માઈક્રોફીક્સન : મોડું થઇ ગયું.
“મની મારી ચાય તૈયાર છે?
“હા આ લાવી” મનીષા ચાયનો કપ વિનીતના હાથમાં પકડાવી કિચનમાં ભાગી.
મની મારા મોજાં ક્યા? મારું લંચબોક્સ ક્યા? તારા લીધે મને કાયમ મોડું થાય છે.’ વિનીત ચિલ્લાઈ પડ્યો.
” આ લ્યો બધું તૈયાર છે. બસ આજે સાંજે સમયસર આવી જજો,મારી ડોક્ટર સાથે એપોઇમેન્ટ છે ને!” મનીએ હાંફતા કહ્યું.
સાંજે દોસ્તો સાથે ચાય પીને ઘરે આવવાની આદતમાં વિનીતને આજે પણ મોડું થઇ ગયું.
“વિનીત બહુ મોડું કર્યું, દવાખાનું બંધ પણ થઇ ગયું.”
” હા આજે મોડું થયું, હવે કાલે જઈશું” વિનીતે કહ્યું.
એ રાત્રે મનીને બહુ શ્વાસ ચડ્યો ….અને પછી એવો બેઠો કે… ત્યારબાદ વિનીતને જોબ ઉપર જતા કાયમ મોડું થઇ જવા લાગ્યું.
રેખા પટેલ (વિનોદિની)
બગીચાનો માળી
April 20, 2017 at 1:57 pm
Like ન કરાય એવો અંત છે, છતાંયે માઈક્રોફીક્સન ના ન્યાયે ઉત્તમ છે.