RSS

Monthly Archives: August 2017

“સઁવેદનાનું સિમકાર્ડ ”
ખાલી જગ્યા – રેખા પટેલ (વિનોદિની)
મિતેશ અને વનિતા બહુ વખતે શોપિંગ મોલમાં મળી ગયા. એકબીજાને જોઈ બંને ખુશીથી છલકાઈ ગયા.
” અરે વનિતા તું કેટલા વર્ષે તને જોઈ, તું તો વીસ વર્ષ પછી પણ એવીને એવીજ રૂપકડી લાગે છે.” મિતેશ વનિતાને મળી બહુ ખુશ હતો.
” થેક્સ, પણ સાચું કહું તું સાવ બદલાઈ ગયો છું. હડપચી ઉપરનો તારો આ તલ જો સાક્ષી પુરતો ના હોત તો કદાચ આટલી જલ્દી તને ના ઓળખી શકી હોત.” વનિતા બોલી
” વનિતા તારી પાસે સમય હોય તો આવ કાફેમાં થોડીવાર બેસીએ. તું ક્યા છે શું કરે છે? ઘણું પૂછવું છે અને કહેવું છે.”
” હા મિતેશ ચાલ તારી માટે હું સાવ ફ્રી બસ.” મિતેશ અને વનિતા મોલની વચ્ચોવચ આવેલા ફૂડ કોર્ટમાં એક કોર્નરમાં સામસામે ગોઠવાઈ ગયા.”
મિતેશે બે કોફી અને સેન્ડવિચનો ઓર્ડર આપ્યો. પછી આજે તું ક્યાં છે? શું કરે છે? થી શરુ કરીને એકબીજાને પોતપોતાના વર્તમાનથી પરિચિત કરી દીધા, અને ઝડપભેર વર્તમાનના પર્વતને ઓળંગી બંને હાઈસ્કુલનાં સમયની તળેટીમાં ઉપરથી ઢળતાં ઝરણાની માફક ઝડપભેર ઢળવા લાગ્યા.
” મિતેશ કેટલા મઝાના એ દિવસો હતા કેમ? મેં તને કડી જણાવ્યું નહોતું પરંતુ આજે કહું છું કે હું તને હાઈસ્કૂલના સમયથી પસંદ કરતી હતી” વનિતા હસતાં બોલી.
” રીયલી? તારે મને કહેવું જોઈતું હતું, હું પણ તને પસંદ કરતો હતો. પરંતુ તું નારાજ થઇ જાય તો? એ બીકે તને એ વાત જણાવી શક્યો નહોતો.”
“ખેર હવે તો બહુ મોડું થઈ ગયું. કઈ નહિ આજે આપણે આપણી મેરેજ લાઈફમાં સુખી છીએ એટલે બસ.” વનિતા બોલી આંખો ઝુકાવીને બોલી.
” વની, પરંતુ મારી ચુપકીદીને કારણે તને ખોયાનો અફસોસ હવે જીવનભર ડંખવાનો.” મિતેશે વનિતાના હાથ ઉપર હાથ મુકીને જવાબ વાળ્યો.
બસ એક મુલાકાત બંનેના સરળ ચાલતા જીવનમાં હળવો આંચકો આપતી ગઈ. એકબીજાને ફોન નંબરની આપલે કર્યા પછી ક્યારેક મળતા રહીશું કહી છૂટ્યા પડ્યા.
હવે રોજ સમય મળતા તું કેમ છે ? શું કરે છે? જેવી ટુંકી વાતોનો દોર લંબાઈને
