Rashtra Darpan.
“કવિતા એટલે જોયેલી જાણેલી ઊર્મિઓનો અક્ષરદેહે સાક્ષાતકાર”
ભીની ભીનાશ ભરી લઈશ, ભલે તું ઝાકળ જેવું વરસે;
હેલીમાં મન મૂંઝાશે મારું, અને એકાંતે એવું તરફડશે.
આઈના સાથે વાતો કરી, કોઈ ખડખડ કેટલું હસશે,
સામસામે તાલી લેવા–દેવાને આંગળીઓ તરવરશે.
સ્મરણની મોસમ ભલે અકબંધ હો, યાદોમાં ખૂટશે,
મૃગજળના સરોવરમાં ભીંજાઈને કોણ કેટલું તરસશે.
લાગણી વિના ચિરાશે હૈયાં, ના ગમતી સુગંધી ફૂટશે;
ફણગી ઊઠશે તપતી ધરા, જો વરસાદ જરા ઝરમરશે.
હોય મંજિલ કે સફર સહરાની ના સાથી વિના ગમશે,
મળી જાય અજવાસ પ્રેમનો તો મનમંદિર જેવું રહેશે.
Rekha Patel
29
Dec