાર થી જુના સંસ્મરણોનું આયુષ્ય લંબાયું છે. જે પહેલાની મીઠી કે કડવી  યાદો માત્ર વિચારોમાં કે વાર્તાઓમાં કે પેઈન્ટીંગમાં સચવાઈને રહી જતી તે પહેલા ફોટા સ્વરૂપે અને હવે વિડીયો સ્વરૂપે જીવંત બની રહી છે.
હવે તો લાઈફમાં પળેપળ બનતી ઘટનાઓને પણ હજારો માઈલ દૂર જાણીતા અજાણતા લોકો સુધી પળવારમાં મોકલી આપાય છે. આ બધું ખાસ કરીને ઈન્ટરનેટની મદદથી અને શોશ્યલ મીડિયા જેમકે ચેટીંગ, ફેસબુક,  ટવીટર, ઈન્સ્ટર્ગ્રામ, અને વોટ્સઅપ દ્વારા હવાની ઝડપે ફેલાઈ જાય છે. આ બધી સુવિધાઓને કારણે હરવા ફરવાના શોખીન લોકો પોતાની એક્ટીવીટી અને શોખને ફોટોગ્રાફી કે વિડીયો કલીપ દ્વારા વહેતી કરે છે. આ બધા માટે કુલ દેખાવવા તેઓ પોતાની જાતને ક્યારેક જોખમમાં મૂકી દેતા હોય છે.

૩૫ વર્ષની કોલેન બર્ન્સ ફ્લોરીડાના ઓરલાન્ડોમાં રહેતી હતી. એ કોમ્યુનીટી મેનેજર હતી. સમર વેકેશનમાં એ  ફેમીલી સાથે એરીઝોનાના ફેમસ ગ્રાન્ડ કેનીયનનાં નેશનલ પાર્કમાં આવી હતી. વહેલી સવારે અહી સનરાઈઝ બહુજ બ્યુટીફૂલ દેખાય છે. દૂર કેનીયનની માઉન્ટેન રેન્જમાંથી બહાર આવતો સૂર્ય અદ્ભુત લાગે છે. આથી અહી સનરાઈઝ જોવા વહેલી સવારે લોકો આવીને બેસી જતા હોય છે.  કોલેન પણ તેના ફેમીલી સાથે  વહેલી સવારે ટ્રેલ ઉપર હાઈકિંગ અને ફોટોગ્રાફી માટે આવી હતી. કોલેનને નેચર ફોટોગ્રાફીનો પણ ગાંડો શોખ હતો. છેક કેનીયનની ઘાર ઉપર બેસીને તેણે લાઈફનો એક લાસ્ટ ફોટો પડાવ્યો . પછી એકસીડન્ટલી તે ઊંડી વેલીમાં ગબડી પડી અને ૪૦૦ ફૂટ નીચે તેનું ડેડ બોડી મળ્યું. થોથી અંદર બેસીને પણ તે આજ ફોટો પડાવી શકી હોત. પરતું છેક ધાર ઉપર બેઠેલો ફોટો વધારે અદભુત દેખાય એ માટે તે રીમ ઉપર બેઠી હતી. એક ફોટા માટેની ઈચ્છાએ તેનું જીવન છીનવી લીધું.અને એ ફોટો તેની કડવી યાદ બનીને રહી ગયો.

આના બે વિક પહેલા કેલીફોર્નીયાનો ૨૩ વર્ષનો યંગ મેન જેમેસન કેનીયનની સાઉથ રીમ ઉપર છેક ધારે જઈ ફોટો પાડતા અંદર ગબડી પડ્યો હતો. આવા તો કેટલાય કેશ આ કેનિયનમાં નોંધાયા છે. થોડા સમય પહેલા પેરેન્ટસ આવીજ રીતે ફોટોગ્રાફીમાં બીઝી હતા અને તેમનો પાંચ વર્ષનો સન એકલો પડતા દૂર નીકળી ગયો ત્યાંથી પગ લપસી જતા મૃત્યુ પામ્યો હતો.

અમેરિકામાં દરિયામાં શાર્ક બાઈટના કારણે ઘણા લોકોના મોત થાય છે. પરંતુ લાસ્ટ યર સેલ્ફી લેવાના શોખમાં પણ મૃત્યુ પામ્યાનો આંકડો આગળ વધી ગયો હતો. ફોટોગ્રાફ લેવાના ક્રેઝને કારણે હાઈટ ઉપર થી પડી જવાના , અને એકસીડન્ટ થયાના કેશ વધારે થયા હોવાનું ન્યુઝમાં આવ્યું હતું. વધારે કરીને સેલ્ફી થી આ બધા કેશ નોંધાય છે.થોડો સમય પહેલા ૧૭ વર્ષની એક ટીનેજર ટ્રેકિંગ કરતા ઈન્સ્ટર્ગ્રામ ઉપર લાઈવ વિડીયો લઈને મુકવાનો પ્રયત્ન કરવામાં પડી જતા ઊંચાઈ ઉપરથી પડી જતા ધટના સ્થળે મૃત્યુ પામી હતી.

 આજકાલ બહુ ચર્ચિત સેલ્ફી અને સેલ્ફી સ્ટીકની વાતો પણ નાઈ પમાડે છે. ફોટા પડાવવાના ગાંડપણમાં આવા લોકો જીવને જોખમમાં મુકતા અચકાતા નથી. લોકોનો સેલ્ફી માટેની દિનપ્રતિદિન વઘતો જતો ક્રેઝ જોઈ કેટલીક જગ્યાએ નો સેલ્ફીઝોન જેવા બોર્ડ મુકવામાં આવ્યા છે. અને સેલ્ફી સ્ટીકથી થતી ફાઈટને કારણે તેના ઉપર બેન્ડ મુકવામાં આવે છે. અમેરિકામાં આવા સ્થળો ઉપર હાથમાં સેલ્ફી સ્ટીક જોવા મળે તો ત્યાં હાજર પોલીસ કે ગાર્ડ હાથ માંથી સ્ટીક લઈને પોતાની પાસ જમા કરાવી દે છે. ક્યારેલ ટીનેજર અને યુવાનોનોમાં લેવાતા સેમી ન્યુડ જેવા ફોટા કે વિડીયો દ્વારા તેમને થતા નુકશાન સહન નાં કરી શકતા આગળ જતા ડીપ્રેશન તરફ ઘકેલાય છે.
અહી થોડા સમય પહેલા એક ટીનેજર ગર્લે  આ રીતે તેનો એક વિડીયો અપલોડ કરીને તેના બોયફ્રેન્ડને મોકલ્યો હતો. સમય જતા તેમનું બ્રેકઅપ થયું. ત્યારબાદ પેલા છોકરાએ એ વિડીયો પબ્લિકમાં મૂકી દીધો. આ વાત એ ગર્લને બહુ અપમાનજનક લાગી પરિણામે એણે સુસાઈટ કરી લીધું.
જ્યારે આવું બધું સાંભળીયે છીએ ત્યારે થાય છે કે ટેકનોલોજીનો દુરુપયોગ કેટલી હદે જોખમી પુરવાર થાય છે. ફોટોગ્રાફીને કારણે લેવાતા ફોટા અને સ્નેપચેટ સ્ટોરીથી લોકો પોતાની મેમરી શેર કરે છે. સાથે પોતે ક્યા છે અને કેવી હાલતમાં છે તે પણ દુનિયા સમક્ષ જાહેર કરી દેતા હોય છે. પહેલાના વખતમાં જે દ્રશ્યોને અંતરના ભંડારીયામાં ભરીને બીજાઓ સુધી શબ્દોમાં વર્ણવાનું રહેતું તે હવે ફોટામાં ભરીને મોકલી દેવાય છે. આના કારણે વાતો અને અનુભવનું આદાનપ્રદાન પણ ઓછું થતું ગયું છે. ફોટામાં ક્લિક કરીને  યાદોને સાચવી રાખવી કઈ ખોટું નથી. પરંતુ તેમાં ઘેલછા ભારે છે ત્યારે એ માત્ર શોખ ના રહેતા કુટેવ બની જાય છે. અને આવી કુટેવો જીવને જોખમ વહોરે છે
રેખા વિનોદ પટેલ (યુએસએ)
 

