કોઈ પ્રગટાવે હોળી,જલે કોઈ મહી આગ અલગ
સહુની ઉજવણી જુદી, હરેકની રીતભાત અલગ.
કોઈ આંખોને નશો ગુલાબી,કોઈને રડતી લાલાશ
સહુ કોઈ ખેલે રંગોથી, એ જેવી જરૂરીઆત અલગ.
કોઈને પૂનમનાં ચાંદરણાં,ને વિરહી જણ જલી મરે
ઈચ્છાઓ આધીન રહેતી સુખ દુઃખની માંગ અલગ .
કોઈ ચહેરે જો પડયા ઉઝરડા એને ગણ્યા ગણાય.
હૈયે જડ્યા એ નાં ઝલાય,તેને જોવા આંખ અલગ.
કોઈનું સાનિઘ્ય તુલસીક્યારો, કોઈને સુરાહી હાથ
અંતરમન ચોખ્ખા તો બેવ સરખા,છે કામ અલગ.
કોઈ રહેતું કાયમ સ્વસ્થ, તો કોઈ રડીને વાત કહે
સંજોગોને પચાવી લેવા,અહી સહુની વાત અલગ
– રેખા પટેલ ( વિનોદિની)