સ્વ-શક્તિ…રેખા પટેલ(વિનોદિની)
આપણે જો આપણીજ શક્તિઓ વિષે શંકાશીલ રહીશું તો લઘુતાગ્રંથી ક્યારેય આપણો પીછો નહિ છોડે.અને સ્વશક્તિનો અહેસાસ કદીયે નહિ થાય. માટે દરેક વ્યક્તિએ પોતાની અંદર રહેલી શક્તિઓને ઓળખવી જરૂરી છે.
લઘુતાગ્રંથીથી પીડાતી વ્યક્તિ અને ઘડીયારના લોલક વચમાં ખાસ કોઈ ફર્ક નથી. સમય આગળ વધતો જાય છે પરંતુ વારંવાર પોતાની લક્ષ બદલતું, સતત ચાલતું લોલક ક્યારેય ક્યાંય પહોચતું નથી. આમજ હારી થાકીને વારંવાર પોતાનું લક્ષ બદલનાર વ્યક્તિ પોતાની શક્તિ, અને સમયનો બગાડ કરે છે..
કોઈ પણ ઉચ્ચતમ સ્થાન ઉપર પહોચવાને આપણે કાબિલ નથી એ વાત જો સમજાઈ જાય તો આપણી સ્થિતિ અને શક્તિ પ્રમાણેનું લક્ષ નક્કી કરી ત્યાં સુધી પણ ખુશીથી પહોચવા પ્રયત્ન કરવો જોઈએ. જો આપણે ખુશ હોઈશું તોજ બીજાને ખુશી વહેચી શકીશું. લઘુતાગ્રંથી થી પીડાતો માણસ કોઈ બીજાને સુખ આપવા શક્તિમાન નાં હોઈ શકે. ” જીવનનો સાચો આનંદ તોજ માણી શકાય કે આપણી હાજરીથી બીજાઓ પણ ખુશી મેળવે.