” મને યાદ કરે છે? હું તને બહુજ યાદ કરુ છું. તારા આવવાથી મારા જીવનમાં રહેલી ખાલી જગ્યા ભરાઈ ગઈ છે. તું વાત કરે તો સારું લાગે છે.” જેવી વાતોનો દોર લંબાવા લાગ્યો.
ક્યારેક મળતાં રહીશું ને આગળ વધારી અઠવાડિયામાં એક બે વાર મુલાકાત ગોઠવાવા લાગી.
મિતેશ તેની પત્ની મોનાને આપવાનો મોટાભાગનો સમય વનિતાને ફોન કોલ ઓનલાઈન ચેટીંગ કે મિલન મુલાકાતમાં આપી દેતો. અને વનિતા પણ તેના પતિના ઘરે નાં આવે ત્યાં સુધી મિતેશ સાથે ચેટીંગમાં વ્યસ્ત રહેતી. પરિણામે તેના પતિને સમયસર જમવાનું મળતું નહિ. પરિણામે તેમની વચ્ચે નાનીમોટી ચકમક ઝરી જવા લાગી.
” મિતેશ હમણાંથી તમારું ઘ્યાન ઘરમાં નથી રહેતું. ઘરે આવો છો તો પણ કોણ જાણે કોની સાથે ચેટીંગમાં બીઝી રહો છો. તમારું ઓફિસનું કામ ઘરે લઈને આવશો નહિ ” કહી મોના મિતેશ ઉપર ગુસ્સો કરી લેતી.
આ બધાથી આ બંનેને ખાસ ફર્ક પડતો નહોતો કારણ તેમની ખુશી મેળવવાની પ્રાયોરીટીઝ હવે બદલવા લાગી હતી. એકબીજા સાથે વાતો કરતા મળતી વેળાએ તેઓ વધુ યુવાન હોવાનો અનુભવ કરતા હતા.
એક બપોરે લંચ ટાઈમમાં મિતેશ અને વનિતા તેની ઓફીસની બાજુમાં આવેલા લવલી રેસ્ટોરન્ટના ફેમીલી રૂમમાં દુનિયાથી બચવા માટે ભરાઈને બેઠા હતા.
” મિતેશ આપણે આમ મળીને કશું ખોટું તો નથી કરતા ને!” વનિતાએ પૂછી લીધું.
” નાં વની આપણે આપણા દાપંત્યજીવનને હોડમાં મુક્યા વગર જીવનની ખુશીઓને એકઠી કરીએ છીએ. આપણા સાથીદારને તેનાથી કોઈ નુકશાન નથી. માટે તું કોઈજ જાતની ગિલ્ટી રાખ્યા વિના આ ક્ષણોનો આનંદ માણી લે” કહી વનિતાનો હાથ પકડી તેને સમજાવવા લાગ્યો. બરાબર તેજ સમયે બહારતી આવતા કોઈના ખડખડાટ હાસ્યને કારણે તેની નજર બારણાં ઉપર લટકતાં પડદાની તિરાડ માંથી બહાર ખેંચાઈ ગઈ…..
ત્યાં સામેનાં ખુણાની ચેરમાં તેની પત્ની મોના તેના હમઉમ્ર કોઈ યુવાન સાથે વાતો કરવામાં મશગુલ હતી. અને બહુ વખતે મળેલા મિત્રની જૂની વાતો ઉપર તે મુક્ત મને હસી રહી હતી. આ જોઈ મિતેશ ચમકી ગયો! શું મોના તેમની વચ્ચમાં પડેલી આ ખાલી જગ્યાને પુરવા માટે તૈયાર તો નહિ થઇ હોય ને! જો આમ બને તો?
અને મીતેશના હાથમાંથી વનિતાનો હાથ છૂટી ગયો…
ડેલાવર (યુએસએ)