13903215_1257137910987637_6670288051110547997_nમિત્રતા,દોસ્તી ફ્રેન્ડશીપ ,અમીસ્તા આમ ભાષા પ્રમાણે અલગ નામ છે પરતું દુનિયાના કોઈ પણ ખૂણે તેની જરૂરીઆત અને તેનું બંધન એકસરખું છે. આ દરેકના જીવનમાં અનાયાસે બંધાઈ જતો સુંદર સબંધ છે. જેના વિના જીવનમાં અઘૂરપ લાગે છે. સાચી ફ્રેન્ડશીપમાં એકબીજા સામે હૈયું આપોઆપ ખુલ્લું થઇ જતું હોય છે. સુખ દુઃખની દરેક પળોમાં મિત્રની જરૂર રહેતી હોય છે. સાચી ફ્રેન્ડશીપમાં સમર્પણ કરવાની ભાવના રહેલી છે. જ્યાં કોઈ સ્વાર્થ વિનાનો ભાવ અને આવકાર છે, સાચી સમજ છે.

હેલી, મેન્ડી, મરીના અને લીસા એ સધર્ન કેલીફોર્નીયામાં રહેતી ચાર હાઈસ્કુલના સમયની ફ્રેન્ડસ હતી. સ્ટુડન્ટથી લઇ ટીચર્સ સુધી તેમની ફ્રેન્ડશીપની વાતો ચર્ચાતી. હંમેશા એકબીજીને હેલ્પ કરવા તત્પર રહેતી, ક્યારેક તો આ માટે ફેમિલીની ઉપરવટ પણ જતી.
એક વજન ઉતારે તો બાકીની તેના ડાયેટમાં હેલ્પ કરે. પોતપોતાની ફૂડ હેબીટ ઉપટ કંટ્રોલ કરે જેથી ડાયેટ કરનારી ફ્રેન્ડ તેનો ગોલ પૂરો કરી શકે.  મરીના સ્પેનીશ ગર્લ હતી, જે બીજી ફ્રેન્ડની કમ્પેરમાં જાડી કહી શકાય તેવી હતી. તેના ડાયેટ પ્લાનને આગળ વધારાવા તેની સામે બીજી ત્રણ ફ્રેન્ડ પણ તેની સાથે તેવું જ ફૂડ ખાતી.. અને સાથે ફીટનેશ જીમ જોઈન્ટ કરી ત્યાં પણ રેગ્યુલર સાથે જતી. છેવટે ફ્રેન્ડના સાથ અને મોટીવેશન ને કારણે મરીના તેની મિત્રો જેવી બની શકી હતી. એકબીજાની સાથે દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી રહેનારી આ ચારેવ ની ફ્રેન્ડશીપ આખીય હાઈસ્કુલમાં ફેમસ હતી. તેમની એકતા પણ બહુ મજબુત હતી.
ત્રણ ફ્રેન્ડને બોયફ્રેન્ડ હતા. લીસાને તેને લાયક કોઈ મળ્યો નહોતો આથી તે હાઈસ્કુલના છેલ્લા વર્ષમાં અલોન ફિલ કરતી હતી. આથી હેલી, મેન્ડી અને મરીના તેને કંપની આપવા વારા કાઢયા હતા. જેથી તેને એકલતા નાં લાગે. આવું અહી ભાગ્યેજ જોવા મળે કે બોયફ્રેન્ડ સાથે જવાને બદલે ગર્લફ્રેન્ડને કંપની આપે. છેવટે એકજ કોલેજમાં એડમીશન લઇ અને એપાર્ટમેન્ટમાં પણ સાથેજ રહેતી હતી. સમય જતા તેમના લગ્ન પણ લગભગ નજીકના અંતરે થયા હતા. નક્કી કર્યા મુજબ કિડ્સ માટેની પ્લાનિંગ પણ એકજ વર્ષમાં કરી હતી. જેથી બાળકો સરખી એઈજ ના હોય અને તેમની ફ્રેન્ડશીપ આગળ વધારે.
      હવે આ ચારે ફ્રેન્ડસ દર બે મહીને એકલી ભેગી થાય છે. અને આખો દિવસ પોતાની ઈચ્છા મુજબ વિતાવે છે. તેમના બાળકોને તેમના હસબંડ સાચવતા. તેઓ જુના દિવસોને ફરીફરી મન ભરીને જીવી લે છે. તેમનું માનવું છે કે આ રીતે કરવાથી તેમનો જીવન જીવવા પ્રત્યેનો ઉત્સાહ હજુ પણ પહેલાના જેવોજ જળવાઈ રહ્યો છે. વર્ષમાં બે વખત પોતપોતાના હસબંડ અને બાળકો સાથે એકઠા થાય છે. ઉપરાંત અવારનવાર બાળકોને એકબીજાના ઘરે સ્લીપઓવર માટે મોકલે છે. આ રીતે તેમની દોસ્તીને બીજી જનરેશન સુધી આગળ લંબાવે છે. આજે બાળકો ટીનેજર થયા છે. છતાં પણ તેમની દોસ્તીને કારણે તેઓ પોતાના ચાઈલ્ડ હુડને જીવંત રાખી શક્યા છે.
પોતાના આવા અનુભવને આગળ વધારવા માટે તેમણે એક ક્લબ શરુ કરી છે. જ્યાં એકબીજાથી દૂર થયેલા મિત્રોને ફરી પાછાં તેમની લાઈફમાં લાવવા માટે તેઓ હેલ્પ કરે છે અને તેમની માટે રી યુનિયન ગોઠવે છે. તેમના આ પ્રયત્નને કારણે કેટલાય ગેરસમજને કારણે દૂર થયેલા ફ્રેન્ડસ પાછા એક થયા.

