RSS

31 Aug

ખાલી જગ્યા – રેખા પટેલ (વિનોદિની)
મિતેશ અને વનીતા બહુ વખતે શોપિંગ મોલમાં મળી ગયા. એકબીજાને જોઈ બંને ખુશીથી છલકાઈ ગયા.
” અરે વનીતા તું કેટલા વર્ષે તને જોઈ, તું તો વીસ વર્ષ પછી પણ એવીને એવીજ રૂપકડી લાગે છે, જાને હમણાંજ કોલેજની સ્ટડીઝ કમ્પ્લીટ કરી હોય.” મિતેશ વનિતાને મળી બહુ ખુશ હતો.
” થેક્સ, પણ સાચું કહું તું સાવ બદલાઈ ગયો છું. હડપચી ઉપરનો તારો આ તલ જો સાક્ષીના પુરતો હોત તો કદાચ આટલી જલ્દી તને ના ઓળખી શકી હોત.” વનીતા બોલી
” વનિતા તારી પાસે સમય હોય તો આવ કાફેમાં થોડીવાર બેસીએ. તું ક્યા છે શું કરે છે? ઘણું પૂછવું છે અને કહેવું છે.”
” હા મિતેશ ચાલ તારી માટે હું સાવ ફ્રી બસ.” મિતેશ અને વનિતા મોલની વચ્ચોવચ આવેલા ફૂડ કોર્ટમાં એક કોર્નરમાં સામસામે ગોઠવાઈ ગયા.”
મિતેશે બે કોફી અને સેન્ડવિચનો ઓર્ડર આપ્યો. પછી આજે તું ક્યાં છે? શું કરે છે? થી શરુ કરીને એકબીજાને પોતપોતાના વર્તમાનથી પરિચિત કરી દીધા, અને ઝડપભેર વર્તમાનના પર્વતને ઓળંગી બંને હાઈસ્કુલનાં સમયની તળેટીમાં ઉપરથી ઢળતાં ઝરણાની માફક ઝડપભેર ઢળવા લાગ્યા.
” મિતેશ કેટલા મઝાના એ દિવસો હતા કેમ? મેં તને કડી જણાવ્યું નહોતું પરંતુ આજે કહું છું કે હું તને હાઈસ્કૂલના સમયથી પસંદ કરતી હતી” વનિતા હસતાં બોલી.
” રીયલી? તારે મને કહેવું જોઈતું હતું, હું પણ તને પસંદ કરતો હતો. પરંતુ તું નારાજ થઇ જાય તો? એ બીકે તને એ વાત જણાવી શક્યો નહોતો.”
“ખેર હવે તો બહુ મોડું થઈ ગયું. કઈ નહિ આજે આપણે આપણી મેરેજ લાઈફમાં સુખી છીએ એટલે બસ.” વનીતા બોલી આંખો ઝુકાવીને બોલી.
” વની, પરંતુ મારી ચુપકીદીને કારણે તને ખોયાનો અફસોસ હવે જીવનભર ડંખવાનો.” મિતેશે વનિતાના હાથ ઉપર હાથ મુકીને જવાબ વાળ્યો.
બસ એક મુલાકાત બંનેના સરળ ચાલતા જીવનમાં હળવો આંચકો આપતી ગઈ. એકબીજાને ફોન નંબરની આપલે કર્યા પછી ક્યારેક મળતા રહીશું કહી છૂટ્યા પડ્યા.
હવે રોજ સમય મળતા તું કેમ છે ? શું કરે છે? જેવી ટુંકી વાતોનો દોર લંબાઈને
” મને યાદ કરે છે? તારા આવવાથી મારા જીવનમાં રહેલી ખાલી જગ્યા ભરાઈ ગઈ છે. તું વાત કરે તો સારું લાગે છે.” જેવી વાતોનો દોર લંબાવા લાગ્યો.
ક્યારેક મળતાં રહીશું ને આગળ વધારી અઠવાડિયામાં એક બે વાર મુલાકાત ગોઠવાવા લાગી.
મિતેશ તેની પત્ની મોનાને આપવાનો મોટાભાગનો સમય વનિતાને ફોન કોલ ઓનલાઈન ચેટીંગ કે મિલન મુલાકાતમાં આપી દેતો. અને વનિતા પણ તેના પતિના ઘરે નાં આવે ત્યાં સુધી મિતેશ સાથે ચેટીંગમાં વ્યસ્ત રહેતી. પરિણામે તેના પતિને સમયસર જમવાનું મળતું નહિ. પરિણામે તેમની વચ્ચે નાનીમોટી ચકમક ઝરી જવા લાગી.
” મિતેશ હમણાંથી તમારું ઘ્યાન ઘરમાં નથી રહેતું. ઘરે આવો છો તો પણ કોણ જાણે કોની સાથે ચેટીંગમાં બીઝી રહો છો. તમારું ઓફિસનું કામ ઘરે લઈને આવશો નહિ ” કહી મોના મિતેશ ઉપર ગુસ્સો કરી લેતી.
આ બધાથી આ બંનેને ખાસ ફર્ક પડતો નહોતો કારણ તેમની ખુશી મેળવવાની પ્રાયોરીટીઝ હવે બદલવા લાગી હતી. એકબીજા સાથે વાતો કરતા મળતી વેળાએ તેઓ વધુ યુવાન હોવાનો અનુભવ કરતા હતા.
એક બપોરે લંચ ટાઈમમાં મિતેશ અને વનિતા તેની ઓફીસની બાજુમાં આવેલા લવલી રેસ્ટોરન્ટના ફેમીલી રૂમમાં દુનિયાથી બચવા માટે ભરાઈને બેઠા હતા.
” મિતેશ આપણે આમ મળીને કશું ખોટું તો નથી કરતા ને!” વનિતાએ પૂછી લીધું.
” નાં વની આપણે આપણા દાપંત્યજીવનને હોડમાં મુક્યા વગર જીવનની ખુશીઓને એકઠી કરીએ છીએ. આપણા સાથીદારને તેનાથી કોઈ નુકશાન નથી. માટે તું કોઈજ જાતની ગિલ્ટી રાખ્યા વિના આ ક્ષણોનો આનંદ માણી લે” કહી વનિતાનો હાથ પકડી તેને સમજાવવા લાગ્યો. બરાબર તેજ સમયે બહારતી આવતા કોઈના ખડખડાટ હાસ્યને કારણે તેની નજર બારણાં ઉપર લટકતાં પડદાની તિરાડ માંથી બહાર ખેંચાઈ ગઈ…..
ત્યાં સામેનાં ખુણાની ચેરમાં તેની પત્ની મોના તેના હમઉમ્ર કોઈ યુવાન સાથે વાતો કરવામાં મશગુલ હતી. અને બહુ વખતે મળેલા મિત્રની જૂની વાતો ઉપર તે મુક્ત મને હસી રહી હતી. આ જોઈ મિતેશ ચમકી ગયો! શું મોના તેમની વચ્ચમાં પડેલી આ ખાલી જગ્યાને પુરવા માટે તૈયાર તો નહિ થઇ હોય ને! જો આમ બને તો?
અને મીતેશના હાથમાંથી વનીતાનો હાથ છૂટી ગયો.
ડેલાવર (યુએસએ)

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: