અમેરિકાની મિસીસિપી મહા નદી, ફાધર ઓફ વોટર- રેખા પટેલ (યુએસએ)
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં નાની મોટી આશરે 2,50,000 થી વધુ નદીઓ છે. યુએસએ ની સૌથી લાંબી નદી મિઝોરી ૫૪૦ માઈલ લાંબી નદી છે. પરંતુ ૨૩૪૦ માઈલ લાંબી મિસિસિપી પાણીની દ્રષ્ટિએ સૌથી ઊંડી નદી છે.
યુકોન ૧૯૮૦ માઈલ, રિયો ગ્રાન્ડે ૧૯૦૦ માઈલ, સેન્ટ લોરેન્સ ૧૮૯૦ માઈલ લાંબી પાંચ નદીઓમાં સ્થાન મેળવે છે. ઑરેગોન અને ઇડાહોની સરહદે આવેલી હેલ્સ કેન્યન યુનાઇટેડ સ્ટેટ્સની સહુથી ઊંડી નદી છે જે ૬૦૦૦ ફૂટ ઊંડી ખીણમાં વહે છે. યુએસએ ની સૌથી લાંબી નદી મિસૌરી અને મિસીસિપી ઉત્તર અમેરિકામાં સૌથી લાંબી નદી પ્રણાલીની રચના કરવા માટે બંને ભેગી થઈ વિશ્વની ચોથી સૌથી મોટી નદી પ્રણાલી બનાવે છે.
મિસિસિપી રાજ્યનું નામ આ નદીના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. ૧૬૯૫મા રેડ ઇન્ડિયન દ્વારા અપાયું હતું. “મિસિસિપિ નો અર્થ મહા નદી અને ફાધર ઓફ વોટર. જેમ આપણે ત્યાં નદીઓની માતા ગંગા નદી તેમ આ નદીઓનો પિતા તરીકે માન મેળવી વિરાટ સ્વરૂપે અમેરિકા અને કેનેડાના કેટલાક વિસ્તારોમાં વહી રહી છે. મિસિસિપી સ્ટેટને તેના આજુબાજુના વિસ્તારોમાં મેગ્નેલીયા ના સુંદર ફોલો ઘરાવતા વૃક્ષોને કારણે મેગ્નેલીયા સ્ટેટ પણ કહેવાય છે.
મિસિસિપી નદી યુનાઇટેડ સ્ટેટ્સની સૌથી મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે. તે લ્યુઇસિયાનામાં મેક્સિકોના અખાતથી મિનેસોટાથી દક્ષિણમાં 2,340 માઇલ દક્ષિણ તરફ વહે છે. સાગર સમી દેખાતી આ મિસિસિપીનો સ્ત્રોત મિનેસોટામાં આવેલું ઇટાસ્કા તળાવ છે.
યુનાઇટેડ સ્ટેટ્સના પ્રારંભિક ઇતિહાસમાં, મિસિસિપી નદી 1803 માં ફ્રાન્સ પાસેથી લ્યુઇસિયાના પ્રદેશ અને મિસિસિપી નદીને ખરીદી હતી. આ પ્રદેશ પહેલા તે ફ્રાંસની હકુમત હેઠળ હતો જે પાંચ પેનીથી એક એકર ના ભાવે ખરીદયો હતો. મિસીસિપી નદી દેશની પશ્ચિમની સરહદની શરૂઆતનું પ્રતીક હતું જ્યાંથી અમેરિકાની બોર્ડર શરુ થતી હતી. ૧૮૦૦ની સાલમાં આ નદીમાં સામાનની અવરજવર માટે જહાજોની અવરજવર રહેતી હતી. જે આજે પણ દેશના મધ્યથી ન્યૂ ઓર્લિયન્સના બંદર સુધી અને મેક્સિકોની અખાતમાં માલ લઇ રહી છે. ૧૮૦૦ની સાલમાં મિસીસિપી નદી ઉપર સહુ પ્રથમ તરતો કસીનો બંધાયો હતો. તે વખતે ધનવાન અને જુગાર રમવાના શોખીનો માટે અહી સ્વર્ગ રચાયું હતું. જુના વખત થી લઈને આજે પણ આ નદીના કિનારા આનંદપ્રમોદ માટે પ્રખ્યાત રહ્યા છે.
