RSS

અમ્રુતા પ્રિતમ

01 Nov

સ્ત્રી એટલે જીવતી જાગતી ધબકતી લાગણીઓનું મિશ્રણજે મૃદુ સંવેદનાઓને જન્મ આપતું હ્રદય ધરાવે છેબાળપણમાં ઉછળતા ઝરણા જેવા જીવનને સ્વેચ્છાએ યુવાની સુધીમાં નદી જેવું ધીર ગંભીર સ્વરૂપ આપી દે છેજેઆગળ જતા દરિયાની જેમ વિશાળતા ધારણ કરી સંસારનાં બધા સુખદુઃખ અંતરમાં દફનાવી દેતી હોય છે

આવી સ્ત્રી જ્યારે સઘળી ઈચ્છાઉમંગોવેદનાને શબ્દોથી કંડારવા લાગે છે ત્યારે અદભુત રચનાઓ સમાજને મળીઆવે છે.

આવીજ એક સ્ત્રીની જીવનગાથાનામ છે અમૃતા પ્રીતમજેમનો જન્મ ૧૯૧૯,  ૩૧ ઓગસ્ટના રોજ ગુજરાવાલાપંજાબમાં થયો હતોજે આજે પાકિસ્તાનનું એક શહેર છે.

તેમના માતા ગુજરાતી અને પિતા પંજાબી હતામાતાપિતા બંને ઘાર્મિક અને શાંત સ્વભાવના હતાતેમનું એક માત્રસંતાન તે અમૃતાજીનાનપણથી લખવાનો શોખ હતો આથી શરૂવાતમાં પિતા સાથે ભક્તિગીતો રચતા હતા.

અમૃતાજી કિશોરાવસ્થામાં બાલસખાને કલ્પનામાં લાવીને કવિતાઓ કંડારતા હતાત્યારબાદ પંજાબીમાં કવિતાસાથે વાર્તા અને નિબંધ લખતા થયા૧૧ વર્ષના થયા ત્યારે તેમની માતાનું અવસાન થયું અને નાની ઉંમરમાં માતાના પ્રેમથી વંચિત થયાઘરની જવાબદારીઓ આવી છતાં તેમનો લખવાનો શોખ બરાબર રહ્યોજીવનમાંઆવતા ચઢાવ ઉતારને કારણે તેમની કવિતાઓમાં રચનાઓમાં જીવંતતા રહી છે.

જીવનમાં લાગણીઓની સતત ભૂખ ઉંમરના દરેક પડાવે રહી  અનુભૂતિ તેમની રચનાઓમાં જોઈ શકાય છે૧૯૪૭માં દેશમાં પડેલા ભાગલાની વ્યથાઓ તકલીફ પણ તેમની અનેક રચનામાં વ્યક્ત થયેલી છેજે આજે પણખુબ પ્રચલિત રહી છે.

સોળ વર્ષની વયે તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ “અમ્રૂત લહરેં” પ્રગટ થયો તે પછી તેમની ૮૭ વર્ષનાંજીવન સફર દરમિયાન તેમણે અઠ્ઠાવીસ જેટલી નવલકથાઓઅઢાર કાવ્ય સંકલનકેટલીયે લઘુકથાઓઆત્મકથા અને જીવન સંસ્મરણો લખ્યાં

સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન લાહોરના પ્રતિષ્ઠિત પરિવારના યુવક પ્રીતમસિંધ સાથે થયાપ્રીતમસિંધ સ્વભાવેસાલસ અને શાંત હતા જ્યારે અમૃતાજી અગ્રેસીવ અને શોખીન મિજાજના હતાબંનેનાં સ્વભાવની વિમુખતાનેકારણે લગ્ન પછી થોડાજ સમયમાં તેમની વચ્ચે એક દીવાલ બંધાઈ ગઈ હતીછતાં પતિના સ્વભાવની સરળતા પણતેમને છેવટ સુધી સ્પર્શતી રહી

૧૯૪૪ લાહોરના એક મુશાયરામાં સાહિર લુધિયાનવી અને અમૃતાજીની પહેલી મુલાકાત થઇવરસાદી રાત્રે થયેલીપ્રથમ મુલાકાત બંનેના જીવનને ભીંજવી ગઈ હતીપ્રથમ મુલાકાતમાં અમૃતા સાહિરથી ખુબ પ્રભાવિત થઇ ગયાકોઈ અદમ્ય આકર્ષણથી તેઓ પરસ્પર બંધાઈ ગયા.

જિંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત….’

સાહિર સાહેબનું લખેલું  ગીત કલ્પનામાત્ર નહોતું પણ અમૃતાજી સાથેની તેમની પ્રથમ મુલાકાતનું યાદગાર કાવ્યમય વર્ણન હતું

 સમયને યાદ કરતા અમૃતાજીએ પણ નોધ્યું હતું કે

જબ જબ મૈં ઉસ રાત કે બારે મૈં સોચતી હૂંતો મુઝે લગતા હૈ કિ તકદીર ને મેરે દિલ મૈં મોહબ્બત કે બીજ બો દીએ થેજિનમેં બારિશ કે કારન કોંપલ નિકલ આઈ થી…!’

તેમનો પ્રેમ સામાજિક બંધનથી પરે અલગ પ્રકારનો હતોવર્ષો સુધી એકબીજાને ના મળવા છતાંઅનેક ચઢાવઉતારો વચ્ચે પણ તેમના પ્રેમની ધારા અવિરતપણે વહેતી રહી છે.

ભારત પાકિસ્તાનના ભાગલા પછી સાહિર લાહોરમાં અને અમૃતા દિલ્હીમાં સ્થાઈ થયા દરમિયાન તેમની વચ્ચેપત્ર વ્યવહાર રહ્યા હતાસમય જતા સાહિર મુંબઈમાં આવી વસ્યા.

બંનેના લખાણોની ભાષા અલગ હતી સાહિર ઉર્દુમાં લખતા હતા અને અમૃતા પંજાબીમાં છતાં પ્રેમની એકજ ભાષાહતીછેવટે અમૃતા હિન્દીમાં લખતા શીખી ગયાઅમૃતાએ સાહિરને સંબોધી ઘણી રચનાઓ વાર્તાઓ લખી છેતેમાં અઢળક લાગણીઓને વ્યક્ત કરી છે

શબ્દોના સહારે  લેખિકાએ જીવનની દરેક પળોને ભરપુર માણી છેજે પ્રેમની ઉત્કટતા અમૃતાને સાહિર પાસેથીહતી તે સો ટકા પૂરી થઈ શકી નહોતી છતાં તેનો તેમને કોઈ અફસોસ નહોતોબંને વચ્ચે ખામોશીઓનો પ્રેમ હતોપડછાયાની પ્રીત હતીમોરપિચ્છ અને વાંસળી જેવું કોઈ બંધન હતું.

છતાં સળગતા સિગારેટના ઠુંઠાની જેમ તેમનો પ્રેમ અંત સુધી સળગતો રહ્યો અથવા તો સમયની છાજલીમાં પડીરહ્યોબંને ખુબ ઓછું મળતા પરંતુ જ્યારે મુલાકાત થતી ત્યારે શબ્દો થીજી જતા

પ્રેમની પીડામાં સર્જકો વધારે નીખરી ઉઠે છે તેવુજ અમૃતાજી સાથે બન્યું.

કભી તો કોઈ ઇન દીવારો સે પૂછે કી કૈસે મુહબ્બત ગુનાહ બન ગઈ હૈ.

દેખા ઉન્હેં તો જો ઉનકી નઝર થી વહી તો ખુદા કી નિગાહ બન ગઈ હૈ.

બે બાળકોના જન્મ પછી પણ પતિ સાથે સ્વભાવનીઆદતોની વિરુધ્ધતા તેમને માનસિક સંતોષ આપવામાંઅસફળ રહીભારત પાકિસ્તાનના ભાગલા પછી તેઓ પરિવાર સાથે દિલ્હીમાં આવી વસ્યા.