तूम अगर सामने हो मेरे, तो हर जगह ख़ास है.
वरना जैसे,समंदरके सामने पानी और प्यास है.

जिसे चाहे वो मिल जायें अगर, जीवन बाग़ है,
बाकी जिंदगी रुकती नहीं, जीनेका अहेसास है.

सपनोंको कहाँ ख़रीदा या बेचा जा सकता है,
किंमत लगती है वहाँ,जहाँ मिलन आस पास है.

जीने को जरुरी है तमन्नाओ को जिंदा रखना,
बुझे हुए दियेमें, यूँ तेल भरते जाना परिहास है.

वैसे ये जीवन,बहेते समंदर से आगे कुछ भी नहीं
जिन्दा लोग डूबते, मुर्दा फेंक देते कहते लाश है.

रेखा पटेल( विनोदिनी)

દરેક ભાઈઓને રક્ષાબંધનની ખુબખુબ વધાઈ- રેખા પટેલ(વિનોદિની)
રક્ષાબંધનનું પર્વ એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમને ફરીફરી યાદ અપાવતો તહેવાર. આ પવિત્ર બંધનમાં માત્ર લોહીની સગાઇ હોવી જરૂરી નથી. ઘર્મના ભાઈ બહેન પણ આ દિવસને ભૂલી શકતા નથી. રાખડી માત્ર એક સુતરનો ધાગો માત્ર નથી. અહી બહેનના ચારિત્રનું રક્ષણ કરવાને ભાઈનું વચન છે. બદલામાં ભાઈના હાથ ઉપર રક્ષા બાંધી તેની દીર્ઘાયુ અને પ્રગતિ માટેની પ્રાર્થના સમાએલી છે.
આ તહેવારમાં સમાએલી ભાવના પણ અતિ પવિત્ર હોય છે. જે હાથ ઉપર રાખડી બંધાતી હોય તેના અંતરમાં બહેન માટે સ્નેહની સરવાણીઓ જરૂર ફૂટે છે. આ સબંધમાં નરી નિર્દોષતા હોવી જોઈએ. બદલામાં બહેનને કશું આપવું જરૂરી નથી. આપવું એતો માત્ર સામાજિક પરંપરા છે. બાકી બહેનના માર્ગમાં આવતા દુઃખોને લેવાના હોય છે. તેનું સમાજમાં છુપાઈને રહેતા રાક્ષસોથી રક્ષા કરવાની હોય છે. બહુ અઘરું છે છતાં આ કાર્ય માત્ર એક સુતરનો ઘાગો કરાવી શકે છે.
કારણ આજે પણ સમાજની આ કમનશીબી છે કે સ્ત્રીને યેનકેન પ્રકારે પુરુષના છત્રની જરૂર પડે છે. સ્ત્રી ગમે તેટલી આગળ આવે છતાં તેની શારીરિક રચના અને ઋજુ હૈયું તેને પુરુષથી અલગ પાડે છે. પરિણામે પુરુષની વિકૃતિઓનો શિકાર બનતી રહે છે. આવા સમયે તેને બાળપણથી હૈયાધારણા મળે છે કે તેનો ભાઈ તેની સાથે છે. બસ નાનપણથી આ બાલાગોટી તેને પીવડાવવામાં આવે છે કે રક્ષણ માટે ભાઈ છે પછી પતિ. જોકે આ માટે સ્ત્રીઓ એ જાતે હવે પોતાનું રક્ષણ કરતા શીખવું ખુબ જરૂરી બની રહ્યું છે.
આપણા સમાજની કરુણ કથની છે કે દરેક બહેનોનાં આ ભાઈઓને પોતાની બહેનની રક્ષા કરવાનું યાદ રહે છે સાથે બીજાની બહેનોનું ભક્ષણ કરવાનું ચુકતા નથી. આવા વખતે પુરુષ પોતાની બહેનને યાદ કરી લે તો સ્ત્રી તરફ ખરાબ દ્રષ્ટિથી જોવાની વિકૃતીથી દુર રહી શકશે

20663696_1647371565297601_2288765092272274336_nકદીક શબ્દોનો પણ શ્યાહીને બહુ ભાર લાગે
અતીતને પાછળ છોડી જતા બહુ વાર લાગે.

સુખ હોય કે દુઃખ મોર પીંછા ત્યજી દે જાતે
મોરને પણ કાયમી સુંદરતાનો બહુ માર લાગે.

સૂનું હોય મનનું આંગણ,જ્યારે ભરવસંતમાં,
એકાદી કોયલ ટહુકે,અને હૈયે બહુ ધાર લાગે.

આખો દિવસ તપતી ઘરની ઉભી જે દીવાલો,
અંધારે પડછાયાને પણ તેનો બહુ ખાર લાગે.

