સાચા અર્થમાં જિંદગી એટલે,
રોજ સવારે તારી ખુલતી આંખો સામે
ઉગતાં સૂરજની સાખે વિખરાઈ જવું.
અને રાત્રીમાં ઘેરાતાં અંધકારમાં
તારી બાહોમાં સમેટાઈ જવું.
આ વચ્ચેની દરેક પળોમાં,
મારી અંદર હળુહળુ ઉગતાં રહેવું
તારા અંતરમાં સુગંધ બની મહેકતા જવું.
વિનોદિની
31
Aug