 સમય દરમિયાન સ્વતંત્ર વિચારો ધરાવતા અમૃતાએ સાહિર સાથેના સબંધોને છુપાવવાની ક્યારેય કોશીશનહોતી કરીપ્રીતમસિંધ પણ તેમની  લાગણીઓથી પરિચિત હતાહાલક ડોલક જીવન નૈયામાં વિચારોનીઅસમાનતાને કારણે પતિએ છુટાછેડાની માગણી કરી જે અમૃતાજીએ સ્વીકારી લીધીછેવટે ૧૯૬૦માં તેમના તલાકથઈ ગયા

સાહિર સાથેના સબંધો પણ બરફની માફક ક્યારેક જામી જતા ક્યારેક પીગળી જતા છતાં મુઠ્ઠીમાં ભરાઈ શકતાનહોતાબંને વચ્ચે અતુટ પ્રેમ હોવા છતાં દુર થઇ ગયા વાતનું બંનેને સરખું દુઃખ હતુંસાહિરના જીવનમાં બીજીએક સ્ત્રીનો પ્રવેશ થયો  પછી અમૃતાજી તૂટી ગયા હતા છતાં તેમની લાગણીઓમાં કોઈ ખાસ ફર્ક નહોતોઆવ્યો.

તું જીંદગી જૈસી ભી હૈ વૈસી મુજે મંજુર હૈ,

જો ખુદી સે દુર હૈવાહ ખુદા સે દુર હૈ.

એક સમાચાર મુજબ અમૃતાજીને જ્યારે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો ત્યારે કોઈ પત્રકારે તેમનો ફોટો માગ્યો હતોતેમણે ફોટા ઉપર પોતાના નામ ને બદલે સાહિર એમ લખ્યું એક નામ તેમના લોહીનાં કણેકણમાં ભરાઈ ગયું હતુંતેને સમય જુદા કરી શક્યો નહોતો.. સાહિર તો જીવન પથ ઉપર સાથી તરીકે મળ્યા નહિપરંતુ આનાથી તદ્દનવિરુદ્ધ બીજું એક પાત્ર ઈમરોઝ તેમના જીવનમાં મીઠી વીરડી સમું આવ્યું.

દિલ્હીમાં અમૃતાજીની મુલાકાત પોતાના કરતા નાની ઉંમરના ઇન્દ્રજીત એટલે કે ઈમરોઝ સાથે થઇજેમને ભાગલા પહેલા પંજાબમાં હતા ત્યારથી જાણતા હતાઈમરોઝ અમ્ર્રુતાજીની કવિતાઓ લખાણના દીવાના હતાપોતેએક સારા ચિત્રકાર હતાકલાકારો આમ પણ ધૂની કહેવાય છેતેમની ધૂનમાં તે અમૃતાજીને ચાહતા હતા.

પ્રીતમસિંધ સાથેના ડિવોર્સ પછી અમૃતજી બંને બાળકોને લઇ ઈમરોઝનાં ઘરે રહેવા ચાલી ગયાતેમને પહેલી વારપ્રેમ કરતા પણ મજબુર સંબંધ મળ્યોઇમરોઝે અમૃતાજી અને તેમના બંને બાળકોને છેવટ સુધી સાચવ્યા હતાઉંમરના છેલ્લા પડાવે જ્યારે પ્રીતમસિંધ બિમાર પડ્યા ત્યારે અમૃતાજી ભૂતપૂર્વ પતિને અહી લઇ આવ્યા અને છેલ્લીઘડી સુધી તેમની ચાકરી કરી કાર્યમાં ઇમરોઝે પણ સાથ આપ્યો હતો.

દરેક સબંધને જીવતા શીખવું જોઈએજીવન  લાગણીનું ખીચોખીચ ભરેલું વન છેતેમાંથી બહાર નીકળવાનોરસ્તો આગવી સમજ દ્વારા શોધી શકાય છે.”

અમૃતાજીએ લાગણીઓને અલગ અલગ ખાનાઓમાં જગ્યા આપી હતીપ્રેમ દોસ્તી સાથી પતિ દરેકને પોતાનીઅલગ જગ્યા હતીજીવનમાં ઘણું મેળવ્યું છતાં તેમના હ્રદયનો એક ખૂણો ખાલી રહ્યો કદાચ સાહિર લુધિયાનવીનામનું ખાનું પૂરેપૂરું ભરાયું નહોતું.