જીવે છે મીન કોક ,આ બે કોરીકટ આંખોમાં
એને પણ આશાવાદી જીવનમાં બહુ સાર લાગે

જીવનમાં ચડતી પડતી,જતી આવતી રહેવાની
કોઈ વહાલું જઈ,પાછું વળે તો બહુ પ્યાર લાગે

રેખા પટેલ( વિનોદિની)

દર્પણમાં મને મારોજ ચહેરો દેખાય એ કેમ ચાલે?
મારે તો હું મને શોધું અને તું જડી આવે એમ ચાલે
કદીક લાગણીઓ પડછાયા જેવી ચુપકીદી સાધે,
બાકી આપણી વચમાં એ સુગંધી ગોટાની જેમ ચાલે.
બાંઘ્યા તળાવમાં ભમરી કે ભરતી કંઈ જડતી નથી
ભરતી અને ઓટ,જેમ હૃદય દરિયો બને તેમ ચાલે
સબંધો આ સતરંજ ઉપર નખાતી કોડીઓ જેવા છે.
દરેક વખતે અલગ આવે, તોય રમત હેમખેમ ચાલે
અંતરની યાદો બધી મીટર માપમાં ક્યા મપાય છે?
એકલતા આવે ત્યારે બધી ચડે ઘોડે જેમતેમ આવે
રેખા પટેલ (વિનોદિની)

સ્ત્રીની સ્વતંત્રતા સ્ત્રી – રેખા પટેલ(વિનોદિની)

સ્ત્રીની સ્વતંત્રતા સ્ત્રી – રેખા પટેલ(વિનોદિની)
એકવીસમી સદીમાં જ્યારે એવું લાગે છે કે સ્ત્રી સ્વતંત્ર બની રહી છે. પુરુષોના ખભેખભા મિલાવી કામ કરવા લાગી છે ત્યારે હજુ પણ એક સવાલ મનમાં માથું ઊંચકી રહ્યો છે.
માતા પિતાનાં ઘરે લાડમાં, સ્વતંત્રતામાં ઉછરેલી એક યુવતીની સ્વતંત્રતામાં લગ્ન પછી મોટો ફેરફાર શા માટે થઇ જતો હશે?”
“પરણેલી સ્ત્રીનું પણ અલગ અસ્તિત્વ હોય છે જે છીનવી લેવાની જરૂર નથી. છતા પણ જીવનની આ એક કરુણતા છે કે કોઇની પૂત્રીને પત્ની બનતા સાથે તેની અગત્યતા અને જીવન જીવવાની શૈલીમાં ખાસો બદલાવ આવી જાય છે. જ્યારે પુરુષોની સ્વતંત્રતામાં ખાસ કોઈ ફેરફાર દેખાતો નથી.” ત્યારે તેને પુરુષ સમોવડી કેમ ગણવી?
સામાન્ય રીતે સ્ત્રી પોતાની ઇચ્છાથી લગ્ન પછી શ્વસુરગૃહની પાબંધીઓને માથે ઓઢે તો વાત અલગ છે. પરંતુ તેની ઈચ્છાઓ વિરુદ્ધ સલામતી કે સમાજના નામ ઉપર જો બળજબરીથી તેના વિકાસને કે તેની ખુશીઓને રુંધીં નાખવામાં આવે તો તે અયોગ્ય કહેવાય છે.”
સ્ત્રીને મુક્ત આકાશ સહુ પ્રથમ એક સ્ત્રીજ આપી શકે છે. ઘરમાં સાસુ નણંદ કે જેઠાણીના સ્વરૂપે આગળ આવેલી સ્ત્રીએ આવનાર સ્ત્રીની સ્વતંત્રતાની જાળવણી કરે તો પુરુષો પણ તેમના બોલને ઉથાપી નહિ શકે. પરંતુ આ બધાની વચ્ચે સ્ત્રીઓ એ પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ સમજી લેવાની ખાસ જરૂર છે.