 ફ્રેન્ડશીપમાં ઉંમર નથી જોવાતી. બસ વિચારો અને શોખ મળવા જોઈએ. એકબીજા માટે ભાવના પવિત્ર હોવી જોઈએ. મિત્રતા માત્ર સજાતીય હોય શકે તેવું નથી હોતું. વિજાતીય મિત્રતા પણ શુદ્ધ ભાવે કરવામાં આવે તો જીવન પર્યન્તનો સાથ બની રહે છે. હા વિજાતીય મિત્રતામાં એક સીમા રેખા હોવી ખાસ જરૂરી બની રહે છે નહિ તો મિત્રતાને પ્રેમમાં પરિવર્તન થતા વાર નથી લાગતી. મિત્રતામાં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે મિત્રને કરેલી મદદ કદી પણ કહી બતાવવી નહિ. આ હેલ્પ તો સાચા અર્થમાં ગુપ્ત દાન જેવી રહેવી જોઈએ….

બે મિત્રો કેલી અને ક્રીસ બંને સાથે એકજ ઓફિસમાં કામ કરતા હતા. બંને એકબીજાના ગુડ ફ્રેન્ડ હતા આથી તેમના ફેમીલીમાં આવતા અપ્સ એન્ડ ડાઉન્સ શેર કરતા. ક્રીસ તેની મેરેજ લાઈફમાં બહુ હેપ્પી હતો જ્યારે કેલીને છેલ્લા કેટલાક સમય થી તેના બોયફ્રેન્ડ સાથે પ્રોબ્લેમ ચાલતો હતો. છેવટે તેનો બોયફ્રેન્ડ તેને છોડી ગયો અને કેલી  ડીપ્રેશન તરફ ઘકેલાઈ ગઈ. આ સમયે ક્રિસ તેને પોતાના ખર્ચે બધાથી છુપાવીને સાયકોલોજીસ્ટ પાસે લઇ જતો. સાથે વારેવારે તેની પત્ની સાથે કેલીના ઘરે આવી ટાઈમ સ્પેન્ડ કરતો. આમ કરતા કેલી બહુ ઝડપથી એકલતામાં થી બહાર આવી ગઈ.

નિરાશા ભરી સ્થિતિમાં એક સાચા દોસ્તનો સાથ બહુ અસરકારક પુરવાર થાય છે. સાચો મિત્ર જાહેરમાં મિત્રનાં દોષ ગણાવતો નથી આમ કરવાને બદલે તેના દોષ તેની નબળી બાજુને ઢાંકવાનો પ્રયત્ન કરે છે. અને જેઓ આમ નથી કરતા તેઓને કદી પણ સાચા ફ્રેન્ડની કેટેગરીમાં મૂકી શકાતા નથી. તેઓ ક્યારે તમને છોડી દે કંઈ નક્કી કરી શકાય નહિ. ફ્રેન્ડશીપની પ્રથમ જરૂરીઆત છે વિશ્વાસ અને દુઃખમાં સાચો સાથ.
રેખા વિનોદ પટેલ (યુએસએ)

 

IMG_1565કાયમ ઘર અને બાળકોમાં વ્યસ્ત રહેતી સ્ત્રીઓ માટે દેશ હોય કે પરદેશ પણ નાની મોટી કિટી પાર્ટીઓ કે ગેટ ટુ ગેધર ક્યારેક જરૂરી બની જાય છે. અહી ભેગા થતાં ભુલાઈ ગયેલી ઓટલા પરિષદ શરુ થઇ જાય છે. એક રીતે આમ કરતા એકબીજા સાથેનું બોન્ડીંગ મજબુત થાય છે. વર્ષો પહેલા બપોરે જમ્યા પછી પુરુષો આરામ કરતા ત્યારે સ્ત્રીઓ રાતના ભોજન માટે શાક લઇ બહાર ઓટલે બેસતી કે પછી રાત્રે જમ્યા પછી પુરુષો ચોતરે બેસવા જતા ત્યારે સ્ત્રીઓ ઓટલે એકઠી થઈ આખા દિવસનો થાક ઉતારતી. ત્યારે મનોરંજનના નામે આ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ પણ નહોતી.

પહેલા જ્યારે બહેનપણીઓ ભેગી થાય ત્યારે એકબીજાના  સંતાનોના ખબર પૂછતી. હવે પરણવા લાયક સંતાનોની માતાઓ ભેગી થાય ત્યારે  પૂછે છે ” તારી દીકરીને બોય ફ્રેન્ડ મળ્યો?  કે તારા દીકરાને ગર્લફ્રેન્ડ છે?”  જેનો જવાબ હા હોય તો સામે વાળી તરત કહે હાશ તારે શાંતિ હવે ” . અને ના કહે તો ” ઓહ ” જેવા ઉદ્ગાર થી  દુઃખ વ્યક્ત કરે.  જ્યારે આવા સંવાદો સાંભળવામાં આવે છે ત્યારે થાય છે સમાજ સાચેજ બદલાઈ રહ્યો છે.

એક સમય હતો જ્યારે બાવીસ થી પચ્ચીસ વર્ષમાં છોકરીઓના અને પચ્ચીસ થી અઠ્યાવીસમાં છોકરાઓના લગ્ન થઈ જતા. એ આંકડો હવે ત્રીસી પાર કરી ચુક્યો છે. અહી અમેરિકા અને યુરોપમાં એ ચાલીસ સુધી પહોચી ગયો છે. ત્યારે પેરન્ટ્સને ચિંતા થવી એ સાહજિક બાબત છે.

હમણાં એક ડોક્ટર થયેલી વર્ષે ત્રણ ચાર લાખ ડોલર કમાતી શ્વેતાને મળવાનું થયું. તેની ઉંમર આશરે એકતાલીસ ની આસપાસ હશે. સાત વર્ષ પછી તેને જોઈ મને નવાઈ લાગી કે આ તે શ્વેતા છે જે આજથી વીસ વર્ષ પહેલા એક બ્યુટી કોન્ટેસ્ટમાં ફર્સ્ટ આવી હતી? તેના ચહેરા ઉપર પહેલા જેવું ચાર્મ દેખાતું નહોતું અને જે આજે પણ અનમેરીડ છે.  આમતો કોઈને પર્સનલ સવાલો પૂછવાનું અહી યોગ્ય ગણાતું નથી છતાંય જૂની ઓળખાણને કારણે પુછાઈ ગયું. તેના જણાવ્યા પ્રમાણે તેને દેખાવડો અને ભણેલો હસબંડ જોઈએ છે. જેના લાઈફને એન્જોય કરવા માટેના ટેસ્ટ પણ ઉંચા હોય.