મિસિસિપી નદી અમેરિકાના ઘણા રાજ્યોમાંથી પસાર થાય છે. લ્યુઇસિયાના, મિસિસિપી, મિસૌરી, ટેનેસી, અરકાનસાસ, કેન્ટકી, ઇલિનોઇસ, આયોવા, વિસ્કોન્સિન અને મિનેસોટા , મીન્યેપોલીસ સહિતના ઘણા રાજ્યોમાં છલકાતી વહેતી જાય છે. જ્યાં એ ઘણા રાજ્યો વચ્ચે સરહદ અલગ પાડવાનું પણ કામ કરે છે. મિનેપોલિસ, સેન્ટ લૂઇસ, મેમ્ફિસ અને ન્યૂ ઓર્લિયન્સ જેવા બીજા શહેરો માંથી તે વચોવચ વહેતી જાય છે. તે આમાંના ઘણા રાજ્યો વચ્ચે સરહદ તરીકે કાર્ય કરે છે.
મિસિસિપી નદીને ત્રણ વિભાગોમાં વહેંચી છે. જેમાં અપર મિસિસિપી, જ્યાં તેનું ઉત્પત્તી સ્થાનનું મિઝોરી નદી સાથે સંગમ થાય છે. મિડલ મિસિસિપી, જે મિઝોરીથી ઓહિયો નદી સુધી વહેતી આવે છે. અને લોઅર મિસિસિપી, જે ઓહિયોથી મેક્સિકોની અખાત સુધી વહે છે.
ઉપલા મિસિસિપી નદી પરનો સૌથી મોટો લોક અને ડેમ મિનેયાપોલિસમાં સેન્ટ એન્થોની છે. ડેમની ઉપર, નદીની ઊંચાઈ ૭૯૯ ફીટ (૨૪૪ મી.) છે. ડેમની નીચે, નદીની ઊંચાઈ ૭૫૦ ફૂટ (૨૩૦ મી.) છે. આ ૪૯ ફૂટ (૧૫ મીટર) ડ્રોપ મિસિસિપી નદીનો સૌથી મોટો છે. અહી સચવાએલા પાણી થી અસંખ્ય શહેરો અને ખેતી લાયક જમીનને પાણીનું વિતરણ મળતું રહે છે. લુઝીયાના પાસે એકઠાં થયેલા કાંપની જમીનને ડેલ્ટા તરીકે ઓળખાય છે જ્યાં કપાસની ખેતી ખુબજ પ્રમાણમાં થયા છે.
મિસિસિપીનાં ત્રણ ભાગોમાં અસંખ્ય કુદરતી અને કૃત્રિમ સુંદર સરોવરો આવેલા છે. વધુની ગ્રાન્ડ રેપિડ્ઝ, મિનેસોટા નજીક વિન્નીબીગોશિશ તળાવ છે. વિસ્કોન્સિનના લા ક્રોસ નજીક લેક ઓનાલાસ્કા વગેરે સરોવરો સાથે માર્ગમાં આવતા શહેરો જોવાલાયક સ્થળોમાનાં છે.
આ નદીના કિનારે આવેલા સેન્ટ લ્યુંઈસ શહેર ઉપર ૧૯૬૫મા વિખ્યાત આર્ચ બનેલો છે. ૬૨૦ ફૂટ ઊંચા આર્ચમાં જેમાં ૪૩,૦૦૦ ટન કોન્ક્રીટ અને લોખંડ સ્ટીલ વપરાએલા છે. આ ગેટવે આર્ક યુનાઈટેડ ને જોવા લોકો દુરદુર થી આવતા હોય છે.