20228484_1630867580281333_7522330913595757835_n

Leave a comment

Posted by on August 31, 2017 in Uncategorized

વરસાદ
લ્યો આજ મારી આંખોમાં આવી લીલુછમ ચોમાસું બેઠું
આકૂળ વ્યાકુળ હૈયાઓની ભીતર જઈ ચોમાસું બેઠું
ઊંચીનીચી ઘરતી ઉપર મખમલ જેવું ફૂટી નીકળ્યું
સરવર કરતી લાગણીઓનું ઉપવન ચારે કોર મહેક્યું
હૈયે વાગ્યા વાજીંતર, મહી ટહુકા જેવું કશુક મીઠું.
લ્યો આજ મારી આંખોમાં આવી લીલુછમ ચોમાસું બેઠું
જોઈ મનની દશા મનોહર, આભે કારણ માથે લીધું
રહેવાયું, સહેવાયું નહી એણે છેવટ મનભર વરસી લીધું
આ શરમાતી લજાતી ઘરાએ જરાક એવું આડું દીઠું
લ્યો આજ મારી આંખોમાં આવી લીલુછમ ચોમાસું બેઠું.
અલપ ઝલપ જોયેલો ચહેરો સ્મરણોમાં નીકળી આવ્યો
આંખોની થઇ આરસી લથપથ મુજને ભીંજવી આવ્યો.
છોડી સઘળી લાજ શરમ મુઈ આંખોએ આ ઢોલ પીટ્યું
લ્યો આજ મારી આંખોમાં આવી લીલુછમ ચોમાસું બેઠું
રેખા પટેલ (વિનોદીની) ડેલાવર (યુએસએ)

summer job

ટીનેજર્સ માટે વેકેશનમાં સમર જોબની જરૂરીઆત.
જુન થી સપ્ટેમ્બરનું પહેલું વિક અમેરિકામાં સ્કુલ કોલેજમાં વેકેશન ટાઈમ ગણાય. એક તરફ સ્કુલ વર્ષ પૂરું થવા આવે અને સમરની શરૂઆત હોય, આ બાળકો માટે સહુથી ગમતો ટાઈમ હોય છે. આ અઢીથી ત્રણ મહિના વેકેશન દરમિયાનનો ટાઈમ કેમ પસાર કરવો તે પ્રશ્ન પણ તેમને મૂંઝવી જતો હોય છે. કારણ ઇન્ડીયામાં સમય કેમ વીતી જાય તેની કંઈજ ખબર ના પડે, પરતું અહી મિત્રો દુરદુર રહેતા હોય તેથી એકબીજાને ત્યાં જવા ટ્રાન્સપોર્ટેશન જરૂરી બને છે. વળી મોટા ભાગના પેરેન્ટ્સ જોબ કરતા હોય. આવા સમયમાં બાળકો ઘરે કંટાળી જાય છે. આથી અહી વેકેશનમાં ટીનેજર્સને જોબ કરવાનું સામાન્ય ગણાય છે. દરેક માટે જરૂરી નથી કે ડોલર કમાવવા જોબ કરવાની હોય. કેટલાય સમય પસાર કરવા અને વધારે શીખવા માટે જોબ કરતા હોય છે.

અહી કોઈ કામ માટે નાનમ નથી હોતી. આ વાત બાળકોને નાનપણથી સ્કુલ દરમિયાન શીખવવામાં આવે છે. અહી બાળકોને સ્કુલમાં અમુક અવર્સ ફરજીઆત વોલેન્ટર વર્કસ કરવાનું હોય છે. જેમાં તેમને કોમ્યુનીટી માટે મફત સેવા કરવાની રહે છે.
દરેક સ્કુલોના પ્રોગ્રામ અલગ અલગ હોય છે. જે પ્રમાણે ચર્ચ, હોસ્પિટલમાં કે સ્કુલમાં એક્સ્ટ્રા ટાઈમ રહીને મદદ કરવી ,ગેમ્સ હોય ત્યારે ફિલ્ડ વર્ક, ગેસ સ્ટેશન ઉપર કાર વોશ કરવું , કેન્ડી અને ન્યુઝપેપર સેલ કરવા અને મળતા ડોલર સ્કુલના ડોનેશન પ્રોગ્રામમાં આપવા હોય છે. આ બધું તેમને આવતી કાલ માટે તૈયાર થવાના ભાગ રૂપે હોય છે.
અમેરિકામાં સમર આવતા ટીનેજર્સ સમર જોબ માટે એપ્લીકેશન આપવા માંડે છે. અહી આવા બાળકોને જોબ અપાવતી કંપનીઓ પણ હોય છે. જેમના દ્વારા પાર્ટ ટાઈમ જોબ સહેલાઇ થી મળી જતી હોય છે. બેબી સીટીંગ થી લઇ ઓફિસમાં ફાઈલીગ કરવાનું , સ્ટોર્સમાં કેશ રજિસ્ટર ચલાવવાનું , વસ્તુઓની ગોઠવણીનું અને રેસ્ટોરન્ટમાં ઓર્ડર થી લઇ ટેબલ ક્લીન કરવા સુધીના કામ કરી બાળકો સમર વેકેશનમાં પોકેટ મની કમાઇ લેતા.