હું માત્ર હંમમમ કહી ચુપ રહી. પણ અસંખ્ય અવાલો જન્મી ગયા. શું બેતાલીસ પિસ્તાલીસ સુધી કુંવારો રહેલો યુવાન દેખાવડો રહી શકે છે? શું એના ટેસ્ટ બધા અકબંધ હશે જે પચ્ચીસ વર્ષની યુવાનીમાં હશે?  શ્વેતાને કોણ સમજાવે કે આવી માંગ એણે કદાચ વીસ વર્ષ પહેલા કરી હોત ઓ પૂરી થઇ હોત પરંતુ હવે એણે માત્ર તેને સમજીને એડજસ્ટ થઈ શકે તેવા પાત્રને શોધવાનું છે. કારણ આ ઉંમર સુધી એકલા જીવન વ્યતીત કર્યું હોય ત્યારે બીજા સાથે શેર એન્ડ કેર કરવું અઘરું થતું હોય છે.

વાત સાચી કે કે આજના યુવાનો માટે કેરિયર બનાવવી બહુ જરૂરી હોય છે તેમાય ડોક્ટર જેવા પ્રોફેશનમાં વધારે મહેનત અને લાંબા ગાળાનો સ્ટડી પિરીયડ રહેતો હોય છે. જેના કારણે યુવાનોની યુવાનીનો ખાસ્સો સમય નીકળી જાય છે. ત્યાર બાદ નોકરીની શરુઆતમાં પોતાની જાતને બેસ્ટ પ્રૂવ કરવા માટે કામમાં સારી એવી ઈફેક્ટ આપવી પડે છે. આ બધામાં મહત્વનો મેરેજ ટાઈમ નીકળી જાય છે. અને રહી શારીરિક જરૂરીઆતની વાત, જે અહીની મુક્ત લાઈફમાં આસાનીથી પૂરી થઈ જતી હોય છે. પરતું આ બધાથી પરે જ્યારે ફેમિલીની વાત આવે છે ત્યારે તેમને સમજાય છે કે હવે મોડું થઇ ગયું છે.

આ બધા પ્રોબ્લેમ્સને પેરન્ટ્સ જોવે છે જાણે અને સમજે છે. આથી તેમને સતત ચિંતા રહેતી હોય છે કે તેમના યુવાન બાળકોને જો ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ હોય તો કમસે કમ ફ્યુચરમાં લગ્ન કરશે તેવી સંભાવના તો જણાશે. કારણ યુવાનો પહેલાની જેમ આજે મળ્યા અને મહિના બે મહિનામાં લગ્ન માટે હા કહી દેશે તેવું હવે નથી રહ્યું. એકબીજાને જાણવા સમજવા માટેનો ડેટિંગ પીરીયડ લંબાઈને છ આઠ મહિના થી આગળ વર્ષ સુધી નીકળી ગયો છે. ત્યાર પછી આવે પ્રપોઝ ટાઈમ અને પછી વેડિંગની તૈયારી માટે વધારાનો ટાઈમ. આ બધામાં બે ત્રણ વર્ષ તો એ લોકો આસાની થી કાઢી નાખે છે. દરેક કામને એક સમય હોય છે, જેનું સમયસર પૂરું થઈ જવું બહુ જરૂરી છે. પરિણામે સમદુઃખીયા માં બાપ ભેગા મળે ત્યારે સ્વાભાવિક પણે તેમની ચિંતા વાતોમાં વ્યક્ત થઇ જતી હોય છે.

સંતાનોની વધતી જતી ઉંમર પેરન્ટ્સને બેચેન બનાવી દે છે. આમ થતું રોકવા માટે દરેક માતાપિતાએ બાળકો સાથે નજદીકી રાખવી જોઈએ જેથી તેમને યોગ્ય સમયે યોગ્ય સલાહ આપી શકાય. સાંભળેલા કે અનુભવને કારણે થયેલા જ્ઞાન દ્વારા તેમને યોગ્ય માર્ગદર્શન આપી શકાય. સાથે તેમણે પસંદ કરેલા પાત્રને પણ સમજી શકાય

રેખા વિનોદ પટેલ (યુએસએ )

 

FullSizeRender.jpg લઆવતી કાલનાં સોનેરી સ્વપ્નાં જોતા બાળકોને પેરન્ટ્સ ના પરિશ્રમ ભર્યા ભૂતકાળ થી વાકેફ કરવા ખાસ જરૂરી હોય છે. કારણ જો દુઃખનો અહેસાસ નાં થયો હોય તો સુખનું મહત્વ સમજાતું નથી. અને જ્યાં સુધી તેઓ આ વાત સમજી ના શકે ત્યાં સુધી મળેલા સુખની તેમને મન કોઈ કિંમત જણાતી નથી.

જોય અને રેવા ગુજરાતી પરિવારના અમેરિકન બોર્ન બાળકો છે. તેમના પેરન્ટ્સ આજથી બાવીસ વર્ષ પહેલા ચાર બેગોમાં ઘરવખરી અને જરૂરી મસાલા અને કપડાં લઈને અમેરિકાની ઘરતી ઉપર પગ મુક્યો હતો. અમેરિકામાં નાનકડાં ભાડાનું ઘર લઇ પોતાના રોજીંદા ઘરખર્ચ માટે બંનેએ નોકરીમાં  ભારે મહેનત કરી હતી. આ દરમિયાન મોજશોખ શું છે એ પણ તેઓ ભૂલી ગયા હતા. ત્યાર બાદ પોતાનો આગવો ઘંઘો ખરીદયો. એમાં પણ દિવસ રાત જોયા વિના રોજના ૧૦ થી ૧૨ કલાક કામ કરતા બાળકોને ઉછેર્યા. તેમની મહેનત અને બુધ્ધિના કારણે તેઓ ઘણું સારું કમાતા થયા હતા. શરૂઆતના મુશ્કેલી ભર્યા દિવસો તેમને આજે પણ યાદ છે. તે સમયે પડેલી અગવડ બાળકોને ના પડે એવું વિચારી તે લોકો જોય અને રેવાને બધાજ સુખ આપતા, તેમની દરેક માંગ પૂરી કરતાં. હવે ટીનેજર બનેલા આ બંને બાળકોને દરેક બેસ્ટ વસ્તુઓ લેવાની આદત પડી ગઈ છે . કપડાં થી લઇ કાર સુધી બધુજ બ્રાન્ડેડ માંગતા. જોયને તેની ચોઈસની પહેલી જીપ લાવી આપી હતી, હવે રેવા સિક્સટીન થતા તેણે પણ મોંઘી કારની માંગણી કરી.

પ્રોબ્લેમ અહી એ વાતનો હતો કે હાલની પરિસ્થિતિ પ્રમાણે ઘંઘામાં ખાસ વળતર મળતું નહોતું. આથી તેઓને પણ વધારાના ખર્ચમાં ડોલરની ખેંચ રહેતી.  પરંતુ બાળકોને આ વાતની જાણ નહોતી. આથી અજાણતાં તેઓ પોતાની વિશ પૂરી કરવા જીદ કરતા. નાની મોટી વસ્તુઓ તો તેમના પેરન્ટ્સ તેમને ભીડ વેઠીને પણ લાવી આપતા. પરંતુ આ વખતે કાર માટે તેના ડેડીની સ્પષ્ટ નાં થતા રેવાને લાગ્યું કે મોમ ડેડ ભાઈનું બધું ગમતું બધું કરે છે કારણ તે બોય છે . અને તે ગુસ્સામાં બધાથી અતડી રહેવા લાગી.