20 મી સદી પછી મિસિસિપી નદીમાં આપણા દેશની અનેક નદીયોની માફક પ્રદૂષણ અને પર્યાવરણીય સમસ્યાઓનો અનુભવ થતો રહ્યો છે. જેમાં મેક્સિકોના ડેડ ઝોનની ખાડીમાં મુખ્ય ફાળો છે….ડેડ ઝોન એ વિશ્વના મહાસાગરો અને મોટા સરોવર નદીમાં લો-ઓક્સિજનને કારણે પ્રદૂષણ વાળા વિસ્તારો ગણાય છે. સમુદ્રીય મૃત ઝોન ગણાય છે. ન્યુ એર્લીન્સ થી ૧૦૦ માઈલ નીચે તરફ જતા આ નદી ગલ્ફ મેક્સિકોમાં મળે છે જ્યાં કૃષિ ધોવાણ અને ગટરના પાણીને કારણે પ્રદુષિત પાણી વધતું જાય છે.
પરિણામે જ્યાં અખાત અને નદીનું મિલન થયા છે ત્યાં બંને પાણીના રંગમાં ફેરફાર જોવા મળે છે. દરિયાનું પાણી ભૂરા રંગનું અને નદીનું ભૂખરું પાણી સ્પસ્ટ દેખાય છે. આ દ્રશ્ય ઉનાળામાં ખાસ જોવા મળે છે જે જોવા લાયક હોય છે. આ ડેડ ઝોન આશરે ૭૦૦૦ ચોરસમાઈલનો વિસ્તાર ધરાવે છે. જે દિવસે દિવસે વધતો જાય છે. આ પ્રદુષિત પાણીને કારણે દરિયાઈ જીવન ઉપર બહુ મોટી અસર થાય છે.
મિસિસિપી નદીમાં વિશ્વનું ચોથું સૌથી મોટું ડ્રેનેજ બેઝિન (વોટરશેડ અથવા પાણીનો સંગ્રહ” રચાએલ છે. આ બેસિનમાં યુ.એસ. ના રાજ્યો અને બે કેનેડિયન રાજ્યો જોડાએલા છે. જેમાં ૧,૨૪૫,૦૦૦ ચોરસ માઇલ ૩,૨૨૦,૦૦૦ કિમી થી વધુ જગ્યામાં પાણીનો સંગ્રહ થએલો છે. જ્યાં વધારાના પાણીને એકઠું કરીને એટલાન્ટિક મહાસાગર અને મેક્સિકોની અખાતમાં ખાલી થાય છે. જેથી પુર જેવા વિનાશને પણ ટાળી શકાય.
યુનાઇટેડ સ્ટેટ્સમાં, મિસિસિપી નદી, રૉકી પર્વતોની ખીણ અને એપલાચિયન પર્વતમાળીઓની ખીણ વચ્ચેના મોટાભાગના વિસ્તારને ડ્રેઇન કરે છે, વરસાદના પાણીને એકઠું કરીને દરિયામાં લઇ જઈ ઠાલવે છે. આ સિવાય બીજી ઘણી નદીઓના પાણીમાં આ ડ્રેનેજ પાણી ઠલવાઈ એટલાન્ટિક મહાસાગર અને મેક્સિકોની અખાત સુધી પાણીનો યોગ્ય નિકાસ કરે છે.
આટલું બંધન હોવા છતાં આ મહાસાગર સમી, અનેક રાજ્યોની જીવાદોરી સમી આ નદી જ્યારે પણ છલકાય છે ત્યારે ચારેબાજુ તબાહી મચાવી જાય છે.
ઑગસ્ટ 29, 2005 ના રોજ સવારે મિસિસિપી દરિયાકિનારા પર હેરીકેન કેટરીના નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું ત્યારે ત્યારે તેના અસરથી ગાંડીતુર બનેલી આ નદીએ આખું ન્યુ ઓર્લિયન્સ શહેર તબાહ કરી નાખ્યું હતું. આ વાવાઝોડાની તીવ્રતાની આગાહી મુજબ લગભગ ૯૦ ટકા શહેર ખાલી કરી નખાયું હતું. છતાં એક મીનીટમાં ૧૨૫ માઈલની ઝડપે એટલે કે ૨૦૫ કિલોમીટર નાં ફુંકાએલા પવન સાથેના વરસાદને કારણે ૨૦૦૫માં ૧૨૫ બિલિયન ડોલર્સ કરતા પણ વધુ નુકશાન થયું હતું, અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.. મિસિસિપી નદીના કારણે આ વિનાશ બેવડાયો હતો. હરિકેનનો પવન અને ધસારો ૧૭ કલાક ચાલ્યો હતો. આ સાથે નદીમાં આવેલા પુરને કારણે આખું ઐતિહાસિક શહેર નાશ પામ્યું હતું. કિનારાના બધાજ ગામ 90% થી વધુ એક કલાકમાં વહી ગયા ઘણી ઐતિહાસિક ઇમારતોનો નાશ થયો હતો. જાનમાલ સાથે થયેલા આ નુકસાનને કારણે લોકો ઘરબારવિહોણા થઈ ગયા હતા. હજારો લોકોને સેલ્ટર હોમમાં રહેવું પડ્યું હતું.
મિસિસિપીમાં 10 લાખથી વધુ લોકો આ વિનાશને કારણે પ્રભાવિત થયા હતા, આમ મિસિસિપી ગલ્ફ કોસ્ટનો વિનાશ થયો હતો. આગામી વિનાશ અને જીવનના નુકશાનને કારણે યુ.એસ.ના ઇતિહાસમાં આ તોફાનને સૌથી ખરાબ માનવામાં આવે છે. અંદાજે 1,200 લોકો તોફાનને કારણે મૃત્યુ પામ્યા હતા.
ઓગસ્ટ 2005 માં કેટરીનાએ મોટાભાગના શહેરનો નાશ થઇ ગયો હતો, છતાં એ પછી તુરંત ન્યૂ ઓર્લિયન્સનું પુનર્નિર્માણ શરુ થયું હતું. આજે આખું શહેર એક નવા સ્વરૂપે ખુબ સુંદર રીતે બંધાઈ ગયું છે. અહી કસીનો અને ઐતિહાસિક ઇમારતોને નવા સ્વરૂપે ફરી ઉભી કરી દેવાઈ છે. આ શહેરની ખાસિયત છે કે અહી આવેલી એક આખી લાંબી સ્ટ્રીટ ” બર્બન સ્ટ્રીટ” જેમાં બંને તરફ આવેલા બાર માટે પ્રખ્યાત છે. અનેક અલગ અલગ પ્રકારના બાર છે જેમાં લાઈવ બેન્ડ , જાઝ, કન્ટ્રી મ્યુઝીક, વગેરે નાઈટ ક્લબો સાંજ પડતા છલકાતી રહે છે. અહે ગે બાર, ટોપલેસ બાર જેવી બીજી ઘણી નાઈટ ક્લબો, બાર આવેલા છે. દર વર્ષે ૧૮ મીલીયન મુલાકાતીઓ આ શહેર અને આ સ્ટ્રીટના આકર્ષણને કારણે આવી રહ્યા છે. આજ કારણે ન્યુ ઓર્લિન્સ ઝડપભેર બેઠું થઇ ગયું.
આમ ખટમીઠાં સ્મરણો લઈને વહેતી જતી આ મિસિસિપિ નદીનાં ભૂતકાળમાં આવા કેટલાય અનુભવો ધરબાએલા છે. અને હજુ પણ કેટલાંય સારા ખોટા પ્રસંગો આપતી જાય છે. મે ૨૦૧૯માં જ આ નદી ઉપર આવેલા પુરને કારણે ન્યુ ઓરલીન્સ ફરી પાણીથી છલકાયું હતું. ઘણા લોકોએ ઘરબાર ગુમાવ્યા હતા. છતાં અમેરિકામાં જીવાદોરી સમાન આ નદી દરેકની માટે આગવું મહત્વ ધરાવે એ નક્કી છે..