અહી ગર્લ્સ માટે સહુથી સારી સમર જોબ બેબી સીટીંગ કે પેટ-કેર ( પાળેલાં પ્રાણીઓની દેખરેખ માટે )ની હોય છે. કારણ સ્કુલ બંધ થતા બાળકો ઘરે રહેતા હોય છે પરંતુ તેમના પેરેન્ટ્સને તો જોબ ચાલુ રહેવાની. તેમાય અહીના રૂલ્સ પ્રમાણે ૧૩ વર્ષથી નાના બાળકોને એકલા ઘરે રાખી શકાય નહિ. માટે તેમની ટેકકેર કરવા કોઈની જરૂર પડે. આવા સમયમાં આજુ બાજુમાં રહેતા બાળકો આ કામ હોંશભેર કરતા હોય છે.
અત્યારે ચાલતા રીસેશનમાં રેગ્યુલર જોબ કરનારા માટે પણ કામ મેળવવું અઘરું થઈ ગયું છે ત્યારે ટીનેજર્સને સમર જોબ મળવી અધરી થઈ પડે છે . પહેલા બાળકો સમર જોબથી ઘણું કમાઈ લેતા અને પરિણામે ટીનેજર્સનો ખર્ચ આરામ થી નીકળી જતો. ૧૮ વર્ષના વિકીના પેરેન્ટ્સ સામાન્ય જોબ કરે છે. આથી તેને પોકેટ મની તરીકે વધારાના ડોલર મળતા નહોતા. આ ઉંમર એવી હોય છે કે હાથમાં ડોલર હોય કે ના હોય તેમને બધાજ મોજશોખ કરવા હોય છે. આથી તેમની માટે પાર્ટ ટાઈમ જોબ જરૂરી બની જાય છે. આ વર્ષે તેણે ૨૦ જગ્યાએ એપ્લીકેશન ભરી પછી એક કન્વીનીયન્સ સ્ટોરમાં કેશિયર ની જોબ મળી. તેના જણાવ્યા પ્રમાણે માત્ર ચાર જગ્યાએથી ઈન્ટરવ્યુ કોલ આવો હતો.
રેસ્ટોરન્ટમાં સમરજોબ મળવાના ચાન્સ વધારે હોય છે. જ્યાં ટીનેજર્સને હોસ્ટેસ થી લઇ સર્વર સુધીના કામ અપાય છે. કેટલાક તો પોતાની આગવી પ્રોડક્ટ બનાવી ઘેરઘેર સેલ કરવા પણ જતા હોય છે.
સમર જોબ માટે હું પણ મારી દીકરીઓને ઉત્સાહિત કરતી. કારણકે આ ત્રણ મહિના ઘરે બેસી રહે તેના કરતા કોઈ સારી જગ્યાએ જોબ કરાવી જોઈએ જેથી નવું કશુક શીખવા મળે. જોકે મારી આ સમજ મારી દીકરીએ બદલાવી છે તે પણ હું સ્વીકારું છું.