એટલે સુધી કે તેણે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા મારે સ્ટડી ઉપરથી ઘ્યાન હટાવી પાર્ટ ટાઈમ જોબ શરુ કર દીધી. કોઈ પણ માંગણી સામે ના સાંભળવા રેવા ટેવાઈ નહોતી આથી આ વાત તેને વધુ દુઃખી કરી ગઈ હતી. બાળકો પોતાની જરૂરીઆત પૂરી કરવા જોબ કરે તેમાં કશુજ ખોટું નથી. પરતું મોજશોખની જીદમાં ભણતર બગાડે તે કોઈ માં બાપ સાંખી શકતા નથી.

રેવાની મોમ આખી વાતને સમજી ગઈ, છેવટે તેણે લાગણીમાં નાં ખેચાતાં બાળકોને આજની સ્થિતિ થી વાકેફ કરવાનું ઉચિત માન્યું . આજના બાળકો જેટલા જીદ્દી અને ફેશનેબલ હોય છે તેટલીજ સ્થિતિને સમજી શકવાનાં ગુણ ઘરાવે છે. તેની મોમે જ્યારે અમેરિકા આવેલા ત્યારે તેમને પડેલા હાર્ડ ટાઈમ થી લઇ આજની પરિસ્થિતિ સુધીની આખી વાત ડીટેલ માં સમજાવી. રેવા સાથે જોય પણ આખી વાતને સમજી ગયો. બંનેને સાચી સ્થિતિનું ભાન થતા તેઓએ જાતેજ પોતાના ખોટા ખર્ચા ઉપટ કંટ્રોલ લાવી દીધો.

આ સ્થિતિ માત્ર અમેરિકામાં છે તેવું નથી આપણા દેશમાં પણ બાળકોને બને તો જાહોજલાલી થી થોડા દૂર  રાખી આજની વાસ્તવિકતાની નજીક  રાખવા રાખવાં જરૂરી છે . બાળકોના આંતરિક વિકાસ માટે તડકા અને છાયાં બંનેનો અનુભવ થવો જરૂરી છે. કારણ આવતીકાલની કોઈને ખબર હોતી નથી. લોઢું હોય કે સોનું તેને ટીપીને સુંદર આકારમાં ઢાળવા માટે ગરમ કરવું જરૂરી છે.

આજકાલ સ્ટેટસ અને ફેશનના નામે કેટલાય ખોટા ખર્ચા થતા રહે છે. વસ્તુ તેની કીંમત કરતા કઈ કેટલી ગણી મોંઘી બ્રાન્ડના નામે વેચાય છે. કેટલીક વખત તો કવોલીટીના નામે કઈજ હોતું નથી છતાં બેસ્ટ દેખાવા દેખાદેખી ખરીદી થાય છે. દેવું કરીને જાત્રા નાં કરાય વાતને જાણતા હોવા છતાં પોતાની જાતને સોસાયટીમાં મોર્ડન અને રીચ દેખાવા દેવું કરતા દંભી સમાજ અચકાતો નથી. આજ રીતે મિત્રો વચ્ચે પોતાનું સ્ટેટસ જાળવી રાખવા કેટલાક બાળકો ક્યારેક તેમની માંગ પૂરી નાં થતા ચોરી કરતાં પણ અચકાતા નથી.

     ઘણી વખત આપણે સાંભળીયે છીએ કે આજની જનરેશનને કોઈની પડી નથી. પણ આ સાવ સાચું નથી. આપણે બાળકો માટે યોગ્ય ચીલો નહિ પાડીએ તો તેઓ પોતાનો રસ્તો જાતે બનાવી લેવાના છે. માટે સારું ખોટું સમજાવવા તેમને માથે જવાબદારી અને હકીકત રાખવી જરૂરી છે. આ માટે નાનપણ થી તેમને સમય સાથે પૈસાની અને ક્વોલીટી સાથે વસ્તુઓની કિંમત સમજાવવી એ આપણી ફરજ બની રહે છે.”

રેખા વિનોદ પટેલ(યુએસએ)

 

લવ ઇઝ ડ્રગ ,

IMG_0674

લવ ઇઝ ડ્રગ , સાચું તો છે. પ્રેમ દવા છે બસ તેની માત્રા સમજાવી જરૂરી છે. કારણ તે ક્યારેક સુખ આપે તો ક્યારેક દુઃખ પણ આપે છે. તેને સમજવો બહુ અઘરો છે. કારણ પ્રેમ જીવતા શીખવે છે તેવીજ રીતે પ્રેમ ભગ્ન થયેલા હતાશામાં ઘેરાઈ મોતને વહાલું કરતા અચકાતા નથી. પ્રેમમાં આ બ્રેકઅપ એક એવી સ્થિતિ છે જેને સમજવી અને સમજાવવી અઘરી છે. જે આમાં થી પસાર થયું હોય તેજ તેને સમજી શકે છે.

અઢાર વર્ષની એમલી વ્હાઈટને હાઈસ્કુલ દરમિયાન શોન સાથે ચાર વર્ષથી લવ હતો. આ સમય દરમિયાન તેઓ હાઈસ્કુલમાં બોય ફ્રેન્ડ ગર્લ ફ્રેન્ડ તરીકે સાથેજ જોવા મળતા. એટલે સુધી કે તેમની પોપ્યુલારીટીને કારણે તેઓ સિનીયર યરના પ્રોમમાં ક્વીન અને કિંગ વિનર જાહેર કરાયા હતા. પ્રોબ્લેમની શરૂઆત ત્યારે થઈ કે જ્યારે બંનેને અલગઅલગ કોલેજમાં એડમિશન મળ્યું . કોલેજમાં ગયા પછી પણ તેઓ રોજ ફોન અને ફેસ ટાઈમ દ્વારા સતત સંપર્કમાં રહેતા. એમલી વધારે પડતી પઝેસીવ હતી. આથી શોનને બીજી કોઈ ગર્લ સાથે વાત કરતા પણ જુવે તો લડી પડતી. શરૂઆતમાં બધું ચાલ્યું છેવટે શોને કંટાળીને તેની સાથે ફોનમાં વાત કરવાનું બંધ કરી દીધું. એટલે સુધી કે ટવીટર અને સ્નેપચેટ માં પણ બ્લોક કરી દીધી. આથી એમલીને બહુ દુઃખ થયું અને તેણે સ્લીપિંગ પીલ્સનો ઓવર ડોઝ લઇ સુસાઇડ કરવાનો ટ્રાય કર્યો.

