પ્રતીક્ષા..રેખા પટેલ(વિનોદિની)
આ શબ્દમાં પ્રેમ સાથે વિરહ છે આશા અને નિરાશા પણ છે.
પોતાનું કોઈ દુર ગયું હોય તો તેની યાદ બેચેન બનાવી જાય છે. તેને ફરી મેળવવા, સન્મુખ જવા માટે હૈયું ઉતાવળું થાય છે. આવી ક્ષણોમાં પ્રતીક્ષાનો જન્મ થાય છે.
પ્રતીક્ષા કોઈ સ્વજન દુર હોય તોજ કરી શકાય તેવું નથી હોતું. સાવ અડોઅડ બેઠેલા બે હૈયા પણ એકમેકના પ્રેમની,સહકારની રાહ જોતા જોવા મળે છે. આવા લોકો નદીના બે કિનારા જેવા હોય છે. સાથે હોવા છતાં સાવ અલગ, અહી જો તેમની રાહ જોવાનો ક્ષણો લંબાતી જાય છે તો તેમની પ્રતીક્ષામાં નિરાશા જોવા મળે છે.
તેના બદલે એકબીજાને મળવા મેળવવા ઉત્સુક હૈયા દુર હોવા છતાં આશામાં રહેતા હોય છે કે તેઓ બહુ જલ્દી પાસે આવી જશે. કારણ તેમના પ્રેમમાં શક્તિ છે લાગણી છે, તો તેમની પ્રતીક્ષામાં આશા જોવા મળે છે.
પ્રતીક્ષાની ક્ષણો ક્યારેક જીવલેણ પણ નીવડે છે. આ નાનકડો શબ્દ જેને ખરેખર જીરવવો પડ્યો હોય તેની સ્થિતિ દયનીય બની જતી હોય છે. સામાન્ય લાગતો શબ્દ તેની ઉચ્ચ્તાની સ્થિતિમાં પીડાદાયક છે. હૈયું મુઠ્ઠીમાં ભીસાતું અનુભવાય છે. ભરી મહેફિલમાં એકલતા ભરડો લેતી જણાય છે. અને વ્યક્તિ મન સાથે તનથી પણ તૂટી જતો હોય છે.
” દરેક સ્થિતિને થોડો સમય આપવો જોઈએ, જે આવ્યું છે તે જરૂર પાછુ વળી જવાનું, માટે કોઈ પણ અવસ્થા આપણી ઉપર હાવી નાં થાય તે જોવાનું કામ આપણું પોતાનું છે.”
vimala
June 23, 2017 at 5:32 pm
” દરેક સ્થિતિને થોડો સમય આપવો જોઈએ, જે આવ્યું છે તે જરૂર પાછુ વળી જવાનું, માટે કોઈ પણ અવસ્થા આપણી ઉપર હાવી નાં થાય તે જોવાનું કામ આપણું પોતાનું છે.”