હમણા મારા ઘર પાસે એક નવી અપસ્કેલ રેસ્ટોરન્ટ ખુલી છે. જ્યાં મારી ૧૯ વર્ષની દીકરીએ સમરના બે મહિના માટે જોબ એપ્લીકેશન આપી. તેને ત્યાં હોસ્ટેસની જોબ મળી ગઈ. મને લાગ્યું કે આ જોબ તેની માટે બરાબર નથી. કારણ પૈસાનો અમારે કોઈ સવાલ નથી તેને સમય પસાર કરવા કામ કરવું હતું આથી મેં તેને બીજી કોઈ નોકરી કરવા સમજાવ્યું.
” બેટા આમ રેસ્ટોરન્ટમાં શું કામ કરવાનું ? કોઈ સારી જગ્યાએ કામ કર તો નવું શીખવા મળે સાથે સ્ટેટસ મળે.”
” મોમ કોઈ પણ કામ નાનું નથી હોતું જ્યાં સુધી તમારો સેલ્ફ્ર રીસ્પેક્ટ સચવાય રહે. અને હું તો આવનારા ગેસ્ટને તેમની જગ્યા બતાવવાનું કામ કરું છું. આતો સારું છે ને કોઈ ત્યાં ખોવાઈ નહિ જાય.” અને મારી દીકરી લુચ્ચું હસી પડી.
ત્યાર બાદ તે તેની લાઈફનો પહેલો પગાર લઈને ઘરે આવી
” મોમ મારો ફાસ્ટ પે ચેક ફોર યુ” ખુશીથી બોલતી હતી.
“બેટું, તારો આ પેચેક આપણે જરૂરીઆત વાળાને આપીશું ” મેં સમજાવ્યું .તો એ તરત માની ગઈ. પછી કહે મોમ આ મેં જરુરીઆતને હેલ્પ કરીને જ ભેગા કર્યા છે..” અને હું હસી પડી.
તે મને સમજાવતી હતી. કોઈ જાતની નાનમ કે શરમ તેની આંખોમાં નહોતી, પછી મને પણ તેની ઉપર પ્રાઉડ થઇ આવ્યું. અહી બાળકોને નાનપણ થી શીખવવામાં આવે છે કે કોઈ પણ જાતનું કામ નાનું નથી હોતું.

બદલાતા સમયની સાથે કોર્પોરેટ કંપનીઓમાં એકસ્પીરીયન્સ તરીકે પણ પાર્ટ ટાઈમ જોબ બહુ જરૂરી બની રહે છે.આ માટે આજના યુવાનો ખાસ સેલેરીની આશા વિના ફાઈલિંગ કરવા કે ઓફિસમાં રિસેપ્સનિસ્ટ, હોસ્પિટલમાં કે બીજા કોઈ પણ ફિલ્ડમાં કામ કરતા અચકાતા નથી
ટીનેજર્સ તેમના ફ્રી ટાઈમમાં કામ કરી શકે તે માટે કેટલીક જગ્યાએ ગવર્મેન્ટ દ્વારા જોબ માટેની ખાસ તકો ઉભી કરવામાં આવે છે. રિસોર્ટ, બીચ એરિયા, પાર્ક કે એમ્યુઝમેન્ટ પાર્ક અને કેટલીક ઓફિસોમાં તેમની માટે અલગ વ્યવસ્થા કરાવાય છે. શેલ્ટર હોમ અને સીઝનલ બીઝનેશમાં ખાસ કરીને આવા બાળકોને જોબ અપાય છે. કહેવાય છે નવરું મગજ શેતાનનું કારખાનું છે . તેમાય ટીનેજર અવસ્થા બહુ ચંચલ અને આક્રમક છે આથી તેમનું બીઝી રહેવું પણ જરૂરી છે પરિણામે સમર જોબ તેમની માટે જરૂરી બની રહે છે
રેખા વિનોદ પટેલ (યુએસએ)

19990488_1622282397806518_1293548286477752144_n

“ના બોલવામાં નવ ગુણ”- રેખા પટેલ( વિનોદિની)