સાહિરની અડધી પીધેલી સિગારેટના ઠુંઠાચાયનો ખાલી કપબીમારીમાં સાહિરની છાતી ઉપર લગાવેલી વિક્સનીમહેકસાહિરના હસ્તાક્ષર  બધું અડધું અધૂરું જીવનને ક્યારેક ઉણપ વધારતુંક્યારેક ખાલીપાને ભરી દેતુંબધા સમયની વચ્ચે અવનવી કવિતાઓ વાર્તાઓ રચાતી રહી.

પોતાની કૃતિઓ માટે જ્યાં એક તરફ અમૃતાજીએ ખૂબ નામના મેળવી ત્યાં કેટલીક કવિતાઓ અને રચનાઓ માટેતેમને વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતોછતાં તેમની કલમની તાકાત અને મજબુત મનોબળને કારણે તેઓટક્કર ઝીલતાઅમૃતાજીની ભીતર અતિ  સંવેદનશીલ સ્ત્રી જીવતી હતી જેના કારણે સમાજના દરેક પાસાનેસ્ત્રીનીમનોભાવનાને કલમને સહારે હ્ર્દયસ્પર્શી આલેખી શકતા હતા.

તેમણે ભારત પાકિસ્તાનના ભાગલાને આલેખીને  વખતના નરસંહારને દર્શાવતી ઘણી સંવેદના ભરી રચનાઓઅને લેખ લખ્યા હતા.

આજ મૈને અપને ઘર કા નંબર મિટાયા હૈ.

ઔર ગલીકે માથે પર લગાગલીકા નામ હટાયા હૈ

આઝાદ રૂહ કી ઝલક પડેસમઝના વહી મેરા ઘર હૈ.

અમૃતા પ્રીતમએ અંદાજે ૧૦૦ જેટલા પુસ્તકો લખ્યા છેતેમની અનેક કૃતિઓનો અનુવાદ વિવિધ ભાષામાં વિશ્વનીકુલ ૩૪ ભાષાઓમાં થયો છે.  તેમની કેટલીય વાર્તાઓને આધારે ફિલ્મો અને ટીવી સિરીયલો બની ચુકી છેપ્રેમઉપરની કવિતાઓ ભગ્ન હ્રદયની ભાવનાઓ માટે પ્રેમીઓના દિલમાં સદાને માટે કોતરાઈ ચુક્યા છે.

અમૃતાજીને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાંઆવ્યા છેજેમાં પ્રમુખ છે ૧૯૫૬નો સાહિત્ય અકાદમી પુરસ્કારજે મેળવનાર પ્રથમ મહિલા હતા૧૯૮૨ માં ભારતના સર્વોચ્ચ સાહિત્યિકપુરસ્કારજ્ઞાનપીઠ૧૯૮૮માં બલ્ગરિયા વૈરોવ પુરસ્કાર સાથે તે પહેલી પંજાબી મહિલા હતા જેને ૧૯૬૯માં પદ્મશ્રીથીસન્માનિત કરવામાંઆવ્યા હતા૧૯૮૨માં ‘કાગઝ કે કૈનવસ‘ માટે તેમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યોછેલ્લે ૨૦૦૪માં પદ્મવિભૂષણનો પુરસ્કાર મળ્યોસાથે ઘણા એવોર્ડથી તેમની કલમને નવાજવામાં આવી છે.

અમૃતા પ્રીતમ ઓગણીસમી અને વીસમી સદીના પ્રસિદ્ધકવયિત્રીઉપન્યાસકાર અને નિબંધકાર હતા.  પંજાબીભાષાના સર્વશ્રેષ્ઠ કવયિત્રી તરીકે માન આપતા તેમની ૧૦૦ મી જયંતી પર ગૂગલએ ખાસ લેખિકાના અંદાજમાં ડૂડલબનાવી તેમને સમર્પિત કર્યું હતું.

છેવટે ૩૧ ઓકટોબર ૨૦૦૫મા અમૃતાજીનું નિધન થયુંછતાં કવિતા પ્રેમીઓ નાં દિલમાં તે હયાત રહ્યા છે.

મહોબ્બત કી કચ્ચી દીવાર લીપી હુઈપુતિ હુઈ

ફિર ભી ઇસકે પહેલું સે રાત એક ટુકડા ટુટ ગિરા

બિલકુલ જૈસે એક સુરાખ હો ગયા,

દીવાર પર દાગ પડ ગયા….

 
Leave a comment

Posted by on November 1, 2020 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: