આજ સંબંધોને ફરી તરોતાજા કરી જોઉં,
કારણ ગણાવી ફરી મળવાની કરી જોઉં.
સબંધો બધા બે હાથની તાલી છે દોસ્ત,
તોડતાં પહેલાં એમાં સાંઠગાંઠ કરી જોઉં.
ખરતા પાનને એજ આશે હું ફરી લટકાવું,
કે વિરહી ડાળને ફરી જીવતી કરી જોઉં.
દોસ્તીમાં હાલ છપ્પનિયો દુકાળ ચાલે છે,
કેમ છો કહી હું થોડી આપમેલ કરી જોઉં.
યાદો કંઈ ગોફણ જેવી નિશાનેબાજ છે,
દૂર ફેંકવા એને બમણું ખેંચાણ કરી જોઉં.
રેખા પટેલ (વિનોદિની)
29
Dec