ના ગમતી વાતોથી દૂર રહેવું જોઈએ. અથવાતો તેને નજરઅંદાજ કરી દેવી જોઈએ.
સામાન્ય રીતે ટકોર કોઈને ગમતી નથી. કારણ સામા પક્ષે ટકોર કરનારના ભાવ નથી જોવાતા માત્ર આપણે ટોક્યાં એવો ભાવ મન ઉપર લેવાય છે. અને આવી સ્થિતિમાં વ્યક્તિ પોતાની ભૂલ કબૂલ કરવાનું છોડી બીજાના દોષ જોવાનું શરૂ કરી દેતી હોય છે, પરિણામે સંબંધોમાં તિરાડો ઉભી થવાની શક્યતાઓ રચાઈ જતી હોય છે.
આ બધું જો ટેમ્પરરી હોય તો બહુ હાનિકારક નથી પરંતુ જો વાત કાયમને માટે મન ઉપર લેવાઈ જાય તો મીઠા મધ જેવા લાગતા સંબંધોમાં કહોવાટનો કીડો ઘર કરી જાય છે. વધારે કરી અહીં પારકાં પોતાનાં ભેદ પણ પરખાઈ જતો હોય છે.

આપણાં પોતાના બાળકોને જ્યારે તેમની ભૂલ બદલ ટોકીયે ત્યારે તેમના તરફનો કોઈ ખરાબ ભાવ નથી હોતો, માત્ર તેમની ભૂલ સમજાવવાનો પ્રયાસ હોય છે. છતાંય મા બાપને સમજતા તેઓને વાર લાગે છે. તો પછી સગા સબંધીઓ કે મિત્રો માટે આવી સ્થિતિ હોવી સામાન્ય ગણાય. માટે આવી કોઈ અણગમતી સ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ રહેવું વધારે ડહાપણ ભર્યું ગણાય.

“ટકોર ત્યાંજ કરવી જોઈએ જે તમને,તમારી સાચી લાગણીઓને સમજી શકે. ટકોરમાં રહેલાં ભાવને સમજી શકે. ”

19905344_1623911450976946_7448627052924981379_n

19702255_1616082935093131_3987256110666816070_nજીવનમાં મસ્તીની હસ્તી કેટલી જરૂરી?- રેખા પટેલ (વિનોદિની)

મસ્તી વિનાનું જીવન એટલે સુકી નદીનો પટ, જ્યાં માત્ર ભવ્ય ભૂતકાળની વાતોજ રહેલી હોય, જેની આજ સાવ નીરસ અને કોરી જણાય છે. આવું જીવન જીવતા લોકો જાણે પરાણે ઢસરડા કરતાં હોય તેવું લાગે છે.

કેટલાક કહે છે અમને સાદી અને સરળ લાઈફ ગમે. હા! આવી પણ જીંદગીને મઝાથી જીવી શકાય છે. પરંતુ તેમાય પસંદગીની જીંદગી પ્રમાણે આનંદ અને મસ્તીનો હળવો સંચાર તો જોઈએ.

ઉજ્જળ વગડાને સજીવન કરવા માટે જેમ વરસાદી એકાદ ઝાપટું પુરતું હોય છે. તેમ એકધાર્યા સુકા ચાલતા જીવનમાં મસ્તીનો એકાદ ધબકાર પણ જરૂરી છે. મસ્તીને બહાર શોધવાની જરૂર નથી. દરેકની અંદર એક બાળક છેવટ સુધી જીવતું હોય છે. બસ તેને બહાર લાવવાની જરૂર છે. આવા સમયે ખોટો દંભ અને મોટાઈ છોડી તેને થોડીવાર જીવી લેવા દ્યો. આપોઆપ મસ્તીનો માહોલ રચાઈ જશે.

આ બધું કરવા માટે કંઈ મોટા પ્લાન કરવાની જરૂર નથી. ઘર આંગણે રમતા બાળકો સાથે થોડીક રમતો રમો, એકલા પાડો ત્યારે જોરજોર થી મસ્તી ભર્યા ગીતો લલકારો, વરસાદી મૌસમમાં છત્રી છોડી ચાલવા નીકળી જાવ. નજીકના બગીચામાં હિંચકે ઝૂલો. કે પછી મિત્રો સાથે કોઈ નાનકડી પીકનીક ગોઠવો. મસ્તીની બે ચાર પળો જીવનને ઉલ્લાસથી ભરી જશે અને જીવન ખુશીઓથી છલકાઈ જશે.
અહી શરત માત્ર એટલી કે “આ સમયે તમે કોણ છો એનો ખોટો દેખાડો ઘરે મુકીને જવો”