બરાબર આવી એક ઘટના ગયા મહિને ડેલાવરની એક હાઈસ્કુલમાં ઘટી . હાઈસ્કુલમાં ભણતી ૧૬ વર્ષની એમી જોઇસ સ્કુલની ગલ્સ બાથરૂમમાં થયેલી અંદરો અંદરની ફાઈટમાં મોતને ભેટી. આ ફાઈટ બંનેની વચ્ચે એક બોયફ્રેન્ડ હોવાના કારણે થઇ હતી. એક નાનકડી વાતમાં યંગ ગર્લ પોતાનો જીવ ખોઈ બેઠી તે ખરેખર દુઃખની વાત હતી. હિલેરી ક્લીન્ટને પણ આ બાબતે પોતાનો મત દાખવતા જણાવ્યું હતું કે  “આ ખરેખર હાર્ટ બ્રોકન છે. આને નજર અંદાજ કરી શકાય નહિ”. આપણે પણ યંગ બાળકોને શીખવવાની ખાસ જરૂર છે કે ફાઈટ કોઈ જ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન નથી.
પ્રેમ હંમેશા બે લોકોને પાસે લાવે છે. સાથે રહેવું અને પ્રેમથી હેલ્થી રીલેશનથી જોડાએલા રહેવું બંનેમાં મોટો ફર્ક છે. બે વચમાં બહુ પ્રેમ હોય ત્યારે જો બ્રેક અપ થાય તો તે સ્થિતિને સહન કરવાનું બહુ અઘરું બની જાય છે. કારણ એવા સમયે જિંદગીને જીવવાનું કારણ જ ખલાસ થઇ જાય છે. પ્રેમનું બંધન તૂટી જતા સોશ્યલ સબંધો ઉપર પણ કાપ મુકાઈ જાય છે. અને હાર્ટ બ્રોકન વ્યક્તિ એકલતામાં સરી જાય છે.  તેને લાગે છે કે બસ જીવનનો બધી ખુશીઓનો અહી અંત આવી ગયો. આવી સ્થિતિમાં વધારે કરીને ટીનેજર્સ પોતાની ભાવનાઓ ઉપર કંટ્રોલ રાખી શકતા નથી અને સુસાઈડ કરવા સુધીનું પગલું ભરી લેતા હોય છે.

 આજની જનરેશને એક વાત ખાસ ઘ્યાનમાં રાખવા જેવી છે કે કોઈ પણ દુઃખ કાયમી નથી. ગમે તેવો વિચ્છેદ સમય જતા ભુલાઈ જાય છે અને જીવન ફરી થી જીવવા જેવું બની જાય છે. કેટલાક તો આવી સ્થિતિમાં ડીપ્રેસનમાં આવી જતા હોય છે, પરિણામે તેમને સાયકોલોજીસ્ટ પાસે જવાની ફરજ પડે છે.  કે પછી ડ્રગ્સના રવાડે ચડી જાય છે.  એક પાકિસ્તાની એજ્યુકેટેડ ફેમીલી માંથી આવતી સાયરાના ડેડી એન્જીનીયર છે અને તેની મોમ લોયર છે. કોણ જાણે કયા કારણોસર પણ સાયરાના પેરેન્ટ્સ વચ્ચે છેલ્લા કેટલાક સમય થી પ્રોબ્લેમ્સ ચાલતા હતા , લાગતું હતું કે તેઓ  ટુંક સમયમાં તલાક લેશે. ઘરમાં કાયમ થતા ઝગડાઓને કારણે સાયરા મિત્રો સાથે વધુ રહેતી. આમ કરતા તેને અમેરિકન છોકરા સાથે પ્રેમ થઇ ગયો. બધા ટીનેજ વયના બાળકો પ્રેમ બાબતે ખાસ સિરિયસ નથી હોતા. પરિણામે થોડાજ વખતમાં તેમની વચમાં બ્રેકઅપ થઇ ગયું. સાયરા આ બધાથી ડિપ્રેસન માં આવી ગઈ અને મેરાવાના જેવા ડ્રગ્સનો શિકાર બની ગઈ. પેરેન્ટ્સ ને પોતાની ભૂલ સમજાઈ જતા તેમની લાઈફ નોર્મલ થઈ ગઈ. પરતું હવે સાયરાનું શું ? તેના વિષે વિચારવું પણ અગત્યનું બની ગયું . આવા પગલા માત્ર ટીનેજર્સ લે છે તેવું નથી. એજ્યુકેટેડ કે સોસાયટીમાં ફેમસ લોકો પણ પ્રેમ કર્યા પછી બેકઅપને સહન કરી શકતા નથી. અને સુસાઈડ સુધીના પગલા ભરતા અચકાતા નથી.

પ્રેમ સબંધ હોય કે લગ્ન સબંધ છુટા પડવાની વેળા બહુ દુઃખદ હોય છે. તેને સરળતાથી પચાવી લેવાનું મુશ્કેલ હોય છે. સારો ખોટો ગમે તેવો સબંધ તુટે ત્યારે મન ઉપર અસર કરતો જાય છે .આવી વેળાએ ઈમોશન ઉપર કંટ્રોલ રાખવો બહુજ જરૂરી હોય છે.

રેખા વિનોદ પટેલ (યુએસએ).

 

 

રિકોલ …

IMG_0365
ખરાબ કે નુકશાનકારક ચીજોને માર્કેટ માંથી ખોટ સહન કરીને પણ હટાવી લેવામાં આ દેશ જરાય વિલંબ કરતો નથી. તેમાય જ્યારે વાત હેલ્થની વાત આવે ત્યારે અમેરિકામાં આ બાબતનો ખાસ ખ્યાલ રખાય છે. કારણ અહી હેલ્થને વેલ્થ કરતા પ્રથમ મહત્વ આપવામાં આવે છે.
હમણાં થોડાજ સમય પહેલા પંદર જેટલા ઓર્ગેનિક ફ્રોઝન વેજીટેબલ્સ માટે રિકોલ આવ્યા હતા. આ રિકોલ એટલે ખરાબ પ્રોડક્ટને માર્કેટમાંથી ઉઠાવી લેવા માટે વેચેલી વસ્તુઓ ને રીટર્ન કરવા યુ એસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફ થી ફોન દ્વારા અપાતી સુચના. આ વેજીટેબલ્સને કારણે નાના બાળકોને ઇન્ફેકશન થઇ શકે તેમ હતું , ઓલ્ડ પીપલને હાઈ ફીવર, ડાયેરિયા અને વિકનેસ અનુભવાય કે પ્રેગન્ટ વુમનને આ વેજીટેબલ્સને કારણે નુકશાન ઉઠાવવું પડે તેમ હતું .
પરતું સારું હતું કે આ બધું ઓહાયોના રૂટીન ફૂડ ચેક અપ દરમિયાન બહાર આવી જતા કોઈને નુકશાન થયું નહોતું . અને તરતજ દરેકના ઘરે રેકોર્ડીંગ મેસેજ દ્વારા આવા કોઈ ફ્રોજન પેકેટ્સ હોત તો રીટર્ન કરી દેવાની સુચના અપાઈ હતી. એક વાત અહી જરુર શેર કરીશ કે આખી બેગ વપરાઈ ગઈ હોય અને મુઠ્ઠી જેટલાં વેજીટેબલ્સ વધ્યાં હોય તો પણ ફૂલ પેમેન્ટ પાછુ મળી જતું તે પણ વિધાઉટ રીસીપ્ટ .
છતાંય સાંભળવામાં આવ્યા પ્રમાણે વર્જીનીયામાં કોઈ એક લેડીએ કમ્લેન કરી હતી કે તેને ઓરગેનીક ફ્રોઝન કોર્ન ખાઘા પછી બેચેની જેવું ફિલ થયું હતું અને સાથે ડાયેરિયાની અસર થઈ હતી. જોકે તે તરત હોસ્પિટલ ગઈ હતી અને તેને કોઈ ખાસ નુકશાન થયું નહોતું. છતાં પણ હેલ્પ લાઈન ઉપર આ બાબતે કમ્પલેન કરી કે આના કારણે આવી ગયેલી વિકનેસ ને કારણે જોબ ઉપર જઈ શકી નથી. તો તેને બદલામાં આખા વીકનો પગાર ઘરે ચેક દ્વારા મળી ગયો હતો.
આવીજ રીતે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પેન્સીલવેનિયાના નાઈગ્રા સ્પ્રિંગ વોટર બોટલમાં ઇકોલાના બેક્ટેરિયાના એવીડન્સ મળ્યા હતા .આથી આવીજ રીતે રી કોલ  દ્વારા તરતજ માર્કેટ માંથી બધીજ બોટલો ઉઠાવી લેવાઈ હતી. ત્યારબાદ આખો પ્લાન્ટ શટડાઉન કરી ડીસ ઈનફેક્ટ કરાયો હતો.
નાઈગ્રા સ્પ્રિંગ વોટર એક ફેમીલી ઓન કંપની છે.જે પચાસ વર્ષથી આ પ્રોડક્ટ બહાર પાડે છે. તેમના જણાવ્યા પ્રમાણે ડોલર મહત્વના નથી,  જરૂરી છે “કન્ઝ્યુમર સેફટી “. જે લોકો પબલીકની હેલ્થ સાથે ચેડા કરે છે તેમને ખાસ સમજવા જેવી આ બાબત છે.

અમેરિકાના કાયદા પણ એટલાજ સ્ટ્રીકટ છે. જે પ્રમાણે કોઈ પણ વસ્તુ કે પ્રોડક્ટ થી બીજાને નુકશાન થાય તો જે તે કંપની કે સ્ટોર ઉપર સુ કરી શકે છે અને થયેલી નુકશાની ના બદલે વધારે બેનીફીટ મેળવી શકે છે. પરિણામે બિઝનેસ કે કંપની ઓન કરતા ઓનરો પબ્લિકની સેફટી બાબતે વધારે સચેત રહેતા હોય છે. અહી નાની વસ્તુને પણ  ઇગ્નોર કરાતી નથી. ફૂડ, મેડીસીન થી લઈને ઈલેક્રોનીક્સ અને ટોયઝ સુધીની દરેક વસ્તુઓમાં નાની પણ બાબત નુકશાનકારક લાગે તો તેને માર્કેટમાંથી ઉઠાવી લેવાય છે અને રીપ્લેસ કરાય છે. સભાનપણે કોઈ પણ ભૂલો સામે આંખ મીચામણા કરાતા નથી.

હાલમાં આવોજ એક રિકોલ આવ્યો છે કારમાં સેફટી માટે યુઝ કરાતી એરબેગ માટેની એક કંપની “ટકાટા એર બેગનો “.  જેમાં છેલ્લા આઠ વર્ષમાં આ કંપનીએ પ્રોડ્યુસ કરી ૩૫ મિલિયન એરબેગ જે અગિયાર જુદી જુદી મેન્યુફેક્ચરિંગ કાર કંપનીઓ માટે સપ્લાય કરી હતી. હવે આ બધીજ એરબેગ માટે રિકોલ છે. કારણ આ એરબેગ એકસીડન્ટ વેળાએ પીપલની સેફટી માટે ફીટ કરાઈ હોય છે. જેમાં કોઈપણ જાતની અથડામણ દરમિયાન લાગતા ઝાટકા થી બચવા માટે કારમાં સ્ટેરીંગ વ્હીલમાં ફીટ કરાએલી એરબેગ ખુલી જાય છે અને ડ્રાઈવર પછડાટ થી બચી શકે છે. પરતું અહી એરબેગ વધારે પડતા ફોર્સ થી ખુલી જાય છે .  જેમાં ડ્રાઈવરને વઘારે પડતા પ્રેસરને કારણે જર્ક લાગે છે અને વાગી જવાની શક્યતાઓ રહે છે. પરિણામે બધી એરબેગ રિપ્લેસ કરાવાઈ છે. જે તેમના જણાવ્યા પ્રમાણે આ રીપ્લેસમેન્ટ ૨૦૧૯ સુધી ચાલશે.
આ એરબેગની ભૂલને કારણે આશરે અગિયાર જેટલા ડેથ નોધાયાં છે અને ૧૦૦ જેટલા ઇન્જર થયેલા છે. પરિણામે આ રીપ્લેસમેન્ટ ખાસ જરૂરી હતું. “આવી રીપ્લેસમેન્ટ કે રીટર્ન પોલીસીમાં કંપનીઓને મીલીયનસ ડોલરની ખોટ જાય છે. છતાં માણસોના જીવ સાથે કરાતી રમત કરતા આ ખોટ સસ્તી કહેવાય”. દરેક જીવનું મહત્વ જીવનમાં હોય છે. આથી તેની સેફટી સાથે થતા ચેડા કોઈ પણ ભોગે ચલાવી શકાય  નહિ. દરેક વ્યક્તિ સંપૂર્ણ સલામતી ભરી લાઈફ ઈચ્છે છે તેની માટે સેફટીને ઘ્યાનમાં લેવી ખાસ જરૂરી છે.
રેખા વિનોદ પટેલ ( યુએસએ)
 

સંજોગો અને સ્થિતિ મુજબ જીવવું જરૂરી છે

IMG_9539સ્ટેટસ સિમ્બોલની વાતો ઠેરઠેર જોવા મળે છે. પરંતુ ક્યારેક આ ખોટો દેખાડો બહુ ભારે પડે છે. આપણી પાસે હોય તેના કરતા વધુ ઘનવાન દેખાવાના હોડમાં જે સંઘરેલું સાચવેલું હોય છે એ પણ છીનવાઈ જતા વાર નથી લાગતી. ઘરડાઓ કઈ એમજ નહોતા કહેતા કે જેટલી ચાદર હોય તેટલી સોડ તાણવી જોઈએ.

 હમણાં એટલાન્ટા શહેરમાં રહેતા એક ઓળખીતા સાથે ફોનમાં વાત થઇ. તેમના અવાજમાં વ્યથા ભારોભાર ટપકતી હતી. આડી અવળી વાત પછી તેમણે જે જણાવ્યું તે જાણી અચંબા સાથે દુઃખ થઇ આવ્યું. આ પહેલા જ્યારે પણ તેમની સાથે વાત કરવાની થતી તેઓ હંમેશા પોતાની હાઈ-ફાઈ લાઈફ સ્ટાઈલ , બિઝનેશ તથા મોટા બનાવેલા હાઉસની વાતો કરતા રહેતા. ક્યારેક સામે વાળા દ્વારા થતા જાત વખાણ બહુ કંટાળો આપતા હોય છે. છતાં તેમની એ કુટેવ સમજી બધા ચલાવી લેતા.

       પણ આ વખતે તેમણે જણાવ્યું તેઓ ૬,૦૦૦ સ્ક્વેર ફૂટનો બંગલો છોડી બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયા છે. ગયા વર્ષે નવી લીધેલી લક્ઝુરીયસ કાર પણ વેચાઈ ગઈ છે. બધુ બેંકદ્વારા જપ્ત થયું છે. ત્યારે ખરેખર નવાઈ લાગી હતી. પછી જાણવા મળ્યું કે આ બધું રાતોરાત નહોતું થયું. પરંતુ છેલ્લા ચાર વર્ષથી અમેરિકામાં ચાલતા રીશેસનને કારણે તેમની ધમધોકાર ચાલતી મોટેલ સાવ બંધ થવાની અણી ઉપર ચાલતી હતી. તેમાય મોટા દેખાડા કરવાની તેમની આદતને તેઓ છોડી શકતા નહોતા, પરિણામે ખર્ચ ઉપર કાપ મુકાતો નહોતો. આવી સ્થિતિમાં તેઓ લાંબો સમય સુધી બેન્કની લોન ભરી શક્યા નહોતા. પરિણામે બધું જપ્ત થઈ ગયું , બેન્કરપ્સી જાહેર થઇ અને તેઓ સાવ કંગાળ હાલતમાં આવી ગયા.

 આવા તો અહી આવા અનેક દાખલાઓ જોવા મળે છે . ચાર જણની વચમાં પોતાનો માન મોભો સચવાઈ રહે તે દરેકને ગમે છે. પરંતુ ઘર વેચીને કંઈ જાત્રા ના કરાય. અમેરિકામાં લાંબા સમય થી ચાલતાં રિશેસનની સહુ થી મોટી અસર મોટેલ બિઝનેસ ઉપર પડી છે. આ કારણે કેટલીય મોટેલ બંધ થઈ ગઈ છે. માત્ર ઓનર જ નહિ પણ તેમાં કામ કરનારા કેટલાયની જોબ ગઈ છે. પરિણામે મોટા હાઉસ લઈને બેઠા હોય તેની બેંક લોન નાં ભરાઈ શકે તેવી સ્થિતિમાં બધું છોડવાનો વારો આવી જાય છે. કારણ અહી મોટા ભાગે દરેક વ્યક્તિ બેન્કની લોન લઈને કાર, ઘર કે બીઝનેસ ખરીદતા હોય છે.

            જે હાઉસની કિંમત પહેલા હતી તેનાથી લગભગ ૨૫ ટકા કરતા પણ ઓછી થઈ ગઈ છે. અમેરિકામાં ૪૦ ટકા નેબરહુડને ગરીબાઈ સ્પર્શી ચુકી છે. લોકોને મોટા ઘર હવે પોસાતા નથી. પ્રોપર્ટીટેક્ષ થી લઇ ઈલેક્ટ્રીસીટીનો વધારાનો ખર્ચ ભારે લાગે છે. આથી તેઓ મોટા હાઉસ સસ્તી કિંમતે વેચી નાના ઘરમાં રહેવા ચાલ્યા જાય છે. કેલીફોર્નીયા જેવા હાઈ લીવીંગ સ્ટાન્ડર્ડ ઘરાવતા સ્ટેટમાં પણ જ્યાં ગરીબાઈનો રેશીઓ ૨૫ ટકા હતો તે વધીને ૪૦ થી ૪૫ ટકા થઇ ગયો છે.

દુનિયાનો કોઈ પણ દેશ હોય પછી ભલેને શિક્ષિત હોય કે અશિક્ષિત હોય ગરીબાઈ વધતા ક્રાઈમ વધે છે. પેરેન્ટ્સ જોબ લેસ થાય તેની સીધી ઈફેક્ટ બાળકો ઉપર તેમની લાઈફ સ્ટાઈલ ઉપર પડે છે. અત્યારે ટીનેજર્સ નાની ઉંમર થી જોબ શોઘવા લાગી જતા હોય છે. એના લીધે સ્ટડી તરફ ઘ્યાન પણ ઘટતું જવાનું બને છે. ફન મસ્તીભરી લાઈફ જીવવા ડોલર્સની પહેલી માંગ હોય છે. આથી જોઈતા ડોલર નાં મળે ત્યારે તેને મેળવવા સંસ્કારી બાળકો જોબ શોધે છે,  અને પુઅર અને અશિક્ષિત ફેમિલીમાં થી આવતા બાળકો ક્રાઈમ તરફ પણ વળી જતા હોય છે. પરિણામે અત્યારે ટીનેજર્સ નું ક્રાઈમ ધોરણ વધી ગયું છે.

હમણાં સાંભળવામાં આવ્યું કે ૧૩ વર્ષના છોકરાએ માની માટે એક ગ્રોસરી સ્ટોરમાં રોબરી કરી અને તે દરમિયાન આનાકાની થતા સ્ટોર ઓનરનું સાથે લાવેલી ગન વડે મર્ડર કરી નાખ્યું.  આપણે જ્યારે આવું સાંભળીએ છીએ ત્યારે આધાત તો લાગે છે. અહી ડેલાવરમાં એક મહિના પહેલા બે ટીનેજર્સ ખોટી ગન બતાવી ઘણી જગ્યાએ નાઈટમાં રોબરી કરી આવ્યા. લોકો નજર સામે મોત જોઇને ડરતા હોય છે, આથી તરત રજિસ્ટરમાં હોય તે આપીને મુક્તિ મેળવામાં માને છે. પરિણામે તે લોકોને પણ આવી ટેવ પડી જાય છે. એક નાઈટ આ બંને પોકેટ લીકર નામના લીકર સ્ટોરમાં આ રીતે રાત્રે દસ વાગ્યે રોબરી કરવાના આશય થી ગયા હતા. તે વખતે ત્યાં રજિસ્ટર ઉપર કામ કરતા એક સ્પેનીશ યુવકે ડર્યા વિના તે બંને ઉપર સામો હુમલો કર્યો. સાથે કામ કરતા બીજા એમ્લોયીની મદદ થી તેમને જમીન ઉપર પાડી માર માર્યો અને પોલીસમાં પકડાવી દીધા હતા. ડરનો સામનો કરવો જોઈએ. સાથે સંજોગો અનુકુળ હોય કે પ્રતિકુળ, દરેક સ્થિતિને અપનાવી જીવતા શીખવું જરૂરી છે.
રેખા વિનોદ પટેલ (યુએસએ)