RSS

રેખા વિનોદ પટેલ (વિનોદીની) – કવિત્રી અને લેખિકા

IMG_1641

 

હું રેખા વિનોદ પટેલ.. છેલ્લા ત્રેવીસ વર્ષથી હુ અમેરીકા સ્થિત ડેલાવરમાં રહુ છુ ,હુ ગૃહીણી અને બે દીકરીઓની માતા છું ..

મારા ઘણા શોખ માનો એક શોખ છે વાંચન… ઉત્તમ પુસ્તક જે મન અને એમાંથી ઉદભવતા વિચારોનુ શુધ્ધિકરણ કરે છે.આ રીતે સાહિત્યનો શોખ છેક નાનપણથી સચવાએલો છે ..
પણ મારા લેખન અને કાવ્યોનો સાચો અધ્યાય આમ જોવા જઇએ તો પાંચ વર્ષ પહેલા ફેસબુકમા આવી ત્યારથી શરૂ થયો..એ સમયગાળામાં ઘણા કવિઓ અને લેખકોને ફેસબુકમા લખતા જોઇને મારી અંદરનો કવિજીવ જાગૃત થયો..મારા પતિ( વિનોદ) ના મજબુત સાથને લઈને હું આજે આ સ્થાને પહોચી છુ.. કાવ્યો ગઝલની સાથે વાર્તા અને અન્ય લેખો પણ લખવાની શરૂઆત કરી.

મારી ત્રીજી લખેલી ટુકી વાર્તા
“મારો ખરો ગૃહપ્રવેશ” ને ‘ચિત્રલેખા’ના ૨૦૧૩ના દિવાળી અંકમા સ્થાન મળ્યુ હતુ.. આ મારી માટે સાહીત્ય સફરનું પહેલું પગથીયું હતું, ત્યાર બાદ “માર્ગી”ના જાન્યુઆરી ૨૦૧૪ના અંકમા મારી અન્ય વાર્તા ‘રૂપ એ જ અભિશાપ’ને સ્થાન મળ્યુ હતુ.ત્યાર બાદ “જિંદગી પ્યાર કા ગીત હૈ” નામની વાર્તા માર્ગી મેગેઝિનનાં સપ્ટેમ્બર ૨૦૧૪નાં અંકમાં પ્રકાશિત થઇ હતી.ત્યાર બાદ ફીલિંગ્ઝં મેગેઝિનનાં જૂલાઇ ૨૦૧૪નાં અંકમાં “પ્રેમ માત્ર પ્રેમ છે” નામની વાર્તા પ્રકાશિત થઈ હતી.આમ ઘણી ટુકી વાર્તાઓને આ બધા મેગેઝીનમાં સ્થાન મળ્યું છે.

અમેરિકા વિશેની”અમેરિકા આજ કાલ” નામની મારી કોલમ “ફીલિંગ્સ મેગેઝીનમાં પ્રકાશિત થાય છે.  ઇન્ડીયાના પ્રખ્યાત મેગેઝીન ‘ અભિયાન ” માં દર વીકે મારી કોલમ “અમેરિકાથી ખત ખબર માં ” એક પત્ર લેખન ધ્વારા અહીની સારી નરશી ખબરો ને હું દેશમાં લોકો સુધી પહોચાડવાનો પ્રયત્ન કરુ છું

મારી એક ટુકી વાર્તા ” રૂપ એજ અભિશાપ “નું હ્યુસ્ટન સ્થિત શ્રી વિજયભાઈ શાહ ના સહિયારા સર્જન ના ગ્રુપ દ્વારા નોવેલમાં રૂપાંતર થયું છે. જે હાલ એમેઝોન ઉપર ઉપલબ્ધ છે.
ત્યાર બાદ મારી બીજી એક વાર્તા ” લોહીને સાદ” પણ આજ સહિયારા સર્જન ગ્રુપ દ્વારા નોવેલમા રૂપાંતર છે.

ત્યાર બાદ મારી ત્રીજી વાર્તા “જિંદગી પ્યાર કા ગીત હૈ” પણ આજ સર્જન ગૃપ દ્રારા નોવેલમાં રૂંપાતર થઇ હતી.

ત્યાર બાદ માર્ગી મેગેઝિનનાં ૨૦૧૪નાં દીપોત્સવી અંકમાં મારી દસ હપ્તાની લઘુનોવેલ “લાગણીઓનૉ ચક્રવાત” પ્રકાશિત થઇ છે…

અહી અમેરીકાના અમુક પખવાડીક અને માસિક મેગેઝિનમા પણ મારી કવિતાઓ અવારનવાર પ્રગટ થતી રહે છે……

વરસોથી દેશથી દુર છું છતાય ભારતીયતા વાણી અને વર્તનમાં રાખવી મને પસંદ છે અને તેથી જ મારી મોટાભાગની વાર્તા આપણી સંસ્કૃતિને આજુબાજુ વણાએલી હોય છે.આજે હું કહેતા ગર્વ અનુભવું છું કે લેખન અને વાંચન માત્ર મારો શોખ નાં રહેતા મારા જીવનનો ખોરાક બની ગયો છે

માનવીને જીવનમાં રોજિંદી જરૂરયાતો હોય છે.જેમ કે હવા,પાણી અને ખોરાક…અને જો હવા પાણી અને ખોરાક શુધ્ધ ના મળતા હોય તો માનવી વહેલામોડૉ આ પ્રદુષણયુકત હવા અને ભેળસેળવાળૉ અશુધ્ધ ખોરાક મળતા બિમાર પડે છે…આ જ વસ્તુ માણસના મનના વિચારોને લાગુ પડે છે..જો મન પ્રદુષીત હોય તો વિચારોને પણ બિમારી લાગુ પડી જાય છે….આ વિચારોની બિમારીના ઇલાજ આમ તો ધણા છે.પણ એમાનો એક ઇલાજ છે…વાંચન…જે મન અને એમાંથી ઉદભવતા વિચારોનુ શુધ્ધિકરણ કરે છે…અને દવાનુ નામ છે “ઉત્તમ પુસ્તક”.

ઉત્તમ પુસ્તકોને આપણે જીવનનું જરૂરી અંગ બનાવવું જોઈએ.પુસ્તકોના નિયમિત વાચનને કારણે મન હમેશા જાગૃત રહે છે..સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે મિત્રરૂપ બનીને મદદ કરે છે અને સાચો રસ્તો બતાવે છે, અને જીવનપંથ પર આગળ વધવામાં આત્મવિશ્વાસ અને સાથ આપે છે

જય ગરવી ગુજરાત
રેખા વિનોદ પટેલ (વિનોદીની)

 

9 responses to “રેખા વિનોદ પટેલ (વિનોદીની) – કવિત્રી અને લેખિકા

  1. Rocky Jain

    June 9, 2014 at 9:45 am

    very Nice Rekha ji.. I am impressed on you words…!!! So heart touching… and touch of real feeling…. Nice one…

     
  2. rekha patel (Vinodini)

    June 27, 2014 at 8:59 pm

    thanks

     
  3. Vinod R. Patel

    October 29, 2014 at 9:54 pm

    આપનો અને આપના બ્લોગનો પરિચય કરીને આનદ થયો .

    નવા વર્ષની અનેક શુભેચ્છાઓ

     
  4. Hansa Patel

    March 5, 2015 at 7:07 pm

    વરસોથી દેશથી દુર હોવા છતાય ભારતીયતા વાણી અને વર્તનમાં રાખવી તમને પસંદ છે તે ખરેખર સરાહના માગી લે છે
    જો સૌ ભારતીઓ આ વાત પર ધ્યાન ધરે તો આપણી ભારતીય સંસ્કૃતી લુપ્ત થતી જવાની જે સંભાવનાઓ છે તે ઓછી થઇ જાય

    આપના બ્લોગના પરિચયથી આનંદ થયો વાંચનનો શોખ છે જે પૂરો થશે.
    ખુબ ખુબ શુભેચ્છાઓ

     
  5. Hiral

    June 3, 2015 at 3:34 pm

    Hi Rekha..
    I m a friend of Rina 4m London ..really like to read what you write. .it’s like Dil se…you just Beautiful lady with kind heart & amazing talant. …Bless you

     
  6. Rajul Kaushik

    June 30, 2015 at 7:09 pm

    રેખાબેન, આજે પ્રવિણભાઇનાબ્લોગ પર” હ્રદયમાં ધર્મની ભાવનાં ટોચ ઉપર” વાંચી અને તેમાંથી એક પછી એક બીજી નાનકડી પણ હ્રદયસ્પર્શી વાર્તાઓ વાંચવાનો યોગ પ્રાપ્ત થયો. ‘ ખરો ગૃહપ્રવેશ , સંવેદનાનું સિમકાર્ડ અને બીજી કેટલીય વાર્તાનો ખજાનો મળ્યો.
    મઝા આવી. થોડામાં ઘણું કહેવાઇ જાય તેવી રીતે ખુબ સરસ લખો છો.

     
  7. Jay Patel

    January 9, 2016 at 2:22 pm

    rekha ben u r usa gujarat ratan.

     
  8. Jay Patel

    January 9, 2016 at 2:23 pm

    you are usa gujarat ratan

     
  9. chandralekha

    July 2, 2016 at 4:08 am

    આહા હા,,, તારા લખાણો હું વાંચું , તું આમજ લખતી રહે એવી પ્રભુ પ્રાર્થના આ એવી મૈત્રી છે જેને લેવડ દેવડ નો રેશિયો નડતો નથી ,

     

Leave a reply to Hansa Patel